વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ 4

આસવ જી,

                  તમારી સાથે તો અહીં સુધી આવી ગઈ અને હવે..... તમારા વિશે વધારે જાણવાની ઈચ્છા થાય છે....

મારા વિશે કહું તો હું સંપૂર્ણપણે સુખી પણ નથી અને સંપૂર્ણપણે દુઃખી પણ નથી..... મને એવું લાગે છે તમારી જેમ કંઈક ખૂટે છે. આ અધૂરપ જ ઓળખવી અને પૂરવી છે....

                મારી નૈયા તમારા સાગરની લહેરો સાથે મંઝિલ સુધી પહોંચશે .ચાલો આ વિચારોના પત્રને નવા સંસ્મરણો આપીએ, નવી ભેટ આપીએ.....

                આજથી એક નવી શરુઆત કરીએ.....હું કોઈપણ વિષય પર મારા વિચારો જણાવીશ...અને તમે તમારા? મંજૂર? અને વિષયો પરના વિચારો આપણી બન્નેની જિંદગીને એકબીજાની સામે અનાયાસે લઈ આવશે... આપણે એકબીજાને ઓળખશું પણ નવી રીતે.

એકબીજાને પ્રશ્ન નહિ પૂછવાના. બસ...વ્યક્ત થવાનું નિખાલસ રીતે.....

                આજે હું તમને એક વિષય આપુ છું,મારા વિચારો જાણવું...આવતા પત્ર માં તમારે જણાવાના....

આજનો મારો વિષય છે..' પ્રાર્થના'....

                  પ્રાર્થના એટલે મારે મન સારો વિચાર....

નાનપણથી આંખો બંધ કરીને પ્રાર્થના કરતા શીખી ત્યારે જ મમ્મી એ એક સરસ પ્રાર્થના શિખડાવી દીધી...હે જગતની સર્વ દિવ્ય શક્તિઓ ખરાબ માણસો અને ખરાબ વિચારોથી મને દૂર રાખજે.....આ એક જ પ્રાર્થનામાં મને એવું લાગે જાણે હું ઈશ્વર પાસેથી બધું જ માંગી લવું છું.આ પ્રાર્થનાથી મારા હૃદયની બીક નીકળી જાય છે....

બસ મન આનંદિત થઈ જાય છે....આ પ્રાર્થના ના બળે જ હું તમે અજાણ્યા હોવા છતાં તમારા પર વિશ્વાસ મૂકી સકુ છું... હું રાહ. જોવું છું તમારી પ્રાર્થના ના વિચારોની...

                                        આનંદિત ઓજસ.......





ઓજસ જી,

            મારી અને તમારી આ વિચારોની સાંકળ,

            બાંધે મને તમારી આ કલ્પનાની વારતા......


       તમારા જીવનની અધુરપને મારા વિચારો પૂર્તિ કરી આપે તેનાથી રૂડું શું? તમારા વિચારો દાદ માંગી લે છે...હું પણ રાજી ખુશીથી તમારા વિચારોની સફર માં જોડાઈશ...

                   પ્રાર્થના...શબ્દ સાંભળું ત્યાં જ સાંજની ઝાલર કાનમાં સંભળાવવા માંડે છે.. મારું તો બાળપણ મંદિરના ચોગાનમાં વીત્યું છે...જોગાનુજોગ આપણી વાત પણ ત્યાંથી જ શરૂ થઈ... પ્રાર્થના એટલે મનની શાંતિ...

ભવિષ્યના વીમા નું પ્રીમિયમ... સવારે મન પ્રફુલ્લિત થઈ જાય અને રાત્રે હળવું થઈ જાય... ઉચાટ રહેતો નથી...

બસ મન નિશ્ચિત થઈ જાય છે...કે બધું સારું જ થશે...


ચાલો હવે હું નવો વિષય આપુ...  ' ફિલ્મ ' ......


(ક્રમશ)




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ