વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બિંદુ જોડો

આશાના કોડિયામાં અસ્તિત્વ ઓગળે દૂર થાય અંધારુ 
નાનાં નાનાં બિન્દુથી રચાયેલ જીવતર જીવાય એકધારું 

જેવી રીતે કોઈક સુંદર ચિત્રની નજીક જતા જઈએ તેમ તેમ જે ચિત્રને પૂર્ણ બનાવતા નાના બિંદુઓ આપણી આંખમાં અલગ રીતે ખુલતા જાય છે. તેવી જ રીતે એકલવાયા બિંદુ જેવું આપણું અસ્તિત્વ છે. અને તે અસ્તિત્વ રૂપી ચિત્રમાં જ સપ્તરંગી દુનિયાના સપના છુપાયેલા છે પણ એ રંગોની દુનિયામાં નહાવા માટે અને એ રંગોને આપણા જીવનનો ભાગ બનાવવા માટે બસ જરૂર છે તેને ચીવટપૂર્વક જોવાની.

ટપકા જોડી ચિત્ર પૂરું કરો એ નાનકડી પ્રવૃત્તિથી અને એ ચિત્ર પૂરું કરવાના આનંદની ઘટનામાંથી તો આપણે બધા પસાર થયા જ હોઈએ છીએ. બસ એ કનેક્ટ ધ ડોટસને મોટા થયા પછી પણ યાદ રાખવાની આદત પડી જાય તો અસ્તિત્વરૂપી ચિત્રમાં ખોવાઈ જવાની લિજ્જતને માણી શકાય.

માનવીના અસ્તિત્વ અને જીવન માટે સરસ ઉદાહરણો પુરા પાડનાર પ્રખ્યાત એવા સ્ટીવ જોબ્સની કનેક્ટ ધ ડોટસ થીયરી ખૂબ જ પ્રખ્યાત છે. માનવીનું આખેઆખું જીવન, તેના જીવનની દરેક ઘટના અને તેના જીવનમાં આવતા સારા નરસા પાત્રો બધું જ એકબીજા સાથે સંકળાયેલું છે.

સ્ટીવ જોબ્સ પોતાની જાત પર વિશ્વાસ કરવામાં અને જીવનની મુસાફરીની અનિશ્ચિતતાને સ્વીકારવામાં માનતા હતા. તેમણે લોકોને તેમની ક્ષમતાઓ અને વૃત્તિઓમાં વિશ્વાસ રાખવા માટે પ્રોત્સાહિત કર્યા, પછી ભલેને આગળનો રસ્તો અસ્પષ્ટ અથવા બિન-રેખીય લાગે.  જોબ્સના સંદેશાએ ઘણા લોકોમાં પડઘો પડ્યો કારણ કે તે જીવનના પડકારોને નેવિગેટ કરવા અને પોતાના સપનાને અનુસરવામાં દ્રઢતા, સ્થિતિસ્થાપકતા અને આત્મવિશ્વાસના મહત્વ પર ભાર મૂકે છે.

આપણો ભૂતકાળ આપણા વર્તમાન સાથે અને આપણું વર્તમાન આપણા ભવિષ્યની સાથે જોડાયેલું છે પણ કેવી રીતે? આપણા બાળપણમાં જ આપણી સફળતા અને પરિપૂર્ણતાની કડી જોડાયેલી હોય છે. બાલ્યાવસ્થામાં શાળા જીવન સાથે જોડાયેલો એક એક દિવસ, એક એક કલાક અને એક એક મિનિટ આપણા અસ્તિત્વને કોઈ નિશ્ચિત જગ્યાએ સ્થિર કરવા માટે કારણરૂપ હોય છે. ઈશ્વરસર્જિત દુનિયામાં જેવી રીતે કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુ વ્યર્થ નિર્માણ પામી નથી તેવી જ રીતે એક એક સેકન્ડ એક એક મિનિટ અને એક એક કલાકનું પોતાનું હોવાનું સજ્જડ કારણ આપણા જીવન સાથે જોડાયેલું હોય છે.

શાળા જીવનના આપણા અનુભવો આપણી સંગત આપણને આગળ જતા એવા જ સમુદાય અને એવી જ સંગતતા તરફ ખેંચે છે. આપણે સાંભળેલા એક એક શબ્દ, એક એક વાક્ય કે પછી એક એક ઘટના ભવિષ્યમાં કોઈપણ સ્વરૂપે આપણા જીવનમાં પ્રતિત થાય છે. આ કનેક્ટ ધ ડોટ્સને જો ધીમે ધીમે સમજવા માંડીએ તો ખરાબ ભૂતકાળ આપણને ખરાબ નહીં લાગે અને વર્તમાન સમયમાં આવતી નાની મોટી મુશ્કેલીઓ કે પછી અણગમતી બાબતો પણ કશાક કારણ સાથે જ જોડાયેલી છે તે મોટી વાત સમજાવા લાગશે.

વર્તમાન સમયમાં આવતી સમસ્યાઓને સારી રીતે જોવા માટે આવું કૈક કરી શકાય.

સમસ્યાની પરિસ્થિતિ સમજો: પ્રથમ તો સમસ્યાની વાસ્તવિક સ્વરૂપ અને મહત્વને સમજવું મહત્વપૂર્ણ છે.

સ્થિતિનું મૂલ્યાંકન કરો: સમસ્યાનો સાર અને તેનો પરિણામ કેટલો છે અને તેના અસરને મૂલ્યાંકન કરવું 

વિવિધ સમાધાનો શોધો: સમસ્યાની વિવિધ સમાધાનોનો વિચાર કરો અને સમર્થક અને પ્રભાવશાળી સમાધાન અને પ્રક્રિયાઓના ધોરણો તૈયાર કરો.

સમાધાન અમલમાં લાવો: એકબીજા સાથે સાથે સામગ્રી સાથે વિચારવા અને સમસ્યાની સર્વરીય સમજ મેળવવા પછી, સમાધાનને અમલમાં લાવો.

સહાય માગો: અગાઉના અનુભવો અને જ્ઞાનનો લાભ લો અને સમસ્યાની સમાધાન માટે સંપર્ક કરો. ઘણીવાર અન્યની સહાય મળે તો તમારી સમસ્યાની હલ થવાની શક્યતાઓ વધી જાય છે.

આમ જોઈએ તો માનવીના મનને સતત ઓચિંતા અહેસાસોનું આકર્ષણ હોય છે. રોજ રોજ સવાર ઉગે અને અનિશ્ચિત ભવિષ્ય આપણને કઈ દિશામાં લઈ જાશે તે અચરજ જ માણસને જીવાડે છે. જીવનના રોજના પ્રસંગોને ક્યાંક ટપકાવતા જવા જોઈએ જેથી કરીને આપણે વર્તમાન સમયમાં જાગૃત પણ રહી શકીએ અને જાણ્યે અજાણ્યે ભૂલ કરતા હોઈએ તો અટકી પણ શકીએ. અને જેમ જેમ વ્યક્તિ પોતાની વર્તમાન સ્થિતિથી જાગૃત થતો જાય છે તેમ તેમ સમસ્યાને જોવાની અને તેમાંથી બહાર નીકળવાની શક્તિઓ પણ વધતી જાય છે.આપણને આગળ વિચારવાની આદત એક અલગ જ માનસિક અવસ્થાએ લઈ જાય છે. અને આ પરિસ્થિતિ જોવાની નજરને જો આધ્યાત્મિક ધ્યાન સાથે સાંકળી લઈએ તો પણ કંઈ ખોટું નથી.ધ્યાન એટલે સો ટકા એકાગ્ર થવું... પોતાના કર્મો પ્રત્યે અને આસપાસની પરિસ્થિતિ પ્રત્યે. વર્તમાન પરિસ્થિતિમાં હલ્યા વિના બસ સ્થિર થઈને ઊભું રહી જવું.

અફાટ સમુદ્રમાં ચાલતી નૈયા જેવી રીતે આપણને સ્થિરતાનો અનુભવ કરાવે છે તેમ જીવનમાં પણ ચાલતા શ્વાસો સાથે તાલ મિલાવતા નાના હોય કે મોટા વ્યક્તિઓ, પશુ પંખીઓ અને જીવનના દરેક પ્રસંગને બસ આપણા ભવિષ્ય સાથે જોડતું રહેવાનું છે.

તું લઈ આવ એક સોનેરી સપનું
ને હું આપું તને આકાશ મજાનુ
.

©️ ખ્યાતિ થાનકી 
‘ નિશબ્દા ‘


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ