વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ ૧

નદીકિનારે એક અઠવાડિયા થી રોજ એક  છોકરી એકલી આવીને કલાકો સુધી બેસતી ઉદાસ...., આસપાસ કલકલ વહેતી નદી ,પક્ષીઓનો કલરવ કશુંય એને ધ્યાનમાં ન હતું. બસ, એકધારું નદીના વહેતાં નીર ને જોયા કરતી હતી. ક્યારેક ક્યારેક એની આંખોનું પાણી પણ નદીમાં વહેવા લાગતું હતું.


આ બધું નદીકિનારે આવીને બેસતા એક વૃદ્ધ ત્રિલોકભાઈ જોતા હતા. ઘણી વાર એમને એ છોકરી ને પૂછવાનું મન પણ થતું પણ પૂછતાં ખચકાટ અનુભવતા હતા.

પણ આજે તો એ છોકરીનાં આંસુ જોઈ ત્રિલોકભાઇ પોતાને રોકી શક્યા નહીં. એટલે તે પેલી છોકરી ની​બાજુમાં જઈ ને બેઠા. પેલી છોકરી એ એમની સામે જોયું.


ત્રિલોકભાઇ (હસતાં): " અંદર માછલી શોધે છે....., ક્યાં છે મને તો નથી દેખાતી?"


પેલી છોકરી મૌન રહી.


ત્રિલોકભાઇ : " ક્યારેક ક્યારેક જીવનમાં એવો સમય  આવે છે જ્યારે આપણી પાસે કોઈ ઉપાય નથી હોતો. આપણે નિઃસહાય બની જઈએ છે. એ દરેકના જીવનમાં આવે છે મારા પણ અને તારા પણ....., એના વિશે સતત વિચાર કરતા રહેવાથી કશું જ થતું નથી.માત્ર મન માં દુઃખ જ થાય છે. આમ વિચારોમાં ડૂબી રહેવા કરતાં એમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધ.આટલા સમયમાં જો તે નદીમાં માછલી શોધી હોત તો હજી સુધીમાં મળી ગઈ હોતે."


આટલું સાંભળતા પેલી છોકરીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.તે ત્રિલોકભાઇ સામે જોતી રહી.


ત્રિલોકભાઇ : " જો...., તું મારી દીકરી સમાન છે, તું મારી પર વિશ્વાસ કરી શકે છે. અઠવાડિયાથી હું તને આમ ઉદાસ જોવું છું. શું થયું છે તને....?"


છોકરી : "જીવનનાં એવા પડાવ પર આવીને ઊભી રહી ગઈ છું કે આખું જીવન મારું નિરર્થક થઈ ગયું છે. ભવિષ્ય ની ચિંતા મને ખાય રહી છે."


ત્રિલોકભાઇ : "ભવિષ્યની ચિંતા...., દીકરા જે ભવિષ્ય વિશે આપણે ખબર જ ન હોય એની ચિંતા શું કામ કરવી.., તું એ ભવિષ્યની ચિંતાને લીધે તારું વર્તમાન નથી બગાડી રહી! મારો અનુભવ છે..., જીદગીનો કોઈ  ભરોસો નથી. જીવન ક્યારે ઉઠલપૂથલ મચાવે એ તો ઈશ્વર જ જાણે.કોને ખબર કોની કેટલી લાઈફ બાકી હશે.., એટલે આજે જેટલું જીવાયું એટલું મોજ થી જીવી જ લેવાનું."


છોકરી : "એ જ તો પ્રોબ્લેમ છે...."


હજી આગળ વાત કરે એ પહેલાં જ એના ફોનમાં રીંગ વાગી.


છોકરી : "અંકલ...., હવે હું જાવ છું...મમ્મી રાહ જોઈ છે. તમારી સાથે વાત કરીને સારું લાગ્યું."


ત્રિલોકભાઈ : " દીકરા, તારું નામ તો કહેતી જા..."


છોકરી : " શ્રદ્ધા...., શ્રદ્ધા નામ છે મારુ."


શ્રદ્ધા :  હું જાવ છું અંકલ."


એમ કહી શ્રદ્ધા ઘરે જતી રહી.


બીજા દિવસે ત્રિલોકભાઇ પાછા નદીકિનારે આવ્યા.આજે પણ શ્રદ્ધા ત્યાં જ બેઠી હતી.પણ કાલ જેવી ઉદાસી એની આંખોમાં ન હતી. ત્રિલોકભાઇ તેની પાસે ગયા.


શ્રદ્ધા : "સારું થયું અંકલ તમે આવ્યા, હું તમારી જ રાહ જોતી હતી."


ત્રિલોકભાઇ : "મારી રાહ જોતી હતી....?"


શ્રદ્ધા : "હા....મને એમ કે આજે તમે ન આવશો."


ત્રિલોકભાઇ : " ના દીકરા...., હું તો અહીં રોજ આવું છું. થોડું ચલાય પણ જાય અને પ્રકૃતિને નિહાળી પણ લેવાય."


શ્રદ્ધા : "કાલે તમારી સાથે વાત કરીને મને સારું લાગ્યું, એટલે હું આજે તમારી રાહ જોતી હતી.હું ઘણી તકલીફમાં છું તમે મારી મદદ કરી શકો છો?"


ત્રિલોકભાઇ: "હા...બોલને."


શ્રદ્ધા(એકદમ ગંભીર થઈને ) : "કોઈને તમે ઘણો પ્રેમ કરતાં હોવ અને એ તમને ધોકો આપી જતો રહે તો તમે શું કરો?"


ત્રિલોકભાઇ : "પહેલાં તો હું એ જાણવાનો પ્રયત્ન કરું કે એને મને ધોકો કેમ આપ્યો. કોણે ધોકો આપ્યો...., બોય ફ્રેન્ડ એ...?"


શ્રદ્ધા : "હા..., પહેલાં એ આવો નહીં હતો.એ તો મને ઘણો પ્રેમ કરતો હતો.હવે મને એમ થાય છે કે બે વર્ષમાં હું એને ઓળખી પણ ન શકી!"


ત્રિલોકભાઇ : " જીવનમાં ઘણી વાર એવું થાય છે કે આપણે ધારેલું હોય એના કરતાં વિપરીત પરિણામ આવે છે પણ એવું તો શું બન્યું કે એને તને છોડી દીધી?"


શ્રદ્ધા : "મને નથી ખબર....બસ થોડા દિવસ થી એ બરાબર વાત ન કરતો હતો. નાની નાની વાતમાં ગુસ્સે થઈ જતો હતો.મને ફોન પણ ન કરતો હતો. એક દિવસ તેણે મને ફોન કર્યો અને કહી દીધું કે આજ પછી આપણે નહિ મળીશું.મને હવે તું નથી ગમતી.આજ થી આપણું

બ્રેક અપ...., આજ પછી મને ફોન કરીને હેરાન ન કરતી."


ત્રિલોકભાઇ : " તો તે એને બ્રેકઅપ નું કારણ ન પૂછ્યું?"


શ્રદ્ધા : "પૂછ્યું...પણ એને માત્ર એટલું જ કહ્યું કે એને મારામાં હવે કોઈ રસ નથી. એના ઘરે ગઈ તો એની મોમ એ કહ્યું કે એ ઘરે નથી."


ત્રિલોકભાઇ : " તો એટલે તું ઉદાસ છે?"


શ્રદ્ધા (રડતાં) : "હા...અંકલ, હું એને સાચા દિલ થી પ્રેમ કરું છું.એના વિના જીવન જીવવાની મેં કલ્પના પણ નહોતી કરી. એ આમ અમારી પ્રેમ દોરી તોડીને ચાલ્યો ગયો..., હું એના વિના કેવી રીતે રહીશ ?"


ત્રિલોકભાઇ : " તારા પરિવારને ખબર છે તમારા પ્રેમ વિશે?"


શ્રદ્ધા : "ના..., એ લોકોને એવું જ છે કે અમે ફ્રેન્ડ છે."


ત્રિલોકભાઇ : " જો એ તારા થી દુર રહેવાનું જ ઈચ્છતો હોય તો તું એણે ભૂલી જાય એમાં જ તારી ભલાય છે.જે અત્યારે આમ છોડીને જઈ શકતો હોય તો લગ્ન કરીને તું એની સાથે સુખી ન થઈ શકે."


શ્રદ્ધા : " હું એ જાણું છું અંકલ..., પણ જે ક્ષોમ ને હું જાણું છું તે તો આવો હતો જ નહીં. એ તો ખૂબ કેરિંગ હતો. એક નાના જાનવર ને જોઇને પણ એને તો દયા આવી જતી હતી. એ આમ અચાનક બદલાય કેવી રીતે ગયો મને એ સમજ નથી પડતી."


ત્રિલોકભાઇ : " કદાચ તને ના પાડવા પાછળ કોઈ બીજું કારણ હોય.....,ક્યાં એવું પણ બને કે તું એને બરાબર સમજી શકી ન હોય...., મને જણાવ કે...તું એણે પહેલી વાર ક્યારે મળી?"


ક્રમશ...
























ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ