વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ ૧

          ઝાકળના પગલે પગલે પાયલ નો રણકાર

                            કોઇ અચાનક આવી ગયું અમસ્તું?


પ્રિયા,

        કેમ છે તું ?આજે કેમ ઉદાસ ?

નથી ગમતી મને તારી આંખોની ઉદાસી ,

નથી ગમતું તારું રિસાવું,

નથી ગમતું અકળ મૌન,

નથી ગમતું આમ તાકી રહેવું,

તારા નિખાલસ હાસ્ય એ તો મને જીવવાની પ્રેરણા આપી છે મારા માટે તારે ખુશ રહેવાનું હસતા રહેવાનું......


                            .એ જ તારો આસવ...


              ( પત્ર વાંચી ઓજસને લાગ્યું જાણે આ પત્ર પોતાના માટે જ છે. બે ત્રણ, ચાર, પાંચ વાર વાંચ્યો પણ મન તો હજી કંઈક વધારે મેળવવાની ઈચ્છા થી ફરી વાંચવા બેબાકળું બન્યું.)


                ( શબ્દસેતુ પુસ્તકાલયમાં ડિસ્પ્લે બોર્ડ પર આ નાનકડો પત્ર વાંચી ઓજસ  ખુશ થઈ ગઈ તરત જ પુસ્તકાલયના સંચાલકનો સંપર્ક કર્યો .સંચાલકના જણાવ્યા અનુસાર આસવ હવે બીજા ગામ માં શિફ્ટ થઈ ગયો હતો ,પરંતુ શબ્દસેતુના ઘનિષ્ઠ સંબંધ ના કારણે હજુ પણ કંઈક નવું લખી પુસ્તકાલયમાં મોકલી આપતો. ઓજાસ એ વધારે પૂછયું તો ફક્ત તેનું સરનામું મળ્યું અને બસ ઓજસના જીવનમાં જાણે વસંત આવી ગઈ.)


               ( રોજીંદી ઘટમાળમાંથી પોતે ચોરેલી સાંજની ઉદાસી વખતે જાણે ઓજશને જીવવાની ઈચ્છા થઈ આવી આસવ ને પત્ર લખી નાખ્યો.)


આસવજી,

                     તમારી પત્ર રૂપે લખેલી પંક્તિઓ મેં આજે શબ્દસેતુ પુસ્તકાલયના ડિસ્પ્લે બોર્ડ પર વાંચી. ખૂબ જ સુંદર છે અને મને જિજ્ઞાસા થઈ તમારી અને પ્રિયાની અધૂરી વાર્તા પૂર્ણ રીતે સાંભળવાની..... તમને વાંધો ન હોય તો મને કહી શકશો?

                             પત્રની રાહ જોતી તમારી મિત્ર....

(શબ્દ સેતુ ના સરનામે જ તમારા પત્રની રાહ જોઈશ)


   .    ( મેટ્રો સિટીની માયાજાળમાં મૂંઝાતા આસવને જાણે પોતાને ગમતી સુગંધ નો અહેસાસ થયો ઓજશનાં પત્રમાં,અને નિખાલસતાથી સત્ય કહી દીધું.)


નવા મિત્ર,

                  આનંદ થયો તમારી જિજ્ઞાસા વાંચીને. આ પ્રિયા એટલે મારા મનની કલ્પના તે એક જ છે આખી દુનિયામાં જેની સામે હું વ્યક્ત થાઉં છું જે મને પૂર્ણ રીતે ઓળખે છે અને બસ રોજની રંગબેરંગી કલ્પના સંવાદોના શણગાર સજી પંક્તિ રૂપે વ્યક્ત થઈ જાય છે.

                                                     પ્રિયાનો આસવ

(પત્ર વાંચી ઓજસ ફરી પત્ર લખે છે.....)


આસવજી,

                     પ્રિયા ભલે તમારી કલ્પના છે મારા માટે તો પ્રેરણા બનીને આવી છે ખબર નહીં કેમ મને લાગ્યું તમે મારા માટે જ લખ્યું છે અને આવું જ લખતા રહેશો..... આપણે એવી મિત્રતાની શરૂઆત કરીએ...જ્યાં પ્રશ્ન નહિ.ઉકેલ જ હોય..... શંકા નહિ પણ શ્રધ્ધા હોય, પ્રતિક્ષા નહિ પણ પૂર્ણતા હોય.....વિચારોની......

                                                      તમારી મિત્ર પ્રિયા

                   (   અને શરૂ થઈ એક હૃદય થી બીજા હૃદય સુધીની વિચારો ની સફર........ એકબીજાની અધૂરપ, એકબીજાનો ખાલીપો પુરાઈ ગયો પત્રમાં......)

.



ક્રમશ...




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ