વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ 2


આર્યવર્ધન પોતાની કેબિનમાં બેસીને લેપટોપ ઇમેઇલ ચેક કરવા લાગ્યો. થોડી વાર પછી તેણે પોતાની સેક્રેટરી અંજલિને કોલ કરીને કંપનીના તમામ શેરહોલ્ડર્સની માહિતી લઈને કેબિનમાં આવવા માટે કહ્યું. દસ મિનિટ પછી અંજલિ એક ફાઇલ લઈને કેબિનમાં આવી. તે ફાઇલ આર્યવર્ધનના હાથમાં આપીને ઉભી રહી એટલે આર્યવર્ધને તેને પાછા જવા માટે કહ્યું. 


અંજલિના ગયા પછી આર્યવર્ધને ફાઇલ ખોલી. તેમાં ® It Solution કેટલા શેર કોની પાસે છે તેની માહિતી હતી. સૌથી પહેલું નામ રિદ્ધિનું હતું જેની પાસે કંપનીના 35 % શેર હતા. બીજું નામ આર્યવર્ધન હતું જે રિધ્ધીની કંપનીમાં 35 % જેટલી માલિકી ધરાવતો હતો. બાકીના 20 % શેર વેન્ચર કેપિટલ જેવી ફાઇનાન્સ કંપનીઓએ કંપનીમાં નાણાં રોકીને મેળવ્યા હતા. જયારે 10 % શેર 'રિધ્ધી ફાઉન્ડેશન' ના નામ પર હતા જે કંપનીની સેવાભાવી સંસ્થા હતી.


આર્યવર્ધને ફાઇલ જોઇને ટેબલના ડ્રોવરમાં મૂકી દીધી. થોડી વાર પછી તેણે પોતાની ડાયરી બહાર કાઢી. જેમાં તે ફ્રિ હોય ત્યારે કવિતા લખતો હતો. તેણે પોતાની છેલ્લે લખેલી કવિતા વાંચી.


ત્યાગ કર્યો ખુદનો વિશ્વ માટે તે 

ત્યાગ તારો કરવા મજબૂર કર્યો તે


આભારી છું તારો વિરહ ની વેદના આપી તે,

ન માત્ર મેં , સાથે માણી વિરહની વેદના તે.


હતી જુદાઈ જરૂરી માટે આપી અપુર્ણ જુદાઈ તે,

વિરલ જુદાઈ સહી આપણા ખાતર તે.


શ્રેષ્ઠતમ દ્રઢતા વીરતા આપી તે, 

કરુણતા દયાળુતા  ઉદારતા અર્પી તે.


બલિદાન આપ્યું ઇતિ થી અતિ તે,

ઇતિ જીવન થી અતિ જીવન સુધી તે.


તે કંઇક નવું લખવાની શરૂઆત કરે ત્યાં જ રિધ્ધી તેની કેબિનમાં આવી ગઈ. એટલે આર્યવર્ધને ઝડપથી ડાયરી પાછી ડ્રોવરમાં મૂકી દીધી. રિધ્ધી તેની સામેની ખુરશીમાં બેઠી. તેની ચહેરા પર છવાયેલી ઉદાસી જોઇને આર્યવર્ધને તેને પૂછ્યું, “Hey, કેમ આજે તારો ચહેરો કેમ ઉદાસ છે ? ”


રિધ્ધી ખુરસી પરથી ઉભી થઈને બારી પાસે ગઈ.  બારીનો કાચ પારદર્શક હતો એટલે તેમાંથી નીચે રસ્તા પર થઇ રહેલી હલચલ જોઈ શકાતી હતી. રિધ્ધી તે જોઇને બોલી, “મને ખબર નથી. હું જાતે તે શોધવાનો પ્રયત્ન કરી રહી છું." આટલું બોલીને રિધ્ધીએ હાથરૂમાલ વડે ભીની થયેલી આંખ લૂછી નાખી.


આર્યવર્ધને તેની પાછળ આવી ને તેના ખભા પર હાથ મૂકીને કહ્યું, “પણ મને ખબર છે, તું હજી પણ તેને યાદ કરે છે.” આ સાંભળીને રિધ્ધી ફરીથી પોતાની બંને આંખો સાફ કરીને પાછી ખુરશીમાં બેઠી. આર્યવર્ધન પોતાની રોલિંગ ચેર પર પાછો બેઠો. રિધ્ધીએ બોલવાની શરૂઆત કરી, “તે ક્યારેય આ બિઝનેસ ને એકસ્પેન્ડ કરવાનું વિચાર્યું છે ? મતલબ નવી બ્રાન્ચ ઓપન કરવા વિશે ?”


“હા, વિચાર તો છે પણ શરૂઆત કઈ જગ્યાએ થી કરીએ એ પ્રશ્ન છે. ” આર્યવર્ધને છત સામે નજર રાખીને કહ્યું. રિધ્ધી તેના પ્રશ્નનો જવાબ આપે તે આર્યવર્ધનના ફોનમાં રિંગ વાગી. આર્યવર્ધને જોયું તો સ્ક્રીન પર પંક્તિ નામ ફ્લેશ થઈ રહ્યું હતું એટલે તેણે કોલ રિસીવ કર્યા વગર કટ કરી દીધો. 


આ જોઈને રિધ્ધીએ પૂછ્યું, “કોનો કોલ આવ્યો હતો ?” આર્યવર્ધન ચહેરો ફુલાવતો હોય તેમ બોલ્યો, “મારી સરદર્દની મેડિસિનનો.” આ સાંભળીને રિધ્ધી હસી પડી. આર્યવર્ધન આગળ બોલ્યો, “મને અત્યારે બિઝનેસ એકસ્પેન્ડ કરવા માટે યોગ્ય વાતવરણ લાગતું નથી. જો તને યોગ્ય લાગે તો આજે બહાર ડિનર માટે મળીએ. ડિનરની સાથે ડિસ્કસ પણ થઈ જશે.”


રિધ્ધીએ ફક્ત ઇશારામાં હા પાડી. પછી આર્યવર્ધન પોતાની ચેર પરથી ઊભો થઈને તેનો કોટ પહેર્યો. આ જોઈને રિધ્ધીએ જીજ્ઞશાવશ પૂછ્યું, “પણ તું આ સમયે ક્યાં જઈ રહ્યો છે ? ” આર્યવર્ધન હસીને બોલ્યો, “આજે પંક્તિએ હોસ્પિટલમાંથી હાફ લીવ લઈને ઘરે પહોંચી ગઈ છે. એ મેડમ આજે શું કરવાના છે એ તો ભગવાન જ જાણે ?” 


રિધ્ધી પણ હસીને બોલી, “તારી બહેન છે તો તને ખબર હશે ને. ” આર્યવર્ધન ફક્ત હસ્યો અને વધારે કંઈ બોલ્યા વગર ઓફિસમાંથી બહાર નીકળી ગયો. રિધ્ધી પોતાની કેબિનમાં પાછી આવીને બારી પાસે મૂકેલા સોફાસેટ પર જઈને ચુપચાપ કાનમાં ઈયરફોન નાખીને ફોનમાંથી ગીત સાંભળવા લાગી. 


આર્યવર્ધન કાર લઈને ઘરે પહોંચ્યો ત્યારે તેની બહેન આવી નહોતી. એટલે ઝડપથી દરવાજાનું લોક ખોલીને ઘરમાં દાખલ થયો ત્યાં જ તેને સ્ફુટીનો અવાજ સંભળાયો. તેણે પાછળ ફરીને જોયું પંક્તિ સ્ફુટી પાર્કિંગમાં મૂકીને આવી રહી હતી. એટલે બહાર આવ્યો પંક્તિ સાથે જ ઘરમાં ફરીથી દાખલ થયો.


બે માળ ધરાવતું આર્યવર્ધનનું ઘર આલિશાન હતું. આ ઘરમાં આર્યવર્ધન અને તેની બહેન પંક્તિ એમ બે જ વ્યક્તિઓ રહેતાં હતાં. આર્યવર્ધનની નાની બહેન પંક્તિ ગાંધીનગરની એઇમ્સ હોસ્પિટલમાં ન્યુરોસર્જન તરીકે જોબ કરતી હતી. આજે બંને એકસાથે જ ઘરે આવ્યા એટલે પંક્તિએ ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા પોતાના બેડરૂમમાં જતાં પહેલાં આર્યવર્ધનને પૂછ્યું, “તું આજે લંચ માં શું જમીશ ?”


આર્યવર્ધન સીડી ચડતાં અટકી ગયો અને બોલ્યો, “તું જે બનાવીશ એ ખાઈ લઈશ.” આટલું કહીને આર્યવર્ધન તરત જ પોતાના બેડરૂમ જતો રહ્યો. આર્યવર્ધન પોતાના રૂમમાં જઈને તરત જ તેના મનપસંદ પ્લે સ્ટેશન પર ગેમ રમવા લાગ્યો. બીજી બાજુ પંક્તિનો નિયમ હતો કે હોસ્પિટલમાંથી ઘરે આવ્યા પછી પહેલા નાહવા માટે જવાનું પછી બીજું કામ કરવાનું.


પંક્તિએ બાથરૂમમાંથી બહાર આવ્યા પછી કિચનમાં પ્રવેશ કર્યો. તેણે થોડીવાર વિચાર્યા પછી થેપલા બનાવીને ડાઇનિંગ ટેબલ પર મૂકી દીધા પછી આર્યવર્ધનને ઇન્ટરકોમ પર હોલમાં આવવા માટે કહ્યું. એટલે આર્યવર્ધન તરત હોલમાં આવીને ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈ ગયો. તેણે જોયું કે ટેબલ થેપલા અને દહીં મૂકેલું હતું અને પંક્તિ બે મગ કૉફી લઈને આવી.


આ આર્યવર્ધનનો મનપસંદ વાનગી હતી. આર્યવર્ધને તરત જ થેપલા દહીં સાથે ખાવાનું શરૂ કરી દીધું. પંક્તિએ કોફીનો એક ઘૂંટ પીધા પછી કહ્યું, “ભાઈ આજે તો રિધ્ધીનો જન્મદિવસ છે ને.” આર્યવર્ધન કઈ બોલ્યા વગર માથું હલાવ્યું. એટલે પંક્તિ આગળ બોલી , “તો તમે તેને બર્થડે વિશ કરીને પૂછ્યું ?” 


આ સાંભળીને આર્યવર્ધન ખાવાનું અટકાવીને બોલ્યો, “તો આ પૂછવા માટે તે મને ઘરે બોલાવ્યો છે ?” પંક્તિએ માફી માંગતી હોય તેમ કહ્યું, “ના ભાઈ એવું કંઈ નથી. હું બસ એમ જ પૂછું છું.” 


આર્યવર્ધન પોતાની ખુરશીમાંથી ઉભો થઇને બોલ્યો, “પંક્તિ હું તેને અનેકવાર સમજાવવાના વ્યર્થ પ્રયત્ન કરી ચુક્યો છું. પણ તે સમજવા માટે તૈયાર નથી. તે હજી પણ ભૂતકાળમાંથી બહાર આવવા માટે તૈયાર નથી. પણ તું કહે છે તો આજે છેલ્લી વાર પ્રયત્ન કરીશ.” આટલું કહીને આર્યવર્ધન કારની ચાવી લઈને ઘરમાંથી બહાર નીકળી ગયો.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ