વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અમાસનો અંધકાર

સળવળતી સાંજ ઊગીને આથમવા આવી..ઘરના પાછળના ભાગે આવેલ વાડામાં ભુરી ભગરીના દુધ દોવાય છે ને દુધના શેરડાના અવાજ સાથે વીસ વર્ષની કમનીય કાયાની ધણીયાણી ઓઢણાને સરખું ગોઠવવા જાય છે કે ફડફડાટ કરતો પવન ઓઢણીને ધરતી પર ઢાળી દે છે ને એક લાંબો , કાળો અને કમરથી નીચે ઝોલા ખાતો વાળનો ગુંથાયેલ ચોટલો ધરાધુળને સ્પર્શે છે..


       આ સાથે જ ભગરીને ડચકારા કરતી એ રમણી હળવેથી કહે છે..ધોળી તો હું તારા દુધડા જેવી જ છું..એમ કહી હસતી હસતી પગની પાયલની ઘુઘરીઓને સંબોધીને કહે છે..કે રૂપલે મઢેલું આ રૂપ કોઈ શામળિયાને જ ફળશે...આમ કહી શરમાઈ જાય છે...


      આવી આ રમણીના સપનાને કાળો દાગ ન લાગે એટલે જ કદાચ એનું નામ શ્યામલી હતું. શ્યામલી હરેક રંગે નિખરી ઊઠતી..પણ વ્હાલો તો એક જ રંગ કાળો જ હતો.. માવતરની એકની એક છોડી... જબરીને સ્વમાની પણ ખરા. એનું મનમાનીતુ ન મળે ત્યાં સુધી હૈયે શાંતિ ન વળે..


    આખા ગામમાં  એના રૂપની ચર્ચા થતી. પણ, આ શ્યામલીનો સાવરિયો તો કેડે પાતળિયો, મુંછે વાકડીયો અને સમરાંગણમાં લડવૈયો...હોવો જોઈએ એવું એ સપનું સેવતી..એ પણ અજોડ વિરાંગના સમી ઘોડેસવારી અને તલવારબાજીમાં કુશળ હતી.


    જ્યારે જ્યારે એ સખીઓ સાથે પાણી ભરવા જાતી.. ત્યારે બધાની એક આડી નજર શ્યામલી ભણી મંડાતી જ...ગામના પાદરનો એ  કુવો એ સહિયરનો  જાણે અપ્સરાનો ઊતારો હોય એવો લાગતો..


      આ જમાનામાં જમીનદારોનું વર્ચસ્વ ચાલતું..એનો વટહુકમનો અનાદર કાચાપોચા ન કરી શકે. જમીનદાર પણ રાજાશાહી ભોગવતા. રાજાને ગમે એ રાણી...એ ન્યાયે આ જમીનદાર જ્યાં પોતાની તલવારને જે ઘડીએ ધરતીમાં ધરબે એ ઘડીએ મનમાનીતી માનુની એ જમીનદારની...આવા જમીનદારો પણ એક કરતા વધુ પત્નીઓ ધરાવતા..


      શ્યામલીના રૂપની ચર્ચા એવા જ એક જમીનદાર સુધી પહોંચી જે એકવીસ  ગામનો ધણી હતો. એ જમીનદાર ભારે પ્રપંચી, લાલચુ અને સુંદરતાનો શિકારી હતો.. એ જમીનદારે એના સગા મોટાભાઈનું વર્ચસ્વ ખતમ કરવા કંઈક કાવતરા ઘડયા હતા..અંતે પોતાના હાથમાં સતા લાવી મોટાભાઈનું કાસળ કાઢતા એ જરા પણ અચકાયો ન હતો..


      એના મોટાભાઈની વિધવા અને એક યુવાન પુત્ર આ વાતથી સાવ અજાણ હતા. એ બેય એના શરણે જીવન વ્યતીત કરવા લાચાર અને મજબુર હતા.


       એ સમયમાં વિધવા હોવું એટલે એક શ્રાપ ને ધરતી પરનો બોજ.. જીંદગીભર એક કાળું ઓઢણું કાળી છાંયા બની આખી જીંદગી તડપવા મજબુર કરતું. એ અંધારી રાત સમાન જીંદગી દોજખ જ લાગતી...


.      ............. ક્રમશઃ.................

​શિતલ માલાણી"સહજ"

​જામનગર


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ