વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આર્કાઇવ્સ (જૂના સંગ્રહમાંથી) – બૉલીવુડને લગતા પ્રશ્નો

પ્રશ્ન ૧: રવિવારે શોપિઝન ગ્રૂપમાં કેમ ઝીરો એક્ટિવિટી જેવું હોય છે?– હિરલ પુરોહિત, વડોદરા

રાયચંદા બ્રધર્સ: છટ... યાર...!! આજે રવિવાર નથી... નહિતર અમારે આ સવાલનો જવાબ શોપિઝન પર આપવો ન પડત..!

પ્રશ્ન ૨: આજકાલ અભિનેત્રીઓને સાઇઝ ઝીરો પ્રત્યે કેમ આટલું આકર્ષણ છે? (ઉત્પલ સોલંકી, મહેસાણા)

રાયચંદા બ્રધર્સ: કદાચિત એક ભારતીય દ્વારા ઝીરોની કરાયેલી શોધને ૧૧૦૦ વર્ષ પૂરા થયાના માનમાં..!

પ્રશ્ન ૩: આ સોનમ કપૂરે એટલી તો ફિલ્મો નથી કરી જેટલી એ મેગેઝીન કવર્સ પર દેખાય છે..! શું કહેવું?

રાયચંદા બ્રધર્સ: ગુડ્ડી મારુતિએ એકસો ને બાવીસ ફિલ્મો કરી છે.. ચાલશે?

પ્રશ્ન ૪: આ બોબી દેવલ ક્યારેય ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ મોટું કરી શકશે? (નિલય શાહ, અમદાવાદ)

રાયચંદા બ્રધર્સ: આમ તો એ પોતાનું સાચું નામ એટલે કે અજય સિંઘ દેવલ લખવાનું ચાલુ કરે તો નામ પોતે મોટું થઈ જાય..! બાકી તમને જેટલી ચિંતા છે એટલી એને હોત તો આવી ઢંગ-ધડા વગરની એક્ટિંગ ન કરત.

પ્રશ્ન ૫: આ અંદાઝ અપના અપનાનો બીજો ભાગ બનશે કે શું? (મનીષ જાડેજા, ભુજ)

રાયચંદા બ્રધર્સ: ક્યૂઁ? કિસિ કો કુછ દેખના દિખાના હૈ ક્યા?

પ્રશ્ન ૬: આ આજકાલ અભિનેત્રીઓમાં જાણે નાના નાના કપડાં પહેરવાની હોડ લાગી છે. કોઈ ચોક્કસ કારણ? (હિમ્મતસિંહ ઝાલા, ભુજ)

રાયચંદા બ્રધર્સ: ગ્લોબલ વોર્મિંગ.

પ્રશ્ન ૭: આપણાં ફિલ્મમેકર્સ કોઈ ઓરિજનલ ફિલ્મો કેમ નથી બનાવતા? (રીકેશ પરમાર, મુંદ્રા)

રાયચંદા બ્રધર્સ: હોય કાઇં? હરિ પુત્તર, પાર્ટનર, ફૂલ એન્ડ ફાઇનલ, સંઘર્ષ, શૌર્ય, એક રુકા હુઆ ફેંસલા – આ બધી ફિલ્મો જુઓ... બધી ફિલ્મો ફ્રેમ ટુ ફ્રેમ ઓરિજનલ છે.

પ્રશ્ન ૮: બૉલીવુડમાં કાસ્ટિંગ કાઉચનો ઇતિહાસ કેટલો જૂનો કહી શકાય? (આર.જે. દિવ્ય સોલગામા, મુંબઈ)

રાયચંદા બ્રધર્સ: સૂત્રો કે અનુસાર.... ઈવ સૌથી પહેલી હતી.

પ્રશ્ન ૯: કંગના અને તાપસીની કેટ ફાઇટનું શું પરિણામ આવશે? (વિનાયક ચંદ્રા, અલાહાબાદ)

રાયચંદા બ્રધર્સ: અમને લાગે છે કે એકાદ બિલાડી એમની સામે જરૂરથી માનહાનિનો દાવો કરશે.

પ્રશ્ન ૧૦: જો કરણ જોહર હિમેશ રેશમિયાને પોતાની ફિલ્મમાં હીરો તરીકે લે તો?(ચાહત, દિલ્લી)

રાયચંદા બ્રધર્સ: તો એ ફિલ્મનું નામ હોય – “કેજો કા કુસૂઉઉઉઉર...”

પ્રશ્ન ૧૧: શાહરુખખાન જો પોતાની નવી ફિલ્મમાં ચુંબનનું દ્રશ્ય ભજવવા તૈયાર થાય તો? (ચાહત, દિલ્લી)

રાયચંદા બ્રધર્સ: તો એને ઈમરાન હાશમી સામે દોસ્તાના-ટુ માં લેવામાં આવે.

પ્રશ્ન ૧૨: જો મોટા બેનરની ફિલ્મોમાં રોલ લેવા માટે અભિનેતાઓને પરીક્ષા આપવી પડતી હોય તો? (ચાહત, દિલ્લી)

રાયચંદા બ્રધર્સ: તો આમિર ખાન આવી પરીક્ષાઓના વિરોધમાં જનજાગૃતિના ઉમદા હેતુ અર્થે ‘સિતારે ઝમીન પર’ નામની ફિલ્મ બનાવી કાઢે.

પ્રશ્ન ૧૩: રણબીર કપૂર – દિપીકા પાદુકોણની પ્રેમકથામાંથી શું શીખવા મળે છે? (અક્ષય મેહતા, ભુજ)

રાયચંદા બ્રધર્સ: ટેટૂ ચિતરાવવા કોઈ દી પણ પરમાનંટ ઇન્ક વાપરવી નહીં.

પ્રશ્ન ૧૪: ઉદય ચોપરા હજુ કેમ અભિનય કરવા માગે છે? (યશ શર્મા, દિલ્લી)

રાયચંદા બ્રધર્સ: એની અટકનો પહેલો અક્ષર લો. ત્યારબાદ એના નામનો બીજો અક્ષર લો. અને સાથે રહસ્વ ‘ઉ’નો પ્રત્યય જોડો, એટલે આપ સમજી જશો કે એ શું છે...!

પ્રશ્ન ૧૫: જો કરણ જોહરે થ્રી ઈડિયટ્સ બનાવી હોય તો? (આર.જે. દિવ્ય સોલગામા, મુંબઈ)

રાયચંદા બ્રધર્સ: તો તોહફા કાબુલ કરાવતી વખતે જે આંતરવસ્ત્રોના દર્શન પ્રેક્ષકોને થયેલા, એના પર ફૂલની ભાત પણ જોવા મળે.

 

મિત્રો,

‘સવાલ આપકે, જવાબ હમારે’ કૉલમ દર શુક્રવારે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં પ્રકાશિત કરવામાં આવશે. આપ કોઈ પણ ભાષામાં સવાલો પૂછી શકો છો. આપના અવળચંડા સવાલોનો રાયચંદા બ્રધર્સ શક્ય એટલા ઢંગ ધડા વગરના જવાબો આપવાનો પ્રયાસ કરશે. આપ આપના સવાલો એસએમએસ/વ્હોટ્સએપ દ્વારા ૯૮૨૫૧૯૮૭૧૭/૯૭૧૨૯૯૮૭૧૭ પર મોકલી શકો છો. અથવા અમારા ઇમેઇલ એડ્રેસ raychanda.bros@gmail.com પર પણ મોકલી શકો છો અને હા સાથે આપનું નામ અને ગામનું નામ લખવાનું ભૂલતા નહીં.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ