વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આરંભ-૩

થોડા વર્ષો પછી....

રામનગરની શેરીઓ શણગારવામાં આવી. સરપંચના દીકરા વિમલના લગ્ન હતા. વિમલ શહેરમાં અભ્યાસ પૂરો કરી ગામડે આવ્યો અને થોડાજ દિવસોમાં એમના પિતાએ એક સુંદર અને ગુણવાન કન્યા સાથે એમના લગ્ન નિર્ધારિત કરી દીધા.

લગ્નની આગલી રાત્રે રોશનીએ ગામને દિવસ જેવું જીવંત કર્યું હતું. ગામના લોકો સંગીત જલસાની રાતમાં આવ્યા હતા. સવારે સરપંચે ગામની સ્ત્રીઓ અને બાળકોને મીઠાઈ અને નવા કપડાં આપ્યા. એ નવા કપડામાં ગામની સ્ત્રીઓ અને બાળકો સોહામણા લાગી રહ્યા હતા.

બીજીબાજુ વિમલના કોલેજ મિત્રો સંગીત જલસામાં અલગજ ઉતરી આવ્યા હતા. એમના મોર્ડન કપડાં અને બોલી આ ગામડાના લોકોને નવીનતા આપી રહ્યા હતા..આની પહેલા આ ગામમાં શહેરથી ભાગ્યે જ કોઈ આવતું. રામપુરની સીમા પહાડી અને જંગલથી ઘેરાયેલી હતી. અહીં સુવિધા ઓછી મળતી અને એટલે જ અહીં કોઈ બહારની વ્યક્તિ રહેતી નહીં. વર્ષે એકાદ દિવસ જંગલમાં ફરવા કોઈ આવી જતું.

શહેરના એ ત્રણ મિત્રોએ સંગીત જલસામાં પોતાની અલગજ છાપ છોડાવી દીધી. જેમ રાત આગળ વધી તેમ સ્ત્રીઓ સંગીતમાં મશગુલ થઈ ગઈ અને યુવાન અને વૃદ્ધ દારૂના નશામાં. શહેરથી પોતાની સાથે લાવેલ દારૂ પૂરો થઈ જતા ગામડાનો દેશી પણ આ શહેરી મિત્રોએ છોડ્યો નહી. દારૂનો નશો ખૂબ વધી ગયો હવેલીની છત ઉપરથી સ્ત્રીની બેઠક તરફ એક પછી એક સ્ત્રીને જોવા લાગ્યા.

જેમ રાત થવા લાગી એમ ગામ લોકો પોતપોતાની રીતે ઘર તરફ રવાના થવા લાગ્યા. એમાંજ એક સોળેક વર્ષની કન્યા ઉપર એની નજર પડી. એ કન્યા સાથે બીજી બે ત્રણ સ્ત્રીઓ પણ હતી જે જંગલના રસ્તા તરફ જઈ આગળ વધી. આ ત્રણે શહેરી એની પાછળ પાછળ જંગલના રસ્તે વધ્યા.

બીજે દિવસે સવારે ગામમાં વાયુવેગે વાત ફેલાઈ ગઈ. વિમલના શહેરી મિત્રો રહસ્યમયી રીતે ગાયબ થઈ ગયા છે. સરપંચે પોતાના દિકરાના લગ્નના સમયને સાચવી એમના લગ્નની જાન જોડીને ચાલતા થયા પણ એમના મનમાં પણ મોટો પ્રશ્ન હતો કે આ કેવી રીતે થઈ શકે ? રાતો- રાત ગાયબ !

લગ્ન પતાવીને જોઈશું એમ કહીને વાત બાજુમાં મૂકી..

સરસ્વતી ઓરડામાં દાખલ થતાની સાથે જ,"આ તાકાત કોઈનો જીવ લેવા નથી આપી ! તને મન ફાવે તેમ.."

"પણ મેં એમને નથી માર્યા.."

"બસ હવે કાલે એ તારી પાછળ જ..."

સરલા રડવા લાગી. "એ લોકોએ મારી..."

"હવે રડવાનું બંધ કર આવતી કાલથી તારે બીજા ગુરુ પાસેથી વિદ્યા શીખવાની છે. કાલે સવારે તૈયાર થઈ જજે.."

સરલાએ પોતાના જમણા હાથ વડે આશુ લૂછીને હકારમાં માથું હલાવ્યું.

સરસ્વતી ઓરડામાંથી બહાર નીકળી જંગલ તરફ આગળ વધી. એ પણ અચરજમાં હતી. મનમાં એક સવાલ હતો કે આ ત્રણ જણાને કોણે માર્યા છે..?

સરલા હજી એક જ મહિનાથી વિદ્યા શીખે છે એ ત્રણ લોકોને એક સાથે..

મનમાં ચાલી રહેલા યુદ્ધને વિરામ આપવા જમીનમાં આકૃતિ બનાવી મંત્રો બોલવા લાગી.

એ રાતે

સરલા અને એની પાડોશી સ્ત્રીઓ એકસાથે જતી હતી. પાછળ એ શહેરના ત્રણ જુવાન પીછો કરતા આગળ વધી રહ્યા હતા. અચાનક આગળ સુમસાન ગલીમાં એ સરલાને પકડવા હાથ લંબાવ્યો પણ બાજુમાં રહેલી સ્ત્રીએ એક થપાટ મારતા એ ત્યાંજ ઉભો રહી ગયો.

સ્ત્રીના થપાટથી ઉશ્કેરાઈને ત્રણે યુવાને સ્ત્રીઓને મારવાનું ચાલુ કરી દીધું. બેજ ઘડી પ્રતિકાર આપી આ દારૂડિયા સામે સ્ત્રીઓ હારી ગઈ. સરલા દોટ મૂકીને ભાગી. થોડુજ આગળ જતાં પાછળથી એના માથામાં બોટલનો ઘા આવ્યો અને એના મુખમાંથી ચિત્કાર નીકળી ગયો..."

આકાશમાંથી એક આકૃતિ આવી અને એ ત્રણે જણાને લઈ ગઈ...

સરસ્વતી ત્યાંથી ઉભી થઇ અને ઘર તરફ ચાલવા લાગી..

ક્રમશઃ..

આગળનો ભાગ-૪ લગભગ થોડા જ દિવસોમાં આવી જશે. આગળના રહસ્યો જાણવા માટે બન્યા રહો "આરંભ" ની રોમાંચક સફર સાથે.

તમે બધા વાંચકોએ મને ખૂબ જ પ્રેમ આપ્યો છે ટૂંક સમયમાં એના બદલ તમારા બધાનો આભારી છું..

લી. પારસ બઢીયા
મો.૯૭૨૩૮૮૪૭૬૩.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ