વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ ૧

હિમાલયના શીખરો દુરદુરથી દેખાઈ રહ્યા હતા. અહીં આસપાસ કેટલાય માઈલો સુધી કોઈ શહેર કે ગામ નોહતું! અહીં આવતા ગોવાળીયાઓ મોટા ભાગે ઉનાળામાં જ દેખાય, શિયાળમાં અહીં કોઈ માણસનું આવવું અશક્ય છે. આ હિમાલયની બેનામ તળેટીમાં એક જંગલ આવેલું હતું. જેમાં ઊંચા ઊંચા સાગ, ચીડ,તાલિસપત્ર, સનોબર, દેવદાર જેવા વૃક્ષોનું મોટું જંગલ આવેલું છે. આ જગ્યા સમુદ્રની સપાટીથી આઠથી દસ હજારની ઉંચાઈએ હશે! પક્ષીઓ, જાનવરોના અવાજો વાતવારણમાં ગુંજી રહ્યા હતા. તે સિવાય એક કુત્રિમ અવાજ વાતવરણને ડહોળી રહ્યો હતો. કુહાડીના પ્રહાર દેવદારના મજબૂત લાકડાથી થતા એક કર્કશ અવાજ દુરદુર સુધી ગુંજી રહ્યો હતો. અહીં આસપાસ એવા હજારો વૃક્ષો હતા. ઊંચા ઊંચા વૃક્ષોના કારણે અહીં ધોળા દિવસે પણ અંધકાર લાગતો હતો. એક  પુરુષ દેવદારના વૃક્ષને પોતાની અસમાન્ય તાકાતથી પોતાના હાથ વડે જમીનથી ઉખડી ફેંક્યો હતો. આટલો વિશાળ વૃક્ષ  જમીન પર અથડાતાં, આસપાસ પશુ-પક્ષીઓમાં અફરાતફરી મચી ગઇ હતી. ક્ષણ એક વાર માટે જાણે ધરતી હલી હોય! એટલા મોટા આ દેવદારના વૃક્ષ જાણે કોઈ બાળકના રમકડાની જેમ એ પુરૂષે ઉખડી ફેંક્યું હતું.

એ પુરુષના શરીર પર નીચે સફેદ ધોતી સિવાય કોઈ વસ્ત્ર ન હતું. આટલી કડકડથી ઠંડીમાં સામાન્ય માણસ નું શરીર સુન થઈ જાય, એ સમયે આ અસમાન્ય પુરુષ ફક્ત એક ધોતી પહેરી  લાકડાઓ કાપી રહ્યો હતો. તેના દેખાવથી તે પચીસ ત્રીસ વર્ષનો યુવક લાગી રહ્યો હતો. જમીન પર બરફની પરત હતી, દેવદારના વૃક્ષ પડવાથી, બરફ વેરાયેલું હતું. બરફમાં મોટા મોટા ખાડાઓ થઈ ગયા હતા. દેવદારના અવશેષો જેમ તેમ વિખરાયેલા હતા. તે માનવ વૃક્ષ પર કુહાડીના ઘા કરતો, પ્યાલામાંથી કોઈ પ્રવાહી સેવન કરતો હતો. ફરી તેના કામમાં લાગી જતો હતો. જોત જોતામાં જ તેને એક ટ્રી હાઉસ બનાવ્યું! એ લાકડાનો ઘર જમીનથી સો ફૂટ ઉપર હતો! લાકડો કાપતો, લાકડાને લઈને અસમાન્ય ઝડપે તે વૃક્ષની ઉપર ચડી જતો! ક્ષણ એક વારમાં તો તેને એ ટ્રી હાઉસ ઊભું પણ કરી લીધું! થોડીવાર પેહલા જે દેવદારના વૃક્ષના અવશેષો વેરાયલા પડ્યા હતા! તેનું હવે કોઈ નામો નિશાસ નોહતું. જાણે આ જગ્યાએ કંઈ થયું જ ન હોય, ટ્રી હાઉસના ખૂણામાં એક ટેબલ હતી, ટેબલની ઉપર કેટલાક પ્યાલાઓ, ગ્લાસ પડ્યા હતા. ટેબલની પાસે એક ખુરશી હતી. એ ખુરશીની ઉપર એક યુવતી બેઠી હતી. એનો ચહેરા ઉપર ઇજાઓ હતી. તેના હોઠ ફાટેલા હતા, ફાટેલા હોઠો પર સૂકાયેલું લોહી જામી ગયું હતું. છાતી સંતાળવા  તેને એક ઉપવસ્ત્ર પહેર્યું હતું. તે સિવાય તેના ખુલ્લા શરીરમાં ઇજાઓ દેખાઈ રહી હતી. તેની એક પાપણ વિચિત્ર રીતે તૂટી ગઈ હતી. તેના ફ્રેક્ચર થયેલા હાથને ગરદન પર વિટેલા કપડાનો સહારો હતો.


તે સિવાય આ ઓરડામાં બે પથારીઓ હતી. એક ખીતી પર જંગલી પશુઓનું તાજું માંસ લટકી રહ્યું હતું. પહાડી શરાબની દુર્ગંધ આવી રહી હતી. તે યુવકે બારી ખોલી, બર્ફીલા પવની એક લહેર ઓરડામાં ભરાઈ ગઈ, તેણે દુરબીનથી આસપાસના વિસ્તારમાં જોયું, બારી બંધ કરી.



"થોડુંક ખાઈ લે... નહીંતર મરી જઈશ!"

તે યુવતી ચૂપ રહી. ગઈ કાલે આ યુવતી સો માઈલ દૂર પસાર થયા હાઇવેના કિનારા પર ઘાયલ અવસ્થામાં પડી હતી. તેના શરીર ઉપર એક પણ વસ્ત્ર ન હતો. તેનું શરીર  બરફમાં થીજી ગયું હતું. તેના શરીરમાંથી ઠેર ઠેર લોહી નીકળી રહ્યું હતું. આજે એ યુવતી મારી સામે બેઠી છે. તેની સાથે શું થયું હશે? ત્યાં એને કોણે ફેંકી હશે? તેની સાથે શું વીત્યું હશે? તે કંઈ બોલતી નથી. બસ રડ્યા કરે છે.




માણસે એ યુવતીને પથારી પર લેટી જવાનું કહ્યું. યુવતી ઉઠી ન શકી, તે માણસે તેને પોતાના હાથેથી ઊંચકી પથારી પર લેટાળી, તેના મુખમાં કોઈ પ્રવાહીના બે ત્રણ ટીપાઓ મુક્યા!

તે ત્યાં જમીન પર બેઠો, તેના હાથમાં કેટલીક ઔષધીઓ હતી. ખાંડણીઓ હતી, પ્યાલાઓમાં કોઈ પ્રવાહી હતું. આસપાસ કેટલીક આયુર્વેદિક વસ્તુઓ હતી. એક એક કરીને તે તેને વાટી રહ્યો હતો. કોઈ કોઈ ઔષધીમાંથી તે પ્રવાહી કાઢી પાત્રમાં ભરી રહ્યો હતો. દસ પંદર મિનિટ પછી તે યુવતીની પાસે ગયો.


"તું ગભરાતી નહીં, હું છું. તું ઠીક થઈ જઈશ, બસ હિંમત રાખજે!"


તેણે ફરીથી કોઈ પર્ણ તેના મુખમાં મુક્યા.. " હળવે હળવે ચાવી જા!" યુવતીએ એવું જ કર્યું. ફરીથી તેના મુખમાં પ્રવાહી મૂક્યું! એક પાત્રમાં સફેદ રંગનો કોઈ દ્રવ્ય હતો. એ માણસે તેના હાથમાં લીધો!


"તારે સંપૂર્ણ નગ્ન થવું પડશે, ચિંતા નહીં કર, હું તારા શરીરને જોઇશ નહીં! તારા શરીર પર આ દવા લગાવી જરૂર છે. જેનાથી તારું દર્દ ઓછું થઈ જશે, તારા ઘા જલ્દી રુજાઈ જશે! તારા શરીરમાં તૂટેલ હાટકાઓ જોડાવા લાગશે, ફાટેલી ચામડી, ઊંડા ઘા રુજાવા લાગશે.. "

એ યુવતી ચૂપ રહી! તેણે તેની લાલ સુજેલી આંખોથી તે પુરુષને સહમતી આપી!  પુરૂષે તે લેપને પોતાના હાથમાં લીધો! તેની આંખો બંધ કરી, એ ઘાયલ યુવતીના શરીર પર લેપ લગાવી રહ્યો હતો. સ્પર્શથી યુવતીની આંખોમાં આશુંઓ વહી રહ્યા હતા! તે કંઈક કહેવા ઈચ્છતી હતી, પણ તે બોલી નોહતી શકતી!



ટ્રી હાઉસની બહાર કોઈ હતું. અંદર બહારથી કોઈ હુમલો કરી રહ્યો હોય એવો અવાજ આવી રહ્યો હતો. શાંતિથી ઊંઘી રહેલી એ યુવતી અવાજ થતા જ ચીંખીને ઊઠી ગઈ. કેટલીક પૌરાણિક વહીઓ લઈને બેઠેલા પુરુષે કહ્યું.



"સુઈ જા, હું જોઉં છું કોણ છે."


અવાજ સતત દિશાઓ બદલી રહ્યો હતો. અવાજ એટલો ભયંકર હતો કે અંદર રેહવું અસંભવ હતું. સતત પ્રહારોના કારણે ટ્રી હાઉસ હલી રહ્યું હતું. એ માણસ બારીની બહાર  નીકળ્યો! પાસેની એક ડાળખી પકડી તે ટ્રી હાઉસની ઉપર આવ્યો! ત્યાં બે વિશાળ પક્ષીઓ હતા. જે સતત ટ્રી હાઉસ ઉપર પોતાની ચાંચ વડે હુમલો કરી રહ્યા હતા.



"હૈ.....હૈ....આ બાજું "


એ વિશાળ દેહિ પક્ષીએ પુરુષની તરફ જોયું, તેની લાલ શિકારી આંખોમાં માનવ દેખાતા જ તે ભડકી ઉઠ્યો, તેણે પોતાની બે ચાંચ ખોલી એ માણસને પોતાનો કોળિયો બનવવાનું વિચાર્યું પણ એ ફુરતીલા માણસે એ વિશાળ પક્ષી પ્રહાર કરે એ પેહલા જ પોતાની અસમાન્ય ગતિએ પક્ષીની ઉપર જઈને બે હાથે જોરદાર પ્રહાર કર્યો! પક્ષી હવામાં જ ગુલથળો ખાઈ ગયો. દર્દના કારણે એ પક્ષીની ભયાનક ચીંખ આખા વાતાવરણમાં ગુંજી ઊઠી, એ ફરી એ પક્ષી ઉપર હુમલા કરવા જઈ રહ્યો હતો.  ત્યાં બીજા વિશાળ દેહિ પક્ષીએ માણસને પોતાની ચાંચથી પકડી લીધો! બંને પક્ષીઓ હવે જંગલથી ઉપર આવી ગયા હતા. વિશાળ પક્ષીએ માણસને એ રીતે પકડ્યો હતો. જાણે તે કોઈ સામાન્ય જીવ-જતું હોય!



તે માણસ સાથે રમત કરી રહ્યા હતા. એક પક્ષી તેને તેની ચાંચ વડે પકડી ઉપર લઈ જાય, બીજો પક્ષી તેને પોતાની ચાંચથી પકડી તેની સાથે ગમત કરતા, ફરી ઉપર જઈને ફેંકી રહ્યા હતા. આ ઘટના સતત ચાલતી રહી! માણસ જાણે મૂર્છિત થઈ ગયો હતો. તેનું શરીર હલનચલન નોહતું કરી રહ્યું. પક્ષી સરળતાથી પોતાની મસ્તી કરી રહ્યા હતા. એક તેને ઉપરથી ફેંક્તો, બીજો પક્ષી તેને પોતાની ચાંચથી પકડી લેતો! જ્યારે મુકતા તો જાણે પોતાની વિજય ઉજવણી કરી રહ્યા હોય એમ પક્ષીઓ આકાશ તરફ જોઈને જોરથી અવાજો કરી રહ્યા હતા. એક પક્ષીએ તેને પકડી ઉપર હવામાં લઈ ગયો, તેને નીચે મુક્યો, બીજો પક્ષી મસ્તીમાં તેને પકડવા જઈ રહ્યો હતો. ત્યાં જ એ માણસની આંખો ખોલી, તે પક્ષીની ચાંચોની અંદર જતો રહ્યો! પક્ષીની અંદર જઈને જોરદાર પ્રહારો કર્યા, પક્ષી હવામાં જ ગુલાટીઓ મારી રહ્યો હતો. પક્ષી ચાંચ ખોલવા જઈ રહ્યો હતો. ચાંચ ખુલતાની સાથે જ એક જોરદાર પ્રહારથી એ પક્ષીની ચાંચ અલગ કરી મૂકી! તેની હજારો કિલ્લોની ચાંચ જમીન સાથે અથડાઈ, સાથે ના જાણે કેટલાય લીટર લોહીની ધારથી બરફનું રંગ લાલ થઈ ગયું! દર્દથી એ પક્ષી બીજી દિશામાં ઉડયું! તેના ઉપર બેઠેલા એ માનવે ત્યાંથી કુદકો મારી એક વૃક્ષની ચોંટી પર આવીને બેસી ગયો. બંને પક્ષીઓ હિમાલય તરફ જઈ રહ્યા હતા. ઘાયલ પક્ષીના શરીરથી વહેતું લોહી દેખાઈ રહ્યું હતું. તેના અવાજો સંભળાઈ રહ્યા હતા. એ માણસ પણ ઘવાયો હતો. ફરી તે ટ્રી હાઉસની ઉપર ગયો. નીકળી ગયેલા લાકડાઓની મરમત કરી, અંદર પ્રવેશ્યો! યુવતી જાગી રહી હતી. એ માણસ તરફ પ્રશ્નાર્થ ભાવે જોઈ રહી હતી. તે જાણે એ યુવતીના ભાવોને સમજી ગયો હોય એમ જવાબ આપ્યો!


"શિકારી પક્ષીઓ હતા. ભોજની શોધમાં આ તરફ ભટકી આવ્યા હશે, મેં તેઓને તગડી મુક્યા છે. હવે તું નિરાંતે ઊંઘી શકે છે."




ક્રમશ


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ