વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ 2

"મેરે હમસફર"


જયશ્રીબેન,રીટાબેન,રાજેન્દ્રભાઈ અને હીનાબેન નઝર ગામથી બેઠાં હતાં અને હવે અંજાન ગામ આવ્યું.


હું માવાની પિચકારી મારતા બોલ્યો.

"એય જે.ડી.સા,બ કેમ છો મજામાં"


જ્યોતિન્દ્રભાઈ મહેતા પોપટિયા રંગનો ઝભ્ભો પહેરીને ખબ ખબ બસમાં ચડતાં જ બોલ્યાં.

"લે આલે આતો રબડી અલ્યા ધ્યાન રાખજે હો"


જે.ડી.મહેતા "અરે ભાભા તમે પણ શું? વાત છે સરસ" 


એટલું કહીને રાજુકાકાની બાજુમાં ગોઠવાઈ ગયાં.


જીગ્નેશભાઈ સોલંકી બસમાં ચડતાં હતાં મારી નજર એની ઉપર પડી.


"અરે આતો આપણો હાવજ પણ આવ્યો કાકા"

જીગ્નેશભાઈએ મોઢું મલકાવતાં બોલ્યાં"વાહ"


મે ધીરેધીરે બસને હંકારી ત્યાંતો કન્ડકટર કિશન બોલ્યો.

"એ..એ..રબડીદા..રાખજો"


મે અરીસામાંથી રાજુકાકા ઉપર નજર કરીને રાજુકાકાને જોયા વારંવાર સોરી નો બોલવું પડે એટલે ધીમેથી બ્રેક મારી.

ત્યાંતો ભાર્ગવિબેન આંખે ચશ્મા ચડાવેલા અને એક પગ બસમાં મૂકતાં બોલ્યા. "આ શોપિઝન વાળી બસ છે?"


કન્ડકટર કિશન"હા હા આવી જાવ"


ભાર્ગવિબેન"અતિ સુંદર" 

કહીને બસ અંદર આવતા રહ્યાં.

ભાર્ગવિબેનને જોતા જ રીટાબેન બોલ્યા.

"વાહ ક્યાં ખૂબ અંજાન"


ભાર્ગવિબેનનું ધ્યાન રીટાબેન ઉપર જતાં બોલી ઉઠ્યાં.


"અરે રીટાબેન તમે સારું થયું લ્યો સથવારો મળી ગયો"


રીટાબેનની અને ભાર્ગવિબેનની વાતો સાંભળતા હીનાબેન વચ્ચે ટપકયાં.

"વાહ સરસ"


"અરે રે હીનાબેન દવે"


આ ત્રણેય બહેનો વાત કરતાં એમાં જયશ્રીબેન ઉંચા નીચા થવા લાગ્યાં. મનમાં વિચાર કર્યો હું આમને નઈ દેખાતી હોઉં એમ કહી બોલ્યાં.


"વાહ વાહ કહેવાની રીત આપની ખૂબ જ અનેરી ખૂબ જ ગમશે જેને છે એ કહેવાની"


"આલે લે જયશ્રીબેન"

કહીને ભાર્ગવિબેન તુરંત જયશ્રીબેનની બાજુમાં ગોઠવાઈ ગયાં અને કલબલાટ ચાલુ થયો.


મે અરીસામાંથી બસમાં નજર ફેરવી રાજુકાકા કઈક કહેવાના હોય તેવું લાગ્યું અને સાચેજ બોલ્યા.

"એય છોડીયું તમારો કલબલાટ બંધ કરોને અલ્યા રબડી હાલવા દે હમ સફરને"


મે રેકોર્ડની સ્વિચ દબાવી અધૂરું ગીત હતું ત્યાંથી શરૂ થયું.


હમ સફર મેરે હમ સફર...


આંખ ને શરમા કે કહ દી

દિલ કે શરમાને કી બાત

એક દિવાને ને સુન લી

દુજે દિવાને કી બાત

પ્યાર કી તુમ ઈમ્તેહા હો

પ્યાર કી આગાજ હમ

પ્યાર કી આગાજ હમ..હમ સફર મેરે હમ..


વચ્ચે વચ્ચે મ્યુઝિકમાં રાજુકાકા 

ફિલ્મની સ્ટોરી કહેતા જાય છે.

આ ગીત પૂર્ણિમાનું છે.

લતા મંગેશકર અને મુકેશનો સ્વર છે. સંગીત કલ્યાણજી આનંદજીનુ છે. અને ગુલઝાર સાહેબે લખ્યું છે.

મીનાકુમારી અને ધર્મેન્દ્રએ અભિનય કર્યો છે.


બધાય માથું ધુણાવીને ગીતના તાલે તાલ દઈને જુદા જુદા સ્વરમાં ગીતની શોભા વધારીને સફરની મજા લઈ રહ્યા છે. બસ પણ ધીમીગતિએ વેગ પકડી રહી છે.

મધુર અને મીઠું સંગીતમા મારી આંખને ક્યારે મીઠાસ આવી એની મને કઈ ખબર રહી નહિ. અને સરડાટ કરતી રોડ નીચે બસ ઉતરી ગઈ. મારી આંખ ખુલી તો ક્યાંય રોડ દેખતો ન હતો. સામે જૂનો અને અજાણ્યો ખીજડો મારી સામે કડકાઈને દાંત ભીંસી રહ્યો હતો. મે પાછું વળીને જોયું તો પોતપોતાની રીતે સમાનમા થતાં હતાં. ભાગ્યના કારણે કોઈને કોઈ ઇજા ન આવી. સૌ હેમખેમ જળવાઈ ગયા હતા. પણ જે.ડી.મહેતા અને જીગ્નેશભાઈ રાજુકાકાના બાવડાં પકડીને ઉભા કરવાની કોશિશ કરતાં હતાં.


રાજુકાકા ચંપકચાચા જેમ જેઠીયાને ઉધડો લે તેમ ડોલતા ડોલતા મારી તરફ આવ્યા અને મને ગાલે આંગળી અડાડીને બોલવા લાગ્યાં.

"એય રબડી તું બધાને ઉપર પહોંચાડી દઈશ."


મે ગભરાઈ ને કહ્યું "સોરી..સોરી..કાકા"


"અરે સોરીની દીકરી આમ..આ..આમ બસ હકાય" રાજુકાકા ઠપકો દેતાં દેતાં આમ તેમ ડોલતા હતાં ક્રોધ કોઈ પાર ન રહ્યો.

ત્યારે જે.ડી.મહેતાએ બાજી સંભાળી અને કહ્યું. 


"હશે ભાભા હવે શાંત થાઓ એને કાંઈ જાણી જોઈને તો ખાઈમાં નઈ નાખી હોય અને જો આમ એને ડરાવી દઈશું તો સફરમાં મજા નઈ આવે"



ક્રમશ:


કિશન એસ.શેલાણા(કાવ્ય)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ