પ્રકરણ 14
પ્રિય આસવ જી,
કેમ છો ? મજામાં લાગો છો. સરસ.....
મારા સંતાનોના લગ્ન ખુબ જ ધામધૂમથી ઉજવાઈ ગયા... કદાચ તમારા કારણે હું લગ્નને ખુબ જ ઉત્સાહ થી ઉજવી શકી.તમે મારામાં નવી ઊર્જા અને શક્તિનું સંચરણ કર્યું છે.
મને મારી જાત સાથે ઓળખાણ કરાવી છે.
આજે લગ્નના કામમાંથી પરવારી પહેલીવાર મે અક્ષત ને મારા હૃદયની વાત જણાવી,પહેલીવાર કૈક અલગ રીતથી પોતાનો આનંદ શોધવા મનપસંદ પ્રવૃત્તિ કરવાની રજા માંગી...મને ખુદને આશ્ચર્ય થાય છે આસવ જી કે તેમણે હસીને હા પાડી.. એટલું જ નહીં જોઈતી મદદ માટે પણ પૂછ્યું...હું નાહક દુઃખી થતી હતી....પણ એ સત્ય છે કે યોગ્ય સમય આવે તે ત્યારે ખુદ ઇશ્વર આયોજન કરી સરળતા કરી આપે છે.
હું માંગુ ને તું આપે એ ફકત થઈ જાય આપવું....
તું આપે ને હું ચાહું એ થઈ જાય બળુકુ....
આજે જ તમે મોકલાવેલ સ્પર્ધાનું ફોર્મ ભરી દીધું.
અને બસ ત્યારથી જ નવા નવા ફૂલોના વિચારે મન ચડ્યું છે.સવારે ઉઠતા વેત્ તમારા વિચારો અને ફૂલોની મહેક નવી પ્રેરણા આપે છે.જેમ ફૂલોની સુગંધને કોઈ દીવાલ રોકી નથી શકતી તેમ તમારા વિચારો અને પ્રેમ સ્થળ નું અંતર કાપી મારા સુધી પહોંચી જાય છે.
આમ આવી રીતે જ સાથે રહેજો...પ્રેરણા બની,પ્રાર્થના બની અને પ્રેમી બની........
પ્રેમથી આનંદિત ઓજસ
.
પ્રિય ઓજસ,
તમે ખુશ તો હું આપોઆપ ખુશ થઈ જાવ છું.મને વિશ્વાસ હતો જ કે તમે સ્પર્ધામાં ચોક્કસ ભાગ લેશો.હવે થોડો વખત મારા બદલે ફૂલોને ન્યાય આપજો.
મારી પ્રેરણા,મારી પ્રાર્થના અને મારો પ્રેમ હંમેશા રહેશે અવિરત.... અસ્ખલિત.... અનંત.....
મારે પણ હમણાં થોડું કામ છે. તો હું વ્યસ્ત રહીશ.હવે સીધાં સ્પર્ધામાં જ મળીએ....તમારા હાથમાં વિજેતા ની ટ્રોફી હસે અને હું અભિનંદન પાઠવતો હોઈશ.
બસ હવે એક જ વાત મનમાં રાખજો તમારે જીતવાનું છે ,મારા માટે.. જીતશો ને? મારી કલ્પનાની પ્રિયામાં હવે મને તમારું સ્મિત દેખાય છે.....બસ હવે તેને સાચે જોવાની ઈચ્છા છે.....
આનંદિત આસવ.....
💕 ફુલો મહેકે
મનગમતા દેહે
પ્રસરે પ્રેમ 💕
(ક્રમશ)