વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ 3

જેવો મેં ફોન ઉપડ્યો કે સામે છેડેથી એક મીઠો અવાજ આવ્યો.જાણે કે એક સાથે બધી શંકા દૂર થઈ ગઈ.સામે છેડે છોકરી જ છે એ પાકું થઈ ગયું.


પછી તો ફોનમાં પહેલી વાર વાત કરતા હતા એટલે થોડીકવાર તો અમે બંને અચકાતા હતા.શું બોલવું શું ન બોલવું એ બંનેમાંથી કોઈને ખ્યાલ ન હતો.બસ એકબીજાના અવાજના વખાન,ફોન કર્યો તો કેવું લાગ્યું અને એ બધી વાતો.


આમ પણ વધુ કશી વાત તો થાય એમ પણ ન હતી કારણકે મારા બે રૂમપાર્ટનર કમ દોસ્તારો પણ બાજુમાં જ હતા.એ બંને પણ મારી જેમ એન્જીનયરિંગના વિદ્યાર્થી.તેઓ પણ હું શું વાત કરું છું એના પર ધ્યાન આપી રહ્યા હતા,વચ્ચે વચ્ચે મને શું વાત કરવી એ શીખવાડી રહ્યા હતા.(પોતે ભલે ને હજી સુધી એક પણ છોકરી સાથે વાત ન કરી હોય તો પણ હો !! )


એ ફોન તો વધીને ૧૦ મિનિટ જ ચાલ્યો હશે.ફોન મુક્યો કે તરત જ મેં કહ્યું, " જોયું , સાચુકમાં છોકરી જ હતી ને."


પણ દોસ્તાર કેને કહ્યાં! તેઓ કહે, " હવે તો પ્લેસ્ટોર પર અવાજ બદલવાના એપ્લિકેશન પણ આવે છે.હોય શકે કે કોઈ એવા એપ્લિકેશન નો ઉપયોગ કરતું હોય."


આમ તો મને હેરાન કરવા માટે કોઈ ખાસ ફેસબુકમાં આઈડી બનાવે, પછી કોઈક ગર્લ નો ફોટો ડાઉનલોડ કરીને મને મોકલે, અને ખાસ અવાજ બદલવાનું એપ્લિકેશન પણ ડાઉનલોડ કરે એ હદે મારી મસ્તી કરવા માટે મહેનત કરે એવા વાયડા દોસ્તારો કોઈ ન હતા.


પણ દોસ્તારોને બદલે કોઈ  એવું મોટું ગ્રુપ પણ હોય શકે જે હનીટ્રેપ બનાવીને લોકોને ફસાવતું હોય.આ શકાયતાને લીધે વળી પાછું ફોનમાં અવાજ સાંભરવાને લીધે જે પાકું થયું હતું કે સામે કોઈક છોકરી જ છે એ વાત પર ફરી શંકા થવા લાગી.

એ સમયે આજની જેમ ડેટા પેક પણ એટલા સસ્તા ન હતા, કે વીડિયો કૉલના એટલા એપ્લિકેશન પણ ન હતા,એટલે રૂબરૂ મુલાકાત વિના આ શંકાનું સમાધાન થાય એમ ન હતું.


એ દરમિયાન મારી પરીક્ષાઓ પણ આવી.પરીક્ષામાટે વાંચવાને લીધે હું એને સમય આપતો ના હતો.જાણે કે ફેસબૂક અને વોટ્સએપની દુનિયામાંથી ગાયબ જ થઈ ગયો હતો.એટલે એને ગુસ્સે થઈને મને એક નવું નામ આપ્યું :-

" છુમંતર. "


કોઈ મને આમ નવા નામ આપી જાય એ થોડુંક ચાલે! એટલે એને મને જે ફોટો મોકલેલ એમાં એને પિંક ટીશર્ટ પહેરેલું એટલે મેં પણ એને સામે નવું નામ આપ્યું :- " પિંકી. "


ત્યારબાદ પરીક્ષાને લીધે ખૂબ ઓછી વાતો થઈ.મારી પરીક્ષા પુરી થતા  એક દિવસ એને મને રૂબરૂ મળવાનું કહ્યું.મનમાં અનેક શંકાઓ હતી પણ એ રૂબરૂ મળ્યા વિના તો દૂર થાય એમ ન હતી.તેથી મેં કોઈ જોખમથી બચવા પબ્લિક પ્લેસ કહેવાય એવા વસ્ત્રાપુર લેક પર તેને મળવા માટે બોલાવી.


દોસ્તારોને મેં કહ્યું ન હતું કે હું એને મળવા જાવ છું,કારણકે વળી પછી પોપટ થાય તો એ લોકોને તો મજા આવી જાય ને!!૨૪ ડિસેમ્બર ૨૦૧૬ની તારીખ અમે મળવા માટે નક્કી કરેલી.


એ દિવસે હું pg પરથી દોસ્તારોને હું gpsc ના કલાસમાં જાવ છું, એમ કહીને નીકળ્યો.( એની પહેલાંના અઠવાડિયા સુધી અમારા સમાજ તરફથી ફ્રીમાં કલાસ ચાલતા એમાં હું જતો એટલે વાંધો ન આવ્યો) રસ્તામાં ગિફ્ટ લીધી અને સમયસર વસ્ત્રાપુર પહોંચી ગયો.



પછી કોઈ આવ્યું કે ન આવ્યું? આવ્યું તો એ છોકરી હતી કે મારા કોઈ દોસ્તાર હતા ? જાણવા માટે વાંચતા રહો.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ