વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ ૧

    ' પ્રેમ'. સ્મિત નું કારણ ....  પ્રેમ કેવો હોય?...... હંમેશા માનવી ને વિચારતા કરી મૂકે.....સમયને ઓળખતો સ્થળને ઓળંગતો વહી જાય નિરંતર.....

દૂર દૂર ક્ષિતિજ ને પેલે પાર ....

ક્ષિતિજ કઈ દેખાતી કે ન દેખાતી?

              પ્રથમ પ્રેમના સ્પંદન પછી તરત જ અંતર મન અને હૃદય પ્રેમના અંતિમ સફળ સ્વરૂપને જોવા પ્રયાસો કરવા લાગે છે અને બસ શરૂ થઈ જાય છે એક સુંદર નાજુક સફરની શરૂઆત....


તો ચાલો એ સફરના પહેલાં પ્રવાસી આલયને ઓળખીએ......


              પ્રવેશતાની સાથે જ વાઇલ્ડ સ્ટોનની ડાર્ક મહેકથી મઘમઘતા આલીશાન બેડરૂમમાં રાઉન્ડ બેડ પર આલય સુખની નિદ્રા માણી રહ્યો હતો, અને તેની સાક્ષી પૂરતું હતું તેના મોઢા પરનું સ્મિત.... હા એ સ્મિત હતું આલયની કલ્પનાનું.... આંખોની ચમક અને સોનેરી વાળમાં શોભતું સુંદર મુખ.....

              અને આ જોઈને તેને જગાડવા આવેલી તેની મમ્મી ને જાણે વાત કરવાની ઈચ્છા થઈ ગઈ.... પોતાના મનની.....


વિરાજ:-"આલય...આલય"


આલય:-"યસ મમ્માં".


વિરાજ:-"ઉઠ બેટા આજે તારે કોલેજ નથી જવાનું પણ મમ્મીને રજા નથી."


આલય:-"પ્લીઝ 'મા' પાંચ મિનિટ.....".


વિરાજ:-"બસ પાંચ મિનિટ ... થોડીવાર..... તું અને તારા પપ્પા, મારી તો આમ ને આમ જિંદગી નીકળી ગઈ....."


આલય:-"અરે અરે ગુસ્સે ન થા ઉઠી ગયો બસ?".


વિરાજ:-"(સ્મિત સાથે) આજે કેમ સપના માં થી જાગવાનું મન નથી થતુ?"


આલય:-"બસ કંઈ નહીં નિરાંતની નીંદર આવતી હતી..."


વિરાજ:-"તો હું પણ નિરાંતે નીંદર કરું  એમ્ તું ન ઈચ્છે?"


આલય:-"100% હુકમ ફરમાવો.....


વિરાજ:-"તું ફ્રેશ થઇ નીચે આવ આજે તો તારા પપ્પાની સાક્ષી એ જ મારે વાત કરવી છે...(હસીને)


આલય:-"સાવધાન મિસ્ટર આલય.... મામલા ગંભીર લગતા હૈ......


વિરાજ:-"નોટંકી જલ્દી કર...".


(ડાઇનિંગ ટેબલ પર)


વિરાજ:-"આજે સાંજે તુ ફ્રી છે?"


આલય:-"હા, મમ્મી જ્યાં સુધી આગળ ભણવાનું ચાલુ ન થાય ત્યાં સુધી તારા માટે એકદમ ફ્રી..."


વિરાજ:-"તો સાંભળ તારા પપ્પા ના મિત્ર ભટ્ટ ભાઈની બહેનની દીકરી ' લેખા વિશે વિચારીએ તો?"


આલય:-" કોણ લેખા?"


(વિરાજ ઉર્વીશભાઈ ના હાથમાંથી છાપું લઈ લે છે)

સાંભળો મારી વાત....


ઉર્વીશભાઈ:-"લેખા ને કોણ જોવા જવાનું છે હું કે આલય?"


વિરાજ:-"કોઈની નથી જવું જોવા...(ગુસ્સે થઈને) હું એકલી જ બધું કરી લઈશ".


આલય:-" સોરી, પપ્પા ધ્યાન આપો તો... નહિતર આપોઆપ મમ્મીની ડુપ્લીકેટ વિરાજ આવી જસે....અને  આપણે પ્લીઝ પ્લીઝ. કરતા રહીશું.... મમ્મી હું એમ કહું ખાલી કે હું હજુ નાનો નથી?


ઉર્વીશભાઈ:-" મને તો નથી લાગતું...પ્રેમ કરવા માટે તો નહિ જ.....


વિરાજ:-"બસ આ જ વાત નથી ગમતી.... ગાડી ગમે ત્યારે પાટા પરથી ઉતરી જાય...."


ઉર્વીશભાઈ:-" તો લે ક્યાં ગાડી પાટા પરથી ઊતરી ગઈ, આલયની ગાડી ને યોગ્ય દિશા બતાવું છું"


આલય:-"તમારા આલયની ગાડી સાવ સીધી લીટીમાં જાય છે અને મંઝિલે પહોંચી જશે પણ હજુ થોડી વાર છે...."


વિરાજ:-"લગ્નની ઉતાવળ નથી પણ ખાલી જોઈ લઈએ તો કેવું?"


ઉર્વીશભાઈ:-"ખાલી જોવાની છે તો હા પાડી દે ને આલય"


વિરાજ:-"તમારે સમજાવવો નથી, મારો દીકરો ડાહ્યો છે."

એ માટે જોવાની કે ગમે તો વાત આગળ વધે."


આલય:-"ઓકે સાંજે done."પણ ખાલી જોવા માટે.....


વિરાજ: આલય એટલે જ તું મારો લાડકો છે તું જ મને ઓળખે છે."


         અને વિરાજની આંખોની ભીનાશ આલયને ફરી ગમી ગઈ. આલયના મતે વિરાજ ને કારણે જ તેમનું નાનકડું ઘર સ્વર્ગ જેવું હતું. તે હંમેશા પત્ની તરીકે એવી સ્ત્રીને ઝંખતો જે સપોર્ટ કરે.... સહજ હોય.... મુક્ત મને વિચારી શકે અને મિત્ર બનીને સાથે રહે. તેના મતે પ્રેમ લગ્ન કે ગોઠવેલા લગ્ન મહત્વનાં ન હતા..... મહત્વની હતી વફાદારી જે એકબીજા માટે આપોઆપ આવે.....


         તો ચાલો આગળના પ્રકરણમાં જોઈશુ કે તેની કલ્પના ની પરી લેખા છે કે નહીં ત્યાં સુધી...


                     💕સપના સંગે

                      વિહરીએ અનંત

                          ક્ષિતિજ પાર 💕



(ક્રમશ)



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ