વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ ૧

                  અજબ ગજબ..!



જીંદગી તારી

શું કહું કહાની !

થોડી અજીબ છે

છતાં નીત નવી દિશા આપતી

નવા નવા રસ્તાઓ બતાવતી

છે આ જીંદગી.

કયારેક દુઃખનાં આંસુમાં ભીંજવતી

તો ક્યારેક

ખુશીઓનાં સાગરમાં ડુબાવી દેતી.

હા છે થોડી અજીબ

ને તો પણ છે

એ આપણી પોતાની

વહાલી જિંદગી.

એનું જ નામ તો જીંદગી !

કયારેક આમલી જેવી ખાટ્ટી

તો ક્યારેક મિસરી જેવી મીઠ્ઠી.

ક્યારેક લીમડા જેવી કડવી

તો ક્યારેક તુરીયા જેવી તુરી.

ને તો પણ હંમેશા

ઉછળતી તો ક્યારેક ચહેકતી

ફૂદકતી તો ક્યારેક મટકતી.

કયારેક નાદાન લાગતી

તો કયારેક થોડી નટખટ

આ આપણી જીંદગી.

ને આપણો હાથ પકડી

સાથે કદમ મિલાવી

સમય સાથે દોડાવતી

આ ચંચળ છતાં સમજદાર જિંદગી.

ક્યારેક પેટ ભરીને હસાવતી

તો ક્યારેક ખોબો ભરીને રડાવતી

ક્યારેક નાનામાં મોટું સમજાવી જતી

તો ક્યારેક સમજમાં આવે જ નહીં

તેમ બસ હાથમાંથી સરી જતી

આ જિંદગી જ તો છે.

જે હર પળ સાથ આપે છે

આપણી સાથે દરેક પળ માણે છે.

તે સાથે હોવા છતાં

એની નાની નાની વાતોને

અવગણી દઈએ છીએ.

અને જ્યારે તે સાથ છોડે છે ત્યારે

તેનો સાથ ઝંખીએ છીએ.

સાથ થોડો વધુ માંગીએ છીએ

પણ આ તો જીંદગી છે.

એકવાર ગઈ તો બસ પલટીને

પાછળ નથી જોતી.

શાહરુખખાનનાં ડાયલોગની

જેમ ગમે તેટલી વાર

પલટ પલટ બોલીએ તો પણ.

રિસાઈ ગઈ એટલે બસ પછી

મનાવવાનો સમય નથી આપતી.

જીંદગી છે આ તો

એટલે જ સાથ છે એને માણી લો

મોજથી બસ એને જીવી લો.

પળ પળનો હિસાબ રાખતી

નફા નુકસાનનો

અદ્રશ્ય ચોપડો લખતી

આ જીંદગી છે.

અજીબ છે એની કહાની

પણ છે

એ સૌથી વધુ આપણી પોતાની..!

એટલે જ તો

હર ક્ષણને જીવી લો

મોજથી એને માણી લો

પ્રેમથી બસ પામી લો.

અજબ ગજબ છે

એટલે જ તો મજાની છે

આ જીંદગી આપણી

ઘણી ખૂબ ન્યારી છે..!


જયશ્રી બોરીચા વાજા




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ