વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રસ્તાવના

પ્રસ્તાવના


મારી આસપાસમાં જ જોયેલી, સાંભળેલી, ક્યાંક ઘટેલી ઘટનાઓનું વાર્તાકરણ 27 વાર્તાઓના સંગ્રહ દ્વારા કર્યું છે. અમુક ખૂબ ટુંકી તો અમુક 2000 આસપાસ શબ્દોની.
સંગ્રહ બહાર પાડવો હતો પણ લેવા માંડ સો મિત્રો તૈયાર હોય ને છપાવવી પડે 250 કોપી અથવા ઓન ડિમાન્ડ પ્રિન્ટ માં 100 પાના નં સંગ્રહ ના 200 રૂ. લે જે કોઈ આપે નહીં.
એટલે બધી જ વાર્તા એક એક કરી અત્રે મૂકીશ. બધી હળવી ફૂલ, મઝા આવે એવી છે. ક્યાંક કરુણતા છે, ક્યાંક નિરાશા કે આશા, ક્યાંક હ્રદય પરિવર્તન ની વાત તો ક્યાંક કોઈ પ્રેરણાત્મક પ્રસંગ.
તો આવો, કાલ થી માણીએ સંગ્રહ આસપાસની વાતો ખાસ.
કોઈ કોઈ વાર્તા પ્રતિલિપિ પર અલગથી પણ હશે, ઘણા જૂના વાંચકોએ વાંચી હશે જે અહીં શબ્દો કે અમુક વાક્યોના ફેરફાર સાથે દેખાશે એમ બની શકે. કારણ કે આખો સંગ્રહ ક્યાંક પ્રિન્ટ કરાવવા તૈયાર કરેલો પછી માંડી વાળ્યું .
કાલથી એ વાર્તાઓ મુકું છું. વાંચજો, પ્રતિભાવ અને સ્ટીકર પણ આપજો.
આભાર.
સુનીલ અંજારિયા


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ