વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ ૨

 

"રત્ન કલા"

અને રશીક વાડીએ પહોંચ્યા અને પછી જે તેમની વાતો અને એક રત્નકલાકારોનું જીવન કેવુ હોય છે તે તમને જાણવા મળશે.

પ્રથમ પ્રકરણમાં વાંચ્યું કે ભરત અને રશીક મુકેશની વાડીએ રજાના દિવસે ગપ્પા મારવાં પહોંચી ગયા છે એક ખાટલો છે પાટીનો ભરેલો મજબૂત અને રશીક ચા નો ભાગ પાડે છે.
મુકેશ માવો કાઢીને સોપારીના જીણા કટકા કરતો કરતો બોલ્યો.

"ભરથા તે મને રીંગ કરી,તી"

રશીક ચા ના ભાગ પાડતો પાડતો બોલ્યો.
"ના અલીયા ભરથાએ નઈ મે રીંગ કરી,તી"

મુકેશ"તો કાપી કેમ નાંખીયો"

રશીક"અલીયા તેતો કીધું,તું મુકો ઇટલે મે મૂકી દીધો"

"ભલા મણા મે ઇમ કીધું કે મુકો ઇટલે હું મુકો બોલું"

"અરે રસકા તુય એમ સો હો ઓલયે ઇ,નું નામ મુકો કીધું અને તે ફોન મુકિયો"

હસતા હસતા ભરતે નેઠો કર્યો ખાટલા ઉપર ચાની પાલી બધાંયને લંબાવી ચાની ચૂસકી લેતા લેતા ભરત બોલ્યો.

"ધનભયની ચા હારે કોઈ નો આવે હો"

મુકેશ"હા ઇટલે તો કીધું તને કી ધનભયની ચા લીતો આવજે"

રશીક"અને આમેય ધનભય હારો હો કિયારેય પૈસાની ના પાડે જ નય"

ભરત"હા જો પૈસાની વાત આવી ઇટલે હાંભરી ગીયું હું ઇ,હારું આબ્યો તો,"

રત્ન કલા ની શરૂઆત કરતા થોડી સપષ્ટા કરી દઉં કે ભરત,મુકેશ અને રશીક ખરા મિત્રો છે.

રશીક ફોરપીના મશીનમાં પહેલા લોકડાઉનનું વેકેશન હોવાથી એસ.એસ.સી.ની પરીક્ષા આપ્યા વગર હીરામાં જપલાવી દીધું અને ફોરપી મશીન (એક હીરાનું આધુનિક મશીન)માં શિખવાનું નક્કી કર્યું અને મહિને આરામથી પચીસ કે ત્રીસ હજારનું મહિને કામ કરતો હતો.

ભરત ડબલના હીરાનો કારીગર હતો એની પત્ની સાથે ત્રીસથી પાંત્રીસ હજારનું દર મહિને કામ કરતો હતો અને મુકેશ માંડ માંડ અગીયાર બાર હજારનું મહિને કામ કરતો હતો.

પરંતુ ભરતને દર મહિને તાણ દેખાતી હતી કારણકે તેની આમદની અઠ્ઠની ખર્ચા રુપૈયા જેવું કામકાજ હતું.

મુકેશને તેના માવતરની વિકટ પરિસ્થિતિ જોઈ હોવાથી કરકસર કરતો હતો અને રશીકને તો હજુ પરણવાનું પણ બાકી હોવાથી બેફામ પૈસા ઉડાડતો અને તેના માવતરની પણ કમાણી સારી હોવાથી હોશિયારી મારતો ફરતો.


-----ક્રમશ------

કિશન એસ.શેલાણા(કાવ્ય)

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ