વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ 6

આનંદી ઓજશ જી,

                એક મનોવૈજ્ઞાનિક સત્ય છે,કે જેવા વિચાર કરીએ તેવું વાતવરણ સર્જાય,અને જેવું નામ તેવું વ્યક્તિત્વ સર્જાય...આજથી હું તમારા નામની આગળ આનંદી લગાડી દઈ ને બોલાવીશ કઈ વાંધો નથી ને? અને. જ્યાં આનંદ હોય ત્યાં ડર તો ન જ હોય....ઝાકળ જેટલું જીવન આપણું ને પાછું તેમાં તમારે ડર સાથે મૈત્રી કરવી?

તેના કરતાં ડર ને જ ત્યાગી દયો ને ... તમારા પત્રો વાંચીને મને એવું લાગે જાણે તમે સામે ચાલીને વેદના અને દુઃખ ને પીડા ને એવું બધું નોતરો છો.....મારા મત પ્રમાણે ડર છેને બહુ અભિમાની મહેમાન છે આપણે બહુ ભાવભીનું આમંત્રણ આપીએ તો જ પધારે... તમને તો બહુ સરસ આવડે કોઇને આવકારતા કેમ સાચું ને? મજાક કરું છું ખોટું નહી લગાડતા....

              ચાલો આ ડર ને દૂર કરવા તેના જ શત્રુ ને યાદ કરીએ.....

મારો વિષય છે...મિત્ર કે મૈત્રી....

               હું ખૂબ આભારી કે ઈશ્વરે મને તમારા જેવી મિત્ર આપી...જે દિલ ખોલીને મને સાંભળે છે....

મારા મંતવ્ય મુજબ મિત્ર એટલે હ્રદયને લોહી પહોંચાડતી નસો....

આંખ બંધ થતાં દેખાતો ચહેરો...

રિસાવા માટેનું યોગ્ય પાત્ર...

મીઠી ઈર્ષા ના ભાવનો અનુભવ કરાવતો સ્પર્ધક....

સાચો મિત્ર હોય તો સાબિતી દેવી નથી પડતી અને મૈત્રી ખોવાઈ જવાનો ડર નથી લાગતો....હૃદય છલોછલ થઈ જાય બસ ખાલી એના પૂછવાથી કે કેમ છે તું?.....

ખરું ને? મને મિત્ર બનાવશો જેથી મારું જીવન છલોછલ થઈ જાય?

                                       .       આતુર મિત્ર આસવ


પરમ મિત્ર,આસવ જી.....

                  કેમ એવું લાગે જાણે હું તમને જનમોજનમ થી ઓળખું છું?

તમારી મૈત્રીની દુનિયામાં મને સ્થાન આપવા બદલ વધુ એક વખત તમને અહીંથી મૈત્રીનું વહાલ મોકલું છું.... નિખાલસ મૈત્રીનું....

મારા મતે મૈત્રી એટલે જે આપણને અલગ દુનિયામાં લઈ જાય....જેમકે તમે....તમારો આ પત્ર વાંચવાથી જ જાણે મારી આસપાસ મૈત્રીના ફૂલોમાંથી સુગંધ આવવા લાગી..

તમે નહિ માનો,હવે મને પણ ડર ને યાદ કરવાનું મન નથી થતું....કેમકે તમારી મૈત્રી જ આસપાસ છવાઇ ગઇ આસવ જી..   મને મારી આસપાસ ની સુન્દર વસ્તુઓને જોવાની દૃષ્ટિ આપી જે એક સાચો મિત્ર j આપી શકે...   એ સુંદર વસ્તુઓમાં એક છે મને ગમતો મારો પોતીકો બગીચો જે મારો શોખ છે....આજથી આ તમારી મિત્ર પોતાના ડર ને આ મનગમતા બગીચામાં જ દાટી દેવાનું વચન આપે છે....

       

                💕  મનગમતી

                 મૈત્રી તારી ને મારી

                 રણઝણશે💕



આ વાત ઉપરથી નવો વિષય આવ્યો મગજમાં

શોખ.....



(ક્રમશ)          



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ