પ્રકરણ 8
(ગતાંકથી ચાલુ આસવ લખે છેઃ)
વિશ્વાસ ઍટલે શુ?
વિશ્વાસ એટલે જોડાણ...
વિશ્વાસ એટલે એક વ્યક્તિના મન સાથે બીજા વ્યક્તિના મન સાથે જોડાઈ જતો એવો તંતુ જેને તૂટવાનો ભય હોતો નથી. અને આ વિશ્વાસનું જોડાણ થઈ જાય પછી તમે તે વ્યક્તિ સાથે વધારે સ્પષ્ટ અને સાહજિક રીતે વર્તી શકો છો,કેમ કે મનના એક ખૂણે સ્વીકૃતિનો સંતોષ હોય છે તમે જેવા છો તેવા જ તમને સ્વીકારશે, તમારા વિશ્વાસથી જોડાયેલા તે ફક્ત તમારી સારી બાબતો નહીં પણ ન ગમતી બાબતો પણ સ્વીકારશે.
આ આ વિશ્વાસ ના જોડાણ ના સમાનાર્થી શબ્દો જ સંબંધો છે કદાચ ઓપચારિક અને અનૌપચારિક....
જેમકે તમે તમને હું મળ્યો પણ નથી અને તમારો ઝાઝો પરિચય પણ નથી આમ છતાં એવો વિશ્વાસ આપણા બંને વચ્ચે રહેલો છે કે જોઈ નથી શકાતો પરંતુ અનુભવી જરૂર શકાય છે. હું ઈશ્વરને હંમેશા પ્રાર્થના કરું કે આપણા બંને વચ્ચે વિશ્વાસનું આવું જોડાણ હર હંમેશ રહે...
વિશ્વાસી આસવ....
પરમ મિત્ર આસવ જી,
આપણી મિત્રતા જ કદાચ વિશ્વાસ નું બીજુ નામ છે.એવી મિત્રતા જ્યાં શબ્દોની સંવાદિતા માં સંબંધ શ્વાસ લે છે.
હું તો આપણા સંબંધ માટે ઋણાનુબંધ ને પણ એટલું જ મહત્વ આપું છું કેમકે ઋણાનુબંધ પણ એક પ્રકારનો વિશ્વાસનું જોડાણ જ છે. મૈત્રી કે પ્રેમ પાયાના મૂળમાં તો વિશ્વાસ જ છે અને આ વિશ્વાસ જો જરા પણ ડગી જાય તો પ્રેમ નામનું તત્વ અદ્રશ્ય થતા વાર નથી લાગતી....
વિશ્વાસ એટલે એક ભાવના નો બીજી ભાવના પર હદ થી વધારે ભરોસો...ભાવના અને વિચારનું જોડાણ j કદાચ બંને વ્યક્તિઓને કૈક અલગ કરવાની,કૈક અલગ રીતે જીવવાની પ્રેરણા આપી સકે છે.
હું આપણા સંબંધમાં હંમેશાં એવું જ ઈચ્છીશ કે મારો અને તમારો આ વિશ્વાસનો સેતુ જિંદગીના અંત સુધી દ્રશ્યમાન રીતે અને મૃત્યુ પછી આવતા જનમે પણ અદ્રશ્ય રીતે આપણા જોડાણ નો સાક્ષી બને...
❣️ હૃદયથી હૃદયના આ પ્રવાસો...
સાચવે સંસ્મરણો જાણે જન્મોજન્મના...❣️
હવે ફરીથી મારો વિષય આપવાનો વારો... આજે ઈચ્છા થાય કે તમને ગમતી વાત કરીએ...
મારો વિષય છે...પુસ્તકો...પ્રિય પુસ્તકો....
(ક્રમશ)
.