વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ 2

નવા મિત્ર,

           કેમ છો?  હૃદયપૂર્વક તમારો આભાર જો મારી કલ્પના ની પ્રિયા તમને આટલી પ્રેરણા આપતી હોય તો મારી પ્રિયા આજથી તમારી મિત્ર. તમારી નિખાલસ માગણીથી મારી સર્જકતાને નવી દિશા મળશે. તમારી સાથે સાથે હું પણ ઘણું મેળવીશ તો હું પણ આજથી નવા મિત્રના પત્રની રાહ જોઈશ...

                                        એ જ  આસવ    


આસવ જી,

             હું મજામાં..... તમારી પ્રિયાને મારી મિત્રતા પસંદ હોય તો મને ખૂબ જ આનંદ થશે. એક સાચી વાત કહી દવું ...આજે સવારે મને એમ લાગતું હતું કે તમારો પત્ર આવશે અને બસ મન અને પગ પુસ્તકાલય સુધી પહોંચી ગયા. મને હજુ માન્યામાં નથી આવતું કે હું ફક્ત તમને પત્ર થી જ ઓળખું છું આપણે ફક્ત પત્રમિત્ર જ છીએ. તો પણ કેમ હું બેધડક તમારી પાસે બધી જ કબુલાત કરી શકુ છું?શું છે પણ સંબંધનું રહસ્ય?     

                                          તમારી મિત્ર.....   

           

 મિત્ર,

            તમે મજામાં તો હું પણ મજામાં.......

તમારી સાથે વાત કરતાં કરતાં  મારી કલ્પનાની પ્રિયા તમારામાં પરોવાઈ ગઈ ખબર જ ન પડી. અને હવે તો મને પણ કલ્પના કરતાં વાસ્તવિકતા વધારે ગમવા માંડી છે. મારે તમને પૂછવું હતું કે તમને મારી કોઈ વાતથી ખરાબ તો નથી લાગતું ને? શું કરું તમારી સામે દંભ નથી થઈ શકતો. બસ અંતરમાંથી બધું નિરંતર વહ્યા કરે અને કિલોમીટરનું અંતર નહિવત થયા કરે છે. અને પત્ર મિત્ર એટલે ફક્ત હું જ નહીં બોલું મારે તમને પણ સાંભળવા છે પહેલા કહો તમે શું વિચારો આપણા સંબંધના રહસ્ય વિશે?   .  

                              પત્રની રાહ જોતો આસવ.....


આસવ જી,

              મને જાણી ને આનંદ થયો કે તમારી કલ્પના તમને મારી નજીક લઈ આવી...  ખરાબ લાગશે ત્યારે સામેથી કહી પણ દઈશ અને ખીજાઈ પણ લઈશ....અંતર નિરંતર..... શબ્દોનો જાદુ તો તમારા પાસેથી શીખવા જેવો છે. એ તમારી વાત સાચી હું પણ શક્ય તેટલું બોલવાનો પ્રયત્ન કરીશ....મને પૂછો તો હું કહીશ કોઈ અનોખા ઋણાનુબંધ થી આપણે બંને જોડાયા હસુ....કૈક ઈશ્વરી સંકેત હસે....   હવે તમે કહેશો તમે શું વિચારો?

                                             મિત્ર ઓજસ......              કલ્પના વિચારોની બની વાસ્તવિકતા....

   સાયુજ્ય સંબંધોનું, જાણે જન્મોની આતુરતા,.    


(ક્રમશ)ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ