વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ ૧

રાત્રે રમીલાબેનની ઊંઘ ઊડી ગઈ ને દિવાલ પરની ઘડિયાળ પર નજર કરી તો રાત્રિના ત્રણ વાગ્યા હતા. હજુ સવાર થયું ન હતું, એટલે ફરી તે સૂઈ ગયા. પણ એક ચિંતા તેને ઊંઘ આવવા દેતી હતી નહિ, તે ચિંતા હતી તેના દીકરા અંકિતનો કોલેજનો પહેલો દિવસ. અને સાથે તેમની દીકરી વિશાખાનો પણ, સવારે બંનેને કોલેજ જવાનું હતું એટલે રમીલાબેનને ઊંઘ આવતી હતી નહિ.


જેમ તેમ કરી સવારના છ વાગ્યા એટલે રમીલાબેન ઉઠ્યા અને અંકિતના રૂમમાં જઈ અંકિત ને જગાડે છે.


અંકિત બેટા.... ઓ અંકિત બેટા


ઉઠ હવે તારે કોલેજ જવાનું મોડું થશે.


અંકિત ઉઠીને ઘડિયાળ તરફ જુએ છે તો સવારના સવા છ થઈ ગયા હતા. તેને કોલેજ જવા માટે મમ્મીને વહેલું જગાડવાનું કહ્યું હતું. અંકિતને સાત વાગ્યે તો કોલેજ જવાનું હતું. તો પણ અંકિત તેના મમ્મી ને કહ્યું તું ચિંતા ન કર હું કોલેજ આરામ થી પહેચી જઈશ.


રમીલાબેન વોશરૂમ જતા પહેલા ફરી અંકિત ને કહ્યું બેટા તું ઉઠી જજે હું થોડીવારમાં નાસ્તો બનાવી આપુ છું.


રમીલાબેન વોશરુમ જઈ ફટાફટ હાથ મો ધોયું અને હોલમાં આવીને જોયું તો સાડા છ થઈ ગયા. વિચાર આવ્યો મારાથી આટલા સમયમાં નાસ્તો નહિ થાય અને અંકિતને નાસ્તા કર્યા વગર કોલેજ જવું પડશે. યાદ આવ્યું કે વિશાખાને જગાડું જો તે કામમાં મદદ કરે તો આરામથી અંકિત નાસ્તો કરી કોલેજ જઈ શકે.


રમીલાબેન વિશાખાના રૂમ માં દાખલ થયા જોયું તો વિશાખા ઘસઘસાટ ઊંઘી રહી હતી. રમીલાબેન તેની પાસે જઈ માથા પર હાથ ફેરવતાં કહ્યું બેટા વિશાખા સાડા છ થઈ ગયા છે. તારે કોલેજ નથી જવાનું. આજે તારો પણ કોલેજનો પહેલો દિવસ છે.


આળસ મરડતી વિશાખા બોલી પહેલો દિવસ છે એટલે કોલેજ મોડી જઈશ તો ચાલશે. તું કેમ આટલી વહેલી જગાડે છે મને.


બેટા અંકિતને સાત વાગ્યે કોલેજ જવાનું છે મારે ઘર નું ઘણું કામ પડ્યું છે તું જો હેલ્પ કરે તો સારું રહેશે.


આશ્ચર્યથી વિશાખા બોલી કેમ મમ્મી અંકિતને વહેલું જવાનું છે તેણે તો મને કહ્યુ નહિ મારે વહેલું જવાનું છે. આમ પણ અમારી બંને ની કોલેજ તો એક જ છે. તો કેમ તેને વહેલું.?


બેટા એ તો કહેતો હતો કે તે કોલેજમાંથી પોલીસ અને સૈનિકની ભરતી વધુ થાય છે તેનું કારણ છે તે કોલેજમાં દાખલ થયા પહેલા ફિટનેસ ટેસ્ટ ફરજિયાત આપવાનો હોય છે જો પાસ થાય તો જ તેને કોલેજમાં એડમિશન મળે છે. એટલે તો તે કોલેજ "ફિટનેસ કોલેજ" ના નામ થી પણ જાણીતી છે.


મમ્મીને ખોળામાં માથું રાખીને બોલી પણ મમ્મી મને તો આવી ફિટનેસ ટેસ્ટ વિશે કશું કહેવામાં નથી આવ્યું.

શી ખબર બેટા.... હવે ઉઠ.....

તું વાતો કરી મારો સમય બરબાદ ન કર જલ્દી ઊઠીને ને મારો હાથ બટાવ.


હજુ તો વિશાખા વોશરૂમ જવા જાય છે તો ત્યાં ઓલરેડી અંકિત ગયો હોય છે. વિશાખાને ત્યારે મસ્તી સૂઝે છે. ને વોશરૂમનો દરવાજો બહારથી બંધ કરી દે છે. અંકિત દરવાજો ખખડાવે છે પણ વિશાખા દરવાજો ખોલતી નથી. ત્યારે અંકિત મમ્મીને સાદ પાડે છે.


"મમ્મી ઓ મમ્મી આ વિશાખાને સમજાવ મારે કોલેજ જવાનું મોડું થાય છે."


વિશાખા દરવાજો ખોલ બેટા... અંકિતને મોડું થાય છે. વિશાખા મમ્મી ની વાત માની દરવાજો ખોલીને ભાગી ત્યાં અંકિત તેની પાછળ દોડ્યો. ભાગતી ભાગતી વિશાખા મમ્મી ના પાલવ માં સંતાઈ ગઈ પણ અંકિત તેના વાળ પકડી તેને હોલ માં લઇ ગયો ને ગાંડી ગાંડી કહી હળવા હાથેથી થપાટ મારવા લાગ્યો. રડત્તી રડતી વિશાખા મમ્મી પાસે આવી.


મમ્મી આ વાંદરાને સમજાવ ને સવાર સવારમાં મને હેરાન કરી રહ્યો છે. મમ્મી પાસે આવી ને વિશાખા બોલી. ત્યાં પાછળથી અંકિત આવ્યો પણ મમ્મીએ હવે અંકિતને વિશાખા સાથે મસ્તી કરવા રોકે છે. અંકિત વિશાખાને હેરાન કરવાનું બંધ કરી ને નાસ્તો કરવા બેસે છે ને મમ્મી નાસ્તો આપે છે. ત્યાં વિશાખા ફ્રેશ થવા વોશરૂમમાં જાય છે.


અંકિત તૈયાર થઈ કોલેજ જતી વખતે વિશાખાને કહે છે. વિશાખા "હું જાવ છું ને કોલેજ માં તારી રાહ જોઇશ." વિશાખા એ અંકિતને સ્માઇલ આપી. હું આવું છું તેઓ ઈશારો કર્યો.


સાઈકલ લઈ અંકિત કોલેજ તરફ રવાના થયો. કોલેજ બહુ દૂર હતી નહિ એટલે આરામ થી તે સાયકલ ચલાવી રહ્યો હતો. કોલેજ આવતા તે ગેટમાં પ્રવેશ્યો ને સાયકલ પાર્કિંગમાં પાર્ક કરી. તેને ખબર હતી કે ફિટનેસ ટેસ્ટ કઈ બાજુ થઈ રહ્યો છે. તે ચાલતો ચાલતો ફિટનેસ ટેસ્ટ ડિપાર્ટમેન્ટ ગયો. જોયું તો એક મોટી હરોળ હતી. ને હજુ કોઈ પ્રોફેસર કે ડોક્ટર ત્યાં પહોંચ્યા હતા નહિ.


અંકિત ચૂપચાપ તે હરોળમાં જોડાઈ ગયો. હરોળમાં ઉભા રહેલા બીજા યુવાનો અંકિત તરફ જોઈ રહ્યા હતા. બધા પહેલી વાર અંકિતની આટલી ફિટનેસ બોડી જોઈ રહ્યા હતા. તેઓ મનમાં બોલી રહ્યા હતા આ બંદો તો પાસ જ થઈ જશે. આને તો કોલેજમાં એડમીશન પણ પાકું થઈ જાશે ને સૈનિક કે પોલીસ મેન પણ બની જશે. અંકિત લાઈનમાં ઉભો રહી ડોક્ટર અને પ્રોફેસરની રાહ જોઈ રહ્યો હતો.


થોડી વાર થઈ ત્યાં પ્રોફેસર અને ડોક્ટર આવ્યા. હજુ તો તે ફિટનેસ ટેસ્ટની તૈયારી કરી રહ્યા હતા, ત્યાં અચાનક એક દુબળો પાતળો બહુ હેન્ડસમ અને પૈસાદાર લાગતો યુવાન વગર હરોળમાં જોડ્યા વગર બધાની આગળ ઉભો રહી ગયો. બધા યુવાનો કઈ બોલી શક્યા નહિ. કદાચ તેઓ આ યુવાનને જાણતા હશે.


ટેસ્ટ પ્રક્રિયા શરૂ થઈ. બધાને થોડી રાહત થઇ કે હવે તો બહુ રાહ જોવાની નહિ રહે. પણ બીજા કરતા અંકિતના મનમાં પેલા યુવાન ના વિચારો આવ્યા. ટેસ્ટમાં તે યુવાને પહેલો વારો લીધો. તે તેનું આઈડી બતાવતો ગયો તેમ તેમ પ્રોફેસર અને ડોક્ટર તેના ફોર્મ પર સહી સિક્કા કરતા ગયા. કોઈ પણ ટેસ્ટ લીધા વગર તેને ફિટનેસ ટેસ્ટ નું સર્ટી પણ આપી દેવામાં આવ્યું. અંકિત આ જોઈને ચોંકી ગયો તેને લાગ્યું કોઈ કોલેજનું અંગત હશે. પણ તેણે વધારે મનમાં ન લીધું ને તે તેમના વારાની રાહ જોવા લાગ્યો.


પછી અંકિતનો વારો આવ્યો ને એક પછી એક ટેસ્ટ આપતો ગયો ને તે પાસ થતો ગયો છેલ્લે તેને એક દોડ લગાવાની હતી તેમાં તે ફેલ થાય છે પણ થોડી સેકંડ માટે. ખાલી એક ટેસ્ટમાં ફેલ થવાથી અંકિતને નાપાસ કરે છે ત્યારે અંકિત કઈ બોલતો નથી પણ એક વિનંતી કરે છે. હું તે માટે રોજ પ્રેક્ટિસ કરીશ તમે મને પાસ કરી દો સર. એક પ્રોફેસરને અંકિતની વાત ગમી જાય છે ને તેને પાસનું સર્ટિફિકેટ આપી દે છે. થોડો ખુશ થતો થતો અંકિત કોલેજના પોતાના ક્લાસ રૂમ તરફ જાય છે.


તેનો ક્લાસ શરૂ થઈ ગયો હતો તે પ્રોફેસરની પરવાનગી લઈ અંદર ક્લાસ માં દખલ થઈ એક સીટ પર બેસી જાય છે. કોલેજનો પહેલો દિવસ હતો એટલે ખાસ કોઈ સ્ટુડન્ટ આવ્યા હતા નહિ. બે લેક્ચર લઈ ને પ્રોફેસર ક્લાસને રજા આપી દે છે. અંકિત પોતાના ઘરે પહોંચે છે.


અંકિત ઘરે પહોંચ્યો ત્યાં પાછળ વિશાખા પણ ઘરે પહોંચી. બંનેને રમીલાબેન પૂછવા લાગ્યા "કેવો રહ્યો દિવસ તમારા બન્ને નો"


ખુબ સરસ રહ્યો દિવસ હો મમ્મી તેમ વિશાખા મમ્મી ને હગ કરીને બોલી.


પણ અંકિત થોડો ચૂપ હતો એટલે રમીલાબેન તેની પાસે જઈ માથા પર હાથ ફેરવી કહ્યું કેમ બેટા થોડો અપસેટ હોય તેવું લાગે છે.!!


ના મમ્મી અપસેટ તો નથી પણ થોડી નવાઈ લાગી કોલેજ માં.


વિશાખા અને રમીલાબેન એક સાથે બોલ્યા "એવું તે શું થયું"


કઈ નહિ બસ ફિટનેસ ટેસ્ટમાં એક યુવાન આવ્યો અને કોઈ પણ ટેસ્ટ આપ્યા નહિ ને પ્રોફેસરે તેને સર્ટિફિકેટ આપી દીધું. જ્યારે હું બધામાં પાસ હતો ખાલી દોડ માં રેટિંગ ઓછું હતું તો નાપાસ કરવા લાગ્યા. પણ મે વિનંતી કરી તો પાસ કરી દીધો.


હે મમ્મી આવા લોકો કોણ હોય છે. જે પોતાના પાવર નો આવી રીતે ઉપયોગ કરતા હોય છે.


બેટા હું ખુશ છું તું પાસ થઈ ગયો.  આવા લોકો કા તો ટ્રસ્ટી ના દીકરા હોય કા તો કોઈ અધિકારીના. જે પોતાના પિતાનો પાવરનો ગેરઉપયોગ કરતા હોય છે.

છોડ આ બધી વાતો. જલ્દી હાથ મો ધોઈ નાખ. હું તારી માટે જમવાનું તૈયાર કરું.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ