વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ ૧ # નિ:સ્વાર્થ પ્રેમ

શેશાની નજરો ક્યારની કોલેજના ગેઇટ પર આવીને અટકી જતી.કોલેજની અંદર ગુલમહોરના સુંદર વૃક્ષ નીચે ઉભી તે સમ્યકની રાહ જોતી હતી.


રોજ તો પોતે આવે તે પહેલાં જ સમ્યક આવી ગયો હોય.ઉલટાની પોતે જ રોજ લેટ હોય .એટલા માટે જ સમ્યક રોજ કહેતો તને મારી ફીકર નથી.પણ એવું તો બિલકુલ ન હતું.તેને કોલેજ આવતા બસ બદલવી પડતી એટલે જ આવતા મોડું થઈ જતું.


શેશાં રાહ જોતી વિચારતી હતી કે તેનું ધ્યાન સમ્યક પર પડ્યું.તેના આવતો જોતાં જ શેશા ખૂબ ખુશ થઈ ગઈ.પણ આ શું શેશાને નજર અંદાઝ કરી તે પુર ઝડપે બાઈક ચલાવી  કોલેજમાં અંદર જતો રહ્યો.શેશાને ખૂબ નવાઈ લાગી.


તે ફટાફટ ચાલતી સમ્યક પાસે પહોંચી અને બોલી,

"સમ્યક, હું ક્યારની તારી રાહ જોવ.છું અને તું મારી સામે એક નજર પણ નાખ્યા વગર અંદર કેમ આવી ગયો? શું થયું? કંઈ ખોટું લાગ્યું?"


શેશાની વાત સાંભળી સમ્યક મોટેથી હસવા લાગ્યો અને તાળી પાડવા લાગ્યો. તેણે શેશાની ફરતે એક રાઉન્ડ માર્યું અને તેની સામે ફરી બોલ્યો,


"ઓહ! મિસ શેશા ,તને શું લાગે છે કે તું મિસ ઇન્ડિયા છે? જેની સામે મે ન જોયું. તારા જેવી તો દસ મારી આગળ પાછળ ફરતી હોય. તારા માં એવું કશું નથી જે એક છોકરાને જોઈએ. ખોટા ભ્રમમાંથી નીકળી જા. તારા જેવી છોકરીઓ માટે કોલેજ માત્ર મોજશોખ અને છોકરા ફસાવવાનું લાયસન્સ છે. અને જો તારામાં હિંમત હોય તો કંઈક કરી બતાવ.આમ મારી પાછળ ફરવાનું બંધ કરી દે.અને મને બક્ષી દે."


સમ્યકના એક એક શબ્દો સાંભળી શેશા તો સ્તબ્ધ થઈ ગઈ.તેને થયું ધરતી માર્ગ આપે તો અહીં જ સમાઈ જાવ. તેની આંખોમાં ઝળઝળિયા આવી ગયા. પોતાના તૂટેલા અરમાનોને પોતાના પાલવમાં સમેટતા તે બોલી, "સમ્યક, મને વિશ્વાસ નથી આવતો કે આ તું બોલી રહ્યો.છ! જે છોકરો છેલ્લા બે વર્ષથી મારી સાથે દોસ્તી કરવા મારી આગળ પાછળ ફરતો હતો તે આજે આવું બોલી રહ્યો.છે.જેવી આપણી દોસ્તી થઈ કે આટલા સમયમાં તું મારાથી ઉબાઈ ગયો.મિસ્ટર સમ્યક ભૂલ મારી છે તને ઓળખવા હું થાપ ખાઈ ગઈ.તારા જેવા ભમરો કદી એક ફૂલથી સંતોષ ન પામે .સારું થયું તારો અસલી ચહેરો મારી સામે આવી ગયો.હવે હું તને બતાવી દઈશ કે મારામાં કેટલી હિંમત છે.આજ પછી કદી મારી જિંદગીમાં પાછો ન ફરતો ગુડ બાય."



ત્યાર બાદ શૅશા એ કદી સમ્યક તરફ જોયું નહી બંનેની કોલેજ પૂરી થઈ.શેશાએ કોલેજમાં ટોપ કર્યું.સમ્યકના શબ્દો એ તેના જીવનની દિશા બદલી નાખી. પોતાના ટેલેન્ટના લીધે તે મલ્ટી નેશનલ કંપનીની એમ.ડી. બની ગઈ.


સમયનું ચક્ર ફરી ફર્યું.એક દિવસ તે ઈવનિંગ વોક માટે નીકળી હતી.અચાનક તેનું ધ્યાન સામેના બેન્ચ પર બેઠેલ સમ્યક અને એક છોકરી પર ગયું.તેને જોઈ શેશાના ઝખ્મો તાજા થઈ ગયા.તેની અંદરની જ્વાળા બહાર આવવા ઉત્પાત મચાવવા લાગી તે ઝડપથી ત્યાં પહોંચી અને બોલી, "મિસ્ટર સમ્યક કેમ છો? મજામાં જ હશો.મને છોડવાનું કારણ મને મળી ગયું.બસ એક રિકવેસ્ટ છે જેવું મારી સાથે કર્યું તેવું આની સાથે ન કરતો." બાજુમાં બેઠેલી યુવતી સામે જોઈ ખૂબ ગુસ્સામાં એક શ્વાસે  શેશા બોલી . તેણે ત્યાંથી નીકળવા જેવા પોતાના કદમો ઉપાડ્યા કે તરત બાજુમાં બેઠેલ યુવતી કેયા ઉભી થઈ  શેશાનો હાથ પકડતા બોલી,


"ઊભા રહો ,મિસ શેશા તમે ફક્ત અધૂરું સત્ય જાણો છો." તે વધુ બોલે એ પહેલા સમ્યકે તેને ઈશારાથી ચૂપ રહેવા કહ્યું.

પણ કેયા ગુસ્સા ભરી નજરે સમ્યક તરફ જોતા બોલી,

"ક્યાં સુધી સમ્યક ? ક્યાં સુધી સત્ય છુપાવી શેશાની નજરમાં ગુનેગાર બની રહીશ?"


આટલું બોલી  કેયાએ પોતાના મોબાઈલમાં રહેલ અમુક ફોટાઓ અને રિપોર્ટ બતાવ્યા.

શેષ તો તે જોઈ મૂર્તિ સમાન બની ગઈ.થોડી વાર બાદ તે  ચોધાર આંસુએ  રડી પાડી.


કેયા રડમસ અવાજે બોલી,


"શેશા આ જ કારણ છે.સમ્યકનું તારાથી દુર થવાનું.તે નહોતો ઈચ્છતો કે તેના ગયા બાદ તું નિરાધાર થઈ આખી જિંદગી રડ્યા કરે.તે તને પ્રેમ કરતો હતો.અને હજુ એટલો જ કરે છે. રાત દિવસ બસ તને જ યાદ કરી દિવસો પસાર કરે છે.તેના હદયની બ્લોક નળીઓ ગમે ત્યારે તેને દગો દાઈ દેશે.પણ તે ખુશ છે તારી કામિયાબીથી.જિંદગીના કોઈ પણ પડાવે તું તારા પગ પર ઉભી રહી સામનો કરી  શકીશ.બસ આ જ તે ઈચ્છતો હતો.અને એટલે જ તે દિવસે તેણે તને...."


"અને હું કોઈ તેની પ્રેમિકા નથી. પણ તેની ડોકટર અને દોસ્ત છું. જેણે આટલા વર્ષો પ્રત્યેક દિન તારી યાદમાં સમ્યકને  રડતા જોયો છે."


કેયાની વાતો સાંભળી શેશાનું હદય કંપી ઉઠ્યું.પોતાની ભૂલ પર તેને પારાવાર વેદના થવા લાગી.તે તરત જ સમ્યકને વળગી પડી અને બોલી, "સમ્યક, મને માફ કરી દે.તું મને પ્રેમ કરી દર્દમાં  જીવતો રહ્યો.અને હું તને કોસતી રહી.પ્રેમના મંદિરમાં તું તો મહાન બની ગયો.હવે હું આ પ્રેમને અમર કરી દેવાં માંગુ છું.આજે અત્યારે જ હું તન મનથી તારી દુલ્હન ! જીવનના બાકીના દરેક પળોમાં હું તને મારા પ્રેમથી તરબોળ કરી દઈશ."


સમ્યક અને શેશા બંને એકબીજાની બાહોમાં સમાઈ ગયા. સમ્યકની જિંદગીની વસંત જોઈ કેયા પણ મલકાઈ ઊઠી.


સમાપ્ત

....✍️ bhumi Joshi "સ્પંદન"




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ