વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ 12

પ્રેમ કે પ્રતિશોધ-12




(આગળના ભાગમાં જોયું કે વિનય અને તેના મિત્રો વિકેન્ડમાં કાંકરિયા જવાનું પ્લાન બનાવે છે. જ્યારે બીજી બાજુ અર્જુનને શિવાનીના ખૂની સુધી પહોંચવામાં હજી સફળતા મળી નથી.)



હવે આગળ.......



“અરે એને કોઈ કામ આવી ગયું હશે એટલે તું નાહકની ચિંતા કરે છે?"નિખિલે દિવ્યાને ચિંતાતુર અવસ્થામાં જોઈને કહ્યું.


“ના, અજયને કોઈ કામ હોય તો એ પહેલા જ જણાવી દે, આમ કોલેજે ક્યારેય લેટ નથી આવ્યો?"દિવ્યાએ મોબાઈલમાં અજયનો નંબર ડાઈલ કરતાં કહ્યું.


નિખિલ અને દિવ્યા કોલેજના ગેટ પાસે ઉભા હતા.


“સુનિલ અને વિકાસ ગયા છે એના ઘરે તપાસ કરવા હમણાં આવી જશે!"નિખિલે કહ્યું.


“પણ હજી નથી આવ્યા. અને અજય કયારેય આવું કરતો નથી."દિવ્યાએ ચિંતિત સ્વરે કહ્યું.


દિવ્યાને વ્યાકુળ જોઈને નિખિલે પૂછ્યું,“છેલ્લે અજય સાથે ક્યારે વાત કરી હતી?"


“કાલે સાંજે, આપણે કાંકરિયાથી આવ્યા ત્યારે અને પછી ફોન પર તો નઈ પણ મેસેજમાં વાત થયેલ."દિવ્યાનું ધ્યાન મેઈન રોડ પર જ હતું.


તે અજયનો નંબર ડાઈલ કરતી પણ મોબાઈલ આઉટ ઓફ રિચ આવતો એટલે નિરાશ થઈ જતી.


“હું સુનીલને કોલ કરીને તપાસ કરી લઉં..."આટલું કહી નિખિલે સુનીલને ફોન કરવાં મોબાઈલ ખિસ્સામાંથી કાઢ્યો.


“હા"


નિખિલ હજી સુનિલનના નંબર ડાઈલ કરે તે પહેલાં મોબાઈલની સ્ક્રીન પર મેસેજ નોટિફિકેશન આવ્યું. અને મેસેજ પણ સુનીલનો જ હતો.


તેમાં લખ્યું હતું,“બધા મિત્રોને લઈને અજયના ઘરે આવી જા."


મેસેજ વાંચીને નિખિલના ચહેરાના ભાવ પલટાયા અજય સાથે કંઈક તો અનિચ્છનીય બનાવ બન્યો જ હશે. નહીંતર સુનિલ આમ મેસેજના કરે એવું નિખિલે મનોમન વિચારી લીધું.


“શું થયું?, સુનિલ પહોંચી ગયો?, નિખિલ...."દિવ્યા અત્યંત વ્યાકુળ થઈ ગઈ હતી.


“કંઈ નહીં સુનિલનો મેસેજ હતો, અજય ઘરે જ છે. પણ તેની તબિયત ખરાબ હોવાથી નથી આવ્યો."નિખિલ જાણતો હતો કે અજયની તબિયત ખરાબ છે એમ કહેશે એટલે બધા મિત્રોને ત્યાં જવાનું કહેવું નઈ પડે. આમ અત્યારે તો પરિસ્થિતિ સંભાળવા માટે તે જાણી જોઈને ખોટું બોલ્યો.


“કેમ શું થયું છે અજયને?, તો તો એ જણાવે નઈ?, સુનીલને કહે ફોન કરીને અજય જોડે વાત કરાવે. "દિવ્યા નિખિલને પ્રશ્ન પર પ્રશ્ન પૂંછતી હતી.


નિખિલે વિનયને પણ મેસેજ કરી દીધો હતો એટલે તે પણ રાધી સાથે નિખિલ હતો ત્યાં આવી ગયો હતો.


રાધીના આવતાં જ દિવ્યાની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં.


“રાધી, અજય....."દિવ્યા તૂટક સ્વરે આટલું તો માંડ બોલી શકી.


વિનયે તેને અટકાવતાં કહ્યું,“અરે, તું ટેંશન ન લે, ચાલો આપણે બધા અજયના ઘરે જ જઈએ..."


બધા ત્યાંથી અજયના ઘર તરફ રવાના થયા....


*******



*બે દિવસ પહેલા*



“તમે તો આવતીકાલની તૈયારી કરી લીધી હશે ને?"રાધીએ ફોનમાં વાત કરતાં કરતાં ચહેરા પર આવતી વાળની લટને આંગળી વડે દૂર કરતાં કહ્યું.


“મારે ક્યાં તૈયારી કરવાની જરૂર છે, આમ જ સવારે ઊઠીને ચાલતું થઈ જવાનું."વિનયે કહ્યું.


“તો એમ જ આવી જશો. કંઈક તૈયારી તો હશે ને, શું પહેરવું, શું લઈ સાથે જવું વગેરે?"રાધીએ પ્રશ્ન કર્યો.


“તમારે છોકરીઓને તો બસ..."વિનય આટલું બોલી અટકી ગયો.


“હાં ખબર છે મને આગળની લાઈન. એમ જ કહેવુંને કે અમે છોકરીઓ જ આ બધા નખરાં કરીએ..."રાધીએ થોડા ઊંચા સ્વરે કહ્યું.


“ખરેખર હો, તું મારી અધૂરી વાત પણ સમજી શકે છે. તેના માટે તો તને એવોર્ડ આપવો જ જોઈએ."રાધીની પ્રશંસા કરતાં વિનયે કહ્યું.


“જનાબ, ટોપિક ચેન્જ ના કરશો..અને કંઈક ઢંગથી તૈયાર થઈને આવજો."રાધીએ કહ્યું.


વિનયે જવાબ આપતાં કહ્યું“હું કોઈ મેરેજ ફંક્શનમાં નથી જવાનો, ખાલી સિમ્પલ પિકનિક છે યાર!"


“મને ખબર છે તમને ફેશનેબલ આઉટફિટ પહેરવાં નથી ગમતાં, પણ ગઈ વખતે અજયની બર્થડે પાર્ટીમાં પહેર્યા હતાં એવું ન કરજો....."અજયની બર્થડે પાર્ટીની યાદ અપાવતા રાધીએ હસતાં હસતાં કહ્યું.


અજયની બર્થડે પાર્ટીનું યાદ આવતાં વિનયે કહ્યું,“તું પણ યાર, હજી એ જ વાત...."


વિનયને અધવચ્ચે અટકાવતાં રાધીએ કહ્યું,“હું એક નઈ અમે બધા. પણ તમે આવ્યા જ એમ હતા, પાર્ટી એકવીસમી સદીમાં અને તમારો પહેરવેશ ઓગણીસમી સદીનો. અને એમાં પણ તમે 1970ના સમયના કોઈ કોલેજના પ્રોફેસર હો તેમ બધાથી અલગ દેખાતાં હતા."રાધી હસવાનું હજી રોકી શકી નહીં.


વિનયને પણ હસવું આવી રહ્યું હતું, પણ તેને હસવાનું રોકીને કહ્યું“બસ હવે હો, પણ યાર તને ખબર છે કે મને સિમ્પલ......."


રાધીએ કહ્યું,“હા મને ખબર છે. મારા માટે તો જેવાં છો તેવાં તમે બેસ્ટ જ છો. અને આવાં જ રહેજો હમેશાં."


“મસ્કા મારવાનું તો કોઈ તમારી પાસેથી જ શીખે, પહેલા નિંદા અને પછી વખાણ, વ્યાજસ્તુતિ!"વિનયે કહ્યું.


“કાલે આપણે કેવી રીતે જવાનું છે?"રાધીએ વાત બદલતા પ્રશ્ન પૂછ્યો.


થોડીવાર વિચારી વિનયે કહેવાનું શરૂ કર્યું,“મારી તો એમ ઈચ્છા છે કે આપણે બસ ઘરેથી એકબીજાનો હાથ પકડીને, એક એક ડગલે જાણે હું તારી આંખોમાં જોઈને તે પ્રેમના અથાગ સાગરમાં.............."


રાધીએ તેને અટકાવતાં કહ્યું,“બસ હવે મારા શાયર, આપણે અમદાવાદના રસ્તા પર જવાનું છે. જ્યાં તમે કહી રહ્યા છો એ સમયે વાહનના ધુમાડા અને ટ્રાફિક સિગ્નલો પર વાહનોની લાંબી કતારો સિવાય બીજું કંઈ નહીં હોય."


વિનયે કહ્યું,“ok, હવે હું તને સાંજે ફોન કરીશ, ત્યાર સુધી વિચારી લઉં કેમ જવું છે તે!."


રાધીએ જવાબ આપતાં કહ્યું,“હું રાહ જોઇશ તમારા કોલની...બાય"


“બાય!"વિનયે ટૂંકમાં ઉત્તર આપ્યો.


“બસ ખાલી બાય!"રાધીએ નિરાશ થઈને કહ્યું.


વિનય જાણતો હતો રાધી શું સાંભળવા માંગે છે. પણ તેણે કહ્યું,“હાં તો ભરેલું બાય કેવું હોય મને નથી ખબર"


રાધીએ મોં મચકોડીને કહ્યું,“બધી જ ખબર છે, પણ નથી બોલવું એને શું."


વિનય ખાલી “હમ્મ" એટલું જ બોલ્યો.


રાધીએ અત્યંત ધીમા સ્વરે કહ્યું,“ok, i love you, bye"


વિનયે કહ્યું,“શું કહ્યું કંઈ સંભળાયું નહીં."


રાધીએ કહ્યું,“કઈ નહી બસ, bye એમ."


વિનયે કહ્યું,“ના, બીજું કંઈ પણ કહ્યું હતું એવું લાગ્યું મને"


“તમને લાગ્યું તે જ."રાધીએ કહ્યું.


અંતે વિનયે કહ્યું,“ok, love you too, bye"


આટલું કહી વિનયે ફોન વિચ્છેદ કર્યો. 


રાધી પણ મોબાઈલ મુંકીને કાંકરિયા જવા માટેની તૈયારી કરવા લાગી...........



વધુ આવતાં અંકે......



અજય સાથે શું થયું હશે?


શું આ પિકનિકના કારણે જ અજય કોલેજે નહોતો પહોંચી શક્યો કે અન્ય કોઈ કારણ હતું?


અર્જુનને ખૂની સુધી પહોંચવા કોઈ લિંક મળશે કે નઈ?


અને શું થયું હશે આ પિકનિકમાં.....



જાણવાં માટે વાંચતા રહો પ્રેમ કે પ્રતિશોધ shopizen પર.


*******


આપનો અભિપ્રાય અચૂક આપશો.


આભાર.


વિજય શિહોરા-6353553470



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ