વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ 2

                  શરાબી પ્રીતનો ..!



લોકો કહે હું નશામાં છું

ઘેનમાં રહું છું સદા.

સમજાવે કોણ એમને

શરાબી નથી હું

પણ તોય છુ નશામાં.

મદહોશ કરે છે

તારી આંખોના બાણ.

પથ ભૂલ્યો હા માન્યું

ભૂલ્યો સઘળું હું ભાનમાં.

તોય ના જ ભૂલ્યો

એક પણ પળ તને.

યાદોની કેડી પર

પુષ્પ સજાવ્યાં છે મેં

મારી વહેતી લાગણીનાં.

વાવેતર કર્યાં અહીં

પ્રેમરૂપી બીજનાં.

વાટ જોતાં તારી

જો ને વર્ષો વીત્યા ઘણાં.

જાણું છું

જે જાય એ

આવે નહીં ફરી પાછું.

પણ માનું કેમ

એ વાતને હું ..?

કસમ તું તોડે નહીં

ભરોસો એ મુજને.

આવીશ તું હા જરૂર

આજ નહીં તો કાલે.

જાણું પ્રેમનો પથ કઠીન

તું ના આવી શકી તો

હું આવીશ પાસ તારી.

કસમ તારી છે મને

મિલન થશે જરૂર

આપણું આ

ધરા આકાશની જેમ જ..!


જયશ્રી બોરીચા વાજા






ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ