વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

21 march 2020 Saturday

Hi! આમતો માર્કેટમાં કેટલાય દિવસોથી વાતચીતનો એકમાત્ર વિષય "કોરોના" જ રહ્યો છે, જયા જઈએ ત્યાં એની જ વાતો સંભળાયા કરે છે, અમારી ઓફિસનોઆજે રુટીન સેટરડે હતો, હું માર્કેટમાંથી સાંજના ઓફિસ પહોંચી ત્યારે વાતાવરણ નોર્મલ હતું,પણ આવતીકાલે મોદીસાહેબે જનતા કફર્યું  નું એલાન કરેલ છે, એટલે અમે આવતી કાલેઓફિસ બંધ રાખવાના છીએ,                                                        

આમતો રવિવારે કશું કામ હોતું નથી, પણ અને છતાય દશ થી ત્રણ પાર્ટી મૂડમાં બેસીએ છીએ, અને નેક્સ્ટ વીક કરવાના તમામ કામોની ડીસ્કશન ત્યારે જ કરી લઈએ છીએ. પણ કાલે અમે બધાં દેશને સાથ આપવાના મૂડમાં છીએ.                                                      

હા, પાર્ટીનો મતલબ તમે બેશક દારૂથી લઇ શકો છો, પણ પીવાનું ફરજીયાત નથી, હું કંઈજ ખાતી પીતી નથી, તો ગ્લાસમાંં શેરડીનો રસ કે મોસંબી જ્યુસ ,કે પછી બાર્લીવોટર (જવનું પાણી) લઇ બેસી શકાય છે. બાર્લીવોટર મિન્સ પ્યોર બાર્લીવોટર, બિયર નહી. અહીએ સ્પષ્ટતા કરવી પણ જરૂરી છે.પણ બેસવું, પાર્ટી એટેન્ડ કરવી, મસ્ટ નેસેસરી છે, કેમકે આગળ કરવાના કામોની ડિસ્કશન આ સમયે જ થાય છે.અમારો બિઝનેશ કાંઇ ખૂબ મોટો નથી, એક સ્મોલ સ્કેલ બિઝનેશલિસ્ટમાં આવે, તેવી જ લાઇન છે. ગ્લાસ ફિલ્મનો હોલસેલ બિઝનેશ છે.અને ઓફિસમાં વધારે સ્ટાફ નથી,જેમ એવરેજ ઓફિસમાં હોય છે, એક 'ધ બોસ 'અને મારું કામ સેલ્સ એકઝીકયુટીવનું છે, મારી સાથે બીજા બે સેલ્સ મેનેજરો છે, હવે તેમને તેમના નામોજણાવવામાંપ્રોબ્લેમ હોઈ શકે છે. કેમકે મે દર રવિવારે થતી પાર્ટીની વાત એક્સપોઝ કરી દીધી છે. Ok આપણે તેમને હાલ મિ. A અને મિ. B ના નામોથી ઓળખીશું, એ સિવાય એકાઉન્ટન્ટ, પ્યૂન, ડ્રાઈવર, છે,અને કારીગરો આવતા-જતા રહેતા હોય છે. એક બે ફાઇનાન્સીયરો છે, જેમના રૂપિયા બિઝનેશમાં લાગેલા છે. રવિવારની પાર્ટીમાં તેઓ પણ હાજર રહે છે. તેમનું હંમેશા ચોક્કસપણે હાજર રહેવાનું કારણ હું છાતી ઠોકીને તો નથી કહી શકતી, કે શું હોઇ શકે? પહેલા હું એવું માનતી હતી કે તે અમારી વાતોથી મેઈક શ્યોર થાય છે કે,તેમના લાગેલા રૂપિયા સેઇફ છે, કેમ કે નેક્સ્ટ વીક કરવાના તમામ કામોની ડીસ્કશન અમે ત્યારે જ કરી લઈએ છીએ. પણ હવે સ્રીસહજ સીકસ્થ સેન્સથી મને લાગી રહ્યું છે કે તેમાંના એક ફાઇનાન્સીયરને વધારે ઇન્ટ્રેસ્ટ અમારી.વાતો કરતા મને જોવામાં આવી રહ્યો છે, વધારે શ્યોર એટલા માટે છું કેમ કે તે પણ મારી જેમ કશું લેતા નથી, જૈન છે. એની વે, દરેક જૈન ન જ ખાતાપીતા હોય, તેવું નથી. આતો એક આડવાત છે. તેમણે આવતીકાલની પાર્ટી બંધ રાખવાનો ખૂબ વિરોધ કર્યો, પણ મારી સાથોસાથ બધા તેના વિરોધનું કારણ જાણતા હતા,અને મનમાં ને મનમાં હસતા હતા. કોઈએ તેમની વાત માની નહી, કેમકે કાલે અમે બધાં દેશને સાથ આપવાના મૂડમાં છીએ. ચલો, આવતીકાલે મે મારી કામવાળી 'કમલા' ને પણ રજા આપી દીધી છે.તેના માટે કામવાળી શબ્દ વાપરવો યોગ્ય નથી, કેમકે તે છેલ્લા 15 વર્ષથી મારી સાથે રહે છે. પહેલા તો મે તેને મારા જુના મકાનમાં જ અગાશી ઉપર રહેવાની બે રૂમ બનાવી દીધેલી,પણ હવે હું એ થોડા લોકલ ગણાતા ડિંડોલી એરિયામાંથી અમારા સૌરાષ્ટ્રવાસી વરાછા એરિયામાં શિફ્ટ થઇ ગઇ છુ, અને એ ઘરને ભાડાની બિલ્ડીંગ માં ફેરવી કાઢ્યું છે, જેનો તમામ વહિવટ આ 'કમલા'જ કરે છે. ચલો, એક રવિવારની પાર્ટી કેન્સલ કરીને અને એક દિવસની કમલાને સામેથી રજા આપીને અને અમારી જાતને દેશના વિકાસમાં સર્વોચ્ચ ભાગીદારી આપી રહ્યા હોઈએ, તેવું મહેસૂસ કરીને ગદગદ થઈ રહ્યા છીએ.

                                                                      

ચલો, આવતીકાલે મે મારી કામવાળી 'કમલા' ને પણ રજા આપી દીધી છે. 

 

 

 

 

 

 

 

 

 

 

 
















ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ