વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શું જાણતા હશે ?

પવન શું જાણતો હશે પર્વતની સ્થિરતા ?

પર્વત શું જાણતો હશે પવનની ચંચળતા?


સૂર્ય શું જાણતો  હશે ચંદ્રની શીતળતા?

ચંદ્ર શું જાણતો હશે સૂર્યની ઉગ્રતા ?


દરિયો શું જાણતો હશે કુવાની અલ્પતા?

કૂવો શું જાણતો હશે દરિયાની વિશાળતા?


મન શું જાણતું હશે શરીરની વિવશતા?

શરીર શું જાણતું હશે મનની અમાપતા?


માનવી શું જાણતા હશે પશુની મૂઢતા?

પશુ શું જાણતા હશે માનવીની મુર્ખતા?


અને મારી મંજિલ શું જાણતી હશે એને પામવા માટેની મારુ આતુરતા?

​ કિશન પંડયા

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ