પ્રકરણ 10
(ગતાંકથી ચાલુ.. આસવ લખે છે...)
સમસ્યા...
સમસ્યાની દરેક વ્યક્તિએ વ્યક્તિએ વ્યાખ્યા કદાચ અલગ અલગ હોતી હસે...
એક વ્યક્તિને અનુભવાતી સમસ્યા કદાચ બીજી વ્યક્તિ માટે આશીર્વાદરૂપ હોઈ શકે...
મારા મંતવ્ય મુજબ જેમ આસપાસ સમસ્યાઓ વધારે તેમ વ્યક્તિનું જીવન ખીલે છે... સમસ્યા સમયે આપણે વધારે ત્વરા અને ધ્યાન દઈને તે સમસ્યા દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ એટલે વધારે જીવંત થઈ જઇએ છીએ...આ સમસ્યાઓ ઉકેલવી અને જીવન જીવવું જો બંનેનું બેલેન્સ રાખી ખુશ રહેતા આવડી જાય તો પછી જીવન માં અધૂરપ રહેતી નથી કેમકે સમસ્યા ઉકેલવામાં જ આપણી શક્તિ અને સમય જાય એટલે મગજ નવરું પડતું નથી અને સમસ્યા ઉકેલવાનો આનંદથી જ જીવન આત્મસંતોષ અને પ્રેરણાથી છલોછલ ભરાઇ જાય.
આ બધું હું એમનેમ નથી લખતો... જાતે અનુભવેલું છે.. નાનપણનું સંઘર્ષમય જીવન યુવાવસ્થામાં પણ અટક્યું નહિ...નાની નાની જરૂરિયાતો ના અભાવમાં મોટા મોટા આત્મસંતોષ સાથે જીવતા આવડી ગયું. બાળકો ને ઘણીવાર એવું લાગ્યું કે થોડું આદર્શ અને સિધ્ધાંત સાથે મે બાંધછોડ કરી હોત તો રોજબરોજની સમસ્યાઓ ન રહેત....પણ તેમને અત્યાર સુધી હું એ સમજાવવામાં નિષ્ફળ રહ્યો કે...કે નાની નાની સમસ્યા તો કદાચ ઉકેલાઈ જાત પણ જિંદગીભર માટે હ્રદય પસ્તાવાની પીડાનો સામનો કરતું હોત અને તે સમસ્યા મૃત્યુ સુધી ન ઉકલત....
અને હા..આ સમસ્યાઓ ની પૂર્ણાહૂતિ ની કોઈ દિવસ ઈચ્છા ન રાખવી કેમકે સમસ્યા વિના તો જીવન જ નથી...
ચાલો મારે પણ થોડી સમસ્યા છે..કહીશ નિરાતે...
પહેલાં તો તેને માણી લવું....
મારું નવું સરનામું નોંધી લેજો...
આતુર આસવ.....
આતુર આસવ જી,
સમસ્યા......
સમસ્યા જો સમજાય જાય તો સમસ્યા રહે j નહિ ખરું ને? હું એવું માનું કે ગમતી વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે અણગમો થાય તો અને ન ગમતી વસ્તુ કે વ્યક્તિ ગમવા લાગે ત્યારે સમસ્યા સર્જાય છે... પરિવર્તન સમસ્યાને જન્મ આપે પોતાના માટે કે સામે વાળી વ્યક્તિ માટે.
આજે તમે મને મુઝાયેલા લાગ્યા...પહેલીવાર. હું તમારી સમસ્યા ન જાણી સકુ?આજે બીજી ચર્ચા કરવા કરતાં તમારા વિશે જાણવાની ઈચ્છા થઈ ગઈ.....
અને સાથે ચિંતા પણ...તમારું સરનામું બદલાઈ ગયું... I'm shocked... આનંદ હોસ્પિટલ....આસવ જી મે તપાસ કરી ત્યાં સુધી તો એ માનસિક અસ્થિર વ્યક્તિઓ માટેની હોસ્પિટલ છે...શું થયું? કેમ આટલો બીજાને હસાવતો વ્યક્તિ આમ અચાનક....જલ્દી જવાબ આપજો
ચિંતિત ઓજસ....
(ક્રમશ)