વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આક્રોશ

“છેલ્લુ ચેપ્ટર હવે રાત્રે ઘરે પહોચીને વાંચીસ” પુસ્તક બંધ કરી ટેબલ પરજ મુકી દિધી અને ઓફીસ જવા નીકળી પડ્યો.

આમતો વાંચવાનો ઓછો શોખીન પણ અમુક નવલકથાઓ હાથમાં આવે એટલે આખે આખી જ્યાં સુધી વાંચીના લઉ ત્યાં સુધી મનને શાંતી ન મળે એમા પણ ખાસ કરી જાસુસી નવલકથાઓ.

આજે કનુ ભગદેવની એક નવલકથા રામક્રુષ્ણ મિશન લાઈબ્રેરીએથી લઈ આવ્યો હતો. મેજર નાગપાલ અને કેપ્ટન દિલીપ, આ બન્ને પાત્રોને કનુભાઈએ ખુબ સરસ રિતે દર્શાવ્યા છે. અને તેના પરાક્રમોતો અદભુત છે જેમ્સ બોન્ડ કરતા પણ વધુ રસપ્રદ કથાઓ છે આમની.

ઓફીસનુ બધુ કામ પતાવ્યુ અને ઘરે પહોચી નોવેલનો છેલ્લો ભાગ વાંચવા બેસી ગયો અને નોવેલ પુરી કરીને સુવા ભેગો થયો. વિચાર વિમશમાં પણ હતો કે આખરે આ કેપ્ટન દિલીપ અને મેજર નાગપાલનુ અસ્તિત્વ ખરેખર છે? કે પછી તેઓ ફક્ત કનુભાઈએ બનાવેલા કાલ્પનિક પાત્રો છે?. વિચારમાં ને વિચારમાં ક્યારે નિંદર આવી ગઈ ખબર જ ના પડી.

અડધી રાત્રે અચાનક્થી નિંદર ઉડી ગઈ. અડધી આંખ ખોલીને જોયુ તો હજુ તો રાત્રિના અઢિ વાગ્યા હતા.આળસ મરડી ઉભો થયો અને પાણી પીવા રસોડા તરફ આગળ વધ્યો. ફિલ્ટરનો નળ ખોલી એક ગ્લાસ પાણી ભર્યુ અને એ પાણી ભરેલો ગ્લાસ હજુ તો હોઠ પાસે રાખ્યોજ હતો કે બારી પર એક વ્યક્તિનો પડછાયો દેખાયો માથે ગોળ હેટ દેખાતી હતી અને ડિટેક્ટીવ પહેરે તેવો લાંબા ડગલાનો કોટ. થોડો ડર લાગ્યો કે આ કોણ હશે?. પણ હુ હિમંત કરી ડરતા ડરતા ત્યાં આગળ વધ્યો. હ્રદયના ધબકારા વધી ગ્યા હતા કે અડધી રાત્રે વળી કોણ આવ્યુ હશે?. હજુ તો બારીની પાસે પહોચ્યો ત્યા એ વ્યક્તી ત્યાં થી ગાયબ થઈ ગયો હતો.

કોણ હતુ એ? અડધી રાત્રે તે મારા ઘરમાં શુ કરતો હતો? ઘરનો દરવાજો બંધ હતો તો એ ઘરમાં આવ્યો કઈ રીતે? શુ એ કોઇ ભુત હતુ?

આવા અનેક સવાલ મારા મગજમાં ફરતા થયા. આ બધા સવાલો સાથે ઘરનો મેઇન ડોર ચેક કર્યો. એ તો બંધ હતો અને ઘરમાં પ્રવેશ કરવા માટે બિજો કોઇ રસ્તો છે નહિ તો મે એવુ તે શુ જોઈ લીધું? આ વિચાર કરતા હુ મારા બેડરૂમમાં આવ્યો. બેડરૂમમાં એ વ્યકતી મને ફરી દેખાયો. એજ ગોળ હેટ માથા પર લાંબા ડગલા વાળો કોટ. અને હોઠ પર એક પાઈપ હતી જેમાં થી હલકો હલકો ધુમાડો નીકળતો હતો અને રૂમ આખો કોઈ તંબાકુની સુગંધથી ફેલાઈ ગયો હતો

‘આ....આપ કોણ છો અને .....’ બોલતા બોલતા મારી જીભ અટવાતી હતી પણ એણે મારી વાત અધુરે થી કાપી અને તેના ભારે ભરખમ અવાજ માં બોલવાનુ શરુ કર્યુ.

‘હુ કેપ્ટન દિલીપ આજે ખાસ તમને મળવા આવ્યો છુ દેવાંગ સાહેબ’ અવાજમાં ગંભીરતાનો સુર હતો.  

‘મને મળવા અને કેપ્ટન દિલીપ સાક્ષાત??.......ના હોય’

‘હુ ખરેખર તમને મળવા આવ્યો છુ દેવાંગ તમારે મારુ એક કામ કરવાનુ છે’

તે અજાણ્યા શક્સના આવા પ્રત્યુત્તરથી મારા દિલની ધડકનો વધતી હતી. શુ ખરેખર કનુભાઈ ભગદેવની નવલકથાનો કેપ્ટન દિલીપ સત્ય છે.

‘શુ ખરેખર તમે કેપ્ટન દિલીપ......’ મારા મનમાં જે એક ડર હતો તે સંપૂર્ણપણે નાસી ગયો હતો.

‘હા હુ કેપ્ટન દિલીપ અને મારી સાથે નાગપાલ અંકલ પણ આવ્યા છે જુઓ તમારી પાછળ’

મે પાછળ ફરીને જોયુ તો ત્યા તેના જેવીજ એક શક્સિયત ઉભી હતી. એવો જ લાંબો કોટ અને માથે હેટ. આ બન્નેને સાથે જોઈ હું તો જાણે ખુલ્લી આંખે બેભાન થઈ ગયેલો.

‘દેવાંગ આજે અમે બન્ને ખાસ તમને મળવા આવ્યા છે. તમે અમારા પરાક્રમોથી સારી રીતે વાકેફ છો એટલેજ અમે તમારી પાસે આવ્યા છે.’ મેજર નાગપાલ બોલ્યા અને આ દરમિયાન કેપ્ટન દિલીપ પણ તેની પાસે આવીને ઉભા રહિ ગયા.

‘શુ વાત છે. એક એવો વ્યક્તી કે જેણે એકાંતનો સ્વિકાર કરી લિધો છે. નામ માત્રના મિત્રો મુસીબત સમયેતો કામ આવે સાથે ઉભા રહે પણ જ્યારે નોકરીએ રજા હોય અને સાથે સમય પસાર કરવાનો વખત આવે ત્યારે દુર ભાગી જાઈ. જેની ફીયાન્સ પણ સાથ ના આપતા સગાઈ તોડીને ચાલી ગઈ. એવા વ્યક્તિ એટલે મને મળવા એવા બે લોકો આવ્યા જેનો જન્મ ગુજરાતના પ્રખ્યાત લેખક શ્રી કનુભાઈ ભગદેવની કલમથી થયો છે.’

‘હા અમે કાલ્પનિક પાત્રો છીએ તો શુ થયુ?. ભલે કનુ ભગદેવએ અમોને તેની કલમથી જન્મ આપ્યો પરંતુ આપની જાણકારી માટે જણાવી દવ કે કેપ્ટન દિલીપ અને મેજર નાગપાલ આ ધરતી પર હયાત છે અને ધરતીના અંત સુધી હયાત રહેવાના. અને આજે તમારે અમારૂ કામ કરવાનુ છે લેખક મહોદય’

એવુ તો શું કામ કરવવાનુ હશે અને લેખક મહોદય બોલ્યા એટલે નક્કી કોઈ વાર્તા લખાવવી હશે એવુ ધારી મે આશ્ચર્યથી પૂછ્યું ‘શુ આપ કોઇ કહાની લખાવવા આવ્યા છો મારી પાસે? જો આપનો જવાબ હા હોય તો આપને જણાવી દવ કે મે હજુ સુધી કોઇ જાસૂસી કથા લખી નથી. મારી બે નવલકથાઓ સત્ય અને તથ્ય પર છે. પહેલી નવલકથા ‘સક્ષમ’ જે પોરબંદર ના દિવ્યાંગ કલાકાર ક્રૂપા લોઢિયાની આત્મકથા છે અને બીજી નવલકથા ‘વેવિશાળ’ જે મારી સત્યકથા છે. અને આના સિવાયની ઘણી ટુંકી વાર્તાઓ લખી છે પરંતુ જાસૂસી કથા હજુ સુધીતો નથી લખી.’

‘કેટલા સમજદાર છો ‘વહેમ’ અમારી અધૂરી વાતે તમે આખી વાત પકડી લીધી પરંતુ તમે ભુલો છો કે તમે એક નાટક લખ્યુ હતુ જેમાં એક ૩૫ વર્ષની લેડીએ કતલે આમ કર્યા હતા. ખેર અમારે વધુ પોલ નથી ખોલવી પણ અમોને સારી રીતે જાણ છે તમે આજ સુધીમાં કેટલું લખ્યું છે અને શું નથી લખ્યુ. પણ તમારે એક કથા લખવાની છે જેમા એક વિદેશી છોકરીનું ખૂન થયું છે અને તેના ખૂનનો આરોપ અમદાવાદના પ્રખ્યાત ઉદ્યોગપતિ પર આવ્યો છે જે સાવ નિર્દોષ છે. તમારે એ ઉદ્યોગપતિને નિર્દોષ સાબિત કરી કાતિલને પકડવાનો છે’

 ‘અને જો હુ લખવાની ના પાડી દવ તો??’   

‘તમે ના પાડી શકો તેમ નથી દેવાંગ. તમે સારી રીતે વાકેફ છો કેપ્ટન દિલીપ અને મેજર નાગપાલ જેટલા દયાળુ છે તેટલા જ નિર્દય પણ છે. અને હા અમોને મોતનો ડર તો દેખાડતાજ નહી. સામે ગમ્મે તેવી મુસીબત આવે અમે લડવા ચોવીસે કલાક તૈયાર છે.’ એટલુ બોલી કેપ્ટન દિલીપ થોડી વાર માટે ચુપ થઈ ગયા. એ સમય તો રૂમમાં સાવ સન્નાટો છવાઈ ગયો હતો.  

‘તમારી પાસે લખવા સિવાય બીજો કોઇ ઓપ્શન નથી એટલે એજ સારૂ રહેશે કે તમે લખવાનુ ચાલુ કરો. અમે તૈયાર છે પણ હા એક વાત યાદ રાખજો તમારી કલમ જેમ ચાલતી હશે અમે તે પ્રમાણે ચાલશુ અને ફક્ત એટલુ જ બોલશુ જે તમે લખ્યુ હશે’ મેજર નાગપાલ બોલતાની સાથે કમરે લટકાવેલી રિવોલ્વર મારા કપાળ પર મુકી અને સાથે કેપ્ટન દિલીપએ રિવોલ્વર તાકી દિધી

મે ડરતા ડરતા ડાયરી ને કલમ હાથમાં લિધા અને લખવાનુ શરુ કર્યુ. પણ થતુ હતુ એવુ કે હુ લખુ એ સમયે આ કેપ્ટન દિલીપ અને મેજર નાગપાલ મિ. ઈન્ડિયાની જેમ ગાયબ થઈ જતા હતા અને જેવુ લખવાનુ બંધ થાય એટલે તેઓ ફરી એક વખત સામે આવી ઉભા રહિ જતા અને કપાળ પર રિવોલ્વર મુકી દેતા. મે લખવાનુ ચાલુ રાખ્યુ.

 


 

“ પોલીસ સ્ટેશનનો લોકઅપ રૂમ. જ્યા નામ માત્રનુ અંજવાળુ એ પણ રૂમની વચોવચ આવેલા ટેબલની માથે લટકતા લેમ્પમાંથી આવતુ હતુ. એ સિવાય બધે કાળુ ડિબાંગ અંધારુ જ દેખાતુ હતુ. ટેબલની સામ સામે લાકડાની ખુરશી પર કેપ્ટન દિલીપ અને અમદાવાદના પ્રખ્યાત ઉધ્યોગપતિ મુકેશ જાની બેઠા હતા.

૧૦ દિવસ પહેલા ફ્રાંસ થી ભારતના પ્રવાસે આવેલી ૨૬ વર્ષિય એમી બ્રાઊનની લાશ અમદાવાદના કાકરીયા તળાવથી સહેજ દુર ખુબજ દયનીય હાલતમાં મળી આવી હતી. ચહેરો આખો પથ્થર મારી મારી બગાડી નાખ્યો હતો અને લાશની ઓળખ કરવી પણ મુશ્કેલ હતી. પરંતુ તેના ડિ.એન.એ પર થી એ સાબિત થતુ હતુ કે તે કોઇ વિદેશી નાગરિક છે.

પોલીસએ ભારતમાં આવેલા વિદેશી નાગરીકોનિ તપાસ કરતા એમી બ્રાઊન હોવાનુ માલુમ પડ્યુ. એમી એકલી આવી હતી એટલે તેના પરિવારને ફ્રાંસથી બોલાવવામાં આવ્યો અને તેના ડિ.એન. એ સાથે મેચ કરી પાક્કુ થઈ ગયુ કે એ લાશ એમીની જ  હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર થી એ જાણવા મળ્યુ હતુ કે એમીની લાશ મળી એ પહેલા તેની સાથે બળાત્કાર પણ થયો હતો

શરુઆતમાં તો પોલીસએ તપાસ કરી પણ પરિવારજનોનુ દબાણ અને સ્થાનીક લોકોના આક્રોશ, પોલીસ સ્ટેશન અને કમિશનર કચેરી પાસે લોકોના ટોળા ભેગા થતા હતા અને સરકાર પર વહેલી તકે ખુનીને ફાંસીના માચડે ચડાવવા માટે દબાણ વધતુ હતુ. એટલે મુખ્યમંત્રીએ આ કેસની તપાસ ઇન્ટેલીજન્ટ બ્યુરોના ચીફ મેજર નાગપાલને સોપી હતી.

મેજર નાગપાલ અને કેપ્ટન દિલીપ સાથે મળી એમીના કાતીલ સુધી પહોચવાનો પ્રયત્ન કરતા હતા. એમીએ ભારતમાં આવ્યાના બીજા દિવસે એક સિમકાર્ડ લીધું હતુ. અને એ નંબરના કોલ રેકોર્ડ પરથી તેનો મુકેશ જાની સાથે સંપર્ક હોવાનુ માલુમ પડ્યુ હતુ. અને મુકેશ જાનીનુ ડિ.એન.એ એમીના પાર્થિવ શરીર પર મળેલા સિમેન ના ડિ.એન.એ સાથે મેચ થતુ હતુ જેના પરથી એ સાબીત થતુ હતુ કે મુકેશ જાનીએ જ એમી પર બળાત્કાર કર્યો હતો.

મુકેશ આ વાતથી સાફ ઇન્કાર કરતો હતો કે તેણે કોઇ બળાત્કાર કર્યો છે.

‘ઓફીસર મે એમી સાથે કોઇ રેપ નથી કર્યો.હું તેના સંપર્કમાં હતો તેમાના નહિ. એમી અમદાવાદમાં પોતાની એક કંપની શરૂ કરવા માંગતી હતી. જેમા તે ઓટોમોબાઈલ આઈમીન બાઈક અને ગાડીના સ્પેરપાર્ટ બનાવી શકે. પણ વિદેશી નાગરિક હોવાને લિધે તેને કંપની ખોલવાની મંજુરી મળતી નોતી. એટ્લે એણે મારી સાથે લગ્ન કર્યા અને ભારતીય નાગરિક બનવા માટે અરજી પણ મુકી હતી.  

લગ્નબાદ અમારા વચ્ચે સહમતીથી સંબંધ બંધાયો હતો બિજે દિવસે સવારે તે કંપની માટે જી.આઈ.ડી.સી પહોચી હતી ત્યાં કોઈ સારી જગ્યા જોઈ અમે ઓટોમોબાઈલની ફેક્ટરી ઉભી કરવાના હતા. સવારે ૧૦ વાગ્યે તે ઘરેથી નિકળી હતી. બપોર ૪ વાગ્યા સુધી તે પરત ના આવતા મે તેને ફોન કર્યો પણ તેનો ફોન રિસીવના થયો અને થોડીવાર માં મને એનો મેસેજ મળ્યો કે તે રાત સુધીમાં આવશે એટલે હુ નિસ્ફીકર થઈ ગયો હતો. મને લાગ્યુ હતુ કે તેને કોઈ જમીન પસંદ આવી ગઈ છે અને સોદો ફાઈનલ કરી નાખ્યો હશે એટલે મે વધૂ પુછપરછ કરી નહી’

‘તમારા પત્ની એક ફેક્ટરીનો સોદો ફાઈનલ કરે અને તમને કહેતા પણ નથી. જાની સાહેબ આ વાત ગળાથી નીચે નથી ઉતરતી’

‘ના એવુ નથી અમારા લગ્ન નામ ખાતરજ હતા. તેને ફેક્ટરી માટે ભારતનું નાગરિક્ત્વ જોઈતુ હતુ એટલે જ એણે મારી સાથે લગ્ન કર્યા હતા. અમારી ડિલ હતી કે તે ઇન્ડીયન સિટીઝન બની જાઈ પછી એ મને ડિવોર્સ આપી દેશે. લગ્ન પછી અમે સાથે રહેતા પણ એક બીજાને ટચ પણ નો’તા કરતા ફક્ત વાતોજ થતી, એ મને ફ્રાંસના શહેરો, ત્યાંનુ વાતાવરણ, ત્યાંની રહેણી કહેણીની વાતો કરતી અને હુ ભારતની વાતો કરતો. અને રાત પડ્યે અમે બન્ને અલગ અલગ રૂમમાં સુતા. પણ આ વાતોએ ક્યારે પ્રેમ જગાવી દિધો ખબર ના પડી. એક દિવસ અમે બન્ને સાથે ડ્રિંક કરવા બેઠા હતા. વિદેશી નાગરિક હોવાને કારણે તેની પાસે પરમીટ હતી. અને અમે તે દિવસે દારૂના નશામાં એકાબિજાથી સાવ નજીક આવી ગયા હતા.

 

બીજે દિવસે સવારે ભાનમાં આવતા ફરી એક વખત દુર થવાનુ નક્કી કર્યુ અને ફરી પાછી આવી ભુલના થાય તેમાટે થઈ અલગ અલગ ઘરમાં રહેશુ એવુ નક્કી કર્યુ હતુ. સવારે તેને ફેકટરી જોવા જવાનું હતુ એટલે તે ઘરેથી ડાઈરેક્ટ જી.આઈ.ડી.સી. જવા નિકળી ગઈ અને ત્યાંથી રિટર્ન આવી તેના બેગ લઈ બીજા ઘરમાં શીફ્ટ થઈ જશે તેવુ કહેતી ગઈ. હું મોડી રાત સુધી તેના આવવાનો ઇન્તેજાર કરતો હતો પણ તે આવી નહિ. હુ રાહ જોતા જોતા ક્યારે સુઈ ગયો ખબરજ ના પડી અને બીજે દિવસે સવારે તેની લાશ મળ્યાના સમાચાર મળ્યા. હુ ખરેખર ખુબ જ ડરી ગયો હતો.’

‘સબુત બધા અત્યારે તમારી વિરુધ્ધમાં છે જાની. જ્યા સુધી અસલ હત્યારો પકડાઈના જાય ત્યા સુધી અમારે તમને અહિજ રાખવા પડશે’

‘ઓફિસર મારે વકિલ સાથે વાત કરવી છે’

‘ઠિક છે.’

કેપ્ટન દિલીપએ એક કોન્સ્ટેબલને વાત કરી મુકેશ જાનીને તેના વકિલ સાથે વાત કરવાની પરમિશન આપી. તે ત્યાંથી નિકળી સિધો ઇન્ટેલીજન્સ બ્યુરોની ઓફિસએ પહોચ્યો જ્યાં મેજર નાગપાલ તેની રાહ જોતો હતો.

આખી વાત કહ્યા પછી દિલીપે જણાવ્યુ કે ‘ખબર નહિ કેમ પણ મને તેની વાતમાં તથ્ય દેખાઈ આવે છે. ભલે તમે જે કહો તે મને આ મુકેશ જાની નિર્દોષ લાગે છે.’

‘ના દિલીપ એ વાત તો હુ દાવા સાથે કઈ શકુ કે જાની નિર્દોષ નથી. એમીના શરીર પર જાનીના સિમેનના ટ્રેસીસ મળ્યા છે.’

‘એ વાતનો હું ઇન્કાર નથી કરતો પણ જાની સાથે મે વાત કરી એના પર થી મને એવુ લાગે છે કે એ નિર્દોષ છે. પણ સત્ય શુ છે એ તો સબુત હાથમાં આવે એ પછીજ ખ્યાલ આવશે ત્યાં સુધી કઈ પણ કહેવુ તે યોગ્ય નથી’

હજુ તો આ વાત ચાલી રહિ હતી ત્યાં મેજર નાગપાલનો ફોન રણકી ઉઠે છે. અને કોઈ જરૂરી ફોન હોય તેવુ લાગે છે એટલે એક પળ નો પણ વિલંબ કર્યા વિના નાગપાલ કોલ રિસીવ કરે છે. એક શબ્દ પણ બોલ્યા વિના થોડિવાર સાંભળી તે ફોન મુકિ દે છે અને દિલીપને ટિવી ચાલુ કરી સમાચાર મુકવાનો આદેશ આપે છે.

ટિવી પર બ્રેકીંગ ન્યુઝ સાંભળી બન્ને આશ્ચર્યમાં પડી જાઈ છે. કારણ કે સમાચાર પ્રમાણે મુકેશ જાનીના વકિલ ખુરાનાએ કેપ્ટન દિલીપ પર આરોપ મુક્યા છે કે તેણે મુકેશ ને ઢોર માર માર્યો છે અને તે મુકેશ પાસે જબરદસ્તી ગુન્હો કબુલ કરવા દબાણ કરે છે.

‘દિલીપ આ શુ છે બધુ??’

‘ના અંકલ આ બધુ સાવ ખોટુ છે. મે મુકેશને મારવાનુ તો દુર હાથ સુધા નથી લગાવ્યો’

‘તો શુ આ સમાચાર વાળા ખોટુ બોલે છે. આ મુકેશના ચહેરા અને બદન પર જે મારના નિશાન બતાવ્યા તે ખોટા છે.??’

‘ના પણ મે એને નથી માર્યો’

નાગપાલએ તેને સસ્પેંડ કરવો પડ્યો અને તેના પર પુછપરછ માટે દિલ્હીથી ઇન્ક્વાયરી બેસાડવાનો આદેશ આપ્યો.

દિલીપએ આદેશનો સ્વીકાર કરતા તુરતંજ તેની ગન અને ઇન્ટેલીજન્સ બ્યુરોનો બેજ મેજર નાગપાલના ટેબલ પર મુક્યા.નાગપાલને જરા પણ વિશ્વાસ નોતો કે દેશ અને કાનુન પ્રત્યેનો સૌથી વફાદાર એવો કેપ્ટન દિલીપ આવુ પગલુ ભરશે. ના છુટકે નાગપાલએ તેને હથકળી પહેરાવતો હતો જે તેની જરા પણ ઇચ્છા નોતી તે કરે તો પણ શુ કરે તેની મજબુરી હતી.

'હથકળીની જરૂરત નથી અંકલ હુ એટલો તો વફાદાર છુ...’  દિલીપ બોલતો હતો ત્યાંજ અધ્ધ વચ્ચેથી અટકાવી નાગપાલ બોલ્યો

‘મને ખબર છે દિલીપ પણ આ તો મજબુરી છે. મે સપને પણ વિચાર નોતો કર્યો કે એક દિવસ મારે તને......’  બોલતા બોલતા નાગપાલની જીભ અટવાતી હતી.

પણ પોતાના કર્તવ્ય અને કામની મજબુરીની આગળ સંબંધોનુ કોઇ મોલના થાય તે વાત તે બરાબર રીતે સમજતો હતો. દિલીપને હથકળી પહેરાવતી વખતે તેના હાથ ધ્રુજતા હતા તો પણ દિલીપને હથકળી પહેરાવી ગુન્હેગારની જેમ લઈ ને જતો હતો. બ્યુરો ઓફીસની બહાર નિકળા

‘અંકલ તમે મને લોકઅપમાં નાખો એ પહેલા મારે તમને કઈક કહેવુ છે. ‘

‘બોલ શુ બાકી રાખ્યુ છે હવે તે?’

‘મે તમારી સાથે ઘણા કેસ સોલ્વ કર્યા છે. દેશ માટે થઈ ઘણા દુશ્મનો સાથે લડાઈ કરી છે રાત દિવસ, હજુ સુધી મે ભારતમાતા પર આંચ આવવા નથી દિધી અને દેશનો એક જુવાન મારા પર જુઠ્ઠા આરોપ મુકે છે મે તેના પર દબાણ કર્યુ છે અને તમે એ જુઠ્ઠા આરોપને સાચો માની આજે મને આરોપીની માફક ઢસળીને લોકઅપમાં નાખો છો. કેટલુ અજીબ લાગે છે.’

‘ગુન્હેગાર કોઈનો સગો નથી હોતો દિલીપ.એ પછી કોઇ પણ સ્વરૂપ માં હોઈ શકે મુકેશ પર આરોપ છે હજુ કે તેણે એમી સાથે બળાત્કાર કર્યો છે અને તેનુ ખુન કર્યુ છે હજુ તે સાબીત નથી થયુ. અને કોઈપણ વ્યક્તીને આપણે ગુન્હો કબુલ કરવા મજબૂરના કરી શકિએ. તે કાયદા અને નિયમોનુ ઉલંઘન કર્યુ છે દિલીપ આની સજાતો તને મળશે.’ મેજર નાગપાલના અવાજમાં ગંભીરતાનો સુર છલકાતો હતો.

‘સજા તો ત્યારે મળશે જ્યારે હુ જેલભેગો થઈશ’ દિલીપએ વાત કરતાની સાથે નાગપાલને ધક્કો મારી જમીનભેગો કરી દિધો. નાગપાલ જ્યારે ભાનમાં આવ્યો ત્યારે દિલીપ ત્યાંથી ક્યાંક રફુચક્કર થઈ ગયો હતો.

દિલીપના ભાગી જવાના સમાચારે પુરની માફ્ક વેગ પકડી. ગલ્લીએ ગલ્લીએ દિલીપની બેવફાઈના કિસ્સાઓ ગુંજતા થયા. મુખ્યમંત્રીએ એમીના કાતિલને પકડવાની સાથે સાથે નાગપાલને દિલીપને પણ વહેલી તકે લોકો સમક્ષ હાજર કરવા આદેશ આપ્યો.

જે રિતે એક ગુન્હેગાર માટે મોસ્ટ વોન્ટેડના પોસ્ટર ચીપકાવવામાં આવે તે રિતે દિલીપ માટે પણ પોસ્ટર ચીપકાવવામાં આવ્યા હતા. પુરેપુરા એક લાખ નુ ઇનામ જાહેર કરવામાં આવ્યુ.

વાતને એક મહિનો વિતી ગયો પણ નાતો દિલીપનો કઈ પતો હતો કે નાતો એમીના કાતિલનો. અદાલતમાં એમીના ખુનનો કેસ ચાલુ થયો આરોપી મુકેશ જાનીને અદાલતમાં રજુ કરવામાં આવ્યો.

મુકેશ અદાલતમાં એજ બોલ્યો જે તેણે દિલીપની સામે કહ્યુ હતુ.

‘તો પછી તમારા ચહેરા પર આ મારના નિશાન કઈ રિતે આવ્યા?’ પ્રોસિક્યુશન વકિલ તિવારીએ સામો સવાલ કર્યો

‘મે કેપ્ટન દિલીપને પણ આજ વાત કહિ હતી પણ તે મારી વાત માનવા તૈયાર નોતા અને મને વારે વારે એક જ વાત પુછતા હતા કે તે એમીનુ ખુન કઈ રિતે અને શા માટે કર્યુ? હુ બોલી બોલી ને થાકી ગ્યો કે મે ખુન નથી કર્યુ પણ તે મારી વાત માનવા તૈયાર નોતા મે લાખ કોશિષ કરી પણ તેને તો ખબર નહિ શુ જુનુન ચડ્યુ લાકડી હાથમાં લઈ મનફાવે તેમ મારવા લાગ્યા અને ચીસો પાડવા લાગ્યા ખુન તે જ કર્યુ છે. પણ સાહેબ મે કોઇ ખુન નથી કર્યુ. તેનુ ખુન ક્યાં ને ક્યારે કર્યુ છે  મને તો તે પણ નથી ખબર. અને જે દિવસે ખુન થયુ તે દિવસે તો હુ મારી ઓફીસમાં બેઠો કામ કરતો હતો. ઓફીસ ના સીસીટિવી તમે જોઈ શકો છો.’

‘યોરઓનર આ રહ્યા ૧૫ જુલાઈના મુકેશ જાનીના ઓફીસ ના સીસીટિવીના ફુટેજ અને તેના ફોન નો સી.ડી.આર (કોલ ડીટેઈલ રેકોર્ડ) રિપોર્ટ જે સાબીત કરે છે કે મારા મુવક્કિલ મુકેશ જાની તે દિવસે ઓફિસની બહાર નોતા ગયા. હા વચ્ચેના અડધા કલાકના ફુટેજ મા તે નથી દેખાતા કેમ કે તેઓ કેન્ટીનમાં જમવા માટે ગયા હતા અને કેન્ટીનમાં સીસીટિવી કેમેરા નથી પણ મુકેશની ફોન લોકેશન ત્યાં ની બતાવે છે જેના પર થી સાબીત થાઈ છે કે મુકેશ જાની તે દિવસે તેની ઓફીસ જે મર્ડર સ્પોટથી ૨૫ કિલોમીટર દુર છે ત્યાંજ હતા. હવે કદાચ જો એમ માનીએ કે આ અડધી કલાક્ના સમય માં મુકેશ ત્યાં જઈ ખુન કરી ઓફીસ પરત આવી ગયા તો એ પણ શક્ય નથી કારણ કે અમદાવાદના ટ્રાફીક્માં ૨૫ કિલોમીટર જવુ એટલે ઓછામાં ઓછી ૨૫ મિનીટ તો જોઈએ’

‘યોરઓનર શુ એ વાત શક્ય નથી કે મુકેશ જાનીએ કોઈ કોન્ટ્રાકટ કિલર ને સોપારી આપી હોય તેનુ ખુન કરવા માટે’ તિવારીનો સળગતો સવાલ આવ્યો

‘ના મિ. તિવારી મુકેશના કોલ રેકોર્ડ પર એવો કોઈ સસ્પીશીયસ નંબર નથી મળ્યો આપ ચાહો તો તપાસ કરી શકો છો’

અદાલતમાં વકિલ તિવારી અને વકિલ ખુરાના વચ્ચે દલીલો નુ ઘમાસાણ યુધ્ધ થયુ પણ એવુ કોઈ સબુત કે એવુ કોઈ ગવાહ અદાલતમાં રજુ ના થઈ શક્યુ કે આરોપી મુકેશ જાનીને હત્યારો સાબીત કરી શકે. પણ તિવારી પણ ખુબજ ચતુર હતો તેણે દલીલો થી અદાલત પાસે સબુત જોડવા માટે થોડો સમય માંગ્યો.

અદાલતે સબુતો અને ગવાહોના અભાવે મુકેશ જાની પર ના તમામ આરોપો ખારીજ કર્યા અને તેને છોડવો પડ્યો પણ સાથે કેસ ચાલુ રાખવા અને મુકેશ જાનીને તમામ સુનવાઈ પર હાજર રહેવા તથા અસલ આરોપીને સજાના મળે ત્યાં સુધી શહેરની બહાર ના જવા હુકમ ફરમાવ્યો. સાથે ઇન્ટેલીજન્સ બ્યુરોના ચીફ મેજર નાગપાલ ને હત્યારાને વહેલી તકે હવાલાત ભેગો કરવા તથા સસ્પેંડેડ ઓફીસર કેપ્ટન દિલીપને વહેલી તકે અદાલત સામે રજુ કરવા હુકમ કર્યો.

તે દિવસે સાંજે મેજર નાગપાલ ઓફિસમાં બેઠો કોફી ના ઘુટડા ગળાની નિચે ઉતારતો હતો અને મનમાં બડબડ્તો હતો ‘આખરે ક્યા ગયો હશે દિલીપ? કઈ ભાનજ નથી પડતી આવી રિતે ભાગી જવાઈ કઈ. આ તો તેના પર શંકાના થતી હોય તો પણ શંકા ઉપજે.’  

‘સાહેબ આપને મળવા માટે કોઇ આવ્યુ છે.’ પ્યુન રામદાસ આવી ને બોલ્યો

‘અંદર મોકલો’

થોડીવાર માં એક હટ્ટો કટ્ટો વ્યક્તી અંદર પ્રવેશ્યો ગળામાં સોનાની જાડી ચેન ફેંચ કટ દાઢી માથામાં કરંટ લાગ્યો હોય ને વાળ ઉભા થઈ ગ્યા હોય તેવા આંખો પર રે-બેન ના જાડા ગોગલ્સ. દેખાવે તો કોઇ રેપર જેવો લાગતો હતો.

‘જી સર હુ આપની શુ સહાયતા કરી શકુ’ મેજર નાગપાલ સ્વાગત કરતા બોલ્યો

‘આપને એમી મર્ડર કેસ વિશે કઈક જણાવવા માંગુ છુ નાગપાલ સાહેબ’ તેનો અવાજ થોડો ભારે અને વજનદાર હતો લાખ કોશિષ કરી પણ નાગપાલ તેને ઓળખી ગયો

‘દિલીપ તું અહી એ પણ આવા વેશમાં આ શુ છે બધૂ??’

‘શુ વાત છે અંકલ તમે તો મને ક્ષણભરમાં ઓળખી લિધો પણ કઈ રિતે મે ચહેરો આખો બદલ્યો. આંખો પણ ચશ્મા આડે ઢાંકી લિધી દાઢી પણ અલગ કરી અવાજ પણ બદલયો તો પણ તમે મને કઈ રિતે ઓળખી ગયા’

‘કદાચ તમે એ વાત ભુલો છો કે આપ કોની સાથે અને ક્યાં બેઠા છો’

‘અંકલ એક વિનંતી છે મહેરબાની કરી કોઈને જણાવશો નહી કે હું કોણ છું અને ક્યા છું એ’

‘એના વિશે હુ વિચારીશ પણ તુ ક્યાં છો શુ કરે છે મને કઈ ખબર નથી તારા પર એક લાખ નુ ઇનામ પણ જાહેર કર્યુ છે પણ મને એ તો ખબર જ હતી કે લાખ કોશિષ કરશુ પણ તને પકડવો નામુમકીન છે.’

‘હુ અહિ માત્ર કામની વાત કરવા આવ્યો છુ તો કામપર વધુ ફોકસ કરીએ એજ વધુ સારુ રહેશે.’ આ વખતે દિલીપ કોઈ અલગજ સુરમાં બોલતો હતો.

‘બોલ શુ કામની વાત છે’

‘અંકલ એક વાતે તો હુ શ્યોર છુ કે એમીનુ ખુન મુકેશ જાની એ નથી કર્યુ કોઇ બીજાએજ કર્યુ છે અને બળાત્કાર પણ બીજા કોઈએ જ કર્યો છે.’

‘તો મિ. ...અ...’ મેજર નાગપાલ બોલતા બોલતા અટ્ક્યો પણ તેના અવાજ પર થી દિલીપ એટલુ તો સમજી ગયો હતો નાગપાલ તેની સાથે છે.

‘રોની.. રોની ડિસુઝા’

‘હા તો મિ. રોની ડિસુઝા તમે આટલા વિશ્વાસ સાથે કઈ રીતે કઈ શકો કે મુકેશ જાનીએ એમીનુ ખુન નથી કર્યુ. અને જો મુકેશએ એનો બળાત્કાર નથી કર્યો તો તેનુ સિમેન એમીના શરીર પર આવ્યુ કઈ રિતે?’

‘સબુત બદલી શકે અને ગવાહો અદાલતમાં ફરી શકે એ વાત તમે સારી રિતે જાણો છો. મેજર સાહેબ’

‘તો શુ આ કેસમાં સબુતો બદલવામાં આવ્યા છે.?’ મેજર નાગપાલના ચહેરા પર પ્રશ્નાથચિંહ ઉપસી આવ્યુ હતુ.

‘ના સબુત બદલ્યા નથી પણ સબુતો એ રીતે પ્લાંટ કરવામાં આવ્યા છે કે સીધો શક મુકેશ જાની પર આવે અને તેનુ મિડીયામાં એમ કહેવુ કે કેપ્ટન દિલીપે તેની સાથે મારપીટ કરી છે એ વાત પણ એક સાજીસ હતી દિલીપને ષડયંત્રમાં ફસાવવા માટે. હકિકત તો એ છે કે હત્યારો જે કોઈ પણ છે તે બહુ ચપળ અને હોશીયાર છે. તે પોલીસની ઇન્વેસ્ટીગેશનની રીત થી સારી રિતે વાકેફ છે એટલે જ તેણે જાણી જોઈને સબુત એ રીતે મુક્યા કે સીધો મુકેશ જાની પર શક આવે’

‘તો પછી મુકેશ ના સિમેન એમીના શરીર પર કઈ રિતે પહોચ્યા.?’

‘મુકેશના ઘરે કામ કરતી કામવાળી બાઈ વિમલાના ૬ વર્ષના દિકરાને તેણે કિડનેપ કર્યો. અને તેણે આપેલી દવા મુકેશના ગળા નિચે ઉતારવા મજબુર કરી. અને તે દવા આપવા તેને અંધારામાં મળવા માટે બોલાવી એ ઉપરાંત તેની ઓળખ છતી ના થાય તે માટે કાળો શર્ટ કાળી પેંટ અને કાળો કોટ પહેર્યો હતો હાથમાં કાળા મોજા અને મોજા અને કોટ ને કાળા કલર ની ટેપ થી ચિપકાવ્યા હતા. ચહેરા પર મન્કી કેપ પહેરી હતી જેથી તેની આંખો સિવાય બિજૂ કઈ પણ ના દેખાઈ અને આંખો ઢાંકવા માટે મે પહેર્યા તેવા જાડા ગ્લાસના કાળા ગોગલ્સ પહેર્યા હતા. ટુંક મા આખુ શરીર કાળા કપડા થી ઠંકાયેલુ હતુ અને જ્યાં અંગ દેખાવની શક્યતા હતી ત્યા. કાળી ટેપ ચિપકાવી હતી જેથી તેના શરીર પર જો કોઈ માર્ક હોય તો તે જોઈ ના શકાય.

વિમલાની મદદ થી તેણે દવા આપી મુકેશ અને એમીને બેભાન કર્યા અને મોકાનો ફાયદો ઉઠાવી તે ઘરમાં પ્રવેશ્યો. અને આવતા વેત તેણે વિમલાને રવાના કરી. અને વિમલાને ધમકી આપી કે જો કોઈને આ વાત કરી છે તો જાનથી મારી નાખીશ.

તે ઘર મા આવતા તો આવી ગયો. અને સૌથી પહેલા ઘરની તમામ વસ્તુઓનુ નિરીક્ષણ કર્યુ અને પછી તે જાનીના રૂમમાં પ્રવેશયો. કોઇ પણ વસ્તુ ને અડયા વગરજ તે ધર ફરતો હતો એટ્લે તેના આંગળાના છાપ ઘરમા મળે તેમ નથી.

જાનીના રૂમમાં આવ્યાબાદ તેણે સૌથી મોટુ કામ કર્યુ અને તે હતુ સિમેન કાઢવાનુ જેમા તેને અડધી કલાકનો સમય લાગી ગયો. અને તેને કઈ રીતે સ્ટોર કરવુ તે સારી રીતે જાણતો હતો એટલે તે તુરંત જ ત્યાંથી નિકળી સ્ટોરેજ રૂમ પહોચ્યો અને સિમેન એ રીતે સ્ટોર કર્યુ જેથી તે બગડે નહિ. અને બિજે દિવસે જી.આઈ.ડી.સી માંથી મોકો જોઈ એમીનુ અપહરણ કર્યુ અને ત્યાંની જ કોઈ ફેક્ટરીમાં બાંધીને રાખી હતી. અને ત્યાંજ બળાત્કાર કર્યો. અને ત્યાંજ ખુન પણ કર્યુ અને મોકો જોઈ લાશ ને કાકરીયા પાસે ફેકી આવ્યો.’

‘એ બધુ તો સમજાણુ પણ તેમાં સાજીસ શુ હતી? કેપ્ટન દિલીપ અને મુકેશ જાનીને ફસાવવાનુ શુ કારણ હતુ? અને મુકેશના સિમેનનો ઉપયોગ કઈ રિતે કર્યો?’   

‘બળાત્કાર કરતી વખતે હત્યારાએ કૉન્ડમનો ઉપયોગ કર્યો હતો અને તેની બહારની તરફ મુકેશના સિમેન લગાવવામાં આવ્યા હતા જેથી તે એમીના શરીર પર આવે.

હકિકતમાં એમીને અને મુકેશ જાનીને ફક્ત મોહરુ બનાવવામાં આવ્યુ છે. હત્યારાનો અસલ મકસદ તો કેપ્ટન દિલીપને ફસાવવાનો છે. અને તે કોણ છે તે હુ નથી જાણતો પણ ટુંક સમયમાં એનો પણ પતો લગાવી લઈશ અને આપની સમક્ષ રજુ કરીશ.’

‘અને જો ના કરી શક્યા તો?’ મેજર નાગપાલ તરફથી આવા સવાલની અપેક્ષા તો હતી

‘પાંચ દિવસ માં અસલ હત્યારો અથવા કેપ્ટન દિલીપ આપની સમક્ષ હાજર હશે.’ રોની ડિસોઝા ઉર્ફ કેપ્ટન દિલીપ આત્મવિશ્વાસ સાથે બોલ્યો.  

‘ઠિક છે પાંચ દિવસ પણ જો પાંચ દિવસમાં હત્યારો ના ઝડપાયો તો એકલાખ નો હુ માલીક બની જઈશ એટલુ યાદ રાખજો મિ. રોની.’

રોની ત્યાંથી રવાનો થયો અને તેના રોજેના અડ્ડા પર પહોચ્યો જ્યાં તે છેલ્લા ૧૦ દિવસ થી જતો હતો. એ અડ્ડાનુ નામ હતુ ‘ચાય સ્ટેશન’ નામ માત્રનુ ચાય સ્ટેશન હતુ હકિકતમાં તો ત્યાં અંદર ખાને દારૂની મહેફીલ જામતી. દિલીપ ત્યાં વ્હિસકીના પેગ લગાવવા જતો. આજે પણ રોજની જેમ ત્યાં પહોચ્યો અને વ્હિસ્કીનો પેગ લગાવવાની તૈયારીજ હતી ત્યાં એક પચીસેક વર્ષનો યુવાન તેની પાસે આવીને ઉભો રહ્યો. તે યુવાન દેખાવે તો શાહીદ કપુર જેવો હતો. પણ ઉંચાઈ થોડીનાની હતી અને એક પગે લંગડાતો ચાલતો હતો.

દિલીપ અને તે યુવાન કઈક વાતો કરતા હતા. થોડી ગુફત્ગુ કરી તે યુવાન લંગડાતો લંગડાતો ત્યાંથી ચાલ્યો ગયો અને દિલીપ પણ વ્હિસકીનો પેગ પુરો કરી ત્યાંથી રવાનો થયો.

આ બધુ મેજર નાગપાલ દુર ઉભા અવલોકન કરતો હતો. તે યુવાનનો ચહેરો તો દેખાયો પણ તે લોકો વચ્ચે શુ વાત થતી હતી તે ખબર ના પડી. દિલીપના આખી વાત દરમીયાન દિલીપના ચહેરા પર એક સરખા હાવભાવ હતા એટલે કોઇ કામની વાત હતી કે નહિ એ પણ ના જાણી શક્યો પણ એક વાતે નાગપાલ ચોક્કસ હતો કે નક્કી એમી મર્ડર કેસને લગતી વાત છે.

 મેજર નાગપાલ દિલીપની પાછળ પાછળ થોડુ અંતર રાખી એ રીતે ચાલતો હતો કે દિલીપને તેની ખબર ના પડે. ચાલતા ચાલતા દિલીપ એક ટેલીફોન બુથમાં પ્રવેશ્યો અને એક નંબર ડાયલ કર્યો.

મેજર નાગપાલનો ફોન રણકી ઉઠ્યો તે સમજી ગયો હતો કે આ ફોન દિલીપએ જ કર્યો છે

‘હેલ્લો’ ફોન રિસીવ કરતા વિનમ્રતાથી બોલ્યો.

‘કેપ્ટન જેક સ્પેરો બોલુ છુ મેજર.’ સાવ પાતળો અવાજ હતો પણ અજાણ્યો હતો અવાજ પર થી નાગપાલ એટલુ તો જાણી ગયો હતો કે આ દિલીપનો અવાજ નથી કોઈ બીજુ છે પણ કોણ?

‘જી બોલો’

‘એમીનુ ખુન મુકેશ જાનીએ નહિ મે કર્યુ છે. પણ તારે અદાલત માં એ સાબીત કરવુ પડશે કે હકિકતમાં આ ખુન મુકેશ જાનીએ કર્યુ છે અને તારે ગમ્મે તેમ કરી મુકેશને ફાંસી અપાવવી પડશે’

‘પણ તમે કોણ છો અને શા માટે.......’ નાગપાલના અવાજમાં પહેલી વાર એક ડર દેખાતો હતો.

‘કિધુ તો ખરા કેપ્ટન જેક સ્પેરો બોલુ છુ’.. અધ્ધ વચ્ચેથી નાગપાલ ને અટકાવી એ અજાણ્યો વ્યક્તિ બોલવા લાગ્યો.

‘તારો વફાદાર સાગરીત જે મોસ્ટ વોન્ટેડની લિસ્ટમાં આવી ચુક્યો કેપ્ટન દિલીપ મારા કબજામાં છે યાદ રાખજે. જો મુકેશને ફાંસીની સજા નથી થઈ તો દિલીપની અને તારી તસ્વીર દિવાલે છાપી દઈશ એ પણ ફુલો ના હાર સાથે..’

આગળ કઈ બોલે એ પહેલા કેપ્ટન જેક સ્પેરોએ ફોન કટ કરી નાખ્યો. નાગપાલ ચકરાવે ચડી ગ્યો કે સાંજે તો દિલીપ મારી સામે બેઠો હતો અને ત્યાર બાદ મે એક ક્ષણ માટે પણ દિલીપ જે રૂપ બદલીને આવ્યો હતો તેના પર થી નજર નથી હટાવી તો તેનુ અપહરણ કઈ રિતે થઈ ગયુ અને શા માટે એ કેપ્ટન જેક સ્પેરો મુકેશને ફાંસી એ ચડાવવા માંગે છે. ફોન માં વાત કરતા કરતા થોડી ક્ષણો માટે તેની નજર રોની એટલે દિલીપ પરથી હટી ગઈ હતી. નાગપાલએ ફરી એક વખત નજર ફેરવી તો દિલીપ ત્યાં મોજુદ નોતો.

વિચાર વિમશ કરતો નાગપાલ ઓફીસ પહોચ્યો અને કોફીના ઘુંટળા મારવા લાગ્યો. ત્યાં પટ્ટાવાળો રામદાસ એક બોક્સ લઈને આવ્યો

‘સાહેબ તમે બહાર ગયા હતા ત્યારે એક સમુદ્રી લુટેરા જેવો દેખાતો માણસ આવીને આપી ગયો અને તમને આપવાનુ કહ્યુ છે’

‘કેપ્ટન જેક સ્પેરો નામ કિધુ હતુ?’ નાગપાલે આતુરતાથી પુછ્યુ

‘હા સાહેબ તમને ખબર છે’

‘ના બોક્સ અહિ ટેબલ પર મુક અને નજીકમાં ક્યાય પાઉભાજી મળે તો લેતો આવ બહુ ભુખ લાગી છે’

‘જી સર’

રામદાસ ત્યાંથી નિકળી ગયો. તેના બહાર ગયા બાદ નાગપાલે બોક્સ ખોલીને જોયુ તો તેમાં એક નાની બોટલ હતી જે લોહી થી ભરેલી હતી સાથે એક ચિઠ્ઠી અને એક સી.ડી પણ હતા. નાગપાલે ચિઠ્ઠી ખોલી તો તેમાં લખ્યુ હતુ.

‘મેજર તને મારી વાત પર વિશ્વાસ ના હોય તો મે દિલીપનુ લોહી મોકલ્યુ છે. મને ખ્યાલ છે તમારા ઓફીસર ના લોહીના અને ડિ.એન.એ. ના નમુનાઓ તમારી પાસે રેકોર્ડ માટે રાખેલા હોય એટલે આ લોહિ તારા સેમ્પલ ના લોહિ સાથે મેચ કરીને ખાતરી કરી લેજે કે દિલીપ મારા કબજામાં છે’

નાગપાલે સી.ડી ચલાવિ તેમાં જે વ્યક્તી દેખાતો હતો તે દિલીપ જ હતો તેવુ માલુમ પડતુ હતુ. તેમાં દિલીપને એક ખુરશી પર બાંધવામાં આવ્યો હતો તે ફક્ત બોલી શક્તો હતો.

‘અંકલ અંકલ મને બચાવીલો મારે આટલી જલ્દી નથી મરવુ. હજુ તો ઘણા કેસ સોલ્વ કરવાના બાકી છે મારે. પેલી રમલી રિક્ષાવાળીનો કેસ પણ સોલ્વ કરવાનો છે. અને ચિંગ શુંગને પણ પાછો હરાવવાનો છે’  વિડીયોમાં દિલીપ બસ આટલુજ બોલી શક્યો આગળ કઈ બોલવા એ પહેલા કેમેરો બંધ થઈ ગયો હતો પાછળનુ આખો વિડીયો બ્લેંક આવતો હતો.

નાગપાલે તે લોહીનુ સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલાવ્યુ અને તે રિપોર્ટ પર થી સાબીત થઈ ગયુ કે એ લોહી દિલીપનુ જ હતુ.

થોડા દિવસમાં અદાલતમાં કેસ ચાલવાનો હતો. સબુત અને ગવાહ પેશ કરવામાં આવ્યા અને મુકેશ જાની દોષી સાબીત થયો જેથી તેને એમી બ્રાઊનના બળાત્કાર અને ખુનના આરોપ હેઠળ ફાંસીની સજા આપવામાં આવી. અદાલત દ્વારા સજા મળ્યાના એક અઠવાડીયાની અંદર જ કોઈ ગુન્હેગાર ને ફાંસીના માચળે ચડાવી દેવાયો હોય તેવો તે પહેલો કિસ્સો હતો.

ફાંસી આપ્યા બાદ પહેલીવાર એવુ થયુ હતુ કે મ્રુત્યુ બાદ કોઇના ચહેરાનો ફોટો અખબારમાં પ્રકાશીત થયો હોત તેવો આ પહેલો કિસ્સો હતો.

તે સાંજે નાગપાલ ઓફીસમાં બેઠો બેઠો કોઇ વિચારમાં હતો કે મે કોઇ નિર્દોષને ફાંસી અપાવી દિધી શુ મતલબ મારી આ નોકરી અને મારા આ કામ નો જ્યારે હુ દેશવાસીઓ સાથે જ દગો કરૂ છુ તો ભલે મે જાણી જોઈને કઈ નથી કર્યુ કોઇ એકના જીવ બચાવવા માટે કર્યુ છે પણ ખોટુ એ તો ખોટુ જ છે.

એ વિચાર કરતો હતો ત્યા ફોનની ઘંટડી વાગી

‘હેલ્લો’ સાવ નાખી દિધેલા અવાજમાં નાગપાલ બોલ્યો

‘કેપ્ટન જેક સ્પેરો બોલુ છુ મેજર આજતો ખરેખર દિલ ખુશ કરી દિધુ તે’

‘હવે શુ જોઈએ છે તારે? મુકેશને ફાંસી પણ આપી દિધી છે હવે તો દિલીપને છોડી મુક’

‘કાલે સવારે ૧૦:૩૦ હોટલ ક્વિન ગાર્ડનની પાછળ એક અંડર કંસ્ટ્રક્શન મકાનના અંડર ગ્રાઉંડ ફ્લોરએ મુકેશની લાશ લઈને આવ અને તેના બદલે દિલીપને જિવતો લઈ જા ત્યાંથી’

નાગપાલ આગળ કઈ બોલવા જાઈ તે પહેલા ફોન કટ થઈ ગયો હતો.

બીજે દિવસે સવારે કેપ્ટન જેક સ્પેરો છાપામાં સમાચાર વાંચી સ્થ્ગીત થઈ ગયો પહેલાજ પેજ પર હતુ ‘ઇન્ટેલીજન્સ બ્યુરોના ચીફ મેજર નાગપાલનુ રાજીનામુ. મોસ્ટ વોન્ટેડ સસ્પેંડેડ ઓફીસર કેપ્ટન દિલીપનો પતો ના મેળવી શક્તાઆપ્યુ રાજીનામુ ટુંક સમયમાં નવા ચીફની જાહેરાત કરવામાં આવશે.’

તે સમયસર ઠેકાણા પર પહોચી ગયો હતો મુકેશની લાશ લેવા માટે. મેજર નાગપાલ સમયનો ખુબ પાક્કો હતો તે સમયસર ત્યાં આવી પહોચ્યો. ત્યાં સામે સમુદ્રી લુટેરાના વેશમાં કોઈ માણાસ ઉભો હતો ચહેરા હોલીવુડ ફિલ્મ પાઈરેટ્સ ઓફ ધ કેરીબીયનનુ પ્રખ્યાત પાત્ર કેપ્ટન જેક સ્પેરોનુ મુખોટુ લગાવ્યુ હતુ એટલે તેને ઓળખવો અઘરો હતો.

‘વેલકમ મેજર તમારુ સ્વાગત છે કેપ્ટન જેક સ્પેરોના આ ખુફિયા અડ્ડા પર લાશ ક્યાં છે મુકેશની’

‘લાશ ગાડીની ડેકીમાં છે પણ ડેકી ત્યારે જ ખુલશે જ્યારે દિલીપ મારી સામે હશે’ નાગપાલ ગંભીરતા સાથે બોલ્યો

‘ઓકે’ એટલુ બોલી પેલા કેપ્ટન જેક સ્પેરોએ તેની ગાડીની પાછળની સીટ નો દરવાજો ખોલ્યો ત્યારે દિલીપ ત્યાં બેઠો હતો બન્ને હાથ દોરડે થી બાંધેલા અને મોઢા પર પટ્ટી લગાવેલી હતી.

નાગપાલએ ડેકી ખોલી લાશ બતાવી તે જેમ જેમ લાશની નજીક આવતો હતો તેમ તેમ તે વધુ હરખાતો હતો અને બોલતો હતો

‘જોયુ ને મુકેશ આખરે તારી લાશને પણ મારી પાસે આવવુ પડ્યુ મે તને પહેલા જ કહ્યુ હતૂ’

તે લાશની સાવ નજીક પહોચ્યો અને આતુરતાથી ચહેરા પરનુ કાપડ હટાવ્યુ પણ તે આ જોઈ સ્તબ્ધ થઈ ગયો કારણ કે તે લાશ નોતી પણ જીવતો જાગતો માણસ હતો એ પણ કેપ્ટન દિલીપ પોતે.

ચહેરો ખુલતા મેજર નાગપાલએ અને કેપ્ટન દિલીપએ તેની તરફ રિવોલ્વર તાકી દિધી તે કઈ કરવા જાઈ એ પહેલા દિલીપે તેના ગોઠણને ભાગે લાત મારી તેને ઘુંટણીએ બેસાડી દિધો અને તક નો લાભ લઈ તેની કમર પર લટકાવેલીગન પોતાના કબજામાં કરી લિધી

‘કેપ્ટન જેક સ્પેરો ઉર્ફ રામદાસ ઉર્ફ પાકિસ્તાની જાસુસ અબ્દુલ કરીમ હવે બોલ તે એમીનુ ખુન શા માટે કર્યુ?’

‘મે અવાજ બદલ્યો તો મુખોટુ પણ લગાવ્યુ તો પણ તમે મને કઈ રીતે ઓળખી ગયા.’

‘મને તો પહેલા દિવસથી જ ખબર હતી કે આ ખુન તે જ કર્યુ છે. તને શુ લાગે તુ કાળા કપડા પહેરી કાળી પટ્ટી લગાવીશ એક ટકા પણ બોડી ના દેખાય એ રીતે કાળી ટેપ ચિપકાવીશ તો શુ તુ ઓળખાઈશ નહિ’

‘પણ તમને...’

કેપ્ટન દિલીપ તેને બોલતા અટકાવતો ફરી બોલ્યો.

‘તે જે દિવસે ભારતમાં પગ મુક્યો તે દિવસની મને ખબર છે. અમરા એક જાસુસએ અમોને જાણકારી આપી હતી કે તુ ભારતમાં પગ મુકવાનો છો અને ખાસ કરીને મને મારવા માટે આવે છે પણ તારો નવો રૂપ શુ હશે એ કોઈને ખ્યાલ નોતો એટલે તને ઓળખવો મુશ્કેલ હતો. તે જ્યારે ભારતમાં લેન્ડિંગ કર્યુ ત્યારે હુ એરપોર્ટ પરજ હાજર હતો સિક્યોરીટી ઓફીસરના રૂપમાં બધાના પાસપોર્ટ હુ જ ચેક કરતો. તારો બનાવેલો નકલી પાસપોર્ટ પરથી હુ તને ઓળખી ગયો કે અબ્દુલ કરીમ તુ જ છો. પછીતો શુ મારા માટે કામ સાવ સહેલુ હતુ. હુ ચોવીસે કલાક તારા પર નજર રાખતો જોકે એ વાતમાં ના નહિ તે પ્રયત્ન સારો કર્યો નકલી પાસપોર્ટનો પણ પકડાઈતો ગયો.

તારી એક એક મુમેન્ટ પર મારી નજર હતી તુ જે ગાડીમાં ફરતો તે ગાડીનો ડ્રાઈવર પણ અમારો જ એક જાસુસ હતો. તારા દરેક ફોન ટેપ થતા. તે તારા સાહેબોને જે કઈ જાણકારી આપીતે બધી અમારા કહ્યા પ્રમાણે આપી છે. તને લાગતુ હતુ કે હુ બધુ કરૂ છુ પણ તુ સાચો હતો. તારા જે કઈ પગલા હતા એ તુજ ભરતો પણ અમારા પ્લાન મુજબ.

એમી બ્રાઉન પણ અમારૂ જ એક મુખોટુ હતુ જેનુ તે મર્ડર અને રેપ કર્યો પણ શુ ખરેખર.....?’ બોલતા દિલીપ અચાનક અટકી ગયો. અને પાછળ ફરી થોડા ઉંચા સાદે ‘એમી.......’

એમીને ત્યાં સાક્ષાત જોઈ રામદાસ આઈમીન અબ્દુલ કરીમને થોડો જાટકો લાગ્યો તેની આંખો ફાટી ગઈ કે આને તો મે મારા હાથે મારી હતી તો જીવે છે કેમ?.

‘એમીને તો મે મારા હાથે……….’ બોલતા બોલતા કરીમ અટકી ગયો

‘ના તે એમીને નોતી મારી જેનુ ખુન થયુ છે તે તારી પત્ની રશીદા હતી જે પોતે પણ એક પાકિસ્તાની જાસુસ હતી તને એમ હતુજકે લેડી જાસુસ હશે તો પકડાશે નહી. પણ અફસોસ તારી આ ધારણા ખોટી હતી. અમે તેના પર ચોવીસે કલાક નજર રાખતા અમારો કોઈને કોઈ જાસુસ તેની સાથે રહેતો એ પણ તેની જાણ નોતી.

તારા આવવાના સમાચારથી અમે નવાઈ નોતા પામ્યા. એ તો ખબરજ હતી કે એક દિવસ તુ આવવાનો છો. તે જ્યારે વિમલાના દિકરાને અપહરણ કરી તેને દવા આપી ત્યારેજ હુ સમજી ગયો હતો કે તુ મુકેશ જાનીને મહોરૂ બનાવવા માંગે છે. પણ એમીનુ અપહરણ કરીને તેનો આરોપ મુકેશ પર મુકવાનો એ ખ્યાલ નોતો. એ મને તારા ફોન પરથી ખબર પડી. એમી જે એક ફ્રાંસની નાગરિક છે તેની હત્યાકરી તુ  મુકેશ જાની ને ફસાવીસ અને મુકેશ દ્વારા મને બદનામ કરવાની યોજનાની ખબર પડી.

તારા આ એક ફોનએ અમારા મગજના તાર હલાવી નાખ્યા. અને અમે તારી આ યોજના નિષ્ફળ કરવાની યોજના બનાવતા હતા ત્યાં રશીદા પાકિસ્તાન પરત ફરવાની છે તેવા સમાચાર મળ્યા. આ સમાચાર મળતાની સાથે મે રશીદાને ભારતમાં રોકી રાખવા અને તારી યોજના નિષ્ફળ કરવનો વિચાર આવ્યો.

રશીદાને અમે તારુ અને તારી દિકરીનુ અપહરણ કર્યુ છે તેમ કહિ અમારાઅ કહ્યા પ્રમાણે તારી વિરુધ્ધ કામ કરવા મજબુર કરી.  જો એને જિવતા જોવા માંગતી હો તો અમે કહિયે તેમ કરવુ પડશે. અને તે અમારી વાત માનવા તૈયાર થઈ ગઈ.

તે વિમલાના દિકરાનુ અપહરણ કર્યુ ફક્ત મુકેશના ઘરમાં આવવા માટે અને આખૂ શરીર ઢંકાય તે રિતે કાળા કપડા પહેરી વિમલાને મળ્યો અને દવા આપી પણ ત્યારે તને મળવા વિમલા નહી અમારી જાસુસ રોઝી આવી હતી. અને જ્યારે તુ જાનીના ઘરમાં આવ્યો ત્યારે કોઈ બેભાન નોતુ બસ બેભાન હોવાનુ નાટક કરતુ હતુ. તારી ચતુરાઈના તો વખાણ કરવા પડે કે તે સિમેન કાઢવા રમકડાનો શુ ઉપયોગ કર્યો છે.

તને અત્યાર સુધી એવુ લાગતુ હતુ કે તે જે કઈ પણ કર્યુ એ બધુ એમી સાથે કર્યુ પણ હકિકતમાં એમીતો એ વખતે સુરક્ષીત અને તારા થી ઘણી દુર હતી. અમને સપને પણ આશા નોતી કે તુ એનુ ખુન કરીશ. પણ તે ખુન કર્યુ અને આરોપ મુકેશ પર આવ્યો.

ખુન હોય એટલે સ્વભાવીક છે કે પોલીસ કેસ થવાનો જ છે. પોલીસ આ કેસ છોડી અમને ટ્રાન્સફર કરે તે માટે અમે અરજી કરી અને અરજી મંજુર પણ થઈ ગઈ. અરજી મંજુર થતાવેત અમે સૌથી પહેલુ કામ મુકેશને હવાલાતમાં કરવાનુ હતુ જે નાટકીય રૂપે સફળ થયુ. મુકેશની ધરપકડ કરીજ નોતી અને લોકઅપમાં પણ અમે કઈ ચર્ચા કરીજ નોતી. અને તેનુ જે કઈ પણ બયાન હતુ તે ફક્ત કાગળ પર હતુ અને મારા કહેવા પ્રમાણે લખાયુ હતુ.

મને તારી આગલી ચાલની ખબર હતી કે તુ એના ભાઈને અપહરણ કરી મારા વિરુધ્ધ ખોટુ બયાન આપવા મજબુર કરીશ. એની કઈ જરૂરત નોતી આમે પણ મુકેશએ જ બોલવાનો હતો. અને તે દિવસે સવારે તે અમારા ઓફિસના પ્યુન વિજયનુ પણ અપહરણ કરીને એના બદલે તુ આવ્યો. ત્યારે મને થયુ કે તુ નજર રાખવા માંગે છો અમારા પર એટલે મે અને નાગપાલ અંકલએ નવો પ્લાન બનાવ્યો જેમા હુ ગુપ્ત રીતે તારા પર નજર રાખુ અને તને ખબર પણ ના પડે. એટ્લે મારા સસ્પેંસનનુ નાટક કર્યુ.

હું ક્યાય ગ્યો જ નોતો ચોવીસે કલાક તારી નજર સામેજ હતો. ત્યાંથી ભાગવામાં મને નાગપાલ અંકલએ મદદ કરી હતી અને મે તેને ધક્કો નોતો માર્યો બસ ખાલી હાથ જ અડાવ્યો હતો બાકીનું બધુતો તેમણે જાતે કર્યુ હતુ. એ ઇનામની જાહેરાત પણ એક નાટકજ હતુ જે તને દેખાડવા માટે હતુ.

અદાલતમાં તો અમારુ કઈ ના ચાલે કાનુન અને દેશના રખેવાળ છે એટલે પણ તે અદાલતમાં તુ આવવાનો હતો એ પણ વ્રુધ્ધના વેશમાં એ મને ખબર હતી એટલે રાષ્ટ્રપતી મહોદયની પરવાનગીથી અમે તે નાટક પણ સફળતાપુર્વક ભજવ્યુ.

અમે યોજનામાં સફળ થતા હતા અને તને એવુ લાગતુ હતુ કે હુ કરુ એ પ્રમાણે બધુ ચાલે છે પણ તુ ખોટો હતો. પણ કઈ મજા નોતી આવતી એટલે એવુ થય કે એક વખત હુ તારી સામેતો આવુ એટલે તે દિવસે રેપરના વેશમાં હુ ઓફીસ આવ્યો પણ મારી એ યોજના નિષ્ફળ નિવડી તેદિવસે તુ બેધ્યાન થયો એટલે કઈ કરીના શક્યા. પણ હા તે દિવસે સવારે તે મોહન જે અમારોજ એક જાસુસ છે  તેનુ અપહરણ કર્યુ એ સમજીને કે એ દિલીપ છે પણ તુ સમજીના શક્યો કે મે તેની સર્જરી કરાવી મારા જેવુ રંગરૂપ આપ્યુ હતુ અને તારી સામે આવ્યો હતો.

તે એનોજે વિડીયો બનાવ્યો તેમા તેણે બધૂ જણાવી દિધૂ કે તે તારો શુ પ્લાન હતો. એ પછી અમે તેના બ્લડ સેમ્પલને મારા ડિ.એન.એ સાથે મેચ કરવાનુ બધૂ નાટક કર્યુ. તે સમાચારમાં જે કઈ પણ જોયુ મુકેશની ફાંસી. નુ અદાલતનુ એ બધુ નાટકીય ઢબે ચાલતુ હતુ જે નો લેખક હુ છુ કેપ્ટન દિલીપ.’

‘વાહ કેપ્ટન દિલીપ ઘણી સરસ ચાલ રમી તમે હુ તો એમ સમજતો હતો કે જે કઈ પણ થયુ તે મારા પ્લાન મુજબ થયુ છે પણ તમે તો એક ડગલુ આગળ નિકળા પણ મને એક વાત ના સમજાણી બધુ બરોબર થઈ ગયુ હતુ તો આજે મેજરના રાજીનામાનુ નાટક કરવાની શુ જરૂર હતી.’

‘મે એ નાટક ફક્ત એટલે કર્યુ કે તુ થોડો ચિંતામુક્ત થઈજા કે હુ તારુ કઈ બગાડી નહિ શકુ. મને એમ હતુ કે અહી કદાચ તારી સાથે બિજા લોકો પણ હશે એટલે નાટક કર્યુ’ મેજર નાગપાલના અવાજમાં આત્મવિશ્વાસહતો

‘તને ખબર છે અમે વિદેશી જાસુસોનુ શુ કરીએ?’ દિલીપ બોલી ઉઠ્યો

‘જીવતોના રાખો એટલી ખબર મને’

‘વેરી ગુડ’ દિલીપ બોલતાની સાથે કમર પર લટકાવેલી રિવોલ્વર કાઢી ઉપરા ઉપરી ત્રણ ગોળી અબ્દુલ કરીમના છાતીમાં ધરવી દિધી અને બે ગોળી એમીપર ચલાવી

‘દિલીપસાહેબ તમે અબ્દુલ ને માર્યો એ તો સમજાયુ પણ આ એમીએ તમારૂ શુ બગાડ્યુ શુ એ પણ .....’ બોલતા બોલતા મુકેશ થોડો અચકાયો

‘એમી ચાઈનાની થી આવેલી જાસુસ છે. ફ્રાંસ પહોચી પ્લાસ્ટીક સર્જરીની મદદ થી અને નકલી દસ્તાવેજ ઉભા કરી  તે ફ્રાંસની નાગરિક બની ગઈ હતી. અને અહિ તે તમારી મદદથી નાગપાલ અંકલને મારવા આવી હતી પણ નસીબજોગે તેની પાસે જે તસ્વીર હતી તે બદલી બિજી એક તસ્વીર તેની સામે મુકી અને માઈંડ વોશ કરી તેને ખાતરી અપાવી કે મેજર નાગપાલ એજ્ છે. એટલે તો નાગપાલ અંકલ તેની સામે હોવા છતા પણ તે ઓળખી ના શકી.’

આટલુ લખી મે ડાયરી બંધ કરી.

‘વાહ લેખક મહોદય ખરેખર ખુબ સરસ લખાણ લખ્યુ છે તમે. પણ એક વાત ના સમજાણી કે તમે તો એમ કહેતા હતા કે તમને જાસુસી નવલકથા લખવાનો અનુભવ નથી તો આટલુ લખ્યુ કઈ રીતે??’

હુ તેના આ સવાલનો જવાબ આપતો હતો બોલતો હતો પણ ખબર નહી કેમ અવાજ નિકળતો જ નોતો મોઢા થી અવાજ ના નિકળવાથી મેજર નાગપાલએ હાથમાં સાવરણી લિધી અને મને મારવા લાગ્યો.

અચાનક આંખ ઉઘડી તો ખબર પડી કે આતો સપનુ હતુ અને મમ્મી મને સાવરણી થી મારતા હતા

 
 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ