વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કાલીચરણ...(ક્રમશ:)

કાલીચરણ...(ક્રમશ:)
--------------------------

પ્રકરણ:--1.
-----------------

       "આજ મારા પુસ્તક 'કાલીચરણ'નું વિમોચન હતું.લાયન્સ કલબના ભવ્ય હોલમા એ પ્રોગ્રામ હતો.હું મારી પત્ની સાથે ત્યાં પહોંચ્યો ત્યારે ભવ્ય સ્વાગત થયું.આવો પ્રોગ્રામ કંઈ મારે માટે નવો ન હતો.આ પહેલા પણ મારા ઘણા પુસ્તકો પ્રકાશિત થઈ ગયેલા.

  મારુ એટલે કે,રવિન્દ્ર જૈનનું નામ ગુજરાતી સાહિત્ય અને લેખકોમાં અગ્ર સ્થાને છે.ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય એકેડમીના પુરસ્કાર પણ મને મળી ચુક્યા છે. શરૂઆતમાં હું સામાજીક નવલકથાઓ લખતો. કોલેજના સમયથી લખતો આવ્યો છું.મને આપણા ગુજરાતના ખ્યાતનામ લેખકોના પુસ્તકો વાંચવાનો નાનપણથી ખૂબ શોખ હતો."

  'ઝવેરચંદ મેઘાણી, હરકિશન મહેતા, અશ્વિની ભટ્ટ,ધૂમકેતુ ,કનૈયાલાલ મુન્શી કે,ગુણવંતરાય આચાર્ય અને એવા મહાન લેખકોના પુસ્તકોથી મારી લાયબ્રેરી હજુ એવી જ શોભે છે.'

' મેં ઝવેરચંદ મેઘાણીની લગભગ દરેક વાર્તાઓ ઘણીવાર વાંચી છે પણ જ્યારે પણ વાંચું ત્યારે અનેરો આનંદ આવે.

  કોલેજમાં પહેલીવાર ટુંકીવાર્તા સ્પર્ધામાં મેં ભાગ લીધો અને મેઘાણીજીની રચનાઓ જેવી ટુંકીવાર્તા લખવાનો પ્રયત્ન કરેલો.એ "ટાઢીબોડ"નામની વાર્તા પ્રથમ સ્થાને આવેલી ત્યારે ખૂબ આનંદ થયેલો.ત્યારે અમને ઇતિહાસ ભણાવતા પ્રોફેસર ઓઝાસરે કહેલું,"રવિન્દ્ર, ખૂબ સરસ લખ્યું તેં, તું લખવાનું ચાલુ રાખજે.માનો કે,ત્યારથી મારી લેખનપ્રવૃત્તિ ચાલુ થઈ."

  "મારી ટુંકીવાર્તાઓ ખ્યાતનામ સામયિકોમાં પ્રકાશિત થતી ત્યારે તો હું હજુ કોલેજના બીજા વર્ષમાં ભણતો.ત્યારબાદ મેં નવલકથા લખવાનો પ્રયત્ન કર્યો ત્યારે પણ મને ખુબ સફળતા મળી.પહેલા કહ્યું તેમ હું શરૂઆતમાં સામાજીક નોવેલો લખતો જે પ્રસિધ્ધ સમાચાર દૈનિકની પૂર્તિઓમાં હપ્તાવાર પ્રકાશિત થતી અને ત્યારબાદ પુસ્તકરૂપે પ્રકાશિત થતી".

  "તમને લાગશે કે,આ બધી વાતોનો તમને સૌને ખ્યાલ જ છે તો શા માટે ફરી એ યાદ દેવડાવું છું ! એજ વાત હું તમને કહેવા માગું છું કે,જે વાત હવે મારા જીવનમાં બની રહી છે".

  "આપને સૌને ખ્યાલ હશે કે,છેલ્લા પાંચ છ વર્ષોથી હું ક્રાઈમથ્રિલર નવલકથાઓ લખું છું.તેમા પણ મને ખુબ સફળતા મળી.લોકો મારી 'કાલીચરણ' સિરીઝની નવલકથાઓની આતુરતાપૂર્વક રાહ જોતા થઈ ગયા છે.

  લોકો મારી સામાજીક નવલકથાઓ જેવી કે, કામિની,અગ્નિકુંડ,અમે તો ઝાંઝવાના નીર,સાંજની સજાવટ,અતિતના વાયરા, જેવી ખ્યાતનામ કૃતિઓ જાણે ભૂલી જ ગયા.

  મારી ક્રાઇમવાર્તા 'કાલીચરણ'ની થિમને લઈને ટી.વી.સિરિયલો પણ બનવા લાગી છે.એજ કાલીચરણના મેં રચેલા પાત્રો મારા જીવનમાં સમજોને આતંક મચાવી રહ્યા છે.હું ખૂબ ડરી ગયો છું.જેવો હું મારા લાયબ્રેરીરૂમમાં રાઇટિંગ ટેબલપર આગળનું કંઈક લખવા બેસું કે,કાલીચરણ સિરિઝના મેં લખેલા પાત્રો એકદમ મારી ઉપર હુમલો બોલાવી દે".

  હું એ વાતથી ખૂબ મૂંઝાઈ ગયો હતો.હું અંદરખાને ડરી ગયો,છેવટે મેં મારા ડૉક્ટરમિત્ર રાકેશદોશીને કોલ કર્યો અને મારી મૂંઝવણ સાંભળી તે ખડખડાટ હસી પડ્યો.મેં કહ્યું ,

  "આ આજકાલની વાત નથી,લગભગ એક મહિનાથી આ તકલીફ છે.તું મને ઘેર મળવા આવ અથવા હું રાત્રે આવું .ખૂબ લાંબીવાત છે.મજાક નથી કરતો, તેણે ગંભીર થઈ કહ્યું,"ડોન્ટવરી હું અને તારી ભાભી બને રાત્રે તારે ત્યાં આવીએ છીએ".મેં કહ્યું કે,"હમણા તો ભાભીને કોઈ વાત ન કરતો."

  "ઓકે,આમ પણ આઠેક દિવસ થયા આપણે મળ્યા નથી.રમીલાએ પણ મને કહેલું કે,મૃદુલાભાભીને ત્યાં જવું છે."

  "ઓકે,ઓકે,સારું તો જમવાનું અહીં જ રાખજો."

  "ના ના,રવિન્દ્ર અમો જમીને જ તરત નીકળીશું, મારે ક્લિનિકથી મોડું થશે ઓકે ?".

  "ઓકે"કહી મેં કોલ કટ કર્યો."અને વિચારે ચડ્યો કે,આવું બની શકે ! કોઈ લેખકને તેણે લખેલી વાર્તાઓના પાત્રો હેરાન કરે,રૂબરૂ મળવા આવે ! આમ નહીં'ને તેમ લખ એવું દબાણ કરી શકે ! શું મને કોઈ મનોરોગ હશે ? મારે આ વાત મૃદુલાને કહેવી જોઈએ? એને કહું તો એતો બિચારી ફફડી જ જાય. અને સાચું કહું તો મારી પ્રગતીમાં એનો ફાળો કંઈ નાનોસુનો નથી.મારા માટે એ એક આદર્શ ગૃહિણી સાબિત થઈ છે.મારા જેવા ધુની લેખક પતિને સાચવવો એ કલાતો એજ જાણે".

  "રાત્રે બાર,એક,કે બેત્રણ વાગ્યાસુધી હું લખતો હોઉં ત્યારે તે કંટાળી નહીં જાતી હોય ! એવો જ્યારે મને વિચાર આવે કે,તરત હું હીનભાવના સાથે લાયબ્રેરીમાંથી અમારા બેડરૂમમાં જાઉં.મતલબ એના તરફથી મને કોઈ ફરિયાદ જ ન હોય.હું તેની બાજુમાં લેટું કે,તરત તેની આંખો ખુલી જાતી હોય.હું તેને પ્રેમથી બાથમાં લઉં કે,તરત મારામાં ઓગળી જાય.હું તેને પ્રેમથી પસ્વારતા કહું,

  "સોરી મોડું થયું."પણ તેના તરફથી કોઈ ફરિયાદ નહીં. મારો પુત્ર કેતન અને પુત્રવધુ કૃતિકા બને અમેરિકામાં ભણીને કેનેડામાં સ્થાયી થયા.તેઓ દરવર્ષે અહીં આવે અને મને અને મૃદુલાને ત્યાંજ આવતા રહેવાનું કહે પણ,અમને બંનેને આ શહેર સાથે બહુ લગાવ.મને વિચાર આવે કે,હાથપગ ચાલે છે ત્યાંસુધી તો અહીંજ રહેવું".

" જોકે અમો બને કેનેડા ત્રણથી ચારવાર જઇ આવ્યા છીએ.તેઓનું કહેવું છે કે,પપ્પા તમો અહીં રહેવા આવો તો તમારું કામ તો અહીંથી પણ થઈ શકે એવું છે.પણ મને અહીંના મારા વિશાળ સર્કલ અને અંગતમિત્રોનો સાથ મૂકીને ત્યાં જવાનું મન જ નથી થતું."

  "અહીં એક કામવાળી મણી, અને તેનો વર કાનો બને વર્ષોથી મારી પાસે નોકરી કરે છે.હવે તો તેઓ સાથે પણ અમને બંનેને ઘરજેવી માયા બંધાઈ ગઈ છે.મણી સવારથી સાફસૂફીમાં લાગી જાય.મૃદુલાને રસોઈમાં પણ મદદ કરાવે.કાનો બહારનું કામ અને ચોકીદારી કરે.બને મુખ્યગેટની બાજુમાં બનાવી આપેલા રૂમ રસોડાવાળા મકાનમાં રહે."

  "મને જે એકાદ મહિનાથી તકલીફ શરૂ થઈ એની વાત કરું તો ચાર દિવસ પહેલા એ બનાવ બની ગયો કે,હું હેબતાઈ ગયો.મારી કાલીચરણ નોવેલની રચનામાં હવેલીની એક નોકરાણી મને આવીને કહે,

  "હું અને ભગો જ હવે અહીં તમારે બંગલે રહીશું.તમો આ મણી અને કાનાને રજા આપી દો."

  "ભગો ઉર્ફે ભગવાનદાસ એ મારું કાલ્પનિક પાત્ર.વાર્તાની હવેલીમાં તે ચોકીદાર.એમ દરેક પાત્રો વારાફરતી આવીને કહે કે,આમ કરો 'ને તેમ કરો.શરૂઆતમાં હું હસી પડતો કે,આ મારા મનનો ભ્રમ છે.કાલીચરણની સિરીઝ લખતે લખતે હું એવો ઓતપ્રોત થઈ ગયો છું કે,મને ચારેકોર એ પાત્રો જ દેખાય.પણ,હવે મને લાગે છે કે, એ મારો ભ્રમ નથી.કંઈક અજુગતું બનવા જઈ રહ્યું છે.થોડાક દિવસ પહેલા મારી વર્તણુક જોઈ મૃદુલાએ પણ પૂછ્યું હતું કે,

"કેમ હમણા હમણા કંઈક ચિંતામાં દેખાઓ છો ?"અને હું સાવધ થઈ ગયેલો."

  "ગઈકાલે જ મારા પુસ્તક "કાલીચરણ" સિરિઝનું આઠમું પુસ્તક "કાલીચરણ ઇન મોર્ગ"નું વિમોચન હતું.આનંદથી એ પ્રોગ્રામ પૂરો થયો હતો.મેં આપેલા ટૂંકા પ્રવચનના જવાબમાં મળેલા  તાળીઓના ગડગડાટ હજુ મારા કાનમાં ગુંજે છે."

  "ત્યાં હોલમાં પણ મારા રચેલા પાત્રો પૈકીના ત્રણ પાત્રો મેં ત્યાં જોયા.તેમાંનો ઇન્સ્પેક્ટર તિવારી તેની અદાથી અદપ વાળીને ઉભેલો મેં જોયો.રઘુ ઉર્ફે રઘલો પણ પંજાબી ડ્રેસમાં અને કમરપર ભેઠમાં બાંધેલા છરા સાથે બેફિકરાઈથી ઉભો હતો.તે કોઈને એકીટશે જોઈ રહ્યો હતો.મેં એ તરફ નજર ફેરવી કે,મને તાજુબી થઈ કે,મારુ મુખ્ય પાત્ર કાલીચરણ પણ ત્રીજી હરોળમાં બેઠો હતો".

  "કાલીચરણ અને રઘુ ઉર્ફે રઘલો બને મારી નોવેલના એકબીજાના શત્રુ...મને એ વખતે પસીનો વળી ગયો હતો કે,રઘુ ક્યાંક અહીંજ કાલીચરણપર હુમલો ન કરી બેસે.ત્યાંથી હું અને મૃદુલા મિત્રો સાથે હોટેલમાં જમવા પણ ગયેલા પણ મારા મનમાં ભય છવાયેલો હતો."

  મૃદુલાએ ડ્રોઈંગરૂમમાં આવી મારી વિચારધારા તોડતા કહ્યું કે,

  "રાકેશભાઈ અને રમીલાભાભી હજુ આવ્યા નહીં ?"કહી તે મારી બાજુમાં બેઠી.

"બસ આવવા જ જોઈએ."કહી મેં ઘડિયાળ તરફ જોયું. મનમાં હું મૂંઝાયો કે,રાકેશને મારે ક્યાંક બહાર મળવું જોઈતું હતું. અહીં હું મૃદુલાની સામે તો કહી નહીં શકું.ત્યાં ગેટ ખુલવાનો અવાજ આવ્યો સાથે રાકેશની કાર આવીને પોર્ચમાં ઉભી રહી.કાનાએ ગેટ ખોલ્યો હશે એમ વિચારી અમો બને આવકારવા ઉભા થયા."

  "ડો,રાકેશદોશી મારો નિકટનો મિત્ર.એ બને મૃદુલાની અને મારી સાથે ખૂબ મજાક મશ્કરી કરતા.એ લોકો અહીં આવે કે,અમો ત્યાં જઈએ ત્યારે ઘર જેવું જ વાતાવરણ લાગે.મેં બંનેને આવકાર આપ્યો.તેઓ પણ આનંદથી ડ્રોઈંગરૂમમાં આવી બેઠા.બને સ્ત્રીઓ તો વાતોમાં મશગુલ થઈ ગઈ.'

  'મેં રાકેશને ઈશારો કર્યો કે,એ સમજી ગયો.મેં ઉભા થઇ મૃદુલાને કહ્યું,"અમો લાયબ્રેરીરૂમમાં બેસીએ છીએ"ત્યાં તરત તેણે કહ્યું,"ઓહો,હું તો વાતોએ ચડી ગઈ,સોરી હમણા કંઈક નાસ્તાનું ગોઠવીએ."કહી તે ઉભી થઇ કે,તેની સાથે રમીલાભાભીએ પણ હસીને ઉભા થઇ કહ્યું,

  "મૃદુલાભાભી,નાસ્તાનું રહેવા દો,ફક્ત કોફી બનાવીએ".અને હા,ના,કરતી બને કિચન તરફ રવાના થઈ કે,હું ઝડપથી રાકેશનો હાથ પકડી મારા લાયબ્રેરીરૂમમાં સમજોને ખેંચી જ ગયો."

  "મારા આવા વર્તનથી તે પણ ચોંકી ગયો પણ મારે એને બધી વાત કહેવી જ હતી અને એ પણ ઝડપથી. લાયબ્રેરીરૂમ પણ મોટો છે અને ત્યાં મારૂ રાઇટિંગ ટેબલ છે.અહીં બેસીને જ હું મારું લખવાનું કામ કરૂં છું.ચારેબાજુ પુસ્તકોના કબાટો તેની વચ્ચે મારુ ટેબલ ખુરશી,અને સામે પણ ચારેક ખુરશીઓ ગોઠવેલી.અહીં જ હું મારા મિત્રો સાથે ઘણીવાર મહેફિલો જમાવું છું.રાકેશ પણ મારા આ રૂમનો જાણકાર,સાથે આખા બંગલાનો પણ જાણકાર સમજો 'ને."

  "અંદર આવીને અમો બેઠા કે,મારી હાલત જોઈ તેણે તરત પૂછ્યું,

  "પણ થયું છે શું !"તેણે આશ્ચર્યચકિત થઈ પુછયું, મેં તેની તરફ ધ્યાન આપ્યા વગર બને બારીઓ બંધ કરી,દરવાજા તરફ નજર ફેરવતો તેની સામેની ખુરશીપર બેઠો અને સિગારેટ સળગાવી ઊંડો કશ લઈ તેની સામે જોયું.મેં જોયું તો તે મને એકીટશે જોઈ રહ્યો અને ફરી પૂછ્યું,

  "હવે તું કંઇક વાત કરીશ કે,?"

  "એની વાત વચ્ચેથી કાપી મેં કહ્યું,

  "રાકેશ,તને ખ્યાલ છે મારી સાથે શું બની રહ્યું છે ?"

  "પણ તું વાત કરે તો ખ્યાલ આવે."એની વાત સાચી હતી હજુ મેં ક્યાં એને કંઈ કહ્યું હતું.મેં મારો ગભરાહટ છુપાવવાની કોશિશ કરતા કહ્યું,

  "ક્યાંથી વાતની શરૂઆત કરું એ જ ખબર નથી પડતી. તું સમજને મને કંઈક એવું ફિલ થાય છે કે,હું ગાંડો થઈ જઈશ અથવા કદાચ મરી પણ..."

  "એણે મારી વાત વચ્ચમાં જ કાપી મારો હાથ હાથમાં લઈને હળવેથી કહ્યું,

  "આવું અમંગળ ન બોલ,તું ચિંતા ન કર,હું બેઠો છું 'ને,મને કહે કોણ છે એ જેનાથી તને ડર લાગે છે ? એવું શું થયું કે,તું આટલો ગભરાયેલો દેખાય છે."

  'એ મને હૈયાધારણ આપતો રહ્યો,મેં કહ્યું,

  "રાકેશ,તને ખ્યાલ છે જ કે,મારી કાલીચરણ શ્રેણીની નોવેલો ધૂમ મચાવે છે"

  "મને ખ્યાલ છે રવી એ નોવેલો હું પણ વાંચું છું"

  "તું એ નોવેલના દરેક પાત્રોને ઓળખે છે 'ને ? મારો મતલબ કે,એ દરેક પાત્રો તને યાદ છે ?"

  રાકેશ ખડખડાટ હસી પડ્યો અને કહ્યું,"અરે ભાઈ મને શું પણ રવિન્દ્ર જૈનના જેટલા ચાહકો છે એ સૌને પણ એ પાત્રો યાદ જ હોય.તું અને તારી નવલકથાઓએ તો ઘુમ મચાવેલી છે."

  'મને લાગ્યું કે,તે મને હિંમત આપવા જ ખડખડાટ હસ્યો.મેં હવે ઘટસ્ટોફ કરતા કહ્યું,

  "રાકેશ,એ....એ...પાત્રો અહીં આવી મને ખુબ હેરાન કરે છે.મને મારી નાખવાની ધમકીઓ આપે છે...તું મારી વાત માને છે? અહીં જ ...અહીં આવી 'ને"

  "તે મારી સામે જોઈ રહ્યો.મને લાગ્યું કે,તે પણ ચોંકયો તો છે જ પણ ઠાવકાઈથી કહ્યું,

  "જો રવી,આ તારો વહેમ છે સમજ્યો ? ફક્ત વહેમ,તું એ નવલકથા લખવામાં એટલો ઓતપ્રોત થઈ ગયો છો કે,તને એવું લાગે છે.શું...?.... તું પણ યાર આવી વાતો.!"

  "તો તું મારી વાતને ખોટી સમજે છે?હું...હું..ગાંડો થઈ ગયો છું?".

  "એવી વાત નથી રવી,હું....માનું છું કે,હમણા તું લખવાનું કામ મૂકી દે અને,યોગ પ્રાણાયામ એવું કંઇક કર.આ બધો મનનો વહેમ હોય સમજ્યો?"અને હસીને કહ્યું,"તું જેવી વાતો કરે છે તેવી વાત મેં કે,તેં પણ હજુસુધી સાંભળી નહીં હોય કે,કોઈ લેખકના પાત્રો આવીરીતે બળવો કરે."

  "હું તેને જવાબ આપવા,અરે જવાબ નહીં પણ આ હકીકત છે એવું સમજાવવા એને હવે મારે કેમ સમજાવવો એની ગડમથલમાં મને સિગારેટની તલબ લાગી અને સિગારેટનું પેકેટ કાઢ્યું કે,દરવાજેથી મૃદુલા અને રમીલાભાભી બને અંદર આવ્યા અને ટેબલપર ચા નાસ્તો ગોઠવ્યો. અમો ચારે હસીમજાક કરતા કરતા ચા નાસ્તો પતાવ્યો. પણ મનમાં હું વિચારતો રહ્યો કે,આ બને હવે અહીં જ બેસશે.થોડીવારમાં મૃદુલાએ કહ્યું,

  "ચાલો રમીલાભાભી હું બતાવું."કહી તે બને બહાર નીકળી.મારી દિધ્ધામાં મને ખ્યાલ નહોતો કે,તે બને વચ્ચે શું વાતો થઈ?કંઇક કપડા કે,સાડી અથવા કોઈ નવી વસ્તુ ઘરમાં  આવી હશે તે બતાવવા લઈ ગઈ હશે એમ વિચારી મેં હાશકારો અનુભવ્યો.મેં તરત એક સિગારેટ સળગાવી રાકેશ તરફ જોઈ કહ્યું,

  "વાત તો મેં પણ નથી સાંભળી કે,કોઈ લેખકોને આવો અનુભવ થયો હોય.પણ મને અનુભવ થયો અને થાય છે."

  "ઠીક છે રવી,પહેલીવાર તને ક્યારે અનુભવ થયો?"

  "પહેલીવાર?,પહેલીવાર હું જ્યારે કાલીચરણ સિરીઝની આગળની નોવેલ લખતો હતો ત્યારે રાત્રીના એક દોઢ વાગ્યો હશે.મેં હજી ત્રીજું પ્રકરણ પૂરું કર્યું હતું અને ચોથું પ્રકરણ લખવા વિચારતો હતો મતલબ ક્યાંથી શરૂઆત કરવી એ બાબતે વિચારતો બેઠો હતો ત્યારે એ સિરિઝનું પાત્ર રઘલો ઉર્ફે રઘુ,તને યાદ છે એ પાત્ર? એ અહીં આવ્યો આપણે બેઠા છીએ ત્યાંજ.મારી ટેબલની સામે ઉભો રહી ગયો અને..."

  "અને શું? શું કહ્યું એણે?"રાકેશ તેની ચકળ વકળ આંખે મને જોઈ રહ્યો.

  "જો રાકેશ જો,એ...ય..આવ્યો.."મેં જોયું તો બારીના કાચમાંથી તેનો ક્રૂર ચહેરો દેખાયો.રાકેશે તરત પાછળ બારી તરફ જોયું.તેને પણ તે દેખાયો કે,નહીં તેની મને તે વખતે ખબર ન પડી.રાકેશ ઉભો થઇ બારી પાસે ગયો.તેણે બારી ખોલી બહાર ડોકું કાઢી આમતેમ જોયું.બારી બંધ કરી તેણે પડદો આડો સેરવ્યો અને મારી પાસે આવ્યો.મેં મારી ધ્રુજારી માંડ કાબુમાં રાખી પૂછ્યું."એજ હતો "ને?.

********************************

  પ્રકરણ;--2.

  "એજ વખતે મૃદુલા અને રમીલાભાભી હસતે હસતે આવ્યા.મેં તરત નેપકીનથી પસીનો લૂછયો.અમારી બંનેની વાતો તો નહીં સાંભળી હોય એમ સમજી રાકેશે વાત બદલાવી અને તે પુસ્તકોના કબાટ પાસે ગયો.હું પણ તેની પાછળ ગયો.તેણે કબાટમાંથી એક પુસ્તક લઈ મને કહ્યું,"

  "આ લેતો જાઉં છું."મેં પણ સમજી જઈ કહ્યું,"અરે,એક કેમ?જોઈએ તેટલા લઈ જા"....ત્યારેજ રમીલાભાભીએ હસીને  કહ્યું,"રવીભાઈ,એને પહેલા પૂછો તો ખરા,કે તે વાંચશે?".

  મેં કહ્યું,"કેમ ભાભી? એ તો વાંચવી હોય તો જ લઇ જાય છે."....જવાબમાં તેણે હસીને કહ્યું,..."હોસ્પિટલમાંથી સમય મળે તો વાંચે 'ને?".

  "અને એની મજાકથી અમો સૌ હસી પડ્યા.મને મનમાં થયું હવે આજ તો કોઈ વાત નહીં થાય આ બને અહીં જ બેસશે.પણ રાકેશને પણ મારી વાત અને મારી હાલત ગંભીર લાગી હશે એટલે એને પણ આગળ વાત સાંભળવી હશે કે,મને હિંમત આપવી હશે એથી તેણે તરત કહ્યું,

  "રમીલા,તારી વાત સાચી મને સમય નથી મળતો પણ આ પુસ્તક વીશે મારે જાણવું છે.આજ રવી સાથે ખૂબ વાતો કરવી છે તો...."

  "તો શું?...હા..હા...સમજી ગઈ તો એમ કહો 'ને,?"...કહી રમીલાભાભી હસી પડ્યા.

  મૃદુલા તો તેની સામે જોઈ રહી.એ જોઈ રમીલાભાભીએ કહ્યું,"ન સમજ્યા?અરે ભઈ, આ તમારા ભાઈને કોફી પીવી છે."કહી તે મૃદુલાનો હાથ પકડી બહાર લઈ ગયા.બહાર જતા મેં મૃદુલાને કહેતા સાંભળી,"સારું થયું આજ બને રંગમાં છે.મને એમ કે,ઘેર જવાની વાત કરશે".

  'મેં હાશ કહી રાકેશ સામે જોયું, તેણે મારો હાથ પકડી બેસાડ્યો.મારી સામે તાકીને કહ્યું,"ત્યાં કોઈ નહોતો રવી,તારા મનનો વહેમ છે ફક્ત."

  "એ ચાલાક છે રાકેશ,તને જોઈ નાસી ગયો પણ હશે અહીં જ આટલામાં".

  મેં જોયું તો રાકેશ હસતો હતો.હું મનમાં વિચાર કરી શબ્દો ગોઠવતો હતો કે,આને કેમ સમજાવું? ત્યાં તેણે કહ્યું,"ઠીક છે,માની લઉં કે,તારી સાથે આવા બનાવ બને છે....અચ્છા છેલ્લે ક્યારે આવું બન્યું હતું?".

   "રાકેશ,સાંભળ,ગઇકાલની વાત છે. એટલે તો આજે જ તને બોલાવ્યો. હું....હું...મારી કાલીચરણ સિરીઝની વાર્તા આગળ વધારવા અહીં આ ટેબલપર બેસી લખતો હતો.રાત્રીના સવાબાર સાડાબાર થયા હશે અને હું તે રઘુના રઘલાના પાત્રના ડાયલોગ લખતો હતો.વચ્ચે વચ્ચે હું આગળ શું લખવું એ વિચારતો હતો એ જ વખતે તે આવ્યો.તને ખ્યાલ છે 'ને એ પાત્ર કેવું ખતરનાક છે?.સાલ્લો કોઈનું ગળું કાપતા અચકાય નહીં".

  "હા,રવી એ પાત્ર તેં ખૂબ ખતરનાક ચિતર્યું છે."

  "મને એમ કે,એના વિચાર કરું છું એટલે એ જ દેખાય છે.મેં તેને નજરઅંદાજ કરી કલમ ઉપાડી કે,તરત તેણે મારો હાથ પકડી લીધો.તે વખતે હું હલબલી ગયો.તેની સામે જોયું તો એજ તેનો ક્રૂર ચહેરો કે,હમેશ હું જેવું તેનું વર્ણન કરતો એવો."

  "માતાના ડાઘવાળું બિહામણું મુખ,થોડી વધેલી દાઢી.લાંબા વાળ.આંખમાં આંજણ આંજેલી લાલ ખુની આંખો.જમણા કાનનો નીચેનો ભાગ થોડો તૂટેલો.અને કરડાકી મૂછોવાળો.ઝભો સુરવાલ અને ઉપર બંડી પહેરેલી અને ભેઠમાં બાંધેલી પછેડીમાં ખોસેલો લાંબો છરો.

  મેં ડરીને તેની સામે જોયું તો તે કંઈપણ બોલ્યા વગર ક્રુરતાથી પોતાની ડોક ડાબી જમણી બાજુ બેવાર ફેરવી. જાણે ઇશારામાં કહેતો હોય કે,લખવાનું બંધ કર.હું ભયનો માર્યો જોઈ રહ્યો.તે મારી સામે બેઠો.થોડીવાર સુધી મને જોઈ રહ્યો.મારી હાલત જોઈ તે ખડખડાટ હસ્યો.બને હાથે પોતાના વાળ પસવારતા મને કહ્યું,

  "હવે તમારી રીતે નહીં પણ,મારી રીતે લખજો સમજ્યા?"હું તો સ્તબ્ધ હતો.કંઈ જવાબ ન આપી શક્યો.તેણે ફરી કહ્યું,

  "અત્યાર સુધી તમે મને એકજ જાતનો ક્રૂર,ખૂની, સોપારી લઈને કંઈકના ગળા કાપી નાખતો જ ચીતર્યો છે."...કહી તેણે મારી સામે જોયે રાખ્યું. જાણે હું કંઇક કહું એ રીતે.મારામાં હવે થોડી વાત કરવા જેટલી હિંમત આવી.મેં કહ્યું,

  "એ તો વાર્તાના અનુરૂપ મેં કર્યું.અને એ જરૂરી પણ હોય."

  "સાચીવાત સાહેબ તમારી,હું એ પાત્ર ભજવીને કુખ્યાત પણ થયો છું.મને એની સામે કોઈ તકલીફ નથી પણ,છેવટે મને ઑલ્યો ઇન્સ્પેક્ટર તિવારી પકડી જેલમાં નાખે.એનાથી ન પકડાઉ તો એ કેસ કાલીચરણને સોંપાય અને એ મને પકડી જેલ ભેગો કરે."

  "તો?એતો વાર્તામાં એવું જ થાય,બુરે કામકા બુરા નતીજા."

  'હવે તે મારી વાતથી ગરમ થઇ ગયો. ઉશ્કેરાઈને તેણે કહ્યું,"હવે એવું નહીં થવા દઉં, દરવખતે એ ઇન્સ્પેક્ટર તિવારીનો બચ્ચો મને કસ્ટડીમાં ઢોર માર મારે,રિબાવે, હવે મારે એને ખતમ કરવો છે."

  "તો...તો...વાર્તાનો આખો મર્મ બદલી જાય"....

  મારુ આમ બોલવું 'ને તેણે તરાપ મારી મારો હાથ મરોડયો અને ગળચી પકડી લીધી.ત્યાં દરવાજો ખુલવાનો અવાજ આવ્યો.તેણે તરત મારી ડોક મૂકી દીધી.મેં જોયું તો મૃદુલા હાથમાં બેટરી લઈને  અંદર આવી.હું બીકનો માર્યો પરસેવે રેબઝેબ હતો.તે નજીક આવી.મેં સામેની ખુરશી તરફ જોયું તો તે ત્યાં નહોતો.મને લાગ્યું કે,તે બારી બહાર કૂદીને ભાગી ગયો.'

  "ઓહો,તમને આટલો પરસેવો વળ્યો છે 'ને નથી પંખો ચાલુ કર્યો કે,નથી એ.સી.ચાલુ કર્યું.લખવા પાછળ તમને કંઈ યાદ જ નથી આવતું.".......

  "હું...હું...કહીમેં મારો પરસેવો લૂછયો.તેણે પંખો ચાલુ કર્યો અને મારી સામે બગાસું ખાઈને બેઠી કે,જ્યાં થોડીવાર પહેલા એ રઘલો બેઠો હતો.મેં મૃદુલાને કહ્યું,"તારી ઉંઘ ઉડી ગઈ?"

  "હા,પણ હવે ક્યાં સુધી લખવું છે?જો લખવું હોય તો કોફી બનાવી લાવું."

'એના આવવાથી જાણે હું બચી ગયો હોઉં એમ મને રાહત થઈ.ફરી એકવાર મેં બારી તરફ નજર ફેરવી પણ ફરી તે દેખાયો નહીં. હું અંદરથી બહુ ડરી ગયો હતો.મેં તરત ઉભા થઇ કહ્યું,..."ના,ના,મૃદુ હવે આગળ નથી લખવું.ચાલ સુઈ જઈએ."...મને પોતાની વર્તણુકપર કાબુ રાખવો હતો પણ રાખી ન શક્યો હોઉં એવું મને લાગ્યું કારણકે,તારી ભાભી મને વિસ્મયથી જોઈ રહી હતી.તે ઉભી થઇ.મેં તેના ખભાપર હાથ રાખ્યો કે,તેણે કહ્યું,

  "આર યુ ઓકે ?એની પ્રૉબ્લેમ ?હમણા હમણા તમે કોઈ ચિંતા".......મેં તરત હસીને કહ્યું,..

  "હા એક પ્રોબ્લેમ છે કે,હું તને બહુ હેરાન કરું છું...રાત્રીના એક બે વાગ્યા સુધી લખતો હોઉં તો તને સમય નથી આપી શકતો."કહી હું ખડખડાટ હસ્યો અને તેને અમારા બેડરૂમમાં દોરી ગયો.મેં એને પ્યારથી વાતોમાં પરોવી.એણે પણ પ્રેમ લાગણીથી વાતો કરી.સમજને કે,મેં એને કોઈ અન્ય શંકા ન જાય તેમ સુવડાવી દીધી પણ મને ઉંઘ ન આવી.મેં જોયું તો તે ઘસઘસાટ ઉંઘી ગઈ.હવે હું ધીરેથી ઉભો થઇ બહાર આવ્યો.'

  'મને એ ખાતરી કરવી હતી કે,તે ખરેખર આવ્યો હતો કે,મારો ભ્રમ હતો? પણ ના મારો ભ્રમ નહોતો એ આવ્યો જ હતો કારણકે,એણે મારો હાથ અને ગળચી પકડી હતી ત્યાં હજુ થોડો દુખાવો થતો હતો."

  "એક મિનિટ રવી,આ તારી નવી વાર્તા પુરી લખાઈ ગઈ છે"..રાકેશે વચમાં પૂછ્યું.મેં કહ્યું,"ના,હજુ થોડી લખાણી છે ત્યાં આ બબાલ થઈ મારી વાત તો આગળ પુરી સાંભળ."...મેં જોયું તો રાકેશ વિચારમાં પડી ગયો હોય તેમ મને લાગ્યું.મેં કહ્યું,

  "મેં સીડી ઉતરીને મુખ્ય હોલનો દરવાજો ખોલી ચોકીદાર કાનાને મળવાનો વિચાર કર્યો.એને જઈને પૂછું કે,કોઈ આવ્યું હતું?તને કોઈનો અવાજ સંભળાયો હતો?મારા હાથમાં ટોર્ચ હતી.હજુ હું પહેલા પગથીએ પગ મુકું ત્યાં લાયબ્રેરીરૂમમાંથી કંઈક અવાજ સંભળાયો.હું ધ્રુજી ગયો.સીડી ઉતરતા મોટો ડ્રોઈંગરૂમ છે એ તો તને ખબર છે પણ લાયબ્રેરીરૂમ અહીંથી ન દેખાયો.હું કઠોડો પકડી આસ્તેથી ડાબીબાજુવાળી સીડી તરફ  ગયો.ત્યાંથી લાયબ્રેરીરૂમનો બંધ દરવાજો દેખાયો,તેની તિરાડોમાંથી પ્રકાશ દેખાયો.હું નક્કી ન કરી શક્યો કે,આવતી વખતે મેં લાઈટો બંધ કરી હતી કે,નહીં. હું ધ્યાનથી ત્યાં જોતો હતો.હવે અંદર કોઈ ત્રણચાર લોકો વાતો કરતા હોય એવો અવાજ સંભળાયો."

  "મેં સિગારેટ સળગાવી રાકેશ સામે જોયું તો તે હવે ધ્યાનથી મારી વાત સાંભળતો હતો.વચ્ચે ગેપ આવતા તેણે જિજ્ઞાસાથી પૂછ્યું,....."ઓહો રવી,પછી તેં શું કર્યું?".

  "હું ધીમેથી નીચે ઉતર્યો.હવે અંદરથી અવાજો મોટા આવતા સંભળાયા. મને મનમાં થયું કે,આ તો રઘલાનો જ અવાજ છે.મૃદુલા ફરી જાગી જશે તો? એવો વિચાર પણ આવી ગયો.ત્યાં ઇન્સ્પેક્ટર તિવારીનો પણ અવાજ આવ્યો પણ તે શું બોલ્યો તે ન સમજાયું.હું મૃદુલાનો વિચાર કરતો હતો કે,તે જાગી તો નહીં જાય'ને,ત્યાંજ અંદરથી કાલીચરણનો અવાજ સંભળાયો.તે બોલતો હતો કે,

  "એવું નહીં જ થાય.એના માટે રવીસાહેબને પૂછવું પડશે.એ જો હા પાડે તો મને કે,કોઈને શું વાંધો હોય?."....એ સાંભળી હું આગળનું સાંભળવા દરવાજાની નજીક ગયો તો તરત રઘુનો અવાજ સંભળાયો કે,'

  "એ શું ના પાડવાનો હતો?....થોડીવાર પહેલા જ મેં એને સમજાવવાની કોશિશ કરી હતી પણ ત્યારે જ મૃદુલામેમ આવી ગયેલા નહીંતર મનાવી લેત. ઉભા રહો હું તેને અબઘડી બોલાવી લાઉ છું".હું ગભરાઈ ગયો અને ત્યાંથી પાછો વળવા જાઉં એ વખતે ધડામ કરતો 'ને દરવાજો ખુલ્યો."

  "મને જોઈ તે ખડખડાટ હસી પડ્યો અને મારો હાથ પકડી અંદર ખેંચી દરવાજો બંધ કર્યો.મેં જોયું તો અંદર ખુરશીઓપર કાલીચરણ,ઇન્સ્પેક્ટર તિવારી,હવેલીનો ચોકીદાર ભગવાનદાસ ઉર્ફે ભગો,હવેલીની નોકરાણી કમલી,....મને રઘુએ મારી ખુરશીપર બેસાડ્યો.રઘલો તો દેખાવમાં ભયંકર પણ મારા બીજા પાત્રોને હાજર જોઈ મને થોડી હિંમત આવી.હું સ્થિર નજરે સૌની સામે જોઈ રહ્યો."

  "રાકેશ તું મારી કાલીચરણની વાર્તાઓ વાંચે છે'ને?....એ સિરિઝના પાત્રોને તું ઓળખે છે 'ને?...મારો મતલબ કે,તને એ પાત્રો યાદ છે ?"

  "મને યાદ છે રવી.કાલીચરણ એ ગુપ્તચર શાખાનો બાહોશ અધિકારી.ઇન્સ્પેક્ટર તિવારી,સૌ મને યાદ છે.તું આગળ કહે પછી શું થયું ?"

  "મેં મનમાં વિચાર્યું કે,હવે રાકેશ મારી વાતમાં વિશ્વાસ કરતો હતો.મેં કહ્યું,"રાકેશ  બીજા પાત્રોની હાજરીમાં મારો ડર થોડો ઓછો થયો ત્યાં કાલીચરણ અને તિવારીએ ઉભા થઇ મને સેલ્યુટ મારી.હવે મારો ડર બીલકુલ નીકળી ગયો.મેં માથું નમાવી બંનેને બેસવા ઈશારો કર્યો. બને બેઠા કે,ઇન્સ્પેક્ટર તિવારીએ કહ્યું,

  "આ રઘુની વાત સાંભળી ? મને કહે છે કે,હવે મારે એવું પાત્ર નથી ભજવવું.હમેશ તારી જ જીત થાય એ હવે નહીં ચાલે.... આપનું શું કહેવું છે ?".......

  મારા મનમાં તે વખતે એકસાથે ઘણા વિચારો આવી ગયા કે,આ બધું શું થઈ રહ્યું છે પણ મેં કહ્યું,

  "એ કહે એમ કરીએ તો સસ્પેન્સ થ્રિલર વાર્તાનો કોઈ મતલબ ન નીકળે....

  "મારુ આમ કહેવું કે,રઘુ ઉશ્કેરાઈ ગયો.તે ઉભો થઇ મારી તરફ ધસ્યો કે,કાલીચરણે તેને પકડી લીધો.પણ તે બળુકો છે,તેણે એક જ ઝટકે પોતાનો હાથ છોડાવી કહ્યું,...

  "એ..ય.કાલીચરણ રેવાદે તારી હોશિયારી.અત્યારે વાર્તા ચાલુ નથી કે,તારાથી હું બીકનો માર્યો નાસતો ફરું.આ હકીકત છે સમજ્યો ? મારાથી દૂર જ રહેજે."...હવે તિવારી વચ્ચમાં બોલવા જતો હતો કે,રઘલાએ ખૂન્નસથી તેની સામે જોઈ કહ્યું,..."મારે કોઈનું નથી સાંભળવું,આ વાર્તામાં મારે તારો,તિવારીનો ખાત્મો કરવો છે.દર વખતની જેમ મારે જેલમાં સબડવું નથી...."

  "પણ આતો વાર્તા છે રઘુ"કહી કાલીચરણે મારી સામે જોયું.મેં કહ્યું,

  "જુવો તમે લોકો સૌ એજ્યુકેટેડ છો.અલગ અલગ ભૂમિકાઓમાં મેં સૌને ઢાળ્યા છે.આપણે સૌ એને લઈને જ પ્રખ્યાત થયા છીએ.આ અંદરનો વિખવાદ આપણને સૌને નુકસાન કરતા સાબીત થશે.".....

  'ત્યાંજ વચમાં કમલી બોલી કે,એ વાત સાચી કે,અમો સૌ એજ્યુકેટેડ છીએ.હું પણ ગ્રેજ્યુએટ છું તો પણ મને હવેલીની નોકરાણીનો રોલ મળ્યો છે.ઠીક છે પણ મારે પણ થોડોક ફેરફાર કરાવવો છે.આ હવેલીનો વિધુર ચોકીદાર ભગાને હું ચાહું છું એમ તમે વર્ણવો છો તો હવે અમારા લગ્ન કરો.ક્યાં સુધી છાનગપતીયા કરાવતા રહેશો."...

  'આ સાંભળીને  ભગવાનદાસ...ભગો..ખડખડાટ હસી પડ્યો..અને કહ્યું,એમાંજ મજા છે મારી રાણી..." એ ભગા તરીકેના રોલની અદાથી બોલ્યો એથી સૌ ખડખડાટ હસી પડ્યા સિવાયકે રઘલો."

  "ત્યાં દરવાજો ખુલવાનો અવાજ આવ્યો.મેં રાકેશ સામે જોઈ દરવાજા તરફ જોયું તો મૃદુલા અને રમીલાભાભી હસતા હસતા અંદર આવ્યા.મૃદુલાએ કોફીની  ટ્રે ટીપોઈપર ગોઠવી.રમીલાભાભીએ કહ્યું,

  "સોરી,અમે કોફી બનાવતા બનાવતા સાથે વાતોના વડા પણ કર્યા. હું અને રાકેશ પણ એની સાથે હસ્યા અને કોફી પીતા પીતા વાતો કરતા રહ્યા.રાકેશ મારી સામે જોઈ રહ્યો કે,હવે આપણી વાત આજ પુરી નહીં થઈ શકે.અને બન્યું પણ એવુંજ કે,તે બને અહીંજ વાતોએ ચડી.અમો પણ સાથ પુરાવતા રહ્યા અને છેવટે તેઓએ વિદાય લીધી.હું અને રાકેશ  તેની કાર તરફ ગયા.એ બને વાતો કરતી ધીમેથી આવતી હતી.એ દરમિયાન રાકેશે મને કહ્યું,

  "હું આને વહેમ નથી માનતો.તારી સાથે જે ઘટનાઓ બની રહી છે એ અકલ્પનીય છે. હવે ખ્યાલ રાખજે.તું ડરતો નહીં કદાચ બીજીવાર એ લોકો આવે તો અને તને યોગ્ય લાગે તો તેઓના કહેવા પ્રમાણે વાર્તામાં ફેરફાર કરજે.આ તો વાર્તા છે યાર,અને તું કહેતો હો તો રમીલાને ઘેર મૂકીને હોસ્પિટલ જવાનું બહાનું કરી હું પાછો આવું છું."..

  રાકેશ મને હિંમત આપી રહ્યો હતો પણ કોણ જાણે મને એમ લાગતું હતું કે,હજુ આ વાતોને મારો ભ્રમ જ સમજે છે.પણ રાકેશને હા કે,ના કહું ત્યાં બને નજીક આવી ગઈ અને આવજો આવજો કહી રમીલાભાભી કારમાં બેઠા.અમો બંનેએ હાથ ઉંચો કર્યો કે,કાર બહાર નીકળી ગઈ".

   અમો પાછા વળ્યા.કાનાએ ગેટ બંધ કર્યો."એક મિનિટ હો મૃદુલા આવું". કહી હું કાના પાસે પહોંચ્યો. મેં કહ્યું,"રાત્રે ખ્યાલ રાખજે..સુઈ ન જતો.અને કોઈ આવે તો મને જાણ કરજે."તેણે "હા સાહેબ,આપ કહો છો એમ જ...કોઈ આવવાનું છે ?" ,..મેં કહ્યું, "કોઈ નથી આવવાનું, પણ કદાચ કોઈ આવે."...કહી હું અંદરબાજુ ગયો".

  "આજ બહુ મજા આવી હો,રમીલા અને રાકેશભાઈનો સ્વભાવ ખૂબ સરસ છે.બને રોનકી છે."...હું અંદર પહોંચ્યો કે,મૃદુલાએ કહ્યું,....મેં "હા,એતો બને મસ્ત જોડલું છે". એમ કહ્યું,...."અને આપણે?"કહી મૃદુલા મારી સાથે ભીસાઈ.મેં તેને બાથમાં લઈને ડ્રોઈંગરૂમ પસાર કર્યો.

  અમે બને ઘણીવાર રોમેન્ટિક મુડમાં મશ્કરી કરતા પણ છેલ્લા એકાદ મહિનાથી મને મારા પાત્રોની જ વાત કનડતી હોવાથી મારો મુડ આઉટ રહેતો.આજે જાણે મૃદુલાએ 'અને આપણે?'...કહી ,..જાણે મીઠી ફરિયાદ કરતી હોય તેમ કહ્યું.મેં તેને વધુ ભીસીને એક કિસ કરી.મેં જોયું તો તે ભાવવિભોર બની.અમે એમજ બને થોડીવાર ઉભા રહ્યા.અને સીડી ચડતી વખતે મારી નજર જમણીબાજુ લાયબ્રેરી તરફ ગઈ.મને ફરી રઘલો યાદ આવી ગયો.ઉપર પહોંચી મેં સ્વીચો ઓફ કરી.હવે ફક્ત હોલમાં લટકતા ઝૂમરમાં એક બલ્બ ચાલુ રાખ્યો.જેનો આછો પ્રકાશ આખા હોલમાં પડતો."

  "આજ મને પણ મૃદુલાની જેમ રોમાન્સનો આવેગ આવ્યો.અમે બને કપડા બદલાવી કોટમા પડ્યા કે,મેં તેને આલિંગનમાં લઈ કહ્યું,"એ...ય..મૃદુ.."એ મારામાં ખોવાઈ ગઈ.હું ક્યાંય સુધી તેને પંપાડતો રહ્યો.અમો બને પ્રેમ મસ્તીમાં ડૂબી ગયા.મને લાગ્યું તે હવે સુઈ ગઈ.'

  'થોડીવારે હું ઉભો થઇ બાલ્કનીમાં જઈને આરામખુરશીપર જઇ બેઠો.મેં પડદો જરીક ખોલ્યો,ત્યાંથી મુખ્યગેટ દેખાતો.મેં સિગારેટ સળગાવી અને વિચારી રહ્યો કે,આ મારો ભ્રમ છે કે,હકીકત ?.મેં સિગારેટનો દમ મારી ગેટ તરફ જોયું તો મારા શરીરમાંથી લખલખું પસાર થઈ ગયું.ચોકીદાર કાનો બીડી પીતો જમણી બાજુ વળી ગયો.મેં વિચાર્યું કદાચ બાથરૂમ કરવા ગયો હશે અને તરતજ.

*****************************

પ્રકરણ;--3.

  "મેં જોયું તો એક કાર આવીને ગેટ પાસે ઉભી.હું સતર્ક થઈ ગયો.અત્યારે કોણ હશે ?.તેઓએ ધીરેથી ગેટ ખોલ્યો અને અંદર આવ્યા.પાંચ કે,છ લોકો હશે.તેઓ પોર્ચબાજુ આગળ વધ્યા કે,બહાર ઉભેલી કાર ઝડપથી આગળ ચાલી ગઈ.મનમાં થયું કાનાએ ગેટને તાળું નહીં માર્યું હોય?.મેં જોયું તો કાનો ધીરેથી આવીને ચારેબાજુ નજર ફેરવતો બેઠો અને બીડી સળગાવી.અહીંથી રાડ પાડી તેને કહું તો તે સાંભળશે નહીં એની મને ખબર હતી.તો શું એ લોકો આવ્યા તે કાનાને ખબર જ નથી?.કાનાએ ચારેતરફ નજર ફેરવી હતી તો તેને દેખાયા નહીં હોય?.મારા મગજમાં અનેક પ્રશ્નો ઘડીકમાં ફરી વળ્યા.આ ભ્રમતો નથી?".

  "મેં નીચે જવાનો વિચાર કર્યો અને બેડરુમમાં આવ્યો.મૃદુલા આરામથી સૂતી હતી.એની ઉંઘની મને ખબર છે કે,વહેલી પડે સવાર.મેં સીડીપરથી નીચે જોયું તો કોઈ દેખાયું નહીં. નીચે આવ્યો તો લાયબ્રેરીની લાઈટો ચાલુ હતી અને દરવાજો ખુલો હતો.મારા મનમાં ડર છવાઈ ગયો.મને રાકેશના શબ્દો યાદ આવ્યા, તું ડરતો નહીં,  વાર્તામાં ફેરફાર કરવાનું કહે તો કરજે. થોડી હિંમત એકઠી કરી હું નીચે ઉતર્યો.'

' લાયબ્રેરીના દરવાજા પાસે જઈ અંદર જોયું તો મારા પાત્રો ગોઠવાઈને બેઠા હતા.મને નવાઈ એ લાગી કે,સૌ શાંતિથી બેઠા હતા.દરેકના હાથમાં એક પુસ્તક હતું.મારા આગમનની જાણે કોઈને ખબર ન હોય એ રીતે અને આજે સૌ કોઈ પાત્રો પ્રમાણેના ડ્રેસમાં નહીં પણ આધુનિક કપડામાં મતલબ જીન્સપેન્ટ અને ટીશર્ટમાં.કમલી જીન્સપેન્ટ અને ગુલાબી બાઉઝરમાં શોભતી હતી.એણે પુસ્તક બાજુમાં રાખી જોયું તો હું દેખાયો  એટલે તેણે ઉભા થઇ કહ્યું,

  "વેલકમ બોસ,"એને બોલતા સાંભળી સૌનું ધ્યાન મારી તરફ ગયું કે,સૌ ઉભા થઇ ગયા. આવું વાતાવરણ જોઈ મારો ડર ઓછો થયો.હું અંદર જઈ મારી ખુરશીપર બેઠો.સૌ તરફ નજર ફેરવી.ફોરેન્સિકલેબ ઓફિસર મી.ગુપ્તાજી, કાલીચરણ,તિવારી,ભગો,
કમલી,રઘલો,સરદારજી,અને વિક્રમસિંહ,....મારે શું કહેવું એ વિચારતો હતો કે,મેં કહ્યું,સીટડાઉન એવરીબડી..."

  'સૌ બેઠા સિવાયકે રઘુ,તેણે કહ્યું,"હવે આપે શું વિચાર કર્યો?"....આજ એણે સરસ કપડા પહેર્યા હતા.ક્લીનસેવ,ટીશર્ટમાં તે બાવડેબાજ દેખાતો હતો.હું એના પાત્રનું જ્યારે મારી વાર્તામાં ક્રૂરવર્ણન કરતો એનાથી તદ્દન અલગ.મેં થોડીવાર સૌ સામે જોયું અને કહ્યું,".......

  "આપણે સંપીને વાર્તા આગળ વધારીએ તો સૌનું હિત સચવાશે."...

  'મારુ હજુ આમ બોલવું કે,રઘુ ગરમ થઇ ગયો અને મારી સામે બેસતા ટેબલપર હાથ પછાડી બોલ્યો કે,...

  "તમેં એજ વાત ન કરો,એ વાત ગઈકાલે થઈ ગઈ હતી,અત્યારે મને યસ કે,નો માં જવાબ જોઈએ,આ વાર્તામાં મારે ઇન્સપેક્ટરનો રોલ કરતો આ તિવારીનો ખાત્મો બોલાવવાનો છે એટલે બોલાવવાનો જ છે સમજ્યા?".

  "મેં સૌ સામે જોયું,કોઈ બોલવા તૈયાર નહોતું.મનમાં વિચાર થયો કે,રઘુએ આ લોકોને ધાકધમકી આપી હશે?.પણ ગુપ્તાજી સરળ અને શાંત સ્વભાવના હોઈ મેં તેની સામે જોયું તો તે મલકાઈને રઘુ પાસે આવી તેના ખભાપર હાથ મૂકી કહ્યું,

  "ઓકે રઘુ,તું કહીશ એ પ્રમાણે જ સ્ક્રીપ્ટ લખાશે પણ મામલો શું છે અને અત્યાર સુધીમા રવીસરે એ કાલીચરણ સિરીઝની નવી વાર્તા ક્યાં સુધી લખી છે અને શું લખ્યું છે એ ખ્યાલ છે?"....હવે સૌની નજર રઘુ તરફ ગઈ.ગુપ્તાજીએ ઠંડકથી કહ્યું એ સૌને ગમ્યું,

  "ગુપ્તાજી,હું તમારી ઈજ્જત કરું છું.આપ તો અમારા વડીલ જેવા છો.દરેક વાર્તામાં આપ ફોરેન્સિક નિષ્ણાતની ફરજ બજાવો છો.વાર્તામાં મારો અને તમારો ક્યાંય આમનો સામનો નથી થયો.હું જે ક્રુરતાનું પાત્ર,કોઈની સોપારી લઈને કોઈનું ખૂન કરવાનું ભજવું છું,અને દરવખતે હું પકડાઉ અને આ તિવારી ઇન્સ્પેકરનો બચો મને ગમે ત્યાં પકડી માર મારે.પોલીસસ્ટેશનમાં થર્ડડીગ્રી વાપરે.એ પણ ઠીક પણ ક્યાં સુધી? કોઈ વાર્તામાં તો મારી જીત થવી જોઈએ કે,નહીં?."

  "એ...ય...મોં સંભાળીને બોલજે.ઇન્સ્પેક્ટરનો બચો એટલે...?"..ઇન્સપેક્ટર તિવારીનું આમ બોલવું કે,તરત રઘલો તેની તરફ ધસી ગયો.કાલીચરણ અને ભગાએ તેને પકડ્યો ન હોત તો તે તિવારીને અધમુવો કરી નાંખત એવા એના તેવર હતા.તિવારી પણ ઓછો નથી.તેણે પણ બાંય ચડાવી કહ્યું,..."મૂકી દો તેને...મુકો..મુકો..આ વાર્તા નથી કે,મારે તેને ઇજા ન થાય એમ મારવો પડે.."

   "રઘુ બનેની પકડમાંથી છૂટવાની કોશિશ  કરતો રહ્યો.....બને સામસામે ગાળો બોલતા રહ્યા કે,કમલીની જબાન છટકી તેણે વિક્રમસિંહ કે જે તિવારી નીચે કામ કરતો હવાલદાર હતો તેની સામે જોઈ રાડ પાડતા કહ્યું,

  "એ...વિક્રમ,તારા તિવારીને સમજાવ ગાળો ન બોલે,આ પોલીસસ્ટેશન નથી સમજ્યો?આમ તો હવેલીમાં આવીને તું બહુ રોફ જમાવતો હતો હવે કઈં કર."...

  'વિક્રમસિંહ જોઈ જ રહ્યો.કોલાહલ વધી ગયો.મેં શાંત પાડવાની કોશિશ કરી પણ વ્યર્થ.ગુપ્તાજી નજીક આવ્યા કે,સરદારજીએ તેને ડરતા ડરતા કહ્યું,"..મૈં અબ નીકલતા હું,મેરા કામ અબ નહીં હૈ ના ?".ગુપ્તાજીએ જોશથી કહ્યું,"પ્લીઝ,આવું નાટક બંધ કરો..હું પણ જાઉં છું આ સરદાર સાથે."...સૌએ બને તરફ જોયું.તિવારી અને રઘલો એકબીજાની સામે ઘુરકીયા કરતા રહ્યા.મેં કહ્યું કે,

  "તો પછી આ સરદારજીને સાથે શા માટે લાવ્યા 'તા?".

  "તમારા આ બંગલાનું અને આ લાયબ્રેરીનું તાળું ખોલવા"...કાલીચરણે હસીને કહ્યું..

  'હું મારી દરેકવાર્તામા તિજોરીનું કે,ક્યાયનું પણ તાળું કે,લોક ખોલવા તે આવે એવું આયોજન કરતો.સરદારજીએ કહ્યું,"મુઝે અબ જાના હોગા"....અને બે હાથ જોડી ઉભો રહ્યો.ભગવાનદાસે કહ્યું,જે મારી વાર્તામાં શંકાસ્પદ હવેલીના ચોકીદારનું કામ કરતો.

  "સરદારજી આપ વો કોટપે બૈઠ જઈએ હમ સબ સાથમેહી ચાલશું"...અને આ હિન્દી સાંભળી સૌ હસી પડ્યા સિવાયકે તિવારી અને રઘલો.ગુપ્તાજીએ ફરી સૌને કહ્યું કે,"તમે લોકો પહેલા શાંતિથી બેસો અત્યારસુધી રવિન્દ્રસાહેબે આગળની વાર્તા ક્યાં સુધી લખી છે અને આમા શું ફેરફાર કરવો એ જોઈએ બરોબર? સમજ્યા મારી વાત? સૌને બોલવાનો સમય અને ચાન્સ આપવામા આવશે"...કહી ગુપ્તાજીએ મારી સામે જોયું. મેં સંમતિથી ડોક હકારમાં હલાવી.સૌ બેઠા કે,કાલીચરણે કહ્યું,

  "રવીસર,તમે કહો અત્યાર સુધીની વાત".મેં ટેબલપર પડેલી બુક હાથમાં લીધી જેમા હું વાર્તા લખતો તે ખોલી પણ સૌ સામે જોઈ કહ્યું,..

  "આમ વાંચવા બેસીશ તો સવાર પડી જાશે હું ટૂંકમાં તમને જણાવું ઓકે ?".સૌએ હકારમાં હા કહી.ભગાએ ખિસ્સામાં હાથ નાખ્યો પણ કંઇ નીકળ્યું નહીં એ જોઈ કાલીચરણ સમજી ગયો અને  પોતાની ફેવરિટ સિગારેટ બરકલીનું પેકેટ તેની સામે ધર્યું..રઘલાએ તરત કાલીચરણના હાથમાંથી પેકેટ લઈ કહ્યું,

  "એ ચોકીદારને એ નહીં ફાવે.એ બીડીયું પીવાવાળો છે."...કહી તેણે એક સિગારેટ્સ સળગાવી. ભગો ગરમ થઇ કંઈ કહેવા ગયો કે,બાજુમાં બેઠેલા તિવારીએ તેનો હાથ દબાવ્યો.મેં તરત મારુ પાકીટ કાઢી ટેબલપર મૂક્યું અને કહ્યું,"આ ફાવશે કે,મારા ચોકીદાર કાના પાસે બીડી લાવી આપું."

  "એવી કોઈ જરૂર નથી સાહેબ,મને બધું ફાવે છે પણ આ રઘલો.."

  "એ...ય.રઘુભાઈ કહેતો જા....સમજ્યો?"રઘલાએ કશ ખેંચી કહ્યું કે,ભગો ઉભો થઇ ગયો..."તારી માના મને....તું..તું..આમ.."...પણ તરત તિવારીએ હાથ પકડી બેસાડી દીધો.કમલીએ કહ્યું,"ભગા ચાલ બહાર બગીચામાં બેસીએ આપણું અહીં શું કામ છે?.કોલાહલ વધ્યો.

  "કેમ તારે વાર્તામાં ફેરફાર નથી કરાવવો? આપણા લગ્ન નથી ઉમેરવા?"

  "હવે કાલીચરણે હસીને કહ્યું,"એ પણ થઈ જાશે યાર શાંતિથી બેસો 'ને".

  "એતો જખ મારીને કરાવવા જ છે એટલે આ વિક્રમસિંહ હવેલીમાં લાળ ટપકાવતો મટે,મારો રોયો બહુ રોફ જમાવે છે."

  "અને એ વાતથી વિક્રમસિંહ તો કંઇ ન બોલ્યો પણ સૌ હસી પડ્યા.ગુપ્તાજીએ ઘડિયાળ સામે જોઈ કહ્યું,"હા સર,ટૂંકમાં કહો એ અધૂરી વાર્તા.મેં સૌ સામે જોઇને કહ્યું,"હવે શાંતિ રાખો અને સાંભળો મારી વાર્તાનો પ્લોટ."

  "ભજનલાલની હવેલીમાં પાર્ટી યોજાઈ હોય છે.તેમાં ફક્ત દસબાર લોકોને જ આમંત્રણ હતું.તેની પત્ની પિયર જાય કે,ભજનલાલ મિત્રોને બોલાવી દારૂ ઢીંચતો.તેના ત્રણ ખાસ મિત્રો હોય છે.એક ચંદીમલ જે અનેક પેટ્રોલપમ્પનો માલીક, બીજો રાકેશખના જે હિન્દીમાં ટી.વી.સિરિયલો બનાવનાર નિર્માતા અને ત્રીજો શેરબજારનો કિંગ અશ્વિન મહેતા.આ હું તમને ખૂબ ટૂંકમાં કહું છું હો?"કહી મેં વાત આગળ વધારતા કહ્યું,"

  વચમાં કમલી લહેકાથી બોલી,"પહલે કબાબ,શરાબ ફિર શબાબ."

  "તું અત્યારે ચૂપ મર યાર".ભગાએ ડારો દીધો.અને સૌ હસી પડ્યા.

  "મેં આંગળી નાકપર લાવી કમલીને ચૂપ રહેવા ઈશારો કર્યો તેણે બે હાથે પોતાના કાન પકડી બુચકારો બોલાવ્યો.સૌ હસ્યા.મેં કહ્યું,

  "એમા શેરબજારમાં એ દિવસે ખૂબ ઉથલ પાથલ થઈ હોવાથી અને બીજા કામો હોવાથી અશ્વિન મહેતા આવી ન શક્યો. મહેફિલ જામી હતી.માદક મ્યુઝિકની વચ્ચે શરાબની પ્યાલીઓ ટકરાતી હતી.બાદમાં સૌ આનંદથી જમ્યા.ઝૂમયા. બીજા આવેલા મિત્રો ધીરે ધીરે મજા આ ગયા કહી નીકળી ગયા.હવે ચંદીમલ અને રાકેશ બાકી રહ્યા.જોકે તેઓને ખબર હતી આગળના પ્રોગ્રામની.ત્યાં એક કાર આવી અને ચાર જુવાન સ્ત્રીઓ આવી.જેની વ્યવસ્થા રાકેશ કરતો.તે બધીઓ એક્સ્ટ્રા ડાન્સરો હોય છે.મહેતા ન હોવાથી રાકેશ બે ને બેડરૂમમાં લઈ ગયો અને ચંદીમલ અને ભજનલાલ એક એકને લઈ બીજા અલગ અલગ બેડરૂમમાં લઈ ગયા."

  "અને એ ત્રણેયનું ખૂન થઈ જાય છે.ઇન્સ્પેકટર તિવારી એ કેસ હાથમાં લઈ ખૂબ દોડાદોડી કરે છે.ખૂની પકડાતો નથી એટલે ગૃહખાતાએ એ કામ બાહોશ સી.આઈ.ડી.ઓફિસર મી.કે.એન.સિંગને સોંપ્યું જે કાલીચરણના નામે પ્રખ્યાત હોય છે.અને મારી દરેક વાર્તાનું તે મુખ્ય પાત્ર હોય છે એ તો આપ સૌને ખ્યાલ જ છે."

  "હવેજ વાર્તામાં ટ્વીસ્ટ આવે છે કે,ઇન્સ્પેકટર તિવારીની અને કાલીચરણની તપાસમાં તે વખતે ત્યાં રઘુ.....રઘલો હાજર હતો એવું સાબિત થાય છે પણ તે તો સોપારી લઈને અશ્વિન મહેતાનું ખૂન કરવા આવ્યો હોય છે જે ત્યાં હાજર જ નહોતો એટલે રઘુ ત્યાંથી નીકળી ગયો હોય છે.રઘુને પકડી તેને ઘણો ટોર્ચર કરાય છે પણ તે કબૂલ નથી કરતો.બસ અહીં જ રઘુને વાંધો છે.હવે તમે કહો કે,વાર્તા આગળ કેમ વધારવી?."

  "મેં જોયું તો સૌને આ વાર્તાનો પ્લોટ ગમ્યો હોય તેવું લાગ્યું.રઘલો કંઈ બોલ્યો નહીં પણ કોઈ બીજું બોલે તેની રાહ જોતો હોય તેમ મને લાગ્યું. ત્યાં કાલીચરણે કહ્યું,

  " અત્યારસુધીની કાલીચરણ સિરીઝની આ ઉત્તમોત્તમ રચના સાબીત થશે એમા બે મત નથી"....આમ બોલવું 'ને રઘલાએ મિજાજ ગુમાવ્યો અને કાલીચરણ સામે જોઈ કહ્યું,

  "ઉત્તમની ક્યાં માં &$%#@,તું તો ચૂપ જ મર સમજ્યો?"..ત્યાં ઇન્સ્પેકટર તિવારીએ કહ્યું,"@#$# બહુ હુશિયારીની માં ન#@#@ઠોક"

  'તિવારીનું આમ કહેવું કે ,રઘુએ તરત ઉભા થઇ તેની ગળચી પકડી તેની પાછળ કપબોર્ડ સાથે ભીંસી ભેઠમાંથી છરો કાઢવા મથ્યો.તે મારી વાર્તામાં કોઈનું ખૂન કરવા આમજ કરતો.હું પણ ઘડીભર હેબતાઈ ગયો અને ઉભો થયો.ત્યાંજ ઝડપથી કાલીચરણ અને ભગાએ તેને પકડી દૂર ફેંક્યો.હોહા વધી ગઈ.ગુપ્તાજી ધ્રુજી ગયા.કાલીચરણ અને ભગો તથા રઘુની પકડમાંથી છુટેલો તિવારી રઘુને ગડદાપાટુનો માર મારવા ધસી ગયા કે,કમલી અને ગુપ્તાજી વચ્ચે આડા ઉભા રહી ગયા.ગુપ્તાજીએ કહ્યું,
  "વોટ નોનસન્સ, આ શું કરો છો?".તેણે રઘુને હાથ પકડી ઉભો કરી ખુરશીપર બેસાડ્યો.બીજા કંઈ બોલવા જાય તે પહેલા ગુપ્તાજીએ સૌ સામે હાથ જોડી કહ્યું,

  "જો તમારે આમ જ કરવું હોય તો મને રજા આપો"...ગુપ્તાજીનું સૌ માન રાખતા.સૌ એકબીજા સામે કતરાઈને બેઠા.મેં સિગારેટ્સ સળગાવી અને ગુપ્તાજીને કહ્યું,

  "હવે આપને ખ્યાલ આવ્યો હશે કે,મામલો શું છે?આપ જે નિર્ણય કરો એ પ્રમાણે વાર્તા આગળ વધશે ઓકે?"...કહી મેં સૌ સામે જોઈ સિગારેટ્નો દમ માર્યો.મેં જોયું તો લગભગ દરેકની નજર હવે ગુપ્તાજી શું કહેશે તેની પર હતી.ગુપ્તાજીએ રઘુ સામે જોઈ કહ્યું,

  "જો રઘુ આ હું તને સમજાવવાની કોશિશ નથી કરતો કે,હું કોઈની તરફેણ પણ નથી કરતો પણ તું વિલનના પાત્રમાં એવો જડાઈ ગયો છો કે,તારી વગર એ કાલીચરણ સિરીઝની વાર્તાઓ બને જ નહીં."કહી તેણે મારી સામે જોઈ આગળ કહ્યું,....."વાર્તામાં જેટલું કાલીચરણનું મહત્વ છે એના જેટલુંજ મહત્વ તારા વિલનના પાત્રનું અને સૌનું છેજ."

  "પણ ગુપ્તા સાહેબ,આ તિવારી અને તેનો બે કોડીનો સ્ટાફ મને દરેક વખતે ફટકારે,હું કહું છું કે,ક્યારેક તો મને પણ સારા રોલની આશા હોય 'ને? ફિલ્મી અભિનેતા પ્રાણને મનોજકુમારે ઉપકાર પિક્ચરમાં મહત્વનો સજ્જનનો રોલ નહોતો આપ્યો?".... ગુપ્તાજી ખડખડાટ હસી પડ્યા અને કહ્યું,

  "તારી વાત સાચી રઘુ,તું જો ફિલ્મોની વાત કરતો હો તો સાંભળ,એમતો કેટલા વિલનો થઈ ગયા?..પ્રાણ,અજિત,રણજીત,શત્રુઘ્ન, અમરીશપુરી, અને કે.એન.સિંગતો તેની આંખોથી જ પ્રખ્યાત થઈ ગયો.તારી પણ છટા અલગ જ છે.ફિલ્મોની વાતો જુદી છે આ તો વાર્તાવિશ્વ છે.આ આખો રસ્તોજ અલગ છે."...હવે મને બોલવાનું મન થયું અને કહ્યું,

  "રઘુ,આ કાલીચરણનો તું જ મુખ્ય પાત્ર છો.તેં જોયું હશે કે,પચાસ ટકા સુધી વાર્તામાં તું, ઇન્સ્પેકટર  તિવારી,ભગવાનદાસ ઉર્ફે ભગો,કમલી,અને બીજા સાઈડમાં હોય તે જ હો છો,કાલીચરણની એન્ટ્રી તો અડધે પછી જ થાય છે."....મને લાગ્યું મારી વાતથી તેને મજા ન આવી,તેણે ગુપ્તાજી સામે જોઈ કહ્યું,...

  "ગુપ્તા સાહેબ,તમારી વાત માનુ છું અને માનતો રહીશ પણ આ વાર્તામાં હું હવેલીમાં સિક્યોરિટી ટાઈટ વચ્ચે કેમ ઘૂસ્યો અને કેમ બહાર આવ્યો તે દર્શાવ્યું જ નથી.હું ત્યાં અશ્વિનમહેતાનું ખૂન કરવા ગયો હતો તે ત્યાં નહોતો એટલે હું પાછો ભાગ્યો.આ તિવારીએ તો મને શકના આધારે મારે ઘેરથી મને પકડ્યો છે. અને વળતી વખતે મેં હવેલીમાં એ ખૂનીને જોયો જે રવીસરની દિમાગની હવે પછીની ઉપજ હશે,તેઓ આગળનો પ્લાન આવો જ કંઇક વિચારે છે".

  'કહી તેણે મારી સામે જોયું.હકીકતમાં મેં એ વિશે વિચાર્યું જ નહોતું તેણે એવો અંદાજ બાંધ્યો હતો પણ મેં હકારમાં ડોક નમાવી."

  તિવારીએ કહ્યું,"તું ક્યાંથી ઘૂસ્યો એ પણ હું તપાસ કરી શોધીશ અને રવીસર પાસે ચેન્જ કરાવીશ."

  "એ તારા ગજા બહારની વાત છે,આ તારો બાપ કાલીચરણ પણ ગોથે ચડી જાય.".. એનો આવો જવાબ સાંભળી ક્યાંક તિવારી ઉશ્કેરાઈ જાય અને કંઈક કરી બેસે તે પહેલા મેં જ ત્રાડ પાડી કહ્યું,

  "ચૂપ રઘુ,ફરી તારે ધમાલ કરવી છે?"...મને તે વખતે નવાઈ લાગી કે,રઘલા સામે હું ગુસ્સાથી કેમ બોલી શક્યો?.ગરમ થયેલા તિવારીને ભગાએ અને કમલીએ હાથ પકડી બેસાડી દીધો.રઘુએ કહ્યું,"હું આપ લખો તે પ્રમાણે કરવા તૈયાર છું પણ એકવાર આપ સૌ મારી સાથે એ હવેલીમાં ચાલો અને આ બને મને બતાવે કે,હું હવેલીમાં કેમ ઘૂસ્યો હતો."

  કાલીચરણે કહ્યું,"આ તે વાત છે?અત્યારે ત્યાં ###મરવા કોણ જાશે?"

  "બસ 'ને?...@#@મા દમ હોય તો આવો".

  "ભગો અને કમલી બને એકીસાથે બોલ્યા,"હા હા,ચાલો ત્યાં તો આપણુ જ ઘર છે.થોડો પગ મોકડો થાય."...બંનેના મનમાં શું છે એ સૌને ખબર હતી તેથી સૌ હસી પડ્યા.રઘુએ ગુપ્તાજી સામે જોઈ કહ્યું,

  "સાહેબ,એકવાર ચાલો 'ને,આ બંને કેટલા પાણીમા છે એ ખબર પડશે અને રવીસરને પણ હવેલીનું પ્રત્યક્ષ દર્શન કરાવીએ".કહી રઘુ તિવારી સામે જોઈ કતરાયો."જસ્ટ એ મિનિટ"...કહી ગુપ્તાજીએ મારી સામે ઈશારો કરી ઉભા થયા.હું તેની પાછળ બાલ્કનીમાં દોરાયો.મને કહે,

  "રવીન્દ્રભાઈ,આ લોકો સમજશે પણ રઘલો નહીં સમજે.અને પાત્રો આપસમા લડતા હોય તો તમારું પણ મગજ ભમી જાય."....વચ્ચે હું સિગરેટ સળગાવી તેની સામે જોઈ રહ્યો.તેણે આગળ કહ્યું,

  "અત્યારે રઘુ માંડ થોડો નરમ પડ્યો છે.એ કહે છે કે,તમે કહેશો તેમ કરીશ પણ એકવાર હવેલીમાં ચાલો તો એનું મન રાખવા જઈ આવીએ તમે શું કહો છો?".

  "મને કોઈ પ્રોબ્લેમ નથી પણ વાર્તામાં બદલાવ થશે તો...."મારી વાત વચ્ચેથી કાપી તેણે ધીમેથી કહ્યું,"હું એને ફિલ્મોનો દાખલો આપી સમજાવીશ કે,વિલનને લીધે જ ફિલ્મો અને વાર્તાઓ હિટ જાય છે.....રામાયણમાં પણ રાવણ ન હોત તો? તમે એની ફિકર ન કરો...એ સમજી જશે."

  અમો બને અંદર આવ્યા.સૌની નજર અમારીપર હતી.મેં કહ્યું,

  "ઠીક છે ચાલો આ ભગા સાથે એ ખૂની હવેલી પણ જોઈ આવીએ."...ત્યાંજ દરવાજે ટકોરા પડ્યા કે,સૌ ચૂપ થઈ ગયા.ભગાએ તરત બારી પાસે જઈ બહાર જોઈ ધીમેથી કહ્યું,તમારો વોચમેન કાનો છે.મેં તરત સૌ સામે જોઈ કહ્યું,"કંઇક કામ હશે હું જોઉં છું.તમે લોકો શાંત રહેજો.બીજીવાર ખખડાવશે તો મૃદુલા જાગી જાશે."હું તેઓના જવાબની રાહ જોયા વગર બહાર આવ્યો.હોલમાં થઈ મુખ્ય હોલનું બારણું ખોલી જોયું તો કાનાએ કહ્યું,"સાહેબ જોશી સાહેબ આવ્યા છે"

  "હું હા હા કરતો પોર્ચમાં આવ્યો.મનમાં વિચાર્યું અત્યારે રાકેશ કેમ આવ્યો હશે?પછી યાદ આવ્યું કે રાકેશે મને જતી વખતે કહ્યું હતું કે,તું કહેતો હો તો રમીલા પાસે હોસ્પિટલ જવાનું બહાનું કરી પાછો આવું.અને એ એટલેજ આવ્યો લાગે છે."
----------------------------------------ક્રમશ.

પ્રકરણ::-4.

  "અત્યારસુધી લાયબ્રેરીના હોલમાં હતો પણ બહાર આવતા મને ઠંડીનો અહેસાસ થયો.હું ઝડપથી કાના પાછળ મુખ્ય દરવાજે પહોંચ્યો.કાનાએ દરવાજો ખોલ્યો કે,રાકેશની કાર અંદર આવી.કાર થોડી અંદર ડાબીબાજુ જ ઉભી રાખી રાકેશ ઝડપથી મારી પાસે આવ્યો.મેં કહ્યું,"અત્યારે બાર વાગ્યે !"

   "મેં તને કહ્યું તો હતું કે,હોસ્પિટલ જવાના બહાને આવી જઈશ."...મને યાદ આવ્યું પણ મનમાં મૂંઝાયો કે,અત્યારે મારે એ લોકો સાથે હવેલીએ જાવું છે તો રાકેશ !.ત્યાં રાકેશે જ કહ્યું,..."ભાભી સુઈ ગયા?.ચાલ અંદર બેસીએ."

  ત્યારે મને ખ્યાલ આવ્યો કે,મેં હજુ તેને અંદર આવવા પણ નથી કહ્યું.મેં કાનાને ગેટ બંધ કરતા જોયો.અમો બને હોલમાં આવ્યા.મેં લાયબ્રેરી તરફ જોયું તો દરવાજો બંધ હતો અને લાઈટો પણ બંધ હતી.રાકેશનું કહેવું હતું અહીં હોલમાંજ બેસીએ.પણ હું તેને ડાબીબાજુના રૂમમાં લઈ ગયો કે,જ્યાં કોઈ મહેમાનો આવે ત્યારે અમે વાપરતા પણ સાફસફાઈ રોજ થતી.ક્યારેક હું અને મૃદુલા ત્યાંજ સુઈ જતા."

   અત્યારે રાકેશને કેમ સમજાવવો એની હું મનમાં ગોઠવણ કરતો હતો.અત્યારે બધી વાતો કરવાનો સમય નહોતો  એટલે મેં તેને ઝડપથી બધી વાતો સમજાવી અને છેલ્લે કહ્યું કે,'લગભગ તેઓ માની ગયા છે,એકાદ વાતમાં લોચો પડ્યો છે પણ ગુપ્તાજીની સમજાવટથી એ રઘલો પણ માનશે."

  એ મને વિચિત્ર નજરે જોઈ રહ્યો.છેવટે હું તેને સમજાવવામા સફળ થયો અને હું લાયબ્રેરી રૂમમાં આવ્યો.અંદર આવી મેં દરવાજો બંધ કર્યો અને જોઉં છું તો સૌ ઉગ્ર ચર્ચાઓ કરતા હતા.રઘલાના હાથમાં છરો ચમકતો હતો તો કાલીચરણ તેની સામે રિવોલ્વર તાકીને ઉભો હતો.ઇન્સ્પેકટર તિવારીના હાથમાં કમલી અને ભગો પાટો બાંધતા હતા.ગુપ્તાજી માથે હાથ રાખી બેઠા હતા.હું અવાચક થઈ ગયો.ગુપ્તાજીએ મારી સામે જોઈ કહ્યું,'

  "તમારે જેમ કરવું હોય તેમ કરો આ કોઈ સમજે કે,માને એવા નથી".

  "અને ત્યારે મને ખુબ ગુસ્સો આવ્યો.કદાચ રાકેશ આવ્યો એટલે મારામા હિંમત આવી હોય.મેં જોરથી કહ્યું,

  "બહુ સહેન કર્યું તમારું,બંધ કરો નાટક.મારે હવે લખવું જ નથી.નીકળી જાઓ અહીંથી.હું આ બુક જ ફાડી નાખું છું.કોઈ જીવતા નહીં રહો".

  કહી મેં હાથમાં રહેલી એ અધૂરી બુક ફાળવા બે હાથમાં પકડી ત્યાંતો મારી નવાઈ વચ્ચે સાવ શાંતિ પથરાઈ ગઈ.સૌ ના ના કરતા માથું નમાવી ઉભા રહી ગયા.ગુપ્તાજીએ મારા પાસેથી બુક લઈ લીધી અને કહ્યું.

  "એવું ન કરો,હજુ આ લોકોને એક તક આપો"..અને ગુપ્તાજીએ સૌ સામે જોઈ કહ્યું,"અત્યારે રવીસર નહોતા એ દરમિયાન જે દલીલો અને મારામારી થઈ એ ભૂલી જાઓ અને આપણે હવેલીએ શા માટે જવાનું હતું ત્યાંથી શરૂ કરો,"

  "રઘુએ તરત કહ્યું,"એક તો રવિન્દ્રસરને એ હવેલી પ્રત્યક્ષ બતાવીએ અને કાલીચરણ અને તિવારી હું હવેલીમાં કેમ દાખલ થઈ શક્યો એ બતાવે તો હું હાર્યો.પછી તમે મને જેવો રોલ આપો એમ હું કામ કરવા તૈયાર છું."..સૌ સહમત થયા.મેં કહ્યું,

  "ગુપ્તાજી,કાલીચરણ અને સરદારજીને હું મારી કારમાં લઈ જાઉં છું.સરદારજીને એ કહે ત્યાં ઉતારી દઈશ.એ પણ બિચારો નાહકનો હેરાન થયો.અને બાકીના સૌ તિવારીની જીપમાં આવો."

  મારી વાતનો કોઈએ વિરોધ ન કર્યો.મેં બહાર નીકળી કાર સ્ટાર્ટ કરી કે,ત્રણેય બેસી ગયા.કાનાએ હાથ ઉંચો કરી ગેટ ખોલ્યો.મેં ડાબી તરફ હંકારી કે,થોડેક આગળ સૌને મેં તિવારીની જીપમાં બેસતા જોયા.મને તે વખતે નવાઈ લાગી કે,કાનાની નજર ચૂકવી આ લોકો કેમ બહાર આવ્યા હશે? શહેરના છેવાડે સરદારજીના કહેવા પ્રમાણે મેં તેને ઉતાર્યો. તેણે આભાર માન્યો કે,તરત કાલીચરણે તેના ખિસ્સામાં પાચસોની નોટ સરકાવી દીધી.અને બને ગાડીઓ સુમસામ રસ્તે દોડતી રહી."

  "આગળ જતા ગુપ્તાજીએ મને કહ્યું,"રઘુ માંડ સમજ્યો સાલ્લો બહુ જિદ્દી છે"..તરત કાલીચરણે કહ્યું,"રવીસર,એને પડતો જ મુકો, કોઈ બીજો કલાકાર રોકી લઈશું"...મને હસવું આવ્યું.ગુપ્તાજી જાણે સમજી ગયા હોય તેમ પાછળ ફરી બને સામે જોઈ કહ્યું,"એમ ન થાય....એ પણ જબરો કલાકાર છે.સમજોને કે,શોલે ફિલ્મમાંથી ગબરનો રોલ કાઢી નાખીએ કે,સિંધમ ફિલ્મના વિલનને કાઢીએ તો ફિલ્મ ફ્લોપ જ જાય."

  "મેં વિચાર કરી કહ્યું,"એની અત્યારે એ જ ડિમાન્ડ છે કે,એ હવેલીમાં  કેમ ઘૂસ્યો એ તમે લોકો બતાઓ બરોબર? એ હું તમને કહું.લખ્યું તો મેં જ છે 'ને.હવેલીના દરેક ઉપર નીચેના રૂમોના બાથરૂમના વેન્ટીલેસનમા ક્રોસમાં કાચની પટીઓ પાછળ લોખંડની ગ્રીલ્સ હોય અને છે.પણ,ડાબી બાજુના છેલ્લા રૂમના બાથરૂમના વેન્ટીલેસનમા કાચની ક્રોસ પટીઓ તો છે પણ ગ્રીલ્સ નથી.બનાવને આગલી રાત્રે રઘલો જ એ ગ્રીલ્સ કાપી આવ્યો હોય છે.એમ મેં લખ્યું છે."

  "હવે અમો હાઇવે મૂકી ડાબી તરફ વળ્યા.એકાદ કિલોમીટરને અંતરે એ ભવ્ય હવેલી હતી.મે જોયું તો આગળની જીપ ઉભી રહી.મેં પણ કાર તેની પાછળ સાઈડમાં ઉભી રાખી.અમો નીચે ઉતર્યા કે,મેં બહારથી એ હવેલી જોઈ હું છક થઈ ગયો.આબેહૂબ હું વર્ણન કરું એની જ જાણે પ્રતિકૃતિ. સૌ મુખ્ય ગેટપાસે પહોંચ્યા કે,ભગવાનદાસ ઉર્ફે ભગાએ તરત સૌને આવકારતો હોય તેમ ત્યાં ઉભો રહી ગયો.કમલી તરત ડાબીબાજુ સર્વન્ટ કવાટર્સ તરફ ચાલી કે,ભગાએ જોશથી કહ્યું,..."એ...લી.. એય હવેલીમાં જા અને આ લોકો માટે ચા નાસ્તાની વ્યવસ્થા કર."

  "મારે કપડા નહીં બદલવા હોય ડોબા,આ જીન્સ ટીશર્ટમાં જઈશ તો ઑલ્યો ભજુમલ...."...કહી તે આંખો ઉલાડતી ચાલી  ગઈ.ભગો અમને હવેલીના ડાબીબાજુના નાના એવા બગીચામાં લઈ ગયો.ત્યાં છતરડી આકારના ડોમ નીચે સારી બેઠક વ્યવસ્થા હતી.ત્યાંથી આખી હવેલી સ્પષ્ટ જોઈ શકાતી હતી.અમો સૌ બેઠા.કે,રઘુએ કહ્યું,

  "સાહેબ,હવે આ તિવારીને કહો કે,અંદર જઈને પાછો આવે અને એ ફેલ જાય તો આ તમારા બાહોશ અધિકારી કાલીચરણને મોકલજો".કહી તે ખડખડાટ હસી પડ્યો.એનો વ્યંગ સાંભળી કાલીચરણ તિવારીને એકબાજુ લઈ ગયો.મને મનમાં થયું કે,મારી કહેલી વાત તેને સમજાવતો હશે. તિવારીએ મારી નજીક આવી કહ્યું,

  "રવીસર,અને જો હું સફળ રહ્યો તો આ રઘલાને પોલીસસ્ટેશનમાં મારી મારીને અધમુવો કરી માહિતી મેળવું છું એ સીન વિસ્તારથી લખજો."

  મેં રઘુ સામે જોયું તો તે તિવારીએ રઘલો કહ્યું એટલે કતરાતો હતો.ગુપ્તાજીએ તેનો હાથ દબાવી રાખ્યો  રઘુએ કહ્યું,

  "કબુલ પણ હવેલીના મુખ્યખંડના સોફાપર મારો ગમછો પડ્યો છે તે લેતો આવજે"...  તિવારી તેની સામે ખૂનસથી જોઈ ઝડપથી અંધારામાં વિલીન થઈ ગયો કે,ભગાએ કહ્યું,"ચાલો હવે આપણે બધા અંદર જઈએ".કહી તે આગળ ચાલ્યો.અમો સૌ તેની પાછળ ગયા.પોર્ચની આજુબાજુ ચારપાંચ ગાડીઓ ઉભી હતી.પગથીયાં ચડ્યા કે,ભગાએ દરવાજો ખોલી નાખ્યો.અંદર જઈ જોયું તો હવેલીની ભવ્યતા જોઈ હું નવાઈ પામ્યો.મેં કરેલા વર્ણનથી પણ અત્યારે તે ભવ્ય દેખાઈ."

'વિશાળ હોલની સામે ડાબી જમણી બાજુ કલાત્મક સીડીયો.ઉપર વચ્ચોવચ લટકતું મોટું ઝૂમર, દિવાલોપર સુંદર પેઇન્ટિગ.વચ્ચે સોફાસેટ ગોઠવેલા હતા.મેં જોયું તો રઘુએ એક સોફાપર પડેલો પોતાનો ગમછો ઉપાડી ડોકે ભેરવ્યો કે,ગુપ્તાજીએ તરત કહ્યું,

  "ર ..ઘુ...નો ચિટિંગ, તિવારી જો અંદર આવી શકશે તો ઘમછો અહીં હોવો જોઈએ.મારે અહીં કોઈ બબાલ ન જોઈએ".

  'સોરી કહી હસીને રઘુએ ઘમછો ત્યાંજ મૂકી દીધો.ત્યાંજ સિડી નીચેથી રસોડામાંથી કમલી બહાર આવી.તેના હાથમાં ટ્રે હતી અને તે જમણીબાજુના રૂમ તરફ જાતી દેખાઈ. ટૂંકો લાલ ભરતવાળો ચણીયો,પીઠપર બ્લાઉઝની  કસીને બાંધેલી દોરી.આછા પીળા રંગની ઓઢણી.માદક ચાલ અને પગમાં ઝાંઝરનો રણકો કરતી તે જમણીબાજુ વળતા કહ્યું,.."તમો હંધાય બેહો તાં હું હમણાં આવી."..કહી તે ઝડપથી આગળ નીકળી ગઈ.

   "ભગાએ અમને ડાબી બાજુના રૂમમાં બેસાડ્યા જે રૂમમાં ભજનલાલ ક્યારેક આરામ ફરમાવતા.હોલની જમણીબાજુના ઓરડામાંથી કોઈ ફિલ્મી સંગીતનું ઘોંઘાટીયું મ્યુઝીક ધીમા અવાજે વાગતું હતું.મને નવાઈ લાગી અત્યારે અહીં કોણ હશે?.મારી મૂંઝવણ જોઈ ભગો મનમાં સમજી ગયો અને કહ્યું,

  "સાહેબ આપણી વાર્તાનું ત્રીજું પ્રકરણ ભજવાઈ રહ્યું છે"...ઘડીભર હું તેની સામે જોઈ રહ્યો.તે અને કાલીચરણ ખડખડાટ હસી પડ્યા.મેં ગુપ્તાજી સામે જોયું તો તે મર્મમાં હસ્યા.મેં ત્રીજા પ્રકરણને યાદ કર્યું કે,જેમાં હવેલીના માલીક ભજનલાલનું અને તેના બને મિત્રોનું ખૂન થાય છે.કાલીચરણે મારી સામે જોઈ કહ્યું,

  "એ સંપૂર્ણ નજારો જોવો હોય તો આપણે ઉપરના રૂમના અન્ડર ઝરૂખામાં બેસીએ."...કહી તેણે ભગા સામે જોયું. ભગાએ કહ્યું,"કાલીચરણ તું સૌને લઈને જા,હું કમલી આવે ત્યારે અમો બને ચા નાસ્તો ત્યાંજ લાવીએ છીએ.કાલીચરણ અમોને સૌને ઉપર બાજુના ઓરડામાં લઈ ગયો.

  "એ ઓરડો સીડી ચડતા જ ડાબીબાજુ હતો.તેની બને મોટી બારીઓમાંથી નીચેનો હોલ,જમણીબાજુના રૂમો તેમજ ઉપર આવવાની બને સીડીઓ સ્પષ્ટ દેખાતી હતી".

    "મને આ બધું જોઈ મનમાં નવાઈ લાગતી હતી કે,મેં કેવા સરસ પાત્રોનું સર્જન કરી કાલીચરણ સિરીઝની વાર્તાઓ લખી છે.કોઈવાર્તા કાશ્મીરની ભૂમિપર તો કોઈ રાજસ્થાનના તપતા રણ વચ્ચે...હાલમા તો કાલીચરણ પરથી ટી.વી. સિરિયલો બને છે પણ ભવિષ્યમાં જો ફિલ્મો બને તો તેની ખ્યાતિ જેમ્સબોન્ડથી ઓછી નહી હોય.'

  'કોઈ દિવસ મને મારા પાત્રો મળવા આવ્યા હોય એવું બન્યું નથી પણ રઘલાના પાત્રને લઈને રઘુએ બબાલ ઉભી કરી.ત્યાંજ રઘુએ કાલીચરણ સામે એવી રીતે જોયું કે,જાણે કહેતો હોય કે,ઓ..લો..તારો તિવારી હજુ દેખાયો નહીં".ત્યાં કમલી અને ભગો ચા નાસ્તો લાવ્યા.કમલીએ મારી સામે જોઈ કહ્યું,

  "સાહેબ,મહેફિલ જામી છે,આ વખતની તમારી વાર્તાનો પ્લોટ જોરદાર છે હો".

  "ઇ હનધાયને ખબર નથ કે,કલાક પછી તેઓના ડોકા કપાઈ જાહે"ભગો વાર્તામાં બોલતો એવી ભાષામાં બોલ્યો કે,સૌ હસી પડ્યા..."તમો સૌ અહીં બિન્દાસ ચા નાસ્તો કરો અમારે તો નીચે જવું પડશે"...કહી ભગો અને કમલી બહાર નીકળી ગયા.અમોએ ખુરશીઓ બારીઓ પાસે ગોઠવી કે,નીચે નજર રહે."

  "હવે ધીમું ધીમું માદક નૃત્યનું ગીત સંભળાતું હતું....એ ઓરડામાં કેસેટ ચડાવી ડાન્સરો નાચતી હશે એની અમને ખબર હતી.

  ચુનરી કે,નીચે કયા હૈ?
          ચુનરી કે,નીચે....એ ગીતની તાલે નાચતી એક ડાન્સર તે ઓરડામાંથી બહાર આવી.તેણે ફક્ત બ્રા અને નીકર પહેરી માથે આછી ચુનરી ઓઢી હતી જેમાંથી તેનું જાણે સંપૂર્ણ નગ્ન શરીર દેખાતું હતું.પાછળ ફક્ત રેશમી ઝભો પહેરી ભજનલાલનો મિત્ર ચંદીમલ નશામાં ધૂત થઈ તેના જેવા લટકા કરતો નાચતો દેખાયો.અને જેવો તે ડાન્સરને પકડવા ગયો કે,તેણી મસ્ત અદાથી નાચતી ફરી ઓરડામાં ચાલી ગઈ.ગુપ્તાજીને જાણે શરમ આવતી હોય તેમ નીચું જોઈ ગયા.'

  'અમે જોયું તો કમલી અને ભગો સીડી ઉતર્યા કે,ભગો તેને બાથમાં લઈ રસોડાબાજુ લઈ ગયો.કાલીચરણ અને રઘુ હસી પડ્યા.મેં સિગરેટ સળગાવી.નીચે અન્ય નોકરો પણ પોતાના કામમાં વ્યસ્ત આમતેમ જતા દેખાયા."

  "અલગ અલગ ગીતો વાગતા રહ્યા,આશરે અડધાએક કલાક પછી મ્યુઝિક બંધ થયું.થોડીવારે વાહ,વાહ,કરતા સૌ બહાર આવ્યા.ભજનલાલ અન્ય મિત્રોને મુખ્યદ્વાર સુધી મુકવા ગયો.તે પાછો વળ્યો ત્યાં ભગાને જોઈ કંઈક કહ્યું,કે,ભગાએ ડોક હલાવી મુખ્યદ્વાર બંધ કર્યો.ભજનલાલ અંદર ગયો કે,તરત તેના બને મિત્રો ચંદીમલ અને રાકેશખના સાથે તેઓ સૌ બહાર આવ્યા.ચંદીમલ કહેતો સંભળાયો કે,

  "સાલ્લા આજ મહેતા આયા હોતા તો બાત હી કુછ ઔર હોતી,"કહી તેણે એક છોકરીને પડખામાં દબાવી.ત્રણેય મિત્રો નશામાં ધૂત કોલગર્લ છોકરીઓ સાથે લથડીયા ખાતા ઉપરની બાજુ જવા લાગ્યા.અમને દેખાતા બંધ થયા".

  "નીચે ફરી ભગો અને કમલી દેખાયા. તેઓ એકબીજાનો હાથ પકડી એજ જમણીબાજુના રૂમમાં ઘુસી દરવાજો બંધ કર્યો.કાલીચરણે મને કહ્યું,"હમણા જ એ ત્રણેના ખૂન થઈ જાશે."..મેં કહ્યું,"મને ખબર છે.ક્યાંક કોઈ ખામી દેખાય તો હું ઘેર જઈને સુધારી લઈશ".

  "કોઈ ખામી નથી સર,બધું સક્રિપ્ટ પ્રમાણે જ થાય છે."..રઘુએ કહ્યું,..પણ ઓલો તિવારી મને મારે ઘેરથી ઉઠાવે છે ફક્ત શકના આધારે."..મેં કહ્યું,.."પણ તું હવેલીમાં આ ટાઈમે આવ્યો તો હતો."

  "હા સાહેબ, પણ હું તો અશ્વિનમહેતાની સોપારી લઈ એનું ખૂન કરવા આવ્યો હતો.મેં અહીં આવી જોયું ત્યારે ત્રણ ખૂન તો થઈ ગયા હતા.એમા અશ્વિનમહેતાની હાજરી જ નહોતી એટલે હું પાછો વળી ગયો હતો."..મેં કહ્યું,

  "એ બધી મને ખબર જ છે પણ તારી વાત રાખવા હું કંઇક અલગ જ વિચારું છું"...ત્યાંજ કાલીચરણે નીચે જોઈ કહ્યું,"નીચે જુઓ સાહેબ,"

  "મેં જોયું તો રઘુ સીડીપરથી ધીમેથી નીચે ઉતરતો હતો.તે થોડો ગભરાયેલો દેખાયો.સુરવાલ ઝભો અને બંડી પહેરેલો તે ખૂંખાર દેખાતો હતો.તેના હાથમાં છરો ચમકતો હતો.તે આજુબાજુ નજર ફેરવતો બહાર નીકળી ગયો.ત્યારે રઘુએ કહ્યું,

  "જોયું સાહેબ ? હું પાછળથી આવ્યો હતો અને ઉપર ત્રણેય રૂમોમાં લાશો જોઈ.મેં આખી હવેલીમાં જોયું તો અશ્વિનમહેતા ક્યાંય ન મળ્યો અને પોલીસ આવવીજ જોઈએ સમજી હું અહીંથી પલાયન થઈ ગયો હતો"

  "મને ખ્યાલ છે રઘુ,આ વાર્તામાં આ ત્રણ ખૂનો તેં નથી કર્યા.એ કોણે કર્યા એ લખવાનું બાકી છે.હા એન્ડમાં અશ્વિનમહેતાનું ખૂન તારા હાથે જ થવાનું છે.અત્યારે કોઈને જોવું હોય તો ઉપરના ત્રણે રૂમોમાં ત્રણ લાશો પડી છે.અને ત્રણેય લાશોની છાતીમા લોહીથી મોટા અક્ષરે નંબર લખેલા છે.એક બે,અને ત્રીજી લાશની છાતીએ ત્રણ નંબર લખી ખૂનીએ લખ્યું છે કે,હજુ એક મરશે.મતલબ એ ખૂની હજુ એક ખૂન કરવાનો છે."

  "અને ઓલી વેશ્યાઓ?"...કાલીચરણનું આમ પૂછવું કે,દાદર પરથી ગભરાયેલી હાલતમાં ચારે વેશ્યાઓ નીચે ઉતરતી દેખાઈ.પોતાના કપડા માંડ સરખા કરતી ચીસો પાડતી બહારની તરફ ભાગી.થોડીવારે બહાર ગાડીઓની ઘરઘરાટી સંભળાઇ.નીચે અન્ય નોકરો આમતેમ દોડતા દેખાયા".

   "થોડીવારમાં શાંતિ છવાઈ ગઈ ત્યાંજ તિવારી દેખાયો.તેણે સોફાપરનો ગમછો ઉપાડી વટથી ડોકમાં ભેરવ્યો.રઘલાએ તરત મોં મચકોડયું. તિવારીને દરવાજા તરફથી બહાર આવવા કહેલું એટલે તે દરવાજા તરફ જતો હતો કે,અચાનક બાજુના ઓરડામાંથી કમલી અને ભગો ઝડપથી બહાર આવી તિવારીને રોકી કંઈક ઉતાવળે કહ્યું પણ અમને સંભળાયું નહીં.

  ત્રણેય ગભરાયેલા દેખાયા.તિવારીએ અમારી તરફ ઉપર જોયું અને હાથેથી સૌને નીચે આવવા ઈશારો કર્યો અને તરત સીડી ચડી ઉપર દોડ્યો.કમલી અને ભગો મુખ્યદ્વાર તરફ ભાગ્યા.તિવારી અમારી પાસે આવી હાંફતો હાંફતો બોલ્યો,"ઝડપ કરો અત્યારે અહીંથી નીકળી જવું પડશે".હું તેને ગભરાયેલો જોઈ ડરી ગયો."

  "અમે કંઈ પૂછીએ તે પહેલા તે બહાર નીકળી ગયો.અમે સૌ પણ તેની પાછળ બહાર આવ્યા.ઝડપથી સીડી ઉતરી અમો હોલ પાર કરી પોર્ચમાં આવ્યા જોયું તો દૂર કમલી અને ભગો ભાગતા હતા.પાછળ તિવારી.આ જોઈ કાલીચરણે કહ્યું,

  "કઈક તો છે".કહી તે રઘુ અને વિક્રમસિંહ પણ દોડવા લાગ્યા.હું પણ ડરી ગયો.શું થયું હશે ? વિચારી હું અને ગુપ્તાજી પણ ઝડપથી હવેલીની બહાર આવ્યા.ગુપ્તાજીએ કહ્યું,..."આ લોકો કંઈ કહેતા નથી."..

  અમે બંનેએ જોયું તો તેઓ તિવારીની જીપમાં ફટાફટ ચડી ગયા.તિવારીએ થોડુંક પાછળ આવી બૂમ મારી મને કહ્યું,.."સર,તમે અને ગુપ્તાજી તમારે ઘેર આવો.આપણને ત્યાંજ જવાનું છે."....હું કંઈ કહું ત્યાં તેણે જીપની અંદર બેઠેલાઓને....બુક...બુક...એવુ કંઇક કહ્યું. તે જીપમા બેઠો કે,જીપ આચકા સાથે રવાની થઈ.

  તરત હું અને ગુપ્તાજી મારી કાર લઈને તેની પાછળ રવાના થયા.ગુપ્તાજીએ હવેલી તરફ જોઈ જોશથી કહ્યું,"સર ત્યાં જુવો."..મેં જોયું તો હવેલીમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોયા.એક ખૂણામાં આગ લાગવાની શરૂઆત થયેલી દેખાઈ.,જાણે હવેલી હમણાંજ ભડકે બળશે."

  "મને મનમાં થયું કે,હવેલીમાં આગ લાગે છે એવું તો મેં લખ્યું નથી તો આ આગ ? પણ અત્યારે વિચારવાનો કોઈ સમય નહોતો.મેં જીપ પાછળ કારને પુરપાટ દોડાવી.થોડીવારે અમો મારા ઘરની પાસે પહોંચી ગયા.મેં જોયું તો હું થથરી ગયો.જીપમાંથી ફટાફટ ઉતરતા એ સૌ ગેટ તરફ ભાગતા ભાગતા એક પછી એક પડી ગયા અને જાણે ગાઢ ધૂમસમાં ઓગળી ગયા."

  "મારી સામેજ મારા ઘરનો ગેટ હતો.આટલી ઠંડીમાં હું પરસેવે રેબઝેબ થઈ ગયો.મેં એક હાથે આંખો ચોળીને જોયું અને જોશથી હોર્ન વગાડ્યું ત્યાં ગુપ્તાજી પણ જાણે ઓગળી ગયા.'

  'કાનાએ ગેટ ખોલ્યો પણ હું કારનો દરવાજો ખોલી બીકનો માર્યો અંદર ભાગ્યો.જેવો અંદર ગયો કે,કાનાએ હેબતાઈને મને પકડી ખુરશીપર બેસાડી દીધો.મેં જોયું તો તાપણું સળગતું હતું.રાકેશના હાથમાં મારી બુક હતી જેમાંથી તે એક એક પાનું ફાડી આગને હવાલે કરતો હતો.બાજુમાં મૃદુલા બેઠી હતી.મને જોઈ બને તરત ઉભા થઇ ગયા."

  "હું હાંફતો હતો.મૃદુલાએ મારે માથે હાથ ફેરવ્યો કંઇક કહ્યું પણ હું સમજ્યો નહીં.. મેં તેને ચિંતાતુર જોઈ.મેં રાકેશ સામે જોયું, તેઓએ બંનેએ મારો હાથ પકડી ઉભો કર્યો.અંદરના હોલમાં મને બેસાડ્યો કે,તરત મણી કોફી બનાવી લાવી.મારે શું ખુલાસો કરવો એ બાબતે હું મનમાં ગોઠવણ કરતો હતો ત્યાં રાકેશ અને મૃદુલા ખડખડાટ હસી પડ્યા.મને થોડી કળ વળી,ત્યારે રાકેશે કહ્યું,

  "ગેમ ફિનિશ".હું સમજ્યો નહીં કે,આ બધું શું અને કેવી રીતે થયું.મેં ઘડિયાળમાં જોયું તો સાડાબાર...."

  "તે બંનેના કહેવા મુજબ બન્યું એવું હતું કે,હું જ્યારે લાયબ્રેરીરૂમમાં મારા પાત્રો સાથે ઝઝૂમતો હતો ત્યારે વચમાં રાકેશ આવ્યો હતો અને હું તેને બાજુના ઓરડામાં બેસાડી પાછો જ્યારે લાયબ્રેરીમાં ગયો ત્યારે રાકેશ દરવાજે આવી અંદરની વાતો સાંભળતો હતો.એના કહેવા મુજબ ફક્ત મારોજ અવાજ આવતો હતો બીજા કોઈનો નહીં. મારા બોલેલા એ શબ્દો એણે સાંભળેલા કે,"
 
,.."બહુ સહેન કર્યું તમારું,બંધ કરો નાટક.મારે હવે લખવું જ નથી.નીકળી જાઓ અહીંથી.હું આ બુક જ ફાડી નાખું છું.કોઈ જીવતા નહીં રહો".

  "બસ એ વાત ધ્યાનમાં લઈ તેણે મારા ગયા પછી,હકીકતમાં  હું ક્યાંય ગયો જ નહોતો પણ બહાર નીકળી હું કાનો જ્યાં બેઠો હતો ત્યાં તાપણા પાસે ખુરશીપર ફસડાઈ પડ્યો હતો જે મને રાકેશે પાછળથી કહ્યું હતું. રાકેશ લાયબ્રેરીરૂમમાંથી એ બુક જેમાં હજુ મેં અડધી વાર્તા લખી હતી લઈને મારી પાસે આવી બેઠો હતો, ત્યાં મૃદુલા પણ જાગી ગઈ હતી.રાકેશે તેને ધરપત આપી સમજાવી હતી અને એક પછી એક બુકના પાના સળગાવી નાખ્યા."

    "મને રાકેશે એમ પણ કહ્યું હતું કે,તું કાર લઈને બહાર ગયો જ નહોતો મેં જોયું તો તું  કાના પાસે તાપણું તાપવા બેઠો હતો.એટલે  હું આ બુકના પાના ફાળવા બેઠો જેથી કદાચ તારો ભ્રમ ભાંગી જાય.

  હું જાણે તંદ્રામાં ખોવાયેલો હોઉં એમ કોઈને જવાબ નહોતો આપતો.ઘડીભર તો સૌ હેબતાઈ ગયા હતા.છેવટે મારી દેખતા તેણે એ બુકના પાના આગમા નાખ્યા હતા.એ ફક્ત મારો માનસીક તણાવ હતો.

  ત્યારબાદ તો બંનેએ મને ખૂબ સમજાવ્યો હતો કે,હું કાલીચરણ સિરીઝ પડતી મૂકી ફરી સામાજીક નવલકથાઓ લખું.તેની ભાવનાઓ સમજી મેં પણ હા કહી અને કાલીચરણ:ક્રમશ...જ રહેવા દઈને  અમો બને રાકેશનો આભાર માની અઠવાડીયા બાદ થોડા સમય માટે કેનેડા ફરવા ઉપડી ગયા."
**************************સમાપ્ત...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ