વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ 8

પ્રેમ કે પ્રતિશોધ-8



(આગળ તમે જોયું કે શિવાનીના મર્ડર કેસની તપાસ કરતાં દિનેશ અને રમેશ વૃદ્ધ મહિલાના ઘર સુધી પહોંચે છે ત્યારે તેમને ત્યાંથી થોડી રોકડ રકમ અને એક ચિઠ્ઠી મળે છે.)



હવે આગળ.........



રમેશ અને દિનેશ ત્યાંથી મળેલ સામગ્રી લઈને સીધા પોલીસ સ્ટેશને પહોંચે છે. અર્જુનની અત્યારે તેમની જ રાહ જોઈ રહ્યો હોય છે.


“સર, આ ખૂની તો આપણાથી એક ડગલું આગળ ચાલે છે."રમેશે કેબિનમાં પ્રવેશતા જ કહ્યું.


“કેમ?,એવું તે તમને શું મળ્યું ત્યાંથી?"અર્જુને પૂછ્યું.


દીનેશે કવર આપતાં કહ્યું“તમે જ જોઈ લો સર."


અર્જુને કવરમાં જોયું તો તેમાં એક ચિઠ્ઠી અને પાંચસો રૂપિયાની થોડી નોટો હતી.


રૂપિયા ટેબલ પર મૂકી અર્જુને ચિઠ્ઠી વાંચવા માટે ખોલી ચિઠ્ઠી વાંચતા જ અર્જુનના ચહેરા પર વિસ્મયતાના ભાવ સર્જાયા.


તેમાં લખ્યું હતું,“ Ins. Arjun Catch me, if you can!"



એનો અર્થ થાય,“ઇન્સપેક્ટર અર્જુન જો પકડી શકતો હો તો પકડ મને!"


રમેશે કહ્યું,“સર, આતો આપણે ખુલી ચેલેન્જ આપે છે. ખૂની આપણા ધાર્યા કરતાં વધારે ચાલાક લાગે છે."


“ગમે એટલો ચાલાક ના હોય, કંઈક ને કંઈક તો ભૂલ કરશે જ!"અર્જુને રધવાયેલા અવાજે કહ્યું.


“પણ અત્યાર સુધી આપણે એક વસ્તુ એવી નથી મળી જેના દ્વારા આપણે તેની નજીક પહોંચી શકીએ"દીનેશે કહ્યું.


“અને આ ચિઠ્ઠી પણ ટાઈપ કરેલી છે. એટલે હેન્ડ રાઇટિંગ ચેક કરવાનો તો પ્રશ્ન જ નથી!"રમેશે નખાયેલા અવાજે દીનેશની વાતમાં સુર પુરવ્યો.


“હવે એક કામ કરો રમેશ તું શિવાનીની આખી બાયોગ્રાફી લઈ આવ. જન્મથી આજ દિવસ સુધીની કઈક તો મળશે જ. અને હા દિનેશ....." આટલું કહી અર્જુન અટકી ગયો.


દીનેશે અર્જુનને વિચારમગ્ન જોઈ પૂછ્યું,“શું થયું સર....?"


અર્જુનના મગજમાં જાણે એકાએક 440 વોટનો ઝટકો લાગ્યો હોય તેમ બોલ્યો,“અરે આવડી મોટી વાત હું ભૂલી કેમ ગયો?"


“શું?"


“સીસીટીવી ફૂટેજ લઈ આવ તો."


“હા સર."


રમેશ સીસીટીવી કેમેરાની ફૂટેજ જોવા માટે લેપટોપ લઈ તેમાં કેસેટ સ્ટાર્ટ કરે છે.


“જ્યાં પેલો માણસ સેન્ડલ ચેન્જ કરે છે ત્યાં લઈ, સ્ટોપ કર અને પછી એના હાથ પર ઝૂમ કર."


અર્જુનના કહેવા પ્રમાણે રમેશે સ્ટોપ કર્યું અને હાથ પર ઝૂમ કર્યું.



રમેશ જેમ ઝૂમ ઇન કરી રહ્યો હતો. તેમ અર્જુનના ચહેરા પર કંઈક અલગ જ ચમક આવી રહી હતી.


અંતે અર્જુને રમેશને કહ્યું,“બસ, આટલું જ રાખ!"


અને ઉમેર્યું,“દિનેશ તારે પણ એક કામ કરવાનું છે. ધ્યાનથી જુઓ હાથ પર રહેલી ઘડિયાળ! તેની કંપનીનું નામ દેખાય છે, સિગ્મા?"


“હા, સર અને આ કંપનીની ઘડિયાળ તો થોડાક સમય પહેલા જ માર્કેટમાં આવી હશે, અને તે બ્રાન્ડનું નામ પણ જાણીતું છે."દીનેશે કહ્યું.


“હમ્મ, હવે આ ઘડિયાળો બ્રાન્ડેડ હોવાથી રસ્તા પર સામાન્ય દુકાનોમાં તો ના જ મળે, એટલે એના સ્ટોરમાં અને મોટી દુકાનોમાં જ મળતી હશે ખરું ને?"


રમેશ કદાચ અર્જુનના કહેવાનો ભાવાર્થ સમજી ગયો હોય તેમ બોલ્યો,“પણ સર, આ તો દરિયાની રેતીમાંથી સોઈ ગોતવા જેવું કાર્ય છે!"


અર્જુને કહ્યું,“મુશ્કેલ છે પણ અસંભવ તો નહીં, અને આપણે તો આવી નાની નાની બાબતો જ ધ્યાનમાં લેવી જોઈએ."


થોડીવાર બંનેની વાત સાંભળીને દીનેશને પણ અર્જુનની વાત સમજી ગયો હોય તેમ આગળ અર્જુન બોલે તે પહેલાં જ કહ્યું,“સમજી ગયો સર,  અમદાવાદમાં આ બ્રાન્ડની જેટલી સ્ટોર છે તેમાં જઈને આ વોચની ખરીદી કરનાર ગ્રાહકોની લિસ્ટ બનાવવાની છે ને."


અર્જુને દીનેશને શાબાશી આપતાં કહ્યું,“સો ટકાની વાત કરી દિનેશ, અને પછી આ શિવાનીના કેસને લગતાં તમામ વ્યક્તિઓ માંથી કોઈ વ્યક્તિએ આ ઘડિયાળ ખરીદી કે કેમ તે ચેક કરવાનું છે."


“ok સર, અમે બંને કામ પર લાગી જઈએ."આટલું કહી રમેશ અને દિનેશ અર્જુનની પરવાનગી મેળવી ત્યાંથી રવાના થયા.



તેમના ગયા પછી અર્જુન ખિસ્સામાંથી સિગારેટનું પેકેટ કાઢી તેમાંથી એક સિગારેટ સળગાવી તેના બે-ત્રણ લાંબા કસ ખેંચે છે.


પોતાની રિવોલવિંગ ચેર પર બેઠા બેઠા તે મહિલાના ઘરમાંથી મળેલ ચિઠ્ઠી ખોલી ધ્યાન પૂર્વક તેમાં જોતાં જોતાં મનમાં જ બબડયો,“તું જે હોય તે, ભલે તારી જાતને હોંશિયાર ગણતો હો પણ હું તારા સુધી જલ્દી પહોંચીશ અને તને આ લોકઅપની પાછળ પહોંચાડીને જ જંપીશ."



*********



એક નાનકડા રૂમમાં આરામ ખુરશી પર એક વ્યક્તિ બેઠો હતો. અંધકારમાં માત્ર તેના વસ્ત્રો જ નજરે ચડતાં હતા. હાથમાં એક લાંબી સિગારેટમાંથી કસ ખેંચતો અને તેનો ધુમાડો જાણે આખા રૂમમાં પ્રસરી જતો હતો.


સ્વયં સાથે વાત કરતો હોય તેમ તે વ્યક્તિએ કહ્યું,“ મારા જેવા ક્ષાતીર માણસને પકડવું અર્જુનનું કામ નથી, હજું તો માત્ર આ શરૂઆત છે અર્જુન!, શિવાનીને તો સજા મળી ગઈ, ટૂંક સમયમાં હું મારો બીજો શિકાર કરીશ અને તું કઈ નહીં કરી શકે!"


આટલું બોલી તેણે એક ક્રૂર હાસ્ય કર્યું............



વધુ આવતા અંકે........




કોણ હશે આ વ્યક્તિ?


તેનો શિવાની સાથે શુ સબંધ હશે?


શું અર્જુન તેને પકડવામાં સફળ થશે?


અને ભૂતકાળમાં વિનય અને તેના મિત્રોએ શું ભૂલ કરી હતી?



જાણવા માટે વાંચતા રહો પ્રેમ કે પ્રતિશોધ shopizen પર.



આપનો અભિપ્રાય અચૂક આપશો.


આભાર.


વિજય શિહોરા-6353553470





ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ