વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ખસવામાંથી હસવું

ખસવામાંથી હસવું
0
રવીન્દ્ર પારેખ
0
'હવેથી નવરાત્રિની અઠવાડિયું રજા મળશે.'
'સર!આ રજા મેટરનીટી લીવ ઉપરાંત હશે કે એમાં આમેજ થશે?'
0
'સર,પાણીપુરી આરોગ્યપ્રદ નથી,તો પ્રતિબંધ મૂકશો કે તેની ક્વોલિટી સુધારશો?'
'તારે કહેવું શું છે?'
'એ જ કે હવા પણ આરોગ્યપ્રદ નથી તો તેના પર પણ ...'
0
'હોસ્પિટલમાં પાણી ભરાયું તો તેમાં માછલીઓ પણ આવી.'
'તે તો દર્દીઓને પૌષ્ટિક ખોરાક મળે એટલે હશે.'
0
'શતાબ્દીમાં જેલ જેવું ભોજન પીરસાય છે.'
''શતાબ્દી' પહેલાનું ભોજન તો એવું જ હોયને!'
0
'પાણીપુરી પર પ્રતિબંધ નહિ મુકાય. એનાથી ઘણાને રોજગારી મળે છે.'
'ઘણાની રોજગારી જાય પણ છે તેનું કૈં નહિ?'
0
'લો,આ મારો આધાર નમ્બર,હેક કરી બતાવો.'
બીજે દિવસે-
'લો,આ હેક કર્યો,હેકડી નીકળી ગઈને.!'
0
'હમણાં પાણીપુરી ખાવાનો વાન્ધો નહિ.'
'કેમ?'
'દરોડા પડે છેને એટલે થોડા દિવસ ચોખ્ખું મળશે બધું.'
0
કોઈનો પતિ ન હોય તે પણ 'કુલ'પતિ હોઈ શકે'
0

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ