તું તું તું
તું તું તું,
ભારે અજબની બલા છે તું,
મારા કંઠની વરમાળા છે તું,
તું તું તું,
બધાને લાગતી અબલા તું,
પણ મારા વગાડતી તબલા તું,
તું તું તું,
કહું જો હું કશું, તો મોં ફુલાવે તું,
નાની-નાની વાતોમાં રિસાઈ જતી તું,
તું તું તું,
મારી કોઈ વાત માનતી નહીં તું,
બસ આખો દિવસ મનમાની કરે તું,
તું તું તું,
મને બિલકુલ સમજે નહીં તું,
આખો દિવસ મને પજવે તું,
તું તું તું,
લોકડાઉનમાં સારું સારું જમે તું,
મને ખાલી ફોટા જોવા મોકલે તું,
તું તું તું,
મને લુડોમાં પણ હરાવતી તું,
મારી કુકરી મારવા જ રમતી તું,
તું તું તું,
ભારે મિજાજવાળી છોકરી તું,
મને બહુ ખીજાતી નખરાળી તું,
તું તું તું,
તારી અદાઓથી મારુ દિલ જીતે તું,
મારી આ કવિતાની પ્રેરણા છે તું,
તું તું તું,
મારી જીવનસાથી બનવાની છે તું,
ટીંકુ-પિંકીની મમ્મી બનવાની છે તું,
તું તું તું,
ભગવાને બનાવેલ સુંદર પરી છે તું,
એટલે બધા જાદુ મારા પર ચલાવતી તું,
તું તું તું,
દિવાનો છું હું તારો, એ જાણે તું,
તોય હજી કેમ માનતી નહીં તું,
તું તું તું,
હાલ મારી સાથે ફરી બોલવા લાગ તું,
બહુ વધુ મસ્કાની હવે આસા ન રાખતી તું.