પ્રકરણ 12
પ્રિય મિત્ર આસવ જી,
પ્રેમ અને લગ્ન...........
આ બન્ને ભાવો ને સાથે વ્યક્ત કરું કે અલગ અલગ?
બધું એટલું એકરૂપ થયેલું છે કે અલગ મારાથી નહિ થઈ સકે....
પહેલાં તો અભિનંદન કેમકે ત્રણ પાત્રોમાં તમારો પ્રેમ વહેંચી શક્યા છો...હવે મને સમજાય છે કે ભાવોનું આટલું ઊંડું સંવેદન અનુભવ્યા સિવાય વ્યક્ત ન થઈ શકે.અને સાથે તમારામાં પાત્રતા છે કોઇના પ્રેમને સાચવવા ને ખીલવવાની... આનંદી તમારી કલ્પના,તમારી પ્રિયા...હું પ્રાર્થી કે આવતા જન્મમાં તમારો પ્રેમ લગ્નમાં પરિણમે.
તમારી પત્ની સ્વરૂપા...જે હવે તમારી સાથે જ તમારા શરીરમાં તમારી ભાવનાઓ અને તમારા સંતાનોમાં જીવંત સ્વરૃપે જીવે છે...
અને છેલ્લે હું આવી તમારા વિચારોમાં... ખરું ને?
મારી વાત કરું તો હું પહેલેથી લગ્ન પ્રેમમાં માનતી અને શ્રધ્ધા રાખતી.
મારા મત પ્રમાણે પ્રેમ લગ્નમાં કદાચ સુખ આભાસી હોય પણ જેની સાથે લગ્ન થાય તેની સાથે પ્રેમની શક્યતા વધી જાય છે.
હું નસીબદાર છું અક્ષત પણ મારા જેવી વિચારધારા ધરાવતા હતા...માટે હંમેશા અમે સાથે ચાલી શક્યા....
અને અમારા સમજણભર્યા પ્રેમનું પરિણામ એટલે મારા લાડકવાયા સંતાનો શ્રી અને સૂક્ત.....પણ ઘણીવાર આપણા સુખની નજર j આપણે લગાડી દઈએ...
દેખીતી રીતે એકપણ અધુરપ નથી પણ જ્યારથી બંનેના લગ્નનું નક્કી થયું ત્યારથી મને જાણે એમ લાગવા માંડ્યું કે હવે હું કઈ કામની નથી...બધી જવાબદારી નિભાવતા નિભાવતા હું પોતે પોતાની જાતને જ ભૂલી ગઈ.....મને એવું લાગવા માંડ્યું હવે બધા પોતપોતાના સંસારમાં આગળ નીકળી જસે અને હું એકલી ત્યાં જ રહી જઇશ...અક્ષત તો પોતાનું વર્તુળ બનાવીને ખુશ છે જ્યાં તેમના શોખ...તેમના મિત્રો...અને પોતાનો આનંદ છે....
હવે હું એમ ખુશ નથી રહી શકતી મારે પણ પોતાનો આનંદ શોધવો છે... પોતાના શોખને પંપાળવા ની ઈચ્છા છે....અને તે તમારા પ્રેમ ને કારણે શક્ય બનશે.....
તમારા પ્રેમનો હું 100% સ્વીકાર કરું...પણ તેને કોઈ નામ નહિ આપી સકુ....
હા જીવનનાં અંત સુધી આપણે આમજ એકબીજાનાં પ્રેમે પ્રેરણા પામસુ .....
અને એકવાર તો પત્ર નહિ તમને રૂબરૂ મળવાની ઈચ્છા છે.હું મારી છેલ્લી જવાબદારી સંતાનો ના લગ્ન પતાવી લવું પછી આપણે મળીએ....જ્યાં વિચારોનો વૈભવ માણીએ ખુલીને .. હળવાશમાં.... સંતોષીઓજસ
ઝાકળ મોકલું પ્રેમની સજાવશે સપનાઓ કિંમતી,
અમથા અમથા મળી ગયા
દીપાવશે સંધ્યા જીવનની..
(ક્રમશ)