વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ ૧

     આજકાલ બધાની લવ સ્ટોરી વાચુ છું ત્યારે કોઈને પ્રાથમિક શાળામાં તો કોઈને વળી હાઈસ્કૂલમાં પ્રેમ થઈ ગયો હોય એવું જ જાણવા મળે છે. એમાં પણ કોઈ ફિલ્મની જેમ ટ્વિસ્ટ હોય છે, એ બધું વાચીને મને લાગે છે કે મારી લવ સ્ટોરી એ બધા કરતા અલગ છે, એટલે આજ થી મારી લવ ડાયરી લખવાનું શરૂ કરું છું. સમયાંતરે એના અલગ અલગ ભાગ મુકતો રહીશ.


*******************************************


     મેં બાર સાયન્સ પછી મેકેનીકલ એન્જીન્યરીંગ લીધેલું, એટલે સ્વભાવિક છે કે કલાસમાં તો કોઈ છોકરી હોય જ નહીં. બાર ધોરણ સુધી તો હું સાવ સીધો છોકરો રહ્યો એટલે પ્રેમમાં પડવાનું તો દૂર રહ્યું પણ છોકરીઓ સાથે વાત પણ કરતો નહીં.🙄

​     હા, પ્રાયમરીમાં એક બે છોકરી પર ક્રશ જરૂર હતો, પણ એમની સાથે વાતો કરેલી નહીં. જોકે એમના વિશે વધુ લખીશ તો અત્યારવાળી  મોઢું ફુલાવસે કારણકે એ આ વાંચતી જ હશે એટલે એ નહીં લખતો.


      હા, તો આપરે બારમા ધોરણ પછી મેં મેકેનીકલ એન્જીન્યરીંગ લીધું ત્યાં હતા બરોબર ને!, મેકેનીકલ એન્જીન્યરીંગના પણ 3 વર્ષ ઝડપથી પસાર થઈ ગયા.

મને ત્યારે મનમાં એમ જ હતું કે પ્રેમ પર માત્ર વાર્તાઓ જ બનતી હશે, સાચુકમાં આવું કશું હશે જ નહીં. પછી એક એવો દિવસ આવ્યો જેને મારી આ માન્યતા(આ નામની કોઈ છોકરી ન સમજવી હો.) બદલાવી નાખી.


     એ તેરમી સપ્ટેમ્બર બે હજાર સોળની તારીખ હતી. રોજની જેમ કોલેજથી આવીને મોબાઈલ pgના વાઈફાય સાથે કનેકટ કર્યો. થોડીકવાર વોટ્સએપ કર્યું, પછી ફેસબૂક ચાલુ કર્યું. જોયુ તો કેટલાક મેંસેજ, એક ફ્રેન્ડ-રિકવેસ્ટ અને ઘણી બધી નોટીફિકેશન આવેલી. સામાન્ય રીતે આવું હોય ત્યારે હું પેલા ફ્રેન્ડ-રિકવેસ્ટ કોણી આવી?,  એ જોઈ ફટાફટ સ્વીકારી લેતો. વળી સામેવાળો કયાંક કેન્સલ કરી નાખે તો!, એ બીક હોય એટલે(😂). નોટિફિકેશન વાળુ તો સાવ છેલ્લે જ ખોલતો કારણકે એમાં થોડી લાઈક કે કોમેન્ટ સિવાય કશું ન હોય એટલે, પણ એ દિવસે નોટિફિકેશન વાળું પહેલા ખોલવું પડ્યું કારણકે 200 ઉપર નોટિફિકેશન હતી!! મેં તૈયારે હજી વાર્તાઓ લખવાનું શરૂ કર્યું ન હતું એટલે મારે ૬ મહિનામાં પણ એટલી નોટિફિકેશન આવતી ન હતી અને આ તો કોલેજથી pg પર પાછો ફર્યો એ થોડીક કલાકોમાં જ આટલી બધી!!!


     નોટિફિકેશન બધી એક જ વ્યક્તીની આવેલ.મેં ફેસબુક વાપરવાનું શરૂ કર્યું ત્યારથી લઈને જે-જે પોસ્ટ મુકેલી, ફોટાઓ મુકેલા એ તમામ પર એ વ્યક્તીની લાઈક હતી અને કેટલીય પોસ્ટ પર કોમેન્ટ પણ.


      એ પછી મેં ફ્રેન્ડ-રિકવેસ્ટ જોઈ તો એ પણ તેની જ હતી. કોઈ છોકરીના નામથી  ફ્રેન્ડ-રિકવેસ્ટ આવે, એ વાત જ ત્યારે મારા માટે નવીન હતી. એમાં પણ એ મારી આખી ટાઈમલાઈનમાં બધે લાઈક આપે પણ પ્રોફાઇલના પોતાનો સાચો ફોટો ન મૂકે તો પેલી શંકા તો ફેકઆયડી બનાવીને કોઈક મસ્તી કરતું હોય એવી જ જાય, સાચું ને!


      મેં વધુ તપાસ કરી તો  એ આઈડી પણ નવું-નવું બનેલું હતું.એ આઈડી બન્યું એનો એક અઠવાડિયા જેવો સમય થયો હતો એટલે છેલ્લે એક અઠવાડિયામાં મેં કયાં કયાં દોસ્તારોની મસ્તી કરેલી?, એ બધું હું યાદ કરવા લાગ્યો,પણ મેં કોઈની એવી મસ્તી કરી હોય કે જેને લીધે તે મારા માટે ખાસ નવું આઈડી બનાવે એવું યાદ આવ્યું નહીં.


      ત્યારપછી મેં મેંસેજ કોણો આવ્યો છે? એ જોવા માટે મેસેજનું ટેબ ખોલ્યું તો મેસેજ પણ એજ આયડી માંથી hi નો આવેલો હતો.


     હવે જવાબ આપવામાં કોઈક મસ્તી કરી જાય કે કોઈક ફ્રોડ હોય એ જોખમ  હતું,પણ જવાબ આપ્યા વિના તો ખબર પડે એમ હતી જ નહીં કે એ આઈડી કોનું છે?, એટલે ના છૂટકે મેં એને જવાબમાં  hi મોકલ્યું..




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ