વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કોઈ તો આવશે!

ભીંજાઈને ઝાકળે કોઈ તો આવશે.

શોધવાને છાયડો કોઈ તો આવશે.


સુણવાને કલરવ મધુર આ પંખીનો,

થઈ જવાને મુગ્ધ કોઈ તો આવશે.


લાગે ઠોકર જીવનના પથ પર,

ઝાલવાને હાથ કોઈ તો આવશે.


ભલે રહે દૂર પણ હશે ચિંતા મારી,

આંસુ લૂછવાને કોઈ તો આવશે.


નીરખું ઝરણાના જળને હું એકલો,

સાથ આપવાને કોઈ તો આવશે.


બહું બોલ્યા કરું છુ આજકાલ,

ચૂપ કરવાને ફરી કોઈ તો આવશે ને!


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ