ભગવાન પરશુરામ
ભગવાન પરશુરામ
"દીપાવ્યા ભાર્ગવ કુળના ભવન...ભગવાન પરશુરામ;
અવતર્યા ત્રેતામાં વૈશાખ ત્રીજે...ભગવાન પરશુરામ;
બન્યા જનેતા રેણુકાના જાયા...ભગવાન પરશુરામ;
ભણ્યા જ્ઞાન સંગ ગુરુઓની...ભગવાન પરશુરામ
માન્યા પિતાની આજ્ઞા પ્રથમ...ભગવાન પરશુરામ;
પામ્યા વરદાન જમદગ્નિના વીર...ભગવાન પરશુરામ;
કર્યા સજીવન માતાને સુશીલ...ભગવાન પરશુરામ;
ધર્યું સારંગરૂપે ધનુષ્યનું શસ્ત્ર...ભગવાન પરશુરામ;
કાપ્યા કાર્તિવિયના સહસ્ત્ર કાંડા...ભગવાન પરશુરામ;
જાણ્યા જગતે વિષ્ણુનો જન્મ...ભગવાન પરશુરામ;
આપ્યા દુષ્ટોને મૃત્યુત્તણા દંડ...ભગવાન પરશુરામ;
વસાવ્યા દક્ષિણમાં ગામ દરિયે... ભગવાન પરશુરામ;
વસ્યા મહેન્દ્ર પર્વતની મધ્યમાં...ભગવાન પરશુરામ;
બન્યા મહાન ગુરુ મહાવીરોના...ભગવાન પરશુરામ;
છે તમને નમન સદા-સર્વદા...ભગવાન પરશુરામ."
ગુરુઓ:-વિશ્વામિત્ર,ઋચક,કશ્યપ અને ભગવાન શંકર.
કિશન પંડયા.