વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તું યોદ્ધા બન.

યુદ્ધમાં તું જ તારો સારથી બન,

નસીબની સામે લડનાર યોદ્ધા બન.


સદભાવની ઢાલ પહેરીને તું,

મતભેદોના તીર સામેની દીવાલ બન.



તનથી તું ભલે યુવા બન કે ન બન,

પણ વિચારોની ધારથી તું સદા યુવા બન.



ધર્મ,જાતિ,પક્ષના તિમિર સામે તું,

સત્યનો ઓજસ્વી પ્રકાશ બન.



રાજા તું બન કે ન બન,

પણ રણમાં શૂરવીર જરૂર બન.


જાળવવા આન, બાન, શાન

તું શાસ્ત્ર અને શસ્ત્રમાં ધારદાર બન.


યુદ્ધમાં તું જ તારો સારથી બન,

નસીબની સામે લડનાર યોદ્ધા બન.


-કિશન પંડયા

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ