વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

2. ઈંતેજાર

રૂડી આવી વસંત,

ઉરે ઉછળે ઉમંગ!

બધે રેલાયા રંગ

ક્યાં છે સાજનનો સંગ?

 

આ વિહ્વળ નયન,

અને આ અધીર મન,

થાય તનમાં કંપન,

ક્યાં છે મારો સાજન?

 

આ તે કેવો સિતમ!!

જલે મારો આતમ.

ઈંતેજાર થશે ખતમ?

ક્યારે આવશે પ્રીતમ?

 

છાયા વાદળ ગગન,

છલક્યાં મારાં ચિતવન.

આવ્યું અંગે ચેતન

આંગણે નીરખ્યો સાજન!!

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ