વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ ૧

માધવની નજરોમાં છાનુંછાનું જોયું ત્યાં ઝાંખી એ મુજને દેખાણી,

ઝળુંઝળું સાવ થતી આંખોમાં વાદળ, ને વાદળમાં વેદનાનાં પાણી.


                                           ઇંદિરા બેટીજી


                 રાધા વિના કૃષ્ણ કે પછી કૃષ્ણ વિનાની રાધા કલ્પના શક્ય છે ? કદાચ નહી...... રાધા અને કૃષ્ણના વ્યક્તિત્વ વિશે વિચારીએ તો બંને અલગ અલગ રીતે પૂર્ણ વ્યક્તિત્વ હતા, પરંતુ એકબીજા ના સંદર્ભમાં વિચારીએ તો એકબીજા વિના અધૂરા.,.. અપૂર્ણ...... અપૂર્ણતા ને અધૂરપ સાથે નો વિરહ જ જો બંનેને પૂર્ણતા બક્ષે તો પછી પુછવું જ શું?


              રાધા અવતાર વિશે પ્રતિદિન મારી કલમને વાચા આપીશ તો આ સંવેદનાઓ સાથે જોડાવા ભાવભર્યુ આમંત્રણ છે.

​રાધાવતાર..

લેખક: શ્રી ભોગીભાઈ શાહ



પ્રથમ પ્રકરણ:' શ્રી કૃષ્ણનો રાધામહાભાવ '



             જેમ દરેક મનુષ્યની વ્યક્તિ કે વસ્તુને મૂલવવાની દ્રષ્ટિ અલગ-અલગ હોય છે, તેમ કોઈ પણ પુસ્તક પછી ભલે ગમે તે પ્રકારનું હોય પોતાના નવા રહસ્ય લઈને પ્રદર્પિત  થાય છે દરેક વ્યક્તિ જ્યારે તે વાંચે ત્યારે તે નવા જ રહસ્ય, નવા જ ભાવ સાથે વ્યક્ત થાય છે.


         ' રાધાવતાર ' શ્રી ભોગીલાલ શાહ લિખિત નવલકથારૂપ અધ્યાત્મ આનંદ પીરસતું પુસ્તક.............


             વિરહના અજંપાથી શરૂ થતી કથા ની બાંધણી અધ્યાત્મની પૂર્ણતા એ પૂર્ણ થાય તેનાથી ઉત્કૃષ્ટ સાહિત્ય ની વ્યાખ્યા ન હોઈ શકે .....રાધાવતાર નામ વાંચીએ કે સાંભળીએ એટલે પ્રથમ વિચાર પ્રેમ સાથેની ભક્તિનો આવે અને એ સત્ય સાબિત થતું જાય જેમ જેમ નવલકથા આગળ વાંચીએ તેમ.


                     🍂 અધુરી સાંજે

                       ઉભો  હું અટારીએ

                            ઉરે રાધા જ 🍂


              અરબી સમુદ્ર ની લહેરો સાથે સમી સાંજે ઉછળતા રાધા મય બનેલા કૃષ્ણના શબ્દ ચિત્ર થી શરૂ થતી રાધા અવતાર ની કથા મનુષ્ય હ્રદય ને ભવસાગર માં ખેંચી જવા પુરતી છે.....


              શ્રીકૃષ્ણ જન્મ્યા માનવ સ્વરૂપે તો પછી માનવ યાત્રાના છેલ્લા પડાવ સમયે ઉદભવતી વ્યથા અને મુંઝવણથી શા માટે દૂર રહે? દ્વાપર યુગના અંત ભાગમાં અનેક ચહેરાઓ મહોરા પહેરી છેવટે જીવન સંધ્યા એ પોતાનું જ મન સરવૈયું કાઢે છે અને એક અકથ્ય પીડા તેમની આંખોમાં દેખાય છે તેમના સ્વજનો અને પ્રિયજનો ને......


             આ અકથ્ય સંવેદના જ રાધાઅવતાર નવલકથા સ્વરૂપ પુસ્તકનો પ્રથમ કુંપળ બિંદુ છે જે આવનારી કથાને વિષયવસ્તુના વસ્ત્રો પહેરાવે છે આ પીડા શું છે? તેના માટે રાધા મય બનેલા કૃષ્ણના વિચાર રસમાં નહાવું, ડૂબવું જ રહ્યું.


             વેદના અને આનંદ એ બે માનવ હૃદયની એવી ભાવ સ્થિતિઓ છે જેમાં એકમાં વેદના કે જે સુવા નથી દેતી અને બીજો આનંદ  જેમાં આપણે સુવા માગતા નથી.અને જ્યારે આ સંવેદનાઓ માનવ સ્વરુપે કૃષ્ણ અનુભવે ત્યારે

એક નવા પ્રેમની પરિકલ્પના રચાય છે.

          

          શ્રી કૃષ્ણ ભગવાન નજીકના ભવિષ્યમાં યાદવોનો અંત અને પોતાનું મૃત્યુ જોઈ રહ્યા હોય ત્યારે જલ્દીથી પોતાના મૂળ સ્વરૂપમાં ભળવા તત્પર બની જાય છે આ બાહ્ય પરિસ્થિતિની ચિંતાઓ અને અંતરની વ્યથા ઓને લેખક શ્રી એ ખૂબ જ સારી રીતે પીરસી  છે.


         કોઈપણ અધ્યાત્મની વાત ને સાહિત્યનું રૂપ આપવું એ અઘરું કામ છે લેખકશ્રીએ પોતાની કલ્પનાને પાત્રો અને પરિસ્થિતિમાં વિસ્તારી છે. ઘટના તેની તે જ છે પણ તેમાં પોતાના વિચારો, આનંદ અને સંવેદનાઓ નું તાદાત્મ્ય શ્રીકૃષ્ણ અને તેની આસપાસના પાત્રો સાથે સાધ્યું છે આ વાંચતા વાંચતા દરેક વાચક પોતાના અંતરમાં ડોકિયું કર્યા વિના રહી શકતો નથી.


         નવલકથા ની શરૂઆત ને બિરદાવી જ રહી કેમકે પ્રથમ ભાગમાં જ સમગ્ર કથાનો ચિતાર આપી દીધો છે.... સૌથી ધ્યાન ખેંચનાર શીર્ષક છે. રતિ,સ્નેહ, માન, પ્રણય, રાગ, અનુરાગ, અને ભાવ આ સાત ભાવોને પાર કરી આઠમા મહા ભાવમાં પ્રવેશતા કૃષ્ણ અને રાધાના પ્રેમ ની વાત.. 


​(ક્રમશ)

















ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ