વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ ૧

મારા ફોન ની ઘંટડી આખરે કંટાળી ને બંધ થઈ. એવું નહતું કે મને કોઈ ના ફોન આવે તે પસંદ નથી, પણ મને નાસ્તો કરતાકે જમતી વખતે ફોન ના લેવા ની આદત છે. ખબર નહિ લોકો મોબાઈલ ના આગમન પછી એવા તો સભ્ય થઈ ગયા છે, કે કદાચ ઘણા લોકો બાથરૂમ માં પણ ફોન વાપરતા હશે. માણસ ની ગોપનીયતા,એકલતા ને ખતમ કરી નાખી છે. 


મારુ નામ નક્ષ.બચુ ભાઈ.મિસ્ત્રી. બચુભાઇ એટલે કે મારા પિતાજી, તેમની એન્જીનીયરીંગ ની ફેકટરી. અને મારી મમ્મી એટલે કે ભાવનાબેન, એકઆદર્શગૃહિણી.હું કોલેજ માંમિકેનિકલ એન્જીનીયરીંગ ફેકલટી માં ભગુભાઈ પોલિટેક્નિક માં સ્ટુડન્ટ છું.


મારી કોલેજ માં પણ થોડી ઘણી છોકરી ઓ હવે આવવા લાગી છે, એટલે કોલેજ ગ્રુપ માં પણ હતી. શૈલજા, ઉર્જા,અને લજ્જા અને હું, શેમલ અને સુહાસ. આ અમારું ગ્રુપ.(અશ્વિની ભટ્ટ મારા પ્રિય લેખક છે, એટલે જ તેમની વાર્તાા નાઘણા પાત્રો નામ લીધા છે.).


મને નાસ્તો કરતી વખતે લજ્જા નો ફોન આવ્યો હતો લાસ્ટ યેર ની બુક્સ જે ખરીદવા ની હતી, તે માટે હું અને લજ્જા

દર વર્ષે સેકન્ડ હેન્ડ બુક્સ જ ખરીદતા.


સેકન્ડ યેર ના રિઝલ્ટ પછી ફાઇનલ ની બુક્સ લેવા દર વખત ની જેમ અમે પસ્તી વાળા ને ત્યાં પહોંચી ગયા. તેમાં સેકન્ડ હેન્ડ બુક્સ હું અને લજ્જા જ લેતા. અમને લગભગ બધી જ બુક્સ મળી ગઈ. ખાલી એક ગણિત નીએકજ બુકમળી. એટલે મેં લજ્જા ને કીધું તું આ બુક લઈ લે. હું બીજી જગ્યા એ ગોતી લઈશ.


વેકેશન ચાલુ હતું. માટે અમારા ગ્રુપ માં ટુર નું આયોજન કરવા આજે અમારી મિટિંગ હતી. સાંજે કેન્ટીન માં પાંચ વાગે, એક એક કરી ને બધા આવી ગયા. દર વખતે સુહાસ

બધું પ્લાનિંગ કરી ને આવતો. ગૂગલ બાબા પાસે થી બધી જાણકારી બુકીંગ હોટેલ સાઇટ્સ, દરેક બાબત નું પાકું આયોજન કરી નાખતો. અને અમારે ખાલી કાઈ જાણવું હોય તો તેને પૂછવાનું, બસ. 


આ વખતે તેણે જયપુર જવાનું નક્કી કર્યું હતું.અને તે માટે નું ટોટલ પ્લાનિંગ લઈ ને આવ્યો હતો.


ઉર્જા : આપણે આ વખતે એવું કરીયે, કે ત્યાં ના જે રાજાઓ હતા. તેમના કોઈક તો વંશજ ત્યાં ક્યાંક રહેતા જ હશે. તેમને મળી ને તેમના મોઢે તેમના દાદા પરદાદા

ઓ ની જાહોજલાલી અને ઐયાશી વિશે જાણકારી લેશું. તે ઉપરાંત ત્યાં ઘણા ભૂતપ્રેત ની વાતો પણ આ લોકો સાથે સંકળાયેલી હોય છે. તે જાણવા ની 

કોશિશ કરીશું.


અમે પાંચે જણ, ઉર્જા સામે આંખો ફાડી ને તાકી રહ્યા.


ઉર્જા : તો એમાં આવી રીતે કેમ જોવો છો મારી સામે? મને ભૂતપ્રેત થી ડર લાગે છે, તેમની વાતો થી નહિ.

શેમલ: જો બકા, ત્યાં ની ભૂતપ્રેત ની બહુજ વાર્તા ઓ મેં વાંચી છે. અને તે વાંચતી વખતે જ સુસવાટા વાળો પવન અને બારી બારણાં અથડાવા નું અહીં મુંબઈ માં જ ચાલુ થઈ જાય છે. તો...

ઉર્જા: તું મને હમણાં ડરાવવા ની કોશિશ ના કર.


અમે બધા ખૂબ હસ્યાં. ઉર્જા કોઈ દિવસ પણ ભૂતપ્રેત ની વાત કર્યા વગર નથી રહી શક્તી. અને તે વાતો થી જ ડર્યા વગર નથી રહી શકતી. ખેર, જયપુર ની ટુર ફાઇનલ થઈ ગઈ. દરેકે પોતાના ભાગ ના ખર્ચ માંથી થોડો થોડો ભાગ આપી ને જયપુર ટુર પર થપ્પો મારી દીધો.


ટ્રેન માં જવાનું હોય જવાનીયા ઓ ને અને મસ્તી ના કરી હોયતેવુંતોનાબને. ધમાલમસ્તી અને અંતાક્ષરી રમી ને

આખો ડબ્બો ગજવ્યો, અને બાર વાગે સુતા. બપોરે સાડા બારે ની આસપાસ બીજે દિવસે જયપુર ઊતર્યા.હોટેલ જયપુર પેલેસ માં પહોંચી ને જમ્યા. થોડી વાર

આરામ કરી સાડા ચારે ફરવા નીકળ્યા.


બજાર માં ફરતા ફરતા મારુ ધ્યાન ખાસ પસ્તી વાળી દુકાન તરફ વધારે રહેતું. મને જૂની બુક્સ ને વાર્તા ઓ નું અનોખું આકર્ષણ પહેલે થી હતું. ઉર્જા, શૈલજા અને લજ્જા તેમનીઆદત પ્રમાણે ડ્રેસ, કોસ્મેટિક વગેરે માં વધારે ધ્યાન આપતા. અને સુહાસ અને શેમલ દરેક યુવાન ની જેમ બજાર સુંદરી ઓ પર ધ્યાન આપતા.ત્યાં એક કોર્નર પર ની પસ્તી ની દુકાનતરફ મારુ ધ્યાન ગયું. હું દુકાન પર પહોંચ્યો તેવી જ મારી સામે ની ડાબી બાજુ ની ચોપડી ઓ ની થપ્પી ની ઉપલી ચોપડી નું પાનું ઉઘાડ બંધ થયું. એટલે મારુ ધ્યાન તે ચોપડીપર ગયું. અને મારા આશ્ચર્ય વચ્ચે હું જોઈ રહ્યો, કે તે એક જ ચોપડી નું પાનું ઉઘાડ બંધ થયા કરતું હતું. અને મને આશ્ચર્ય એ વાત નું થતું હતું કે હું જે ગણિત ની ચોપડી મુંબઈ માં ગોતતો હતો, તે જ ઓથર ની બુક મને અહીં દેખાઈ. પણ તેની ઉપર  પુંઠું ચઢાવેલું હતું. અને ચોપડી ઉઘાડ બંધથતી હતી એટલે મને અંદર નું પાનું દેખાયું જેમાં તેના ઓથરના નામ સાથે પુરી ડિટેલ હતી. એટલે મેં ચોપડી ઉઠાવી ને હાથ માં લીધી. આખી બુક ચેક કરી. ઘણે ઠેકાણે માર્કર પેન થી માર્કિંગ કરેલું, તે સિવાય ચોપડી એકદમ નવા જેવી લાગતી હતી. ત્યાં સુધી માં શેમલ,સુહાસ, ને બધી છોકરી ઓ ત્યાં આવી ગયા. 


હું : કમાલ છે ને, જે ગણિત ની ચોપડી હું મુંબઈ માં ગોતતો હતો, તે અહીં જયપુર માં મળી ગઈ.

સુહાસ: પણ અહીં થી લેવા ની શુ જરૂર છે? મુંબઈ માં મળી જશે. ખોટું અહીં થી ઊંચકી ને લઈ જવાની?

હું : હા, યાર. તારી વાત સાચી છે. પણ ચોપડી જે કન્ડિશન માં છે, તે પ્રમાણે મને લઈ લેવાનું મન થાય છે. અને ચોપડી નું વજન થઈ થઈ ને કેટલું વધશે?

લજ્જા: અરે, તને ચોપડી ઉચકવા માં તકલીફ પડતી હોય તો હું લઈ લઉં છું. અને મેં ત્યાં લીધેલી તે તું લઈ લેજે.


લજ્જા એ આવી ને મારા હાથ માં થી ચોપડી લીધી ને જોવા

લાગી.તે મારી જમણી બાજુ પર હતી, તે જેવી બોલી કે તું નહિ લે આ ચોપડી તો હું લઈશ. તેવી જ જોર થી હવા આવી ને તેના હાથ માં થી ચોપડી ઉડી ને મારા પગ પાસે

પડી.


હું : જો બકા, આ ચોપડી ને પણ તારી પાસે નહિ, મારી પાસે જ રહેવું છે. માટે આ ચોપડી તો હું જ લઈશ.

શેમલ: હે ગાયઝ! ચોપડી ઉપર નામ તો જોવો.

ચોપડી ના બ્રાઉન પૂંઠા પર કોઈકે પ્રિન્ટ કર્યું હોય તેવા અક્ષર થી નામ લખ્યું હતું," પૃથ્વીરાજ નક્ષ કુંવર સીસોદીયા". 

અમે છ એ છ જણ ની બાર આંખ આ નામ પર ચોંટી ગઈ.




વિચિત્રતા અને વાસ્તવિકતા ને આમ કોઈ સંબંધ નથી. છતાં ઘણી વાર બંને સાથે દેખાય.અને તેમાંય જો એ વિચિત્રતા 

અને વાસ્તવિકતા ની ખણખોદ કોઈ કરે ત્યારે, એક સાથે ઘણી બધી વિચિત્રતા દુનિયા ની વાસ્તવિકતા સાથે જોવા

મળે. ત્યારે એમ લાગે કે ઉપર વાળો કાળા માથા ના માનવી ની મુંજવણ વધારવા આવું કરતો હશે, કે તેની પામરતા નું જ્ઞાન કરાવવા?


અમે છ જણ અત્યારે તેવી જ અસામાન્ય ઘટના ના સાક્ષી હતા. મારા નામનો કોઈ કુંવર અને તેના યુવરાજ પૃથ્વીરાજ 

ના નામની, મને જોઈતી ગણિત ની ચોપડી અમારી સામે કોઈ ઉખાણું મૂકી ને હસતું હોય તેવું લાગ્યું. આ પહેલી માં જ અમે હજી કાઈ સમજીએ, ત્યાં તો


ઉર્જા: અરે યાર, આ કોઈ રાજા મહારાજા નું કુળ હોય તેમ લાગે છે. રાજસ્થાન ના ઇતિહાસ માં સીસોદીયા કુળના રાજા ઓ હતા.

સુહાસ:એ તો ઠીક છે, પણ નક્ષ ના જ નામ ની કોઈ વ્યક્તિ અને તે પણ તેના જ હાથ માં ચોપડી મળવી. કાંઈકગજબ નો યોગાનુયોગ છે.

શેમલ: આપણે એક કામ કરીએ. આ બુક પર તે પૃથ્વીરાજ નું એડ્રેસ કે કોલેજ નું નામ કંઇક તો હશેજ.


ત્યાં તો પેલો દુકાન વાળો બોલ્યો:

:: અહીંયા ટેક્નિકલ કોલેજ એક જ છે. સીસોદીયા પોલિટેક્નિક.


અમે તે ચોપડી ના પૈસા ચૂકવ્યા ને થેંક્યું કહી ને એક હોટેલમાં ચા પીવા બેઠા.


લજ્જા: ચોપડી પર તો ખાલી નામ અને ટી.વાય. લખ્યું છે.

શૈલજા: અરે યાર, તમે લોકો ખાલી ખોટી ચર્ચા માં પડ્યા છો. એક નામ વાળી કેટલી વ્યક્તિ ઓ હોય છે. તે ફેસબુક પર નામ લખી ને ગોતો તો ખબર પડે. એમાં

આટલું પિંજણ શેને માટે?

હું : એના કારણો હું આપું છું.સહુ થીપહેલા હું દુકાન પર પહોંચ્યો, તેવી જ આ જ ચોપડી ના પાના હવા ને કારણે ફરકવા લાગ્યા. જે હવા બીજી કોઈ જ ચોપડી

ને કેમ ના લાગી? બીજું કારણ લજ્જા એ કહ્યું કે તું આ ચોપડી નઈ લે તો હું લઈ લઈશ. તેવી જ પાછી જોર માં હવા આવી ને ચોપડી મારા પગ માં પડી.ઉપર થી મારુ નામ એક પિતા તરીકે છે. આ બધું

મગજ ને ગૂંચવવા માટે પૂરતું છે. અને ત્રીજું કારણ આ રાજસ્થાન અને મહારાષ્ટ્ર નું સિલેબસ અલગ છે.તો મહારાષ્ટ્ર ના સિલેબસ ની ચોપડી સીસોદીયા કોલેજ

માં ક્યાંથી?

સુહાસ: અરે યાર, એ બધું પછી વાત, પહેલા ચા મંગાવો.


એક સિત્તેર વર્ષ ના કાકા છ કાચ ના ગ્લાસ ટ્રે માં લઈ ને અમારા ટેબલ પર મુકવા લાગ્યા. તેઓ 'રાજા' પિક્ચર ના પરેશ રાવલ ની જેમ હલતા હતા.અમારી છ જણ ની ચા માં મને એકલા ને તેમણે રકાબી વાળી ચા નો ગ્લાસ આપ્યો. હું વિચાર માં પડી ગયો, મને ચા રકાબી માં થોડી ઠંડી પીવી ગમે છે. આ એક યોગનું યોગ હતો કે...બધા મારા ગ્રુપ વાળા એ જ જોતા હતા, એટલે મને જે રકાબી નીચે ચિઠ્ઠી દેખાઈતે ના લીધી.


શેમલ: કમાલ છે, તને જે જોઈએ તે જ વસ્તુ કીધા વગર મળી જાય છે.

શૈલજા:ભાઈ, રાજા ઓ ને આવી જ ટ્રીટમેન્ટ મળે.


તેટલી વાર માં મેં રકાબી નીચે થી પેલો કાગળ હાથ માં લીધો.અને ટેબલ ની નીચે રાખી વાંચવા લાગ્યો.આખા કાગળ પર એક જ શબ્દ લખ્યો હતો:


"નકશો".



(ક્રમશ:


★કેતન ભટ્ટ.:-7972877949


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ