વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ ૧

         દુનિયાનું સૌથી મોટું રહસ્ય એટલે માનવીનું મન અને એ મનની પોતાની દુનિયા.....

સ્વપ્ન અને સત્ય વચ્ચેના આભાસની દુનિયા...

અનુમાન અને આગમચેતી વચ્ચેના આશ્ચર્યની દુનિયા..

જ્ઞાત અને અજ્ઞાતને જોડતી અલૌકિક દુનિયા...

જીવન અને મૃત્યુ વચ્ચે જીવાતા તથ્યની દુનિયા....


       પૃથ્વી પર માનવદેહે જન્મ લેતી કોઈ પણ વ્યક્તિ આ પૂર્વાભાસ અને ચૈતસિક દુનિયાથી પર નથી. ક્ષણથી માંડી સેંકડો વર્ષોનું આયુષ્ય આ દુનિયા ભોગવે છે. જાણે અજાણ્યે આ દુનિયાનો હિસ્સો બનતો જતો માનવી પૂર્વાપરની ઘટનાઓની તાર્કિકતાને આધારે એકબીજાના માનસિક વિશ્વ સાથે વિહરી પોતાનું અસ્તિત્વ ટકાવી અન્યના અસ્તિત્વનું કારણ બને છે.

     આવી જ એક અનોખી દુનિયામાં ચિત્રા નામની યુવતી જીવે છે. તેની ચૈતસિક શક્તિઓના રહસ્યોથી ભરેલી આભાસી દુનિયામાં, કલ્પનાના રંગે રંગાઈને ચાલો આસ્વાદ લઈએ રહસ્યકથા 'પૂર્વાભાસ ' નો.


**************************


           કેનેડાના ટોરેન્ટો માં 22 માળ ની કોર્પોરેટ ઓફિસના ગ્લાસ વિન્ડોમાંથી તાકતી ચિત્રા આજે કંઈક વધારે જ ખુશ હતી. વિકેન્ડની મોજ કે પછી કંઈ અજાણ્યું આસપાસ બનવાની શક્યતા....

         અને અચાનક પાછળથી કોફી લઈને આવેલા પલાશ ને જોઈ રહી. ચિત્રાને ખબર પડી ગઈ કે હમણાં જ પલાશ શું પૂછવાનો છે...અને હજી એ વિચાર પૂરો થાય એ પહેલાં તો પલાશના મુખેથી એ જ વાક્ય ચિત્રાએ બીજી વાર સાંભળ્યું....


પલાશ:-" શું વિચાર્યું ચિત્રા?"


ચિત્રા:-" પલાસ પાછું મેં સાંભળ્યું..."


પલાશ:-"વોટ?, શું સાંભળ્યું?"


ચિત્રા:-"ખબર નહીં કેમ થોડી ક્ષણો પહેલાં હું અહીં જ ઉભી હતી.અને આ જગ્યાએ કોફી પીતી હોય એવુ મારું જ ચિત્ર મને જાણે દેખાયું... એ જ વિચારમાં હું પાછળ ફરી અને તું મારા માટે કોફી લઈ આવ્યો....

આ દ્રશ્ય હું એક વાર જોઈ ચુકી છું... પલાશ...


પલાશ:-"પછી આગળ શું દેખાયું મિસ ચિત્રા?"


ચિત્રા:-"પ્લીઝ પલાશ નોટ અ જોક્, થોડા થોડા સમયે મને આવા અનુભવો થયા જ કરે છે."


પલાશ:-"આ તારો ભ્રમ છે ચિત્રા."


ચિત્રા:-"નહીં પલાશ હું ભ્રમ અને કલ્પનામાં નથી જીવતી વાસ્તવિકતા જીવું છું. ઇવન તારા હાથમાં રહેલા કોફીના મગની ડિઝાઇન પણ હું જોઈ ચુકી છું."


પલાશ:-"ક્યારે દેખાયું તને આ બધું?"


ચિત્રા:-"જસ્ટ તું આવ્યો તે બે મિનિટ પહેલા."


પલાશ :-"ઓકે એવું થાય ક્યારેક ક્યારેક ,સમાન વાતાવરણની સાથે સાથે ઘટનાઓની સમાનતા પણ હોઈ શકે."


ચિત્રા:-"મારી સાથે જ આવું કેમ થાય છે? હું અહીં કેનેડામાં પહેલીવાર આવી છું, આ જગ્યા પણ મારા માટે નવી છે અને વાતાવરણ અજાણ્યું ,તો કઈ શક્તિઓ મને પૂર્વાભાસમાં ખેંચી શકે?"


પલાશ;-"આ બધી વાતો બધાને નથી સમજાતી. જે વ્યક્તિ વધારે પડતી જાગૃત હોય છે તેને જ આવા અનુભવ થાય. તારે ખુશ થવું જોઈએ કે તું નવા રોમાંચક અનુભવની મજા માણી શકે છે."


ચિત્રા::-"ઓફ કોર્સ મજા લઉં છું પણ જ્યારે જ્યારે આવા અનુભવો થાય છે ત્યારે જાણે ક્યાંક અધૂરું રહી જતું હોય, છૂટી જતું હોય એવું પણ મને લાગે છે. જ્યારે જ્યારે આવા પૂર્વાભાસ થાય છે ત્યારે મારુ મન પ્રફુલ્લિત પણ થઈ જાય છે અને સાથે સાથે ક્યાંક પહોંચવાનું  બાકી રહી જતું હોય તેવી લાગણી થયા કરે છે.


પલાશ:-" કંઈ બાકી રહેતું નથી હવે જલ્દી ચાલ આપણું કેનેડાનું લગભગ કામ પૂરું થઈ ગયું. સોમવારે આપણે ઇન્ડિયા માટે નીકળી જઈએ.


ચિત્રા:-"હા ચાલ આમ પણ મને વાતાવરણ બરાબર નથી લાગતું, સ્નોફોલ ન થાય તો સારું."


પલાશ:- કુલl બેબી, અત્યારે એક પણ ટકો સ્નોફોલની શક્યતા નથી."


ચિત્રા:-" આઇ હોપ સો..."


એમ કહી ચિત્રા ગ્લાસ વિન્ડોમાંથી દેખાતા કેનેડાના ચોખ્ખા આકાશને તાકી રહી.


પલાશ :-"ચાલ આજે તો થોડું ફરી પણ લઈએ."


ચિત્રા:-"આમેય તું ક્યાં માનવાનો મારું?, ચાલ..."


પલાશ:-"એ બહાને તું આ વિચારોની દુનિયામાંથી વાસ્તવિક જીવનમાં આવીશ."


ચિત્રા;-"કદાચ હા."


     બંને હોટેલની બહાર નીકળ્યા મોલ તરફ, પલાશ ભવિષ્યના કંપનીના આયોજન વિશે વાતો કરતો હતો પરંતુ ચિત્રાનું ધ્યાન તો કોર્પોરેટ  બિલ્ડીંગની એક ઓફિસમાં વાંચેલા નામ ડોક્ટર સચદેવના વિચારોમાં હતું. અને કાલે તેને મળી લેવાના આયોજનમાં હતું.


    મોલમાં પણ પલાશ નવું નવું જોવામાં વ્યસ્ત હતો પરંતુ ચિત્રા કંઈક બિન જરૂરિયાતની વસ્તુઓ ભેગી કરવામાં તલ્લીન..


પલાશ:-"એ ચિત્રા આ શું લઈ રહી છે ?આપણે બે દિવસમાં નીકળવાનું છે."


ચિત્રા:-"મારું મન કહે છે કે મારે આ બધી વસ્તુઓની જરૂર પડશે. મને અત્યારે રોકમાં  મને લઈ લેવા દે. અને મને લાગતું નથી કે આપણે નીકળી શકીએ ઇન્ડિયા માટે."


પલાશ::-"કેમ હવે શું થયું?"


ચિત્રા:-"બસ એમ જ."


       અને ત્યાં જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો મોલ ના સ્પીકરમા એક એનાઉન્સમેન્ટ થયું....

અટેન્સન પ્લીઝ......     પ્લીઝ બી કેર કુલ, ઇફ ઈટ સ્નોઝ હિઅર ઇન્ વાઈલ હરી અપ એન્ડ ગો હોમ....

(મહેરબાની કરી સાંભળો,થોડીકવાર માં અહી બરફ પડવાની સંભાવના છે તો જલ્દી ઘરે પહોચી જાવ)


પલાશનું મગજ કામ કરતું બંધ થઈ ગયું... ચિત્રા સામે જોવાઈ જાણે મનોમન બોલાઈ ગયું....

આ કઈ રીતે શક્ય છે?


ચિત્રા કઈ બોલી ન શકી....બસ હૃદયપૂર્વક ઈશ્વરને પ્રાર્થના કરવા લાગી કે પોતાની સાથે રહે.....


        હોટેલ પર પહોચી પોતપોતાના રૂમમાં જ જમવાનું મંગાવી બંનેએ પોતાના મનમાં ઉઠતા સવાલોના જવાબ મેળવવા એકલા જ રહેવાનું પસંદ કર્યું...


રાત્રે બે વાગવાની તૈયારી હતી ,અને પલાશ બસ સુવા જ જઈ રહ્યો હતો ત્યાં ચિત્રાના રૂમમાંથી એક મોટી ચીસ સાંભળી પલાશ બેઠો થઈ ગયો.....


કોણે ચીસ પાડી?

શું છે ચિત્રાના પૂર્વાભાસનું રહસ્ય?

કે પછી પછી પલાશના જીવન સાથે જોડાયેલું છે ચિત્રા ની ચૈતસિક શક્તિઓનું રહસ્ય?


જાણવા માટે ...અચૂક વાંચો પૂર્વાભાસ.....


(ક્રમશ)







ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ