વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ 2

પ્રતિક ક્લાસમાં જ હોય છે એક લેકચર પૂરો તો થાય છે પણ તે વિશ્વાસ કરી નથી શકતો તેને હવે ભૂમિ વિશે જાણવાની ઈચ્છા થાય છે અને મનમાં ને મનમાં તે વિચાર કરે છે .ભૂમિ અને ગૌરવ વચ્ચે શુ સબંધ છેતે ખાલી ફ્રેન્ડજ છે કે એમ જ મળ્યો હશે તેનું મગજ કામ કરતું હોય તેવું લાગતું નથી એટલે તે વિહાનને મળવાનું નક્કી કરે છે અને તે મળવા જાય છે. તે લેકચર પૂરો થવાની રાહ જોવા લાગે છે અને પ્રતિક માટે લેકચર પૂરો કરવો પણ અઘરો બનતો જાય છે એક એક મિનિટ તેના માટે એક એક કલાક જેવી તેને લાગે છે અને લેકચર પૂરો થતા જ પ્રતિક વિહાન ને કોલ કરે છે અને તેને મેદાનમાં મળવાનું કહે છે પ્રતિક ત્યાં વિહાન ની રાહ જોતો હોય છે ત્યાં વિહાન પાછળ થી આવે છે અને અને પ્રતીક ને કહે છે બોલ ને પ્રતીક તો પ્રતીક કહે છે ચાલ કેન્ટીન માં જઈએ ત્યાંથી બંને કેન્ટીન માં જાય છે અને બંને સામે સામે બેસે છે પછી પ્રતિક વિહાનને કહે છે તારા માટે ચા મંગાવું કે કોફી ? વિહાન કહે છે આપણે ચા જ પીસુ અને પ્રતિક ચા નો ઓર્ડર આપે છે અને ઓર્ડર આપીને સીધે સીધું તે ગૌરવ વિશે પૂછે છે ગૌરવ અને ભૂમિ વચ્ચે શુ સબંધ છે તો વિહાન કહે છે ભૂમિ અને ગૌરવ બને કાકા બાપાના છોકરા છે તે પહેલાથી જ ઘરની નજીક જ રહે છે અને સાથે બંને ભણે છે તે સાંભળી પ્રતિક ને થોડી રાહત થાય છે અને તેને વિહાને કિધેલી વાત પરથી થોડી શાંતિ અને થોડો આનંદ પણ થાય છે .ભૂમિ રોજ કોલેજ કાર લઇ ને આવે છે અને પ્રતિક પણ તેના ઇન્ટેઝાર માં કાર પાર્ક કરે તેની સામે જ ઉભો હોય છે તેની સાથે વિહાન પણ રોજ ત્યાં ઉભો હોય છે વિહાન ને હવે થોડી ગંધ આવી જાય છે કે પ્રતિક ભૂમિને એકતરફી પ્રેમ કરે છે અને હવે આ રોજ નો નિયમ બની જાય છે .રોજ ભૂમિ કોલેજ આવે અને પ્રતિક તેની કાર પાર્ક તેની સામે જ ઉભો જોવા મળે છે. હવે ભૂમિને પણ થોડી અણસાર આવવા લાગે છે અને તે પણ પ્રતિકને નોટિસ કરવા લાગે છે પણ ભૂમિ કારમાં હોય અને પાર્ક કરતી હોય ત્યારે જ પ્રતિક ને જોઈ લે છે અને જેમ જેમ પ્રતિક ની નજીક આવતી જાય છે તેમ તેમ ભૂમિ પ્રતિક થી નઝર ઝૂકાવી લે છે જે પ્રતિક ને ખબર નથી પડતી. હવે રોજ સવાર નો આ નિત્યક્રમ બની જાય છે પ્રતિક નું અને વિહાન નું કાર પાર્ક પાસે ઉભું રહેવું અને ભૂમિ નું રોજ કાર લઈને આવવું આવું એક મહિના સુધી બનતું રહે છે.ભૂમિને પણ હવે એવું લાગે છે કે મારે પણ પ્રતિક જોડે વાત કરવી જોઈએ એટલે હવે તે પ્રતિક એકલો મળે તેની રાહ જોતી હોય છે પણ પ્રતિક એકલો મળતો નથી.એક દિવસ પ્રતિકની તબિયત ખરાબ થાય છે અને તે પાંચ દિવસ સુધી બધી જગ્યાએ તે પ્રતિકને જ કોલેજમાં ગોતતી હોય છે પણ તે જોવા મળતો નથી એક દિવસ વિહાન તેને સામે મળે છે તો તેની સાથે હોય છે એટલે તે વિહાન ને પૂછે છે કે પ્રતિક ક્યાં છે કોલેજમાં જોવા મળતો નથી.એટલે વિહાન ભૂમિને કહે છે તારે પ્રતિક નું શુ કામ છે ? ભૂમિ પણ સામે જવાબ આપે છે તેનું થોડું કામ હતું મારે તેને કાઈ થસ્યું છે તો કોલેજ નથી આવતો ? વિહાન કહે છે ભૂમિને , પ્રતીક ની તબિયત સારી નથી એટલે તે કૉલેજ નથી આવતો, તેને તાવ આવે છે એટલે તે રૂમ પર જ આરામ કરે છે. 

વિહાન : ભૂમિ ને કહે છે તેની તબિયત હોવી એક અથવા બે દિવસ માં સારી થઈ જશે એટલે તે ફરી કૉલેજ આવશે !
ભૂમિ : વિહાન શુ મને પ્રતિક ના રૂમ નું સરનામું મળી શકશે ? 
વિહાન : હા વિહાન જે કહે છે તે ભૂમિ તેના મોબાઈલમાં લખી લે છે 
ભૂમિ : વિહાન ને કહે છે thanks વિહાન  
ભૂમિ અને વિહાન બંને ત્યાથી છુટા પડે છે વિહાન તેના ઘરે જાય છે અને ભૂમિ તેની કાર લઈને ઘર તરફ નીકળે છે .
ભુમો પાસે હવે જ્યાં પ્રતિક રહે છે તેના ઘરનું સરનામું આવી ગયું છે .ભૂમિ વિચારે છે કે પ્રતિક ને મળવા જવું કે નહીં તેની ખબર પૂછવા જવી કે નહીં તે વિચારમાં ને વિચારમાં તે કૉલેજથી ઘરે પહોંચી જાય છે . ભૂમિ ઘરે પાર્કિંગ માં કાર પાર્ક કરી કાર લોક કરી ઘર ની અંદર ચાવી ફેરવતી ફેરવતી આવે છે અને સાથે તે પણ વિચારે છે કે પ્રતિક ને મળવા જવું કે નહીં ઘરે પહોંચે છે અને દરવાજે ડોરબેલ વગાડે છે અને ભૂમિના મમ્મી દરવાજો ખોલે છે અને ભૂમિને કહે છે એવી ગયો મારો દીકરો કૉલેજથી ? 
ભૂમિ : હા મમ્મી .તે તેના મમ્મીને કહે છે મમ્મી મારા માટે થોડો નાસ્તો અને ચા બનાવી આપ ને ત્યાં હું મારા રૂમમાંથી ફ્રેશ થઈ ને આવું એમ કહી ભૂમિ તેના રૂમ તરફ આગળ વધે છે અને કારની ચાવી ત્યાં હોલમાં મૂકીને તેના રૂમમાં જતી રહે છે .
ભૂમિ આ બાજુ ફ્રેશ થઈ ને બહાર આવીને કપડાં ચેન્જ કરે છે તે આજે બ્લેક કલર નું ટી શર્ટ અને બ્લુ કલર નું જિન્સ પહેરે છે તે સાવ આજે કોઈ પણ મેક અપ વગર પણ સુંદર લાગે છે ભૂમિ તૈયાર થઈ ને નીચે નાસ્તો કરવા આવે છે એટલે ભૂમિને આ હાલત માં જોઈ ને તેના મમ્મી સ્મિતાબેન  પૂછે છે બેટા તું ક્યાં જાય છે ? 
ભૂમિ : મારી ફ્રેન્ડ કિંજલ છે તેને મળવા જાવ છું 
    આજ સુધી ભૂમિ ક્યારેય તેના મમ્મીને ખોટું બોલીને બહાર નીકળી ના હતી પણ આજે તે ખોટું બોલે છે .ભૂમિ નાસ્તો કરીને મમ્મીને કહે છે હું મારી ફ્રેન્ડ ને મળીને જલ્દી આવતી રહીશ .ભૂમિ પોતાની કારની ચાવી લઈને બહાર નીકળે છે અને કાર લઈને તે ઘરથી બહાર નીકળે છે અને કાર પ્રતિક ના ઘર તરફ રવાના થાય છે .વિહાનએ જે સરનામું આપ્યુ છે તે તરફ ભૂમિની કાર દોડવા લાગે છે

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ