વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ ૧








આ નવલકથા સંપૂર્ણપણે કાલ્પનિક છે . અહીં દર્શાવેલ પાત્રો , સ્થાન તેમજ ઘટનાઓ નો વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી.. આ ફક્ત મારી કલ્પનાશક્તિ થી રચાયેલી દુનિયા છે... ( અહીંયા વપરાયેલા ગીતો ફક્ત મનોરંજન ના હેતુ થી લખાયેલા છે, તેના પર જે-તે રચનાકાર ના કોપીરાઇટ્સ છે. ) 


.....





તેની આંખો માં કંઈક અલગ જ ચમક હતી અને મુસ્કાન માં સકારાત્મકતા છલકાતી હતી. વાળ જાણે ઘનઘોર જંગલ અને એમાં પડતો વસંત નો વરસાદ... અવાજ જાણે માઁ સરસ્વતીએ એના ગળામાં સ્થાન લીધું હોય. મન એનું વહેતાં પાણી ની જેમ નિર્મળ અને બધાં ને ખુશ રાખવાના સ્વભાવ ને લીધે તે તેની college માં બધા ના મન પર રાજ કરતી અને જેવા ગુણ એવું જ નામ " મનસ્વી ".



MBBS ના final year માં અભ્યાસ કરતી મનસ્વી રોજ ની જેમ કૉલેજ જવા માટે તૈયાર થઈ રહી છે પણ આજે એને પોતાના તૈયાર થવા થી વધારે પોતાના નાના ભાઈ આર્યન ને તૈયાર કરવાની વધારે ઉતાવળ છે. કરણ કે આજે આર્યન તેની પ્રેમિકા રિદ્ધિમા સાથે લક્ષ્મીવિલાસ પેલેસ ફરવા જવાનો છે અને ઘર માં મનસ્વી સિવાય કોઈ ને ખબર નથી કારણ કે આર્યન ને બધા વચ્ચે રિદ્ધિમા વિશે વાત કરવાની હિંમત નથી.???? 




મનસ્વી તેના પિતા ની લડકી હતી એટલે આર્યન એના નામે પોતાનું કામ કડાવી લેતો. 


આર્યન મનસ્વી થી 3 વર્ષ નાનો હતો સિક્સપેક વાળી બોડી , માથા માં લાંબા ઘેર વાળ , શ્વેત ઘાટિલો વાન, cute ડિમ્પલ વાળી smile સાથે કોમળ હૃદય અને શરમાળ સ્વભાવ તેના રુપ માં ચાર ચાંદ લગાવતા હતા. અભ્યાસ ની વાત કરીએ તો એ વડોધરાની જ કોઈ કોલેજ માં સિવિલ એન્જિનિયરીંગ કરતો હતો અને તેની જ કોલેજ ની મિકેનિકલ એન્જિનિયરીંગ કરતી રિદ્ધિમા સાથે સ્કૂલ ટાઈમ થી relationship માં હતો. આમ તો મિકેનિકલ માં girls ઓછી હોય છે પણ રિદ્ધિમા એ બધા માં એન્ટિકપીસ હતી. ???????? રિદ્ધિમા સામાન્ય છોકરીઓ થી અલગ હતી. એના શોખ પણ સાવ જ અલગ, તે ગાડી ચલાવતી , ટૂંકા વાળ રાખતી અને એકદમ ખુરાફાતી દિમાગ વાળી છોકરી હતી. તેને સોનુ , ચોકલેટ કે પિંક કલર નહિ પણ આઈસ્ક્રીમ , બાઇક, બ્લેક કલર પસંદ હતા. ટૂંકમાં કહીએ તો રિદ્ધિમા ટોમ બોય પ્રકારની પર્સનાલિટી ધરાવતી હતી. તેનું માથું ફક્ત તેના પિતા સામે ઝૂકતું હતું. 



આર્યન અને રિદ્ધિમા એકબીજા થી કદાચ અલગ હતા પણ જુદા તો બિલકુલ નહીં. આર્યન રિદ્ધિમા ની દરેક મનમાનીઓ સમજતો અને કોઈ પણ સ્વાર્થ વિના ફક્ત તેને જ પ્રેમ કરતો જ્યારે રિદ્ધિમા પણ એક સારી પ્રેમિકા ની જેમ આર્યનના મન ની દરેક વાત એના બોલ્યા પહેલા જ સમજી જતી. બંને એકબીજાને હંમેશા ખુશ રાખવા માટે કઈ પણ કરી શકતા હતા. પણ હજુ તેમના આ relationship વિશે ફક્ત તે બંને ના અમુક ખાસ friends અને બહેન મનસ્વી ને જ ખબર હતી. તેઓ અત્યારે પોતપોતાની કારકિર્દીને ઉજ્વળ બનાવવામાં જ focus કરતા હતા. તેમનું માનવું હતું કે સફળ અને સુખી જીવન જીવવા માટે વ્યસન કે બીજા કોઈ પણ રસ્તે જવા કરતાં પહેલાં પોતાની કારકિર્દી બનાવવી વધારે જરૂરી છે. ઘણી વાર એકબીજા સાથે સમય વિતાવવા માટે સાથે એકાદ trip પર જઈ આવતા અને life ને enjoy કરતા. પણ સાથે સાથે ભણવા પર પણ એટલું જ ધ્યાન રાખતા. અત્યાર સુધી એમણે એમની આ cute lovestory ને ખૂબ જ સમજદારી પૂર્વક આગળ વધારી હતી.




આર્યન તેના દરેક નિર્ણય મોટી બહેન મનસ્વી અને પ્રેમિકા રિદ્ધિમા સાથે ચર્ચા કરીને જ લેવાનું પસંદ કરતો. રિદ્ધિમા ને પણ મનસ્વી સાથે રહીને ક્યારેય એક મોટી બહેનની કમી મહેસુસ નહોતી થતી. તે પણ તેની દરેક સમસ્યાઓનો મનસ્વી ની સલાહ મુજબ જ સામનો કરતી પછી એ શૈક્ષણિક ક્ષેત્રે હોય કે કોઈ બીજી.... મનસ્વી ને પણ તે બન્ને પ્રત્યે ખૂબ જ લગાવ હતો અને ભગવાન પાસે હંમેશા એ બન્ને ને HAPPY રાખવાની જ પ્રાર્થના કરતી.



આર્યન પોતાની નાની મોટી બાબતો માટે મનસ્વી ને કહી પપ્પા ને મનાવી લેતો. આર્યન બહુ lucky હતો બહેનને મનાવી લે એટલે કામ ખતમ. અને મનસ્વી પણ પોતાના friends સાથે હોય ત્યારે આર્યન પાસે નાના મોટા બહુ કામ કરાવતી.... દરેક સામાન્ય પરિવાર ના બાળકો ની જેમ આર્યન અને મનસ્વી વચ્ચે પણ ખૂબ જ નોકઝોક થતી અને આમની વચ્ચે તો ભાઈ બહેન ની સાથે સાથે ડોક્ટર અને એન્જિનિયર નો પણ સંબંધ હતો આથી નોકઝોક તો સામાન્ય રીતે રોજ રહેતી... જગાડ્યા સિવાય આ બંને ને ખાવાનું પણ પચતું નહિ... આર્યન અને મનસ્વી ભાઈ બહેન થી પણ વધુ એકબીજા માટે સારા friends હતા આથી આર્યન મનસ્વી થી નાનો હોવા છતાં ક્યારેય મનસ્વી ને દીદી કે બીજા કોઈ નામ થી બોલવાને બદલે પ્રેમથી બહુ બધાં હુલામણા નામ આપતો રહેતો અને મિત્રો સાથે હોય ત્યારે મનસ્વી જ કહેતો... જ્યારે મનસ્વી આર્યન ને ભૈલું..., ભાઈ...., આરુ....... વગેરે જેવા અનેક નામ થી બોલાવતી... (મૂડ પર જ આધાર રાખે ????????????) 









આજના પ્લાન ની વાત કરીએ તો આજે આર્યન મનસ્વી ને college મુકવા જવાના બહાને car લઈ ને તૈયાર રહે છે અને મનસ્વી ને તેની friend ના ઘરે ઉતારે છે. જેથી તે તેની. friend સાથે college જવા. નીકળી જાય છે .




મનસ્વી collage પહોંચી ને આર્યન ને message કરે છે,


" રિદ્ધિમા આવી ? "


" ના , બસ આવે જ છે, તૈયાર થાય છે હમણાં આવતી જ હશે. "



" okay. happy journey "


" thanks sis love U "


" byee aaru Love U too. bro"




એટલા માં રિદ્ધિમાં આવી જાય છે.

" hii sweetheart "

રિદ્ધિમા ઉત્સાહ સાથે કહે છે.

" શું hii યાર કેટલી વાર !!! ચાલ જલ્દી નહીંતર મોડું થઈ જશે." 

આર્યન રિસાઈ ગયો હોય એવાં અવાજમાં બોલે છે.


" હા... હા... હવે next time ધ્યાન રાખીશ ચલ ને લેટ ના કરાવીશ ચાલ હવે..."

રિદ્ધિમા હળવા મને પ્રેમથી તેને મનાવતી હોય એવા સ્વર માં બોલે છે...


" હા ચલ. "

રિદ્ધિમા ની વાત પર ઓછું ધ્યાન આપીને આર્યન ઉતાવળમાં બોલે છે.


" can i drive ? "

રિદ્ધિમા ઉત્સાહ પૂર્વક પૂછે છે


" NO "

આર્યન full attitude માં જવાબ આપે છે.????


" શું. યાર તું પણ , ક્યારે મને ચલાવવા જ નથી દેતો????"

રિદ્ધિમા મોઢું બગડતાં બોલતી બોલતી કાર માં બેસે છે.


આમ વાતો સાથે મીઠી તકરાર કરતા કરતા આર્યન અને રિદ્ધિમાં આગળ વધે છે. અને લક્ષ્મીવિલાસ પેલેસ તરફ નીકળે છે અને બીજી બાજુ મનસ્વી પણ કોલેજમાં busy થઈ હોય છે તે દરમ્યાન મનસ્વી ના phone પર. કોઈ unknown number નો call આવે છે. પણ કોલેજ માં busy હોવાથી તેના ફોન પર તેનું ધ્યાન નથી જતું.


કોલેજ નો સમય પૂરો થયા પછી તે તેના friends સાથે મસ્તી કરી રહી હોય છે તે સમયે કંઈક કામ માટે એનો phone બેગ માં થી બહાર નીકાળી ને જોતા તેને call આવેલો જણાય છે. કોઈ કામનો કોલ હશે એમ વિચારી side માં જઈને call back કરે છે. 2-3 Ring વાગ્યા પછી સામેથી કોઈ અજાણ્યો અવાજ આવે છે ...


call પર વાત કરતા કરતા મનસ્વી ના હાવ - ભાવ બદલાતા જણાય છે. હંમેશા smile કરવા વળી મનસ્વી ના ચહેરા ઉપર ધીમે ધીમે કોઈ આદિમ ડર અને એના આ ડર માં ગુસ્સો ભળેલો જણાય છે. મનસ્વી નું મનમોહક રૂપ હવે ધીરે ધીરે બિહામણું બની રહ્યું હતું. 





તેના friends તેને જોઈને આશ્ચર્ય અનુભવે છે, અને Call પર વાત પુરી થાય ત્યારે આ વિષે પૂછવાનું વિચારે છે પણ call પર વાત પૂરો થતાની સાથે જ કોઈ કાઈ બોલે એ તે એનું બેગ લઈને કૉલેજ ના ગેટ તરફ નીકળી જાય છે 


" મનુ are you okay!!? " 

તેની એક friend તેને રોકતા બૂમ પાડીને કહે છે... 



" yaa......... "

મનસ્વી ઉતાવળ માં તેની વાત સાંભળ્યાં વગર જ જવાબ આપતાં બોલે છે


" ઉતાવળ હોય તો હું તને ઘરે મૂકી જાઉં!? "

તેની friend તેને help કરવાના આશય સાથે પૂછે છે.


પણ મનસ્વી તેના પ્રશ્ન નો જવાબ આપ્યા વગર જ ફટાફટ કૉલેજ ની બહાર જઈ ને ટેક્સી પકડે છે. ડ્રાઈવર ના પૂછવા પર તે હાંફતા હાંફતા ઊંચા અવાજે જે .એન. રોડ તરફ જવા કહે છે.









:- Janvi Pravinaben Patel









Thankyou so much for reading...☺

NEXT PART will BE COMING ON NEXT FRIDAY ????




















ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ