વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સાહિત્ય પરિવાર એક મંચ ઈ મેગેઝીન

  સાહિત્ય પરિવાર એક મંચ

   ઈ મેગેઝીન .અંક ..2

   પ્રકાશિત તારીખ.24/9/21

              જાહેરાત

     Contact us.suman           kanjariya.9157438530


                  પ્રસ્તાવના

પ્રસ્તાવના

           જીવનમાં વાંચનનું અલગ મહત્વ છે. તેથી કંઈક નવું નવું આપને નવોદિત કવિ લેખકની કલમે લખાયેલી રચનાઓને ,લખાણને તેમના વિવિધ મનોભાવને, અહીં અમે પ્રસ્તુત કરી રહ્યાં છીએ. આપના વિશેષ આવકાર થકી નવોદિત ભવિષ્યમાં પણ સુંદર લખાણ લખે અને ભાવિમાં ઉત્તમ લેખક કવિઓ મળે તે જ હેતુ દ્રઢ કરી રહ્યા છીએ.

 *સાહિત્ય પરિવાર*  નામનું ઈ- મેગેઝિન આપના સુધી પહોંચાડતા મેં હર્ષ અનુભવીએ છીએ.  નવોદિત કવિ લેખકની કલમે લખાયેલી  વિવિધ રચનાઓને અલગ અલગ વિભાગમાં મૌલિક લખાણમાં આપ વાંચી શકશો. આ મેગેઝીનમાં ગદ્ય-પદ્ય વિભાગમાં  વાર્તાઓ, લેખ, કંઈક અવનવું, ઓપન માઇક, ગૃહ સજાવટ, રસોઈની સોડમ,  આરોગ્ય વિભાગ,  બાળસાહિત્ય, વ્યક્તિવિશેષ, આસ્વાદ, દાદીમાના નુસખા, આધ્યાત્મિક, હેલ્થ, મોટીવેશનલ જેવી વિવિધ કોલમમાં આપને આજની પરિસ્થિતિમાં ચાલી રહેલ તમામ  તાજી માહિતી અને તેને સંલગ્ન વાંચન સાહિત્યનો રસથાળ પીસાઈ રહ્યો છે. આશા છે આપ સહુને અમારા નવોદિતની કલમથી લખાયેલી રચના પસંદ આવશે જ.

   કિરણબેન બી શર્મા "પ્રકાશ"

      વડોદરા????????




                 ©️   કાનૂનીચેતવણી ©️

*કાનૂની ચેતવણી*


અભિવ્યક્તિની આઝાદી કાયદા હેઠળ વ્યક્તિ જે કઈપણ વિચારે છે, અથવા રજૂ કરે છે, એની સંપૂર્ણ જવાબદારી એ વ્યક્તિની પોતાની રહેશે. આથી સર્વે સાહિત્ય પરિવાર E મેગેઝીનના સભ્યોને જણાવવાનું કે તમારી કોઈ પણ ગદ્ય કે પદ્ય રચના માટે સાહિત્ય પરિવાર E મેગેઝીન જવાબદાર નથી.. સભ્યો જે પણ રચના રજૂ કરે છે, એની સંપૂર્ણ જવાબદારી બાહેંધરી બધાં સભ્યોની પોતાની રહેશે…







ક્રમ

કોલમ 

કોલમિસ્ટ

પદ્ય

તેજસ વસાણી

ગદ્ય

મેઘલ ઉપાધ્યાય

કંઈક નવું

કિરણ શર્મા

ઓપન માઈક

રાગિણી શુક્લ

ગૃહસજાવટ

ભાનુ શાહ

વાનગી

ભારતી ત્રિવેદી દવે

બાળસાહિત્ય

કલ્પનાબેન ત્રિવેદી

રમત જગત

કૌશલ્યા મહિડા

વ્યક્તિ વિશેષ

દિનેશભાઈ કવિ

૧૦

આસ્વાદ

જયશ્રી દેસાઈ

૧૧

દાદીમાના નુસખા

હર્ષા દલવાડી તનુ

૧૨

આધ્યાત્મિક

દેવાંગી બા રાઓલ

૧૩

હેલ્થ

અર્ચના ઠક્કર


૧૪

કાયદો

પ્રવિના બોધરા

૧૫

મોટિવેશનલ

ગીતા ઠક્કર



                 અનુક્રમણિકા


ક્રમ

શીર્ષક……..પ્રકાર

લેખક નામ ….ઉપનામ

જા.. જા. હવે.

તેજસભાઈ વસાણી

વિષય

ચૌધરી શીલા.. સાહિત્ય ની દિવાની

ક્યાં આવડે છે મને?

જીજ્ઞેશ ક્રિસ્ટી...સંગત

વેદના ભર્યા

રસિક ગલચર."કલા રસિક"

જિંદગીનો વિષય

ચૌધરી રશ્મિકા એલ.રસુ

શ્રી ગણેશ ….લેખ

હેમલતા દિવેચા..હેમ

પલ્લવી.. ટૂંકીવાર્તા

નેન્સી અગ્રાવત

વિરહની વેદના..લઘુવાર્તા

ભાનુ શાહ

હાજી કાસમની વીજળી

ભાનુ શાહ

૧૦

સંબંધો કેવા હોય?

કિરણ શર્મા" પ્રકાશ"

૧૧

કંઈક નવું. સંકલન માહિતી

કિરણ શર્મા"પ્રકાશ"

૧૨

કંઈક નવું…વેલ વિદાઈ

દેવાંગી બા રાઓલ

૧૩



૧૪

ગૃહસજાવટ

ભાનુબેન શાહ

૧૫

વાનગી.તુરિયા અળવી નું શાક

ભાનુબેન શાહ

૧૬

પરંપરાગત ચૂરમાના લાડુ

ભાનુબેન શાહ

૧૭

રાગીના ઢોસા

ભારતીબેન ત્રિવેદી દવે

૧૮

ચકી રાણી ખોવાણી. બાળગીત

દેવાંગી બા રાઓલ

૧૯

દોસ્ત.. બાળગીત

હેમલતા બેન દિવેચા


૨૦

સહન કરતાં રહેશું?બાળગીત

તેજસભાઈ વસાણી

૨૧

કક્કા શબ્દ હાસ્ય રચનાબાળગીત

કલ્પનાબેન ત્રિવેદી

૨૨

પર્યાવરણ પ્રેમી જય.બાળવાર્તા

મનોજભાઈ પંડયા.. સનમ

૨૩

હું છું શૂરવીર યૌધ્ધો. બાળગીત

કૌશા. પી.જાની

૨૪

હું ફુલચંદ ફૂગ્ગા વાળો.બાળગીત

દિનેશભાઈ "કવિરાજ"

૨૫

બાળગીત

ચૌધરી શીલા. સાહિત્યની દિવાની

                  

૨૬

બાળગીત

ચૌધરીરશ્મિકા એલ."રસુ"

૨૭

પી.વી.સિંધુ.રમતજગત

કૌશલ્યા એસ.મહિડા."પ્રતિતી"

૨૮

માનસી જોષી. રમતજગત

દેવાંગી બા રાઓલ

૨૯

પ્રોફેસર લાલજીભાઈ કાનપરિયા.. વ્યક્તિ વિશેષ

મનોજભાઈ પંડ્યા"સનમ"

૩૦

આદિલ મન્સૂરી ગઝલ.આસ્વાદ

ચૌધરી શીલા. "સાહિત્યની દિવાની.

૩૧

ગરમ નારિયેળ પાણી.સંકલન

હર્ષા દલવાડી તનુ

૩૨

કપૂર લીંબુનો અકસીર ઈલાજ

હર્ષા દલવાડી તનુ

૩૩

નરસિંહ મહેતાની ભક્તિ

કૌશલ્યાબેન એસ.મહિડા."પ્રતીતિ

૩૪

ભગવાનને ભાગીદાર બનાવો

દેવાંગી બા રાઓલ

૩૫

આરોગ્ય.. હેલ્થ

અર્ચના ઠક્કર

૩૬

રાઈટ ટૂ ફ્રીડમ ..કાયદો

પ્રવિના બોધરા


૩૭

પ્રેરણાદાયી ભેટ.મોટિવેશનલ

ગીતાબેન ઠક્કર

૩૮

મોટિવેશનલ લેખ.

કિરણબેન શર્મા."પ્રકાશ"

૩૯

જલબિંદુ.મોટિવેશનલ લેખ

ભારતીબેન ત્રિવેદી દવે

૪૦

ક્ષમા વીરતાનું ઝરણું..મોટિવેશનલ

પ્રતિક્ષાબેન પંડ્યા






        ???????? માહિતી વિશેષ????????


દરેક હિંદુને આટલી તો ખબર હોવી જ જોઈએ........

આપણા મહાન હિન્દુ ધર્મ વિશે બાળકો પાસે સાચી માહિતી નથી... તો તમે પણ આ માહિતી વાંચો અને તમારા બાળકો ને પણ વંચાવો.....


*(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :* 


1. ગર્ભાધાન સંસ્કાર 

2. પુંસવન સંસ્કાર 

3.સીમંતોન્ન્યન સંસ્કાર 

4. જાતકર્મ સંસ્કાર 

5. નામકરણ સંસ્કાર 

6. નિષ્ક્રમણ સંસ્કાર 

7. અન્નપ્રાશન સંસ્કાર 

8. વપન (ચૂડાકર્મ) સંસ્કાર 

9. કર્ણવેધ સંસ્કાર

10. ઉપનયન સંસ્કાર

 11. વેદારંભ સંસ્કાર 

12. કેશાન્ત સંસ્કાર 

13. સમાવર્તન સંસ્કાર 

14. વિવાહ સંસ્કાર 

15. વિવાહગ્નિપરિગ્રહ સંસ્કાર 

16. અગ્નિ સંસ્કાર


 *(2) હિન્દુધર્મના ઉત્સવો :*


1. નૂતન વર્ષારંભ 

2. ભાઈબીજ 

3. લાભપાંચમ 

4. દેવદિવાળી 

5. ગીતા જયંતિ (માગસર સુદ એકાદશી)

 6. ઉત્તરાયણ અને મકરસંક્રાંતિ 

7. વસંત પંચમી

 8. શિવરાત્રી 

9. હોળી

10. રામનવમી 

11. અખાત્રીજ 

12. વટસાવિત્રી (જેઠ પૂર્ણિમા) 

13. અષાઢી બીજ 

14. ગુરુ પૂર્ણિમા 

15. શ્રાવણી-રક્ષાબંધન 

16. જન્માષ્ટમી 

17. ગણેશ ચતુર્થી 

18. શારદીય નવરાત્રી

 19. વિજ્યા દશમી 

20. શરદપૂર્ણિમા 

21. ધનતેરસ 

22. દીપાવલી. 


*(3) હિન્દુ – તીર્થો : ભારતના ચાર ધામ :*


1. દ્વારિકા 

2. જગન્નાથપુરી 

3. બદરીનાથ 

4. રામેશ્વર 


*( 4 ) હિમાલ હિમાલય ના ચાર ધામ :* 


1. યમુનોત્રી 

2. ગંગોત્રી 

3. કેદારનાથ 

4. બદરીનાથ 


*(5) હિમાલયના પાંચ કેદાર :*

 

1. કેદારનાથ 

2. મદમહેશ્વર 

3. તુંગનાથ 

4. રુદ્રનાથ 

5. કલ્પેશ્વર 


*ભારતની સાત પવિત્ર પુરી :* 


1. અયોધ્યા 

2. મથુરા 

3. હરિદ્વાર 

4. કાશી 

5. કાંચી 

6.. અવંતિકા 

7. દ્વારિકા


 *દ્વાદશ જ્યોતિલિંગ :*


 1. મલ્લિકાર્જુન (શ્રી શૈલ – આંધ્ર પ્રદેશ)

 2. સોમનાથ (પ્રભાસ પાટણ – ગુજરાત) 

3. મહાકાલ (ઉજ્જૈન –મધ્યપ્રદેશ) 

4. વૈદ્યનાથ (પરલી-મહારાષ્ટ્ર) 

5. ઓમકારેશ્વર (મધ્યપ્રદેશ) 

6. ભીમાશંકર (મહારાષ્ટ્ર) 

7. ત્ર્યંબકેશ્વર (મહારાષ્ટ્ર) 

8. નાગનાથ (દ્વારિકા પાસે – ગુજરાત)

 9. કાશી વિશ્વનાથ (કાશી – ઉત્તરપ્રદેશ) 

10. રામેશ્વર (તમિલનાડુ) 

11. કેદારનાથ (ઉત્તરાંચલ) 

12. ઘૃષ્ણેશ્વર (દેવગિરિ-મહારાષ્ટ્ર) 


*અષ્ટવિનાયક ગણપતિ :*

 

1. ઢુંઢીરાજ – વારાણસી 

2. મોરેશ્વર-જેજૂરી 

3. સિધ્ધટેક 

4. પહ્માલય 

5. રાજૂર 

6. લેહ્યાદ્રિ 

7. ઓંકાર ગણપતિ – પ્રયાગરાજ 

8. લક્ષવિનાયક – ઘુશ્મેશ્વર


 *શિવની અષ્ટમૂર્તિઓ :* 


1. સૂર્યલિંગ કાશ્મીરનું માર્તડ મંદિર / ઓરિસ્સાનું કોર્ણાક મંદિર / ગુજરાતનું મોઢેરાનું મંદિર 

2. ચંદ્રલિંગ – સોમનાથ મંદિર 

3. યજમાન લિંગ – પશુપતિનાથ (નેપાલ) 

4. પાર્થિવલિંગ – એકામ્રેશ્વર (શિવકાંશી) 

5. જલલિંગ – જંબુકેશ્વર (ત્રિચિનાપલ્લી) 

6. તેજોલિંગ – અરુણાચલેશ્વર (તિરુવન્નુમલાઈ)

 7. વાયુલિંગ – શ્રી કાલહસ્તીશ્વર 

8. આકાશલિંગ – નટરાજ (ચિદંબરમ) 


*પ્રસિધ્ધ 24 શિવલિંગ :*


 1. પશુપતિનાથ (નેપાલ) 

2. સુંદરેશ્વર (મદુરા) 

3. કુંભેશ્વર (કુંભકોણમ) 

4. બૃહદીશ્વર (તાંજોર) 

5. પક્ષીતીર્થ (ચેંગલપેટ)

 6. મહાબળેશ્વર (મહારાષ્ટ્ર) 

7. અમરનાથ (કાશ્મીર) 

8. વૈદ્યનાથ (કાંગજા) 

9. તારકેશ્વર (પશ્ચિમ બંગાળ) 

10. ભુવનેશ્વર (ઓરિસ્સા) 

11. કંડારિયા શિવ (ખાજુરાહો)

 12. એકલિંગજી (રાજસ્થાન) 

13. ગૌરીશંકર (જબલપુર) 

14. હરીશ્વર (માનસરોવર) 

15. વ્યાસેશ્વર (કાશી) 

16. મધ્યમેશ્વર (કાશી)

 17. હાટકેશ્વર (વડનગર) 

18. મુક્તપરમેશ્વર (અરુણાચલ) 

19. પ્રતિજ્ઞેશ્વર (કૌંચ પર્વત) 

20. કપાલેશ્વર (કૌંચ પર્વત) 

21.કુમારેશ્વર (કૌંચ પર્વત) 

22. સર્વેશ્વર (ચિત્તોડ)

23. સ્તંભેશ્વર (ચિત્તોડ)

24. અમરેશ્વર (મહેન્દ્ર પર્વત) 


*સપ્ત બદરી :* 


1. બદરીનારાયણ 

2. ધ્યાનબદરી 

3. યોગબદરી 

4. આદિ બદરી 

5. નૃસિંહ બદરી 

6. ભવિષ્ય બદરી

 7.. વૃધ્ધ બદરી. 


*પંચનાથ :*


1. બદરીનાથ 

2. રંગનાથ 

3. જગન્નાથ 

4. દ્વારિકાનાથ 

5. ગોવર્ધનનાથ 


*પંચકાશી :* 


1. કાશી (વારાણસી) 

2. ગુપ્તકાશી (ઉત્તરાખંડ) 

3.ઉત્તરકાશી (ઉત્તરાખંડ)

4. દક્ષિણકાશી (તેનકાશી – તમિલનાડુ) 

5. શિવકાશી 


*સપ્તક્ષેત્ર* 


: 1. કુરુક્ષેત્ર (હરિયાણા) 

2. હરિહિર ક્ષેત્ર (સોનપુર-બિહાર) 

3. પ્રભાસ ક્ષેત્ર (સોમનાથ – ગુજરાત)

 4. રેણુકા ક્ષેત્ર (મથુરા પાસે, ઉત્તરપ્રદેશ) 

5. ભૃગુક્ષેત્ર (ભરૂચ-ગુજરાત) 

6. પુરુષોત્તમ ક્ષેત્ર (જગન્નાથપુરી – ઓરિસ્સા) 

7. સૂકરક્ષેત્ર (સોરોં – ઉત્તરપ્રદેશ) 


*પંચ સરોવર :*


 1. બિંદુ સરોવર (સિધ્ધપુર – ગુજરાત) 

2. નારાયણ સરોવર (કચ્છ) 

3. પંપા સરોવર (કર્ણાટક) 

4. પુષ્કર સરોવર (રાજસ્થાન) 

5. માનસ સરોવર (તિબેટ) 


*નવ અરણ્ય (વન)  :* 


1. દંડકારણ્ય (નાસિક) 

2. સૈન્ધાવારણ્ય (સિન્ધુ નદીના કિનારે)

3. નૈમિષારણ્ય (સીતાપુર – ઉત્તરપ્રદેશ) 

4. કુરુ-મંગલ (કુરુક્ષેત્ર – હરિયાણા) 

5. કુરુ-મંગલ (કુરુક્ષેત્ર – હરિયાણા) 

6. ઉત્પલાવર્તક (બ્રહ્માવર્ત – કાનપુર) 

7. જંબૂમાર્ગ (શ્રી રંગનાથ – ત્રિચિનાપલ્લી) 

8. અર્બુદારણ્ય (આબુ) 

9. હિમવદારણ્ય (હિમાલય) 


*ચૌદ પ્રયાગ :*


1. પ્રયાગરાજ (ગંગા,યમુના, સરસ્વતી)

 2. દેવપ્રયાગ (અલકનંદા, ભાગીરથી)

 3. રુદ્રપ્રયાગ (અલકનંદા, મંદાકિની) 

4. કર્ણપ્રયાગ (અલકનંદા, પિંડારગંગા) 

5. નંદપ્રયાગ (અલકનંદા, નંદા)

 6. વિષ્ણુપ્રયાગ (અલકનંદા, વિષ્ણુગંગા) 

7. સૂર્યપ્રયાગ (મંદાકિની, અલસતરંગિણી) 

8. ઈન્દ્રપ્રયાગ (ભાગીરથી, વ્યાસગંગા) 

9. સોમપ્રયાગ (મંદાકિની, સોમગંગા)

 10. ભાસ્કર પ્રયાગ (ભાગીરથી, ભાસ્કરગંગા) 

11. હરિપ્રયાગ (ભાગીરથી, હરિગંગા) 

12. ગુપ્તપ્રયાગ (ભાગીરથી, નીલગંગા) 

13. શ્યામગંગા (ભાગીરથી, શ્યામગંગા) 

14. કેશવપ્રયાગ (ભાગીરથી, સરસ્વતી) 


*પ્રધાન દેવીપીઠ :* 


1. કામાક્ષી (કાંજીવરમ્ – તામિલનાડુ) 

2. ભ્રમરાંબા (શ્રીશૈલ –આંધ્રપ્રદેશ) 

3. કન્યાકુમારી (તામિલનાડુ)

 4. અંબાજી (ઉત્તર ગુજરાત)

 5. મહાલક્ષ્મી (કોલ્હાપુર, મહારાષ્ટ્ર) 

6. મહાકાલી (ઉજ્જૈન-મધ્યપ્રદેશ)

 7. લલિતા (પ્રયાગરાજ-ઉત્તરપ્રદેશ)

 8. વિંધ્યવાસિની (વિંધ્યાચલ-ઉત્તરપ્રદેશ)

 9. વિશાલાક્ષી (કાશી, ઉત્તરપ્રદેશ) 

10. મંગલાવતી (ગયા-બિહાર) 

11. સુંદરી (અગરતાલ, ત્રિપુરા) 

12. ગૃહેશ્વરી (ખટમંડુ-નેપાલ) 


*શ્રી શંકરાચાર્ય દ્વારા સ્થાપિત પાંચ પીઠ :* 


1. જ્યોતિષ્પીઠ (જોષીમઠ – ઉત્તરાંચલ) 

2. ગોવર્ધંપીઠ (જગન્નાથપુરી-ઓરિસ્સા)

 3. શારદાપીઠ (દ્વારિકા-ગુજરાત)

 4. શ્રૃંગેરીપીઠ (શ્રૃંગેરી – કર્ણાટક) 

5. કામોકોટિપીઠ (કાંજીવરમ – તામિલનાડુ) 


*(4) ચાર પુરુષાર્થ :*


1. ધર્મ 

2. અર્થ

3. કામ 

4. મોક્ષ 

(વૈષ્ણવો ‘પ્રેમ’ને પંચમ પુરુષાર્થ ગણે છે. )


*(5) ચાર આશ્રમ :* 


1. બ્રહ્મચર્યાશ્રમ 

2. ગૃહસ્થાશ્રમ 

3. વાનપ્રસ્થાશ્રમ 

4. સંન્યાસાશ્રમ 


*(6) હિન્દુ ધર્મની કેટલીક મુલ્યવાન પરંપરાઓ :* 


1. યજ્ઞ

2. પૂજન 

3. સંધ્યા 

4. શ્રાધ્ધ 

5. તર્પણ 

6. યજ્ઞોપવીત 

7. સૂર્યને અર્ધ્ય 

8. તીર્થયાત્રા 

9. ગોદાન 

10. ગોરક્ષા-ગોપોષણ

11. દાન 

12.ગંગાસ્નાન 

13.યમુનાપાન

14. ભૂમિપૂજન  શિલાન્યાસ  વાસ્તુવિધિ 

15.સૂતક 

16.તિલક 

17.કંઠી – માળા 

18. ચાંદલો – ચૂડી – સિંદૂર 

19. નૈવેદ્ય 

20. મંદિરમાં દેવ દર્શન, આરતી દર્શન 

21. પીપળે પાણી રેડવું 

22. તુલસીને જળ આપવું 

23. અન્નદાન – અન્નક્ષેત્ર 


*આપણા કુલ 4 વેદો છે. :*


1. ઋગવેદ 

2. સામવેદ 

3. અથર્વેદ 

4. યજુર્વેદ 


*ભારતીય તત્વજ્ઞાનની આધારશીલા પ્રસ્થાનત્રયી કહેવાય જેમાં ત્રણ ગ્રંથોનો સમાવેશ થાય છે.:* 


1. ઉપનીષદો 

2. બ્રમ્હસુત્ર 

3. શ્રીમદ ભગવદગીતા 


*આપણા કુલ 6 શાસ્ત્ર છે.:*

 

1. વેદાંગ 

2. સાંખ્ય 

3. નિરૂક્ત

4. વ્યાકરણ 

5. યોગ 

6. છંદ 


*આપણી 7 નદી :* 


1. ગંગા 

2. યમુના 

3. ગોદાવરી 

4. સરસ્વતી 

5. નર્મદા 

6. સિંધુ 

7. કાવેરી 


*આપણા 18 પુરાણ :* 


1. ભાગવતપુરાણ 

2. ગરૂડપુરાણ 

3. હરિવંશપુરાણ 

4. ભવિષ્યપુરાણ

 5. લિંગપુરાણ 

6. પદ્મપુરાણ 

7. બાવનપુરાણ 

8. બાવનપુરાણ 

9. કૂર્મપુરાણ 

10. બ્રહ્માવતપુરાણ

 11. મત્સ્યપુરાણ 

12. સ્કંધપુરાણ 

13. સ્કંધપુરાણ 

14. નારદપુરાણ 

15. કલ્કિપુરાણ 

16. અગ્નિપુરાણ 

17. શિવપુરાણ 

18. વરાહપુરાણ 


*પંચામૃત :* 


1. દૂધ 

2. દહીં 

3. ઘી 

4. મધ 

5. ખાંડ 


*પંચતત્વ :* 


1. પૃથ્વી 

2. જળ 

3. વાયુ 

4. આકાશ 

5. અગ્નિ 


*ત્રણ ગુણ :* 


1. સત્વ 

2. રજ 

3. તમસ 


*ત્રણ દોષ :*


1. વાત 

2. પિત્ત 

3. કફ 


*ત્રણ લોક :* 


1. આકાશ 

2. મૃત્યુલોક 

3. પાતાળ 


*સાત સાગર :* 


1. ક્ષીર સાગર 

2. દૂધ સાગર 

3. ધૃત સાગર 

4. પથાન સાગર 

5. મધુ સાગર 

6. મદિરા સાગર 

7. લડુ સાગર 


*સાત દ્વીપ :* 


1. જમ્બુ દ્વીપ 

2. પલક્ષ દ્વીપ 

3. કુશ દ્વીપ

4. પુષ્કર દ્વીપ

5. શંકર દ્વીપ 

6. કાંચ દ્વીપ 

7. શાલમાલી દ્વીપ 


*ત્રણ દેવ :* 


1. બ્રહ્મા 

2. વિષ્ણુ 

3. મહેશ 


*ત્રણ જીવ :* 


1. જલચર 

2. નભચર 

3. થલચર 


*ત્રણ વાયુ :* 


1. શીતલ

2. મંદ 

3. સુગંધ 


*ચાર વર્ણ :* 


1. બ્રાહ્મણ 

2. ક્ષત્રિય 

3. વૈશ્ય 

4. ક્ષુદ્ર 


*ચાર ફળ :* 


1. ધર્મ 

2. અર્થ 

3. કામ 

4. મોક્ષ 


*ચાર શત્રુ :* 


1. કામ 

2. ક્રોધ 

3. મોહ, 

4. લોભ 


*અષ્ટધાતુ :* 


1. સોનું 

2. ચાંદી 

3. તાબું 

4. લોખંડ 

5. સીસુ 

6. કાંસુ 

7. પિત્તળ 

8. રાંગુ 


*પંચદેવ :* 


1. બ્રહ્મા 

2. વિષ્ણુ 

3. મહેશ 

4. ગણેશ 

5. સૂર્ય 


*ચૌદ રત્ન :* 


1. અમૃત 

2. ઐરાવત હાથી 

3. કલ્પવૃક્ષ 

5. કૌસ્તુભમણિ 

6. ઉચ્ચૈશ્રવા ઘોડો 

7. પચજન્ય શંખ 

8. ચન્દ્રમા 

9. ધનુષ 

10. કામધેનુ

11. ધનવન્તરિ 

12. રંભા અપ્સરા 

13. લક્ષ્મીજી 

14. વારુણી 

15. વૃષ 


*નવધા ભક્તિ :*


1. શ્રવણ 

2. કીર્તન 

3. સ્મરણ 

4. પાદસેવન 

5. અર્ચના 

6. વંદના 

7. મિત્ર 

8. દાસ્ય 

9. આત્મનિવેદન 


*ચૌદભુવન :*


1. તલ 

2. અતલ 

3. વિતલ 

4. સુતલ 

5. સસાતલ 

6. પાતાલ 

7. ભુવલોક

8. ભુલૌકા 

9. સ્વર્ગ 

10. મૃત્યુલોક 

11. યમલોક 

12. વરૂણલોક 

13. સત્યલોક 

14. બ્રહ્મલોક

  

 

બાળકોને હીન્દુ હોવાનો ગર્વ થવો જોઇએ.

( આ માહીતી પોતાના બાળકને ભણાવો અને બીજાને મોકલો )


           ????????   પદ્ય વિભાગ????????????


          

          

                  તેજસભાઈ વસાણી

????????????????????????????????????????????????

 1: *જા જા હવે..*


કેટલીવાર  તું  કહીશ?  મને જા જા હવે,

ફરી  ફરીને હું  કહીશ, કહે  જા જા હવે..


ઈઝહાર  કરતો  રહીશ, થાકીશ નહીં હું,

થાકીશ  તું  બોલીને,  શબ્દ  જા જા હવે..


જાણું છું,  સમજું છું, બહું સમયથી તને,

હ્રદયથી  નથી  બોલતી,  તું  જા જા હવે..


એક મીનીટ મારાં વગર, રહી નથી શક્તી,

કેમ નથી વિચારતી? ને બોલે જા જા હવે..


નજર તારી, ચાળી ફુંકે આપણાં પ્રણયની,

જિંદગીભર સાથ રહેવું ના કે જા જા હવે..


- તેજસ વસાણી..જામનગર

????????????????????????????????????????????????

2: ???? વિષય ????


પતઝડ ભર્યા મારા જીવનમાં વસંત બની આવ્યા તમે, 

સૂકાં જીવનમાં ફૂલો સજાવી ઉપવન બનાવી ગયા તમે. 


મારા કોરાં દિલ દુનિયામાં દિલભર બની વસ્યા તમે. 

મારી નિરસ જિંદગીમાં મીઠા રસ ભરી ગયા તમે. 


પ્રેમ શબ્દથી અજાણ હતી જિંદગી મારી, 

દિલ લગાવી પ્રેમનો અહેસાસ કરાવી ગયાં તમે. 


અક્ષર મારા હતા ને સુંદર શબ્દો બની ગયા તમે, 

લાગણીના દરિયામાં ડુબાડી મને ભીંજવી ગયા તમે. 


દિલની કલમે સોનેરી સપનાઓ ચિતર્યાં તમે, 

ખ્વાબ મારા આંસુમાં બોળી અમૃત કરી ગયા તમે. 


જિંદગી રંગીન કરી મુખ્ય વિષય બની ગયા તમે, 

મારી દરેક ગઝલનો વિષયાંગ બની ગયા તમે. 


*- ચૌધરી શીલા ️"સાહિત્યની દીવાની"*

*(માંડવ ખડક,ચીખલી- નવસારી)*

????????????????????????????????????????

3 *વિષય  વેદનાં ભર્યા*


કેમ બોલવું વિષય વેદનાં ભર્યા જેવો છે 

વસંતમાય  પર્ણનું કહું તો ખર્યા જેવો છે.....


આંવુ હું રોજ ના મળે મુકામ તારે દિલ

મારા હદયનું ખુદથી કતલ કર્યા જેવો છે.....


ગળે ટુપો દઇ ને રહું છું મૌન હું જ નિત્ય

કહે ને આંખોથી ક્યાં સંવાદ કર્યા જેવો છે.....


તમામ યાદો સાંવ જુની જુની થઇ ગઇ

સ્મરણ કરી પાઠનો નાદ ક્યા કર્યા જેવો છે.....


કિતાબ હૈયાની હજી સાવ ખુલ્લી રાખી છે 

કાગળ કોરો કટ શબ્દો ક્યાં ભર્યા જેવો છે.....


જુના સબંધનો વિષયાંગ એનો એજ છે

પ્રેમ સાગરમા"રસિક" ક્યાં તર્યા જેવો છે.....


   *"કલારસિક"*

  *રસિક ગલચર*

    *( ચોટીલા )

????????????????????????????????????

     4 *ક્યાં આવડે છે મને?*


તું જ  કરાવે છે અભિનય, ક્યાં આવડે છે મને?

આપતાં બધાનો પરિચય, ક્યાં આવડે છે મને?


બધા કહે છે કે સમય ખરાબ ચાલી રહ્યો છે,

સારો કે ખરાબ જોતા સમય, ક્યાં આવડે છે મને?


લોકો ના મતે બધા ક્ષેત્રોમાં પારંગત છું હું,

સાચું કહું તો એક પણ વિષય,ક્યાં આવડે છે મને?


એ કહે કે પ્રીત ની રીત મને સમજાઈ નહિ,

હું જ કહું છું કે પ્રણય, ક્યાં આવડે છે મને?


એ સામે થી જ મને છોડીને જતા રહ્યા "સંગત"

આવા બધા અઘરા નિર્ણય, ક્યાં આવડે છે મને?


 *જીગ્નેશ ક્રિસ્ટી* 

     *સંગત* 

   *( પેટલાદ)*

????????????????????????????????

5*જિંદગીનો વિષય*



તું મારી જિંદગીનો સૌથી પ્રિય વિષય છે,

શું કહું? તારા વિષય કે તુ કેવો વિશેષ છે..


તારા  વિશે  લખુ તો એ  શબ્દ ઓછા છે,

તને  આંકડામાં દર્શાવુ, આંકડા વિશેષ છે..


તું  મારા  જીવનના ફૂલની એક સુગંધ છે,

તારા સાથેની  હવે  જિંદગી તો વિશેષ છે..


તું  વિષય થી  પણ  વિશેષ  થઈ ગયો છે,

તારી  સાથેના  સંગાથનો  પ્રેમ  વિશેષ છે..


તું   મારી   જીવનનની   ચાંદની  બની  છે,

તારી  સાથે  હરરાત  પૂનમથી  વિશેષ  છે..


*- ચૌધરી રશ્મિકા લલીતકુમાર રસુ (ભૂત)*

                  *( અમદાવાદ )*

                   ????????ગદ્ય વિભાગ????????



               મેઘલબેન ઉપાધ્યાય"મેઘુ"



શિર્ષક-વિરહની વેદના

પ્રકાર -લઘુવાર્તા    


     વિરહની વેદના

~~~~~~~~~~~

" કે ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય,

ના ના રે રેવાય,

ના ના રે સેહવાય,

ના કોઈને કહેવાય, ઓઢણી ઓઢું ઓઢુંને

ઊડી જાય."

     આ છે નિલય.એક ફાટેલી,મેલી ઓઢણી 

લઈને રસ્તા પર રખડે છે.

      એ પાગલ થઈ ગયો છે.પ્રેમમાં, વિયોગમાં, વિરહમાં એ પાગલ થઈ ગયો છે.

       નિલય સુંદર, શુશીલ,સોહામણો M.B.A.થયેલો ૨૮ 

વર્ષનો યુવક હતો.

       નીલા એની પત્નિ.

એ પણ સુંદર ,પ્રેમાળ ,B.Sc.

થયેલી ખાનદાન ઘરની યુવતી હતી.

 બન્નેના પ્રેમલગ્ન હતાં. સુખી સંસાર ચાલતો હતો.કોઈની નજર લાગી જાય એવી સુંદર જોડી હતી.

     નિલય શેરશાયરીનો શોખીન હતો.હંમેશાં કહેતો,

 આંખોમાં છે તારાં જ સપનાં,

અને આ દિલ ,

તારી જ તમન્ના,

હમેશાં તું આમ જ સાથે રહેજે,

બસ આટલી જ છે મારી ગુજારીશ...."

      બન્નેને સારી જોબ હતી.અનેક મિત્રો હતાં.

દર રવિવારે મિત્રોની મહેફિલ જમતી અને જલસા કરતાં.

       પહેલાં વરસાદ પછીનો પહેલો રવિવાર આવતો હતો.બધાએ ભોળેશ્વર જવાનો પ્લાન બનાવ્યો.

      ભોળાનાથનું મંદિર અને નદીનો સુંદર સંગમ હતો.એક બસમાં જવાનું

નકકી કરી બધાં ૮વાગે નીકળ્યાં. ધીમો ધીમો વરસાદ પડી રહ્યો હતો.

પ્રકૃતિ સોળે કળાએ ખીલી હતી.અંતાક્ષરીનો દોર ચાલી રહ્યો હતો.બધાં મસ્તીમાં ગુલ હતાં.

       ત્યાં પહોંચીને ભોળાનાથનાં દર્શન કર્યા.

વિવિધ ગેમોને રમીને આનંદ માણ્યો.

          બપોરે મસ્ત જમ્યા.જમીને બધા નદી તરફ જવા નીકળ્યાં.

પાણી જોઈને પગ પલાળવાનું મન થયું, પછી તો અંદર ઊતરવાની લાલચને રોકી ન શક્યાં.

મન ભરીને નાહ્યા, ધુબાકા માર્યા.

      બધાં પોતપોતાની મસ્તીમાં મશગૂલ હતાં. કોણ કયાં છે એની પણ પડી ન હતી .પાણી જોઈને ગાંડા થયાં હતાં.

હવે વરસાદ પણ વધી રહ્યો હતો.નદીના પાણીની સપાટી પણ વધવા લાગી હતી.

       મંદિરના પૂજારી પણ આવીને ચેતવી ગયાં પણ આ યુવા લોહી કોઈને ગોઠે તેમ નહોતું.

      હવે વરસાદ અને પાણી બન્ને ખૂબ વધી રહ્યાં હતાં ત્યાંથી પસાર થતાં ગામલોકોએ પણ ચેતવ્યા કે આ નદી ખતરનાક છે.

હવે નીકળો નહીતર ન બનવાનું બની જશે.

       હવે બધાંને શાન આવી ,ઝડપથી બહાર નીકળ્યાં. પોતાનો સમાન લીધો અને ફટાફટ બસમાં ચડ્યાં. પોતપોતાની બેઠક

લીધી.

     બધાં આવી ગયાં હતાં પણ નીલા ક્યાંય દેખાતી નહોતી.બધાંને પૂછ્યું પણ 

કોઈ સાથે તે ન હતી.

       અરે!!!!!!!

બધાં ગભરાઈ ગયાં. બસમાંથી ઉતરીને ફરી એ જગ્યાએ ગયાં .પૂજારીને,ગામનાં તરવૈયાને બોલાવ્યાં .આ બાજું વરસાદ અને પાણી વધતાં જતાં હતાં. અંધારું પણ થઈ ગયું હતું.હવે બધા હિંમત હારી ગયાં હતાં .તરવૈયાઓએ પણ આશા મૂકી દીધી હતી.

     ત્યાં કોઈને ઝાડીઝાંખરાંમાં એક ઓઢણી ફસાયેલી દેખાણી અને નિલય ચીસ પાડી ઊઠ્યો ,આ તો નીલાની છે.........

     હકીકતમાં  નીલાએ પાણીમાં પગ મૂક્યો ત્યાં જ ઊંડો ખાડો હતો એમાં ગરક થઈ ગઈ  ચીસ પણ ન પાડી શકી.

      બસ ત્યારથી નિલયે મગજ પરનો કાબૂ ગુમાવી દીધો અને ત્યારથી આ ઓઢણી લઈને આમ જ રખડે છે. મનમાં આવતું હશે પણ શબ્દો નથી નીકળતાં,

"તારા સ્પર્શથી,

તારામાં સમાઈ જાઉં છું,

કોણ છું, ક્યાં છું,

એ પણ ભૂલી જાઉં છું, જીવંત બનું છું,

તારા આગમનથી અને

તારા જવાથી

નિસ્પર્શ બની જાઉં છું.

      બસ આ હતી નિલય અને નીલાની અધૂરી પ્રેમકહાની.....

        અસ્તુ.

ભાનુ શાહ.

આ મારી પોતાની લખેલી અપ્રસ્તુત કૃતિ છે.

   ભાનુ શાહ

????????????????????????????????????????????????????????

પ્રકાર : ગદ્ય ( ટૂંકીવાર્તા )


શીર્ષક : " પલ્લવી "




********



"હરિ ઓમ,

આ બધી જીવન -જરૂરિયાતની ચીજવસ્તુઓ જેવી કે અનાજ , કપડા,નાની-મોટી ઘરવખરી અને પૈસા બધું જ સ્વામીજીએ તમારા માટે મોકલાવ્યું છે.તમારું મહિલા ગૃહઉદ્યોગનું કામ ખૂબ જ સારું છે.સ્વામીજી પ્રશંસા કરતા હતા અને રૂબરૂ મળવા આવવા માગતા હતા પરંતુ, આ વિશ્વમાં ચાલતી મહામારી વિરુદ્ધ થોડું તપ અને જાપ કરવા માંગે છે.જેથી આપની સમક્ષ આવી શક્યા નથી.પરંતુ,મને અહીં તેમણે મોકલ્યો છે.હજુ પણ કોઈ ચીજવસ્તુ ઘટે તો તરત જણાવવા કહ્યું છે.આપણી બધી જરૂરીયાતો સ્વામીજી પૂરી કરશે.આ અઠવાડિયે સેવાનો ક્રમ નંબર 10 થી 30 સુધીનો છે.જે જે બહેનો આ નંબર કુપન ધરાવતા હોય એ સ્વેચ્છાએ આશ્રમમાં સેવા કરવા આવી શકે છે.સાથે કોઈ જ વસ્તુ લાવવાની નથી.બધું જ ત્યાં આપીશું.કોણ કોણ છે આ નંબર....?"


ખૂબ જ ઉત્સાહથી પલ્લવીએ આંગળી ઊંચી કરી,કેમ નહીં! ઘણાં સમયથી રાહ જોતી હતી આ મોકાનો..! સ્વામીજી પોતાના ઘરની બધી જ જવાબદારીઓ ઉપાડતા હતા.આંખમીચી બધા એમની ઉપર વિશ્વાસ કરતા હતા.એમાંની એક પલ્લવી પણ હતી.પોતાની વિધવા માં અને નાના ભાઈનું ભણતર અને ગુજરાન એની મદદથી ચાલતું હતું.આ વખતે સ્વામીજીને મળવાનો અવસર મળ્યો અને એમની સેવા કરવાનો મોકો મળ્યો તેથી તે જવા દેવા માંગતી ન હતી.ઘરે આવી પોતાની માંને બધી વાત કરી તેની માંએ પણ અનુમતિ આપી દીધી. 


નક્કી કરેલા દિવસે શહેરના છેડે આવેલા આશ્રમમાં પલ્લવી પહોંચી ગઈ.ગેટ પાસે જ એને આશ્રમના બધા નિયમો સમજાવવામાં આવ્યા.એક આઇ કાર્ડ આપ્યું અને સાથે કપડા. જેટલો સમય અહીં રહે તેટલો સમય સાદગીભર્યા સફેદ કપડાં જ પહેરવાના હતા.અને જમવામાં ફ્રૂટ જે લઈ રૂમમાં જતું રહેવાનું જે બીજા દિવસે ફરી રૂમ ઉપર આપી જાય.જ્યારે સ્વામીજી સાધના માટે બોલાવે ત્યારે જ બહાર નીકળવાનું. સીસીટીવી કેમેરા પણ હતા.કોઈ એકબીજા સાથે બોલતા ન હતા.બધા જ મૌન..!! સ્વામીજી નીતિ નિયમોનું ચુસ્ત પણે પાલન કરતાં.પલ્લવી પોતાના રૂમની ચાવી લઇ પોતાના રૂમમાં ગઈ. કપડાં બદલી અરીસાની સામે ઉભી રહી.સફેદ સલવાર સુટ અને દુપટ્ટામાં પણ પોતાની આકર્ષિત યુવાની છુપાવી શકી ન હતી.ખૂબ જ સુંદર અને મોહક લાગતી હતી.સ્વામીજીના પુસ્તકો રૂમમાં ગોઠવાયેલા હતા. પુસ્તક લઈને વાંચવા લાગી.


ત્યાં જ એ રૂમમાં અન્ય એક સ્ત્રી આવી.પલ્લવી થોડી ચોંકી ગઈ અને સમજી ગઇ કે આ રૂમમાં બે વ્યક્તિએ રહેવાનું છે.પોતાની રૂમ પાર્ટનર હશે.ઉત્સાહી પલ્લવીને ઘણી વાતો કરવી હતી.આશ્રમ વિશે જાણવું હતું ..!પોતાની ખુશી વ્યક્ત કરવી હતી.પણ બોલવાનું હતું નહિ..મૌન જ રહેવાનું હોવાથી માત્ર સ્માઈલ આપી પુસ્તક વાંચવા લાગી...!! સામેથી સ્ત્રીએ પણ માત્ર સ્માઈલ આપી ન આપી ,પોતાના બેડ પર ચાદર ઓઢીને સૂઈ ગઈ.એણે જોયું આશ્રમમાં ઘણા સ્વયંસેવિકાઓ હતા.ખુબ જ આહલાદક વાતાવરણ પલ્લવીના મનને પણ ખૂબ પસંદ કરતુ હતું.બપોરે થોડું ફ્રૂટ જમી પોતાના રૂમમાં બેઠી.તેણે જોયું તો પેલી સ્ત્રી જાગતી હતી પણ બેડ પર સૂતી હતી.પલ્લવીને ઘણા પ્રશ્નો થયા ...! ઘણું પૂછવું હતું ...!પણ નિયમોનું કડક પાલન થતું હોવાથી કંઈ પણ બોલ્યા વગર પોતાના બેડ પર બેસી ગઈ. ફરી પુસ્તક વાંચવા લાગી.ત્યાં જ દરવાજો કોઈકે ખખડાવ્યો એને એક ચિઠ્ઠી આપી સેવક નીકળી ગયો.ચિઠ્ઠી વાંચતા જ પલ્લવી ખુશીથી ઉછળી પડી કે,આવતીકાલે સ્વામીજીને મળવાનું છે.. !કંઈ પણ બોલ્યા વગર એ પોતાની જગ્યાએ બેસી ગઈ.પેલી સ્ત્રી પલ્લવીની ખુશી એની હરકતો ઉપરથી વાંચી શકતી હતી કે એ ચિઠ્ઠીમાં શું લખ્યું છે.?સમજી જ શકે ને ઘણાં વર્ષો અહી આશ્રમમાં કાઢ્યા... આવી ચિઠ્ઠી પોતાને અગણિત વાર મળેલી.બંધ ચિઠ્ઠીના અક્ષરેસહ વાંચી લીધા..અને ફરી આંખો બંધ કરી બેડ પર સુઈ ગઈ.એને પણ ઘણું કહેવું હતું પણ જાણતી હતી કે આશ્રમની એક એક દીવાલને આંખ અને કાન છે..!!!


સાંજે ફરી પલ્લવીએ થોડું ફ્રૂટ ખાધું અને પેલી સ્ત્રી હજુ આંખો ખુલ્લી રાખી બેડ પર સૂતી હતી.ઘડી ઘડી પલ્લવીએ અજાણી સ્ત્રીને સ્માઈલ આપતી.અને સામે પક્ષે માત્ર ઓપચારિક્તા...!

સાંજે આખા દિવસમા પહેલી વાર એ સ્ત્રી ઊભી થઈ અને પોતાના રૂમમાં અરીસા સામે ઉભી રહી.એક મોટી બેગ કાઢી. પલ્લવીને ઉત્સુકતા જાગી કે બેગમાં શું હશે . !!! પેલી સ્ત્રી એ પોતાના સફેદ દુપટ્ટાથી અરીસાને ઢાંકી દીધો. બેગ ખોલી એક લાલ ચટાક સાડી કાઢી..અને સોનેરી બ્લાઉઝ સાથે પહેરી અરીસા સામે ઉભી રહી.માત્ર અડધી આંગળી જેટલી સાડીની પાટલી રાખી ખૂબ ટુંકો પાલવ રાખ્યો.પલ્લવી પોતાના બેડ ઉપર બેસી ખૂબ નવાઈથી જોવા લાગી. પેલી સ્ત્રીએ મેકઅપ કીટ કાઢી અને આંખોને ખૂબ ઘેરા રંગથી રંગી.. !લાલ લિપસ્ટિકથી નિશબ્દ બનેલા હોઠને રંગ્યા. !કપાળ પર મોટો ચાંલ્લો કર્યો.. કાંચની દસ દસ બંગડી બંને હાથમાં પહેરી..અને છેલ્લે બેગમાંથી વેણી કાઢી વાળમાં ગુંથી...!!! પલ્લવી પોતાના બેડ પાસે અચરજથી ઊભી રહી ગઈ કે આ શૃંગાર તો.......???


પેલી સ્ત્રીએ અરીસાને ઓઢાડેલો સફેદ દુપટ્ટો ખેંચી લીધો.. અને અરીસામાં જ ચાર આંખો મળી... એક પણ શબ્દો બોલ્યા વગર પેલી સ્ત્રી ઘણું કહી ગઈ. પોતાની ચપળતા અને બહાદુરી બતાવી પલ્લવી અડધી રાતે રૂમમાંથી ચાલી નીકળી.. !! એ સમજી ગઇ કે જીવનો જોખમ ખેડવો સારો પણ ચરિત્રનો નહિ....!!!           આંખોમાં પાણીનો પ્રવાહ વહેવડાવી ચૂપચાપ અરીસા સામે ઉભેલી એ સ્ત્રીએ હાસ્ય રેલાવ્યું .જાણે દર્શાવી રહ્યું હોય કે ,મારા જેવી અન્ય બીજી સ્ત્રી ન બનવા દેવામાં પોતાને સફળતા, કોઈને અસફળ બનાવ્યાની ખુશી દર્શાવતું હતું...!!!!



written by... નેન્સી અગ્રાવત

????????????????????????????????????????????????

[જય શ્રી ગણેશ ????ભાગ - ગદ્ય. ( લેખ )

   શીર્ષક - ગણેશજીના અંગોનું શાસ્ત્રીય અર્થઘટન.

             ગણપતિ ઉત્સવનું આગમન થાય તે પહેલાં જ મુંબઈ મહારાષ્ટ્ર સહિત વિવિધ રાજ્યોમાં ગણેશ ઉત્સવનું માહાત્મ્ય વધતું જાય છે.શિવ અને શક્તિના પ્રિય પુત્રની મૂર્તિની સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવે છે. રિદ્ધિ-સિદ્ધિના દાતાની મૂર્તિને ધ્યાનથી  જોતાં રામ,કૃષ્ણ,વિષ્ણુ  વગેરે ભગવાન કરતાં  તેમનું સ્વરૂપ અલગ તરી આવે છે.

          હાથીનું મસ્તક,લાંબી સૂંઢ,ચાર હાથ, તૂટેલાં દાંત,મોટું ગોળ મટોળ પેટ, સૂપડાં જેવડાં કાન, થાંભલાં જેવડાં પગ,ઝીણી આંખો. વિશાળ કાયા ધરાવતાં ગણપતિનું વાહન, નાનકડો ઉંદર. પાશ,અંકુશ, વરદ, કમળ, સર્પ, ગદા ધારણ કરે છે. લંબોદરનું સ્વરૂપ અને તેમનાં આયુધોનું શાસ્ત્રીય અર્થઘટન જાણવા સમજવા જેવું છે.

      અનાદિકાળથી ગણેશજીનું પૂજન થાય છે.ઋગવેદ અને યજૂર્વેદમાં પણ એમનો ઉલ્લેખ બુદ્ધિના દેવ તરીકે થયો છે.ગણેશજી,પિતા શંકરની સેનાના નાયક હોવાથી તેમને ગણનાયક કહેવામાં આવે છે. તેમનાં પર હાથીનું મસ્તક હોવાથી ગજાનન પણ ગણાયા.ગજરાજનું મસ્તક એટલે મેધાવી બુદ્ધિ. તમામ પ્રાણીઓમાં હાથીની યાદદાસ્ત ખૂબ જ તીવ્ર હોય છે.માટેજ વેદ વ્યાસે મહાભારતની રચનામાં ગણેશજીની મદદ લેવી પડી હતી.

     ગણપતિનું પેટ મોટું હોવાથી એમને દૂંદાળા દેવ પણ કહેવાય છે. અહીં મોટી દુંદનો અર્થ, ભક્તો તેમની પાસે આવી પોતાના સુખ દુઃખની વાતો કહે છે,બાપા બધાંની વાત સાંભળી પોતાના પેટમાં રાખે,કોઈને પણ કહે નહીં.વિઘ્નેશ્વર દાદાની આંખો ઝીણી છે.તે ઘણે દૂર સુધીની નિહાળી શકે છે.કદમાં ઝીણામાં ઝીણી વસ્તુ પણ દેખાય છે.પોતાની દ્રષ્ટિ વડે ગણેશ આ વિશાળ જગતની નાની વાત પર પણ બરાબર નજર રાખે છે.લંબોદરની નાનકડી આંખો વેધક દ્રષ્ટિ અને ભવિષ્ય દર્શનની પ્રતિક છે માનવી પણ પોતાના જીવનમાં દીર્ઘદ્રષ્ટિ રાખવી જોઈએ.

      ગૌરી પુત્રના કાન સૂપડાં જેવડાં છે. તેનો અર્થ એ કે ભગવાન ભક્તોની બધીજ વાત સાંભળે છે. સૂપડાંનું કાર્ય સારી વસ્તુ રાખી કચરો દૂર કરવાનો છે.બાપા પણ ભક્તોના હિતની વાતો ગ્રહણ કરે છે.

વિનાયક દેવને બે દાંત છે.એક તૂટેલો અડધો.પરશુરામે એક દાંત તોડી નાખ્યો હતો,ત્યારથી એક દંત કહેવાયા. રિદ્ધિ સિદ્ધિના દાતા ભક્તોની ઈચ્છાઓ પૂર્ણ કરે છે. ગણેશજીના પગ નાનાં પણ થાંભલા જેવડાં છે,તેથી બીજાઓની જેમ ઝડપથી ચાલી કે દોડી શકે નહીં. તેનો અર્થ એ કે કોઈપણ કાર્ય ઉતાવળથી ન કરવું,વિચારીને ગંભીરતા પૂર્વક કરવું.વળી ટુંકા પગ બુદ્ધિ મતાનું લક્ષણ હોય છે. તેવો પોતે નથી દોડતાં પણ પોતાની બુદ્ધિથી બીજાને દોડાવે છે.

  ગણેશજીનું વાહન નાનકડો ઉંદર.ગમેત્યાં પ્રવેશ કરી શકે. નાનામાં નાની જગ્યાએ પહોંચી શકે.નાનાં માણસ સુધી પણ પહોંચી જાય.વળી ઉંદર માયાનું પ્રતિક છે.દુનિયામાં આવીને માણસ માયાના મોહમાં ભગવાનને પણ ભૂલી જાય છે. રિદ્ધિ-સિદ્ધિના દાતાને દૂર્વા નામનું ઘાસ અતિ પ્રિય છે.સુગંધ વગરના ઘાસની લોકોને કોઈ કિંમત નથી હોતી, છતાં તે ભગવાનની પૂજામાં વપરાય છે.તેનો અર્થ એ કે ગણેશજી સમાજના સામાન્ય ગણાતા લોકો ને પણ સ્વીકારે છે.વળી જાસુદનું લાલ ફૂલ પણ તેમને ચઢે છે.લાલ રંગ સોર્ય અને ક્રાંતિનો સૂચક છે.

  ગણેશજીને ચોખા પણ ચઢે છે.ચોખાને અક્ષત કહેવાય છે અક્ષત એટલે અખંડ.ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધા - ભક્તિ અખંડ હોવી જોઈએ.

    એટલા બધાં ઉત્તમ ગુણો ધરાવનાર ગણનાયક સર્વ શુભ કાર્યોમાં પ્રથમ પૂજાય છે.ગણેશજીના ચાર હાથમાં પાશ,અંકુશ, વરદ, એવાં આયુધો અને સાથે મોદક હોય છે.ગણેશજીની જમણી અને ડાબી સૂંઢ વિશે જબરો વિવાદ છે. 

     આ બધાં પાસાઓ વચ્ચે વિઘ્નહર્તાની મનોહર મૂર્તિ એક ઉત્તમ અને ફળદાયી યંત્ર હોવાનો ઉલ્લેખ શિલ્પ શાસ્ત્રમાં કરવામાં આવ્યો છે.ભારત દેવ દેવીઓ, તહેવારો અને ઉત્સવોનો દેશ છે. આપણાં દેશના લોકો આકાશ,વનસ્પતિ, જળ અને પથ્થરમાં પણ ઈશ્વર નિહાળે છે.માટેજ ગણેશ ઉત્સવ લોકો ખૂબ ઉત્સાહથી,ભાવથી રિદ્ધિ સિદ્ધિના દાતાની નાનકડી પણ મૂર્તિની પૂજા અર્ચના કરી જીવનમાંથી વિઘ્નો હરી લેવાની પ્રાર્થના કરે છે.

  જય શ્રી ગણેશ ???? લેખન - હેમલતા દિવેચા ( હેમ )





                      ????????????????કંઈક નવું????????????????


                  

                      કિરણબેન શર્મા."પ્રકાશ"





હાજી કાસમની વીજળી

-------------------------------


ટાઈટેનિક વિષય ઉપર ફિલ્મ બની જેના ખૂબ વખાણ થયા. ખૂબ ચાલી.

એવી જ ઘટના આપણે ત્યાં કચ્છમાં વીજળી નામના વહાણ સાથે બની હતી જે બહુ ઓછા લોકો જાણતા હશે.

        એના પરથી ગુજરાતી ફિલ્મ સરસ બની શકે તેમ છે અને તો લોકો સુધી આ દિલધડક કહાની પહોચી શકે.

વૈતરણા જહાજ, જે વીજળી અથવા હાજી કાસમની વીજળી તરીકે જાણીતું હતું, એ. જે. શેફર્ડ અને કુાં, મુંબઈની માલિકીનું જહાજ હતું. આ જહાજ ૮ ડિસેમ્બર ૧૮૮૮ ના રોજ ગુજરાતના સૌરાષ્ટ્ર નજીક વાવાઝોડાંમાં માંડવીથી મુંબઈ જતી વખતે ખોવાઈ ગયું હતું. આ દુર્ઘટનામાં ૭૪૦થી વધુ લોકો ખોવાઈ ગયા હતા. આ ઘટનાને કારણે ઘણાં દરિયાઈ કાવ્યો અને લોકગીતો રચાયા છે.


#નામ


આ જહાજને વૈતરણા નામ મુંબઈ વિસ્તારની વૈતરણા નદી પરથી અપાયું હતું. જહાજનું હુલામણું નામ વીજળી હતું, કારણ કે જહાજ વીજળીના ગોળાઓ વડે પ્રકાશિત હતું. જહાજને ઘણીવાર "ગુજરાતના ટાઈટેનિક" તરીકે ઓળખવામાં આવે છે, જોકે ટાઈટેનિક તેનાં ૨૪ વર્ષ પછી ડૂબ્યું હતું.


#બાંધકામ


વૈતરણા ગ્રેંજમથ ડોકયાર્ડ કાું. લિ. દ્વારા ૧૮૮૫માં બનાવવામાં આવેલું વરાળથી ચાલતું અને સ્ટીલથી બનેલું જહાજ હતું. તેને બનતા ત્રણ વર્ષ લાગ્યા હતા. તેમાં ત્રણ મજલા, પચ્ચીસ ઓરડા હતા અને બે જહાજસ્થંભો હતા.તેની વજન ક્ષમતા ૨૯૨ ટન હતી જેમાં ૨૫૮ ટન તૂતકની નીચે હતી. વરાળ એન્જિનને બે સિલિન્ડર હતા, જેનો વ્યાસ ૨૧" હતો અને જે ૪૨" અને 30" ના હડસેલા વડે ૭૩ હોર્સપાવર શક્તિ ઉત્પાદન કરતા હતાં. આ એન્જિનનું ઉત્પાદન ડુન્સમુર એન્ડ જેક્સન, ગ્લાસગોએ કર્યું હતું. જહાજની લંબાઈ ૧૭૦.૧ ફીટ, પહોળાઈ ૨૬.૫ અને ઊંડાઈ ૯.૯ ફીટ હતી.


#સફર_અને_દુર્ઘટના


જહાજ માંડવી, કચ્છ (તે સમયનું કચ્છ રજવાડું) અને મુંબઈ વચ્ચે મુસાફરો અને માલ-સામાન લઇને આવન-જાવન કરતું હતું. ૮ રૂપિયાના દરે આ જહાજ માંડવીથી મુંબઈની સફર ૩૦ કલાકમાં પૂરી કરતું હતું.આ વિસ્તારનાં જહાજો તોફાનોનો સામનો કરવા માટે બનાવેલા નહોતા કારણ કે સામાન્ય રીતે જહાજો બંદરોથી બંદર પર શાંત વાતાવરણમાં સફર કરતાં હતાં અને તોફાનો દરમિયાન બંદરો પર લાંગરેલા રહેતા હતા.


વૈતરણા માંડવી બંદર પર ગુરૂવાર, ૮ નવેમ્બર ૧૮૮૮ (વિક્રમ સવંત ૧૯૪૫ની કારતક સુદ પાંચમ)ના રોજ બપોરે લાંગર્યું હતું અને ૫૨૦ પ્રવાસીઓને લઈને દ્વારકા માટે રવાના થયું. દ્વારકા પહોંચ્યા બાદ વધુ પ્રવાસીઓ લીધા બાદ સંખ્યા ૭૦૩ પર પહોંચી. તે પોરબંદર માટે રવાના થયું. લોકવાયકા મુજબ, પોરબંદર બંદરના સંચાલક લેલીએ કપ્તાનને સમુદ્રમાં સફર કરવાની ના પાડી હતી પણ પછી થયેલા સંશોધનો મુજબ આ વાત ખોટી હતી. ખરાબ હવામાનને કારણે જહાજ પોરબંદર પર રોકાયું નહી અને સીધું મુંબઈ જવા રવાના થયું. સાંજ પડતાં તે માંગરોળના દરિયા કિનારે દેખાયું હતું અને કેટલાંક લોકોએ તેને માધવપુર (ઘેડ) નજીક ભારે તોફાનમાં તૂટેલું દેખાયું હોવાનો દાવો કર્યો હતો. બીજાં દિવસે જહાજને ખોવાયેલું જાહેર કરવામાં આવ્યું હતું.


#જાનહાની


તૂટેલા જહાજનો કોઈ ભાગ અથવા કોઇ મૃતદેહો મળ્યાં નહી. જહાજ મોટાભાગે અરબી સમુદ્રના તોફાનમાં તૂટી ગયેલ માની લેવાયું. લોકવાયકા મુજબ ૧૩૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા પરંતુ જહાજ પર ૭૪૬ લોકો (૭૦૩ પ્રવાસીઓ અને ૪૩ જહાજના કર્મચારીઓ) સવાર હતા. બીજા અહેવાલો મુજબ ૭૯૮ ૭૪૧ (૩૮ જહાજી કર્મચારીઓ અને ૭૦૩ પ્રવાસીઓ) અને ૭૪૪ લોકોનો સમાવેશ થાય છે. જહાજમાં ૧૩ જાનના જાનૈયાઓ અને ડિસેમ્બરમાં મુંબઈ યુનિવર્સિટીની મેટ્રીકની પરીક્ષા આપવા માટે જતાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓ સામેલ હતા.


કાસમ ઇબ્રાહિમ અથવા હાજી કામ જહાજનો કપ્તાન હતો. તે બોરિવલી અને દહીંસર વચ્ચેની જમીનનો જમીનદાર હતો. તેનું કાર્યાલય અબ્દુલ રહેમાન સ્ટ્રીટ પર આવેલું હતું અને તે મલબાર હીલમાં રહેતો હતો. કોઇ ફકીરે તેને આશીર્વાદ આપ્યા હતા કે તે ૯૯ જહાજોનો માલિક થશે અને વીજળી તેનું છેલ્લું જહાજ હશે. મુંબઈ સેન્ટ્રલ વિસ્તારની હાજી કાસમ ચાલનું નામ તેના પરથી પડેલું છે.

        સંકલન 

                  ભાનુ શાહ

????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????

 સંબંધો કેવા હોય ? 

         આજના જમાનામાં માનવી બીજા માનવી સાથે ઘણો જલ્દી સંબંધથી જોડાય જાય છે, અને ફરી જલ્દીએ સંબંધથી છૂટો પણ થઈ જાય છે .ખરું ને ? સંબંધ સાચવવાએ ખૂબ કપરી બાબત છે .સંબંધોમાં જીવવાની કળા એટલે સામેવાળી વ્યક્તિને સમજવાની કળા. તમે સામેવાળી વ્યક્તિને સમજો નહીં, અને તેની પરિસ્થિતિને સમજી ના શકો તો તમે એની સાથે લાંબા સમય સુધી સંબંધનો તાર બાંધી શકો નહીં.

        કોઈ પણ મનુષ્ય સાથેનો સંબંધ સમૃદ્ધ બનાવવા માટે પહેલાં તો તે મનુષ્ય તમારા માટે કેટલો અગત્યનો છે, તે જોવાય છે, અને સાચે જ તેની અગત્યતા હોય તો તમે તેના માટે જિંદગીમાં ઘણું બધું જતું કરી શકો છો. સંબંધોમાં એકબીજા પ્રત્યે માન-સન્માન તથા મનમાં તેના પ્રત્યે લાગણી હોવી જરૂરી છે. કૌટુંબિક સંબંધોમાં એકબીજાની લાગણીની અગત્યતા ખૂબ જ મહત્વ ધરાવે છે.

       એક પિતા પોતાના બાળક માટે, તેના શોખ માટે, ઘણા બધા રૂપિયા ખર્ચે છે. લોકોએ કહ્યું -" શું તમને આટલા રૂપિયા ખર્ચવા ગમે છે"? પિતાએ કહ્યું- " મને ગમતું નથી ,પણ મને મારો દીકરો ગમે છે". આમ ગમતી વ્યક્તિ માટે લૂંટાઈ જવું ગમે છે.  આ છે સંબંધોની પરાકાષ્ઠા!  જ્યાં પિતા-પુત્ર પ્રેમ છે, આમ જ માતા ,ભાઈ, બહેન, આપણા માટે જિંદગીમાં ઘણું બધું, ફક્ત આપણો સબંધ સાચવવા, મન મોટું કરી ઘણુ ગુમાવતા હોય છે. સંબંધમાં કાં તો બંને જણ જીતે છે, અથવા બંને જણ હારે છે. આપવાની, છોડવાની વૃત્તિ ધરાવનાર, કાયમ ગુમાવીને પણ સંબંધને જીતે જ છે ,પરંતુ લેવાની ભાવના રાખનારા, કાયમ સંબંધને ગુમાવે છે. સંબંધ ભલે કોઈપણ હોય, કાયમ પરીક્ષાની એરણ પર મુકાયેલો જ રહે છે. તમારા મનમાં જો સંબંધ ગુમાવવાનો ડર લાગતો રહે, તો તે સંબંધ સાચો છે, તેમ માનવું. અને તે વ્યક્તિ પણ મહત્વની છે, તે જાણો .બાકી જિંદગીમાં ઘણા એવી વ્યક્તિઓ આવે છે, અને જાય છે. તમારા મનમાં તેના માટે દુઃખ જેવી લાગણી પણ ઉદ્ભવતી નથી.

      સંબંધમાં જો તમારા મૌનને સમજી શકનાર મળે તો ભાગ્યશાળી માનજો.જે તમારા મૌનને નહીં સમજે, તે તમારા શબ્દોને કેમ કરી સમજશે?  માનવી દુનિયામાં ઘણા બધા મનુષ્યો સાથે, ઘણા બધા સંબંધથી જોડાયેલો હોય છે. સામાજિક સંબંધો, કૌટુંબિક સંબંધો, મિત્રતાના સંબંધ, કાર્યસ્થળ પરના સંબંધો વગેરે.. ઘણા બધા, અને દરેકનું તેના મનમાં એક અલગ સ્થાન હોય છે .જે તમારી વાણી વર્તન અને સ્નેહભાવથી સચવાયેલા હોય છે. આમ ..સંબંધ સાચવવા, બાંધવા ,અને તેને નિભાવવા તથા સંબંધોની ઉષ્માને જાળવવી ઘણી જ જરૂરી છે. માનવી ભૌતિક તમામ સુખસગવડ ગુમાવે તો જીવી શકે છે ,પણ લાગણીના સંબંધો જો ગુમાવે તો જીવી શકતો નથી. માટે સંબંધ જ્યારે પણ બાંધો ત્યારે નિભાવવાની પુરી તાકાત ધરાવો, ત્યારે જ રાખો. સંબંધોથી સાચી લાગણી અને સંપૂર્ણ વિશ્વાસથી જ નભતા હોય છે. બાકી દેખાડાના સંબંધો તો ઘણા હોય છે.

  મિત્રો! ક્યારે પણ જાણી જોઈને સંબંધોની પરીક્ષા ના લેવી  કેમ કે તેમાં જીતશો તો સબંધ ગુમાવશો, આથી હારીને જ જીતવાનો આનંદ મેળવો. તમારા જીવનમાં પણ તમે તમારા સંબંધોમાં અમુક સિદ્ધાંતો જરૂર રાખજો.


કિરણબેન બી શર્મા "પ્રકાશ"

વડોદરા.

????????????????????????????????????????????????????????????????????????????????????????

 *કંઈક નવું*   (સંકલન માહિતી)

આટલી મોટી સૃષ્ટિમાં એવું ઘણું બધું બની રહ્યું છે જેની આપણને જાણ નથી આ કંઈક નવું કોલમમાં આવી જ નવી જાણકારી રજૂ કરેલ છે.


 *શું તમે જાણો છો ?*

 

1, સરેરાશ વ્યક્તિ તેના જીવનકાળના ત્રણ મહિના શૌચાલયમાં વિતાવે છે.

2, દુનિયાના લોકો કરતા આપણા મોં માં વધુ બેક્ટેરિયા છે.

3, લક્ષ સાબુ અને 50થી વધારે હિન્દી બંગાળી તમિલ તથા તેલુગુ અભિનેત્રીઓએ પ્રમોટ કરેલ છે.

4, ભારતમાં ટેલિવિઝન નું પ્રમાણ ૧૯૫૯માં શરૂ કરવામાં આવ્યું હતું.

5, ૧૯૧૪થી 1918 દરમિયાન વિશ્વ યુદ્ધ થયેલું ત્યારે ઘાયલ થયેલા લોકોની સારવાર માટે મુંબઈની તાજ હોટેલને ૬૦૦ બેડ હોસ્પિટલમાં ફેરવવામાં આવેલી.

6, સો મિલિયન લોકો ભારતના કુંભમેળા ફેસ્ટિવલ માટે આવે છે. વિશ્વના સૌથી વધારે માણસો ભેગા થાય છે.

7, વિશ્વનો સૌથી મોટો પરિવાર ભારતમાં રહે છે એક માણસ સાથે 39 પત્નીઓ અને 94 બાળકો છે

8, ભારતીય ટપાલ ટિકિટ પર પહેલીવાર મહિલાની તસવીર " મીરાંબાઈની" છપાઈ હતી.

9, હાથીનાં આંતરડાં 110 ફૂટ લાંબા હોય છે.

10, માખી એક દિવસમાં આશરે 150 જેટલાં ઈંડા મૂકે છે.


સંકલન કર્તા...

કિરણબેન બી શર્મા. "પ્રકાશ".

વડોદરા.



નામ- દેવાંગીબા અજયસિંહ રાઓલ.

શહેર- ભાવનગર.

કોલમ-    કંઈક નવું





           *વેલ વિદાય.*       



આ વસમી વેળા વિદાયની હોય છે, લગ્નપ્રસંગમાં ધામધુમથી ગુંજતું ઘર એકદમ શાંત થયું છે, વિદાયની વેળા નજીક આવી છે.


દીકરીબાનાં ભાભી પહેલાં સાળું પહેરાવે છે, પછી મોડિયા સાથે ચુંદડી ઓઢાડે છે, માથે સેથો પુરે છે, મંગળસુત્ર પણ પહેરાવે છે,કપાળે કંકુથી પીર તાણે છે. આ એક એક ક્ષણ  માં હૈયું ભારે થઈ ને અશ્રું વહેતાં રહે છે,


પાંચ કુમારીકા પાસે ઘી, ગોળ, ભાત નું પંચવલું કરાવે છે, પાણી પીવડાવે છે.

દીકરીબા ઘરનાં પાંચ વડીલ બા સાહેબોને મળે છે, અને એ કરુણા છલકાતાં વાતાવરણમાં વિદાયના ગીતો રુદન અવાજે ગવાય છે, દરેકનાં હૃદય ભરાઈ આવે છે, આજે દીકરીબા પારકા  કહેવાય છે, 


           *થાપા મારવા*


ત્રાંબાના  ત્રાસ માં કંકું નાંખીને દીકરીબા પાસે  દરવાજાની બંને બાજુ બારસાખે થાપા મરાવાય છે, દીકરીબા આ થાપા દ્વારા કહે છે કે આજે હું આ ઘર છોડીને સાસરે જાઉં છું, હું આજે મારી દસેય આંગળીઓ ની સહી કરીને જાઉં છું, માવતરના ઘરની માલમિલકત પર હવે મારો કોઈ જ હક્ક નથી, વીરા હવે તમે જ માવતર નું ધ્યાન રાખજો, થાપા દ્વારા દીકરીબા કહે છે, કે હું કંઈ જોડે નથી લઈ જતી, મારી યાદી રૂપે આ મારાં હાથનાં થાપા રુપી આશિર્વાદ આપી જાઉં છું, મારા માવતરનું ઘર હંમેશાં સમુદ્ધ રહે એવાં આશિર્વાદ આપી જાઉં છું.


થાપા કુંટુંબનાં ચાર ઘરે કરવાનો રીવાજ હોય છે. અને પ્રસ્થાનું કરે એ ઘરે પણ ઘણી જગ્યાએ દીકરીબા થાપા મારે છે.


થાપા દ્વારા દીકરીબા એમ પણ કહે છે કે માતાપિતા મને ક્યારેય ભુલી ન જતાં,

મારી યાદ આવે તો મારાં આ હાથની રેખાઓ જોઈને યાદ કરી લેજો.


દીકરીબા માતાને છેલ્લે મળે છે, પોતાનાં પિતાજી માટે ખુબ કાળજી લેવાં અને પિતાજી નું ધ્યાન રાખવા દીકરીબા માતાને કહે છે,


બેનીબાના વીરા બેનીને તેડીને વેલની મોટરમાં બેસાડે છે, અને પછી કન્યાના માતા મોડીયો ચુંદડી ઓઢીને પઈ સીંચે છે, એટલે કે વેલની મોટરના પૈડાં ને પેલાં પાણી થી ધોઈ ને પાંચ વાર, વાઢીમાંથી ઘી રેડે છે, પૈડાં ને પાંચ ચાંદલા કરે છે, અને શ્રીફળને એક રૂમાલમાં મુકીને પૈડાં દ્વારા વધેરે છે, ધરતી માતાને ભોગ પ્રસાદ ધરાવે છે,

ધરતી માતાને પ્રાર્થના કરે છે કે માર્ગમાં દીકરીબાની રક્ષા કરજો વિઘ્ન વગર એમને સાસરિયે પહોંચાડજો. આ શ્રીફળને દીકરીબા જોડે જ મોકલે છે,

દીકરીબા જોડે માં માટલું, રામણ દીવડો

અને ભાતાનો ડબ્બો મીઠાઈ થી ભરીને મોકલે છે.


થોડે સુધી બા સાહેબો ગીત ગાતાં મોટર પાછળ જાય છે, પછી ચોકમાં કે ગામડાંના ચોરે ડાયરાવાળા બાપુસહેબો અને કુંટુંબના ભાઈ, કાકા બધાં દીકરીબાને મળે છે, માથે હાથ મુકીને આશિર્વાદ આપે છે અને ભેટ રૂપે યથાશક્તિ રૂપિયા આપે છે. દીકરીબા નાં દાદાબાપુ અને પિતાજી છેલ્લે મળે છે, અને આ ક્ષણ ખુબ જ ભાવવિભોર હોય છે, પિતાને આજે પોતાનો કાળજા નો કટકો છૂટેલો લાગે છે, આમ આ વસમી વિદાયની વેળા  બહું જ કરુણા સાથે મમતા અને લાગણી વડે સૌ કોઈ ભીંજાય છે.


બધાને મળ્યાં પછી દીકરીબાનાં ભાભી,

વરિયાળીનું શરબત દીકરીબા ને પીવડાવે છે, અને  ગામમાં મંદિરે દર્શન કરાવીને વેલની વિદાય કરે છે.



   


દેવાંગીબા અજયસિંહ રાઓલ.









                       ????????ઓપન માઈક????????





નથી આપી શક્યા.



        













                       ગૃહ સજાવટ

                     

                         ભાનુ શાહ


 ભાનુબેન શાહ: ગૃહસજાવટ -

વેસ્ટમાંથી બેસ્ટ

           આપણા ઘરમાં નાનામોટાં કાપડના ટુકડાં પડ્યાં જ હોય છે. આપણને જરૂર પણ હોય છે ફ્રુટ,શાકભાજી ઢાંકવા, ટેલિફોન, ટી. વી.  પર રાખવાં ,તો આવાં કાપડને ચોરસ  કાપીને ફરતે લેસ લગાડીને કે ઓટીને નાનું પણ પેઈન્ટિંગ  કર્યું હોય તો આકર્ષક લાગે છે.

      ભાનુ શાહ


: આપણે બજારમાંથી કોઈ પણ વસ્તુ ખરીદી આવીએ પછી એનાં પર આપણી કલાનો ઓપ ચડે તો એ વસ્તુ આપણને વધારે પોતીકી લાગે છે.

       ફોટામાં મુકેલી બેડશીટમાં જુદાં જુદાં ઘરમાં પડેલાં કાપડનાં ટુકડાથી  હાથેથી પેચવર્ક કરેલું છે.

        ભાનુ શાહ





                        ????????વાનગી????????


              

                      ભારતી ત્રિવેદી દવે


રાગી ઢોસા


જરૂરી સામગ્રી:-

ઢોસાનુ બેટરી બનાવવા

૧) રાગીનો લોટ  - એક બાઉલ

2) અડદનો લોટ - અડધો બાઉલ

૩) ચોખાનો લોટ - અડધો બાઉલ

૪) લાલ મરચાં અને મેથીની પેસ્ટ એક ચમચી

૫) જરુર મુજબ પાણી, દહીં અને મીઠું


સ્ટફિંગ માટે

૧) ફણગાવેલાં મગ, મઠ બે બાઉલ

૩) કાંદો ઝીણો સમારેલો1/2બાઉલ

૪) એક ઝીણું સમારેલું કેપ્સીકમ

૫) એક બાઉલ ઝીણાં સમારેલાં ટામેટાં

૬) એક ચીજ ક્યૂબ

૭) ઓરેગાનો ( મિક્ષ હર્બ)

૮) એક નાનો બાઉલ ટોમેટો કેચઅપ


ચટણી માટે

૧) તાજાં નાળિયેરનું ખમણ

૨) બે ત્રણ તીખાં લીલા મરચાં

૩) બે લીંબુ નો રસ

૪) એક ઝૂડી ધાણા

૫) સ્વાદ મુજબ મીઠું





રાગી ઢોસા બનાવવાની રીત


સૌ પ્રથમ આપેલ સામગ્રી એક મોટાં બાઉલમાં ભેગી કરી અને તેમાં એક ચાનાં કપ જેટલું દહીં અને પાણી નાખીને પાતળું બેટરી તૈયાર કરી તેમાં એક ચમચી લાલ સુકું મરચૂ અને મેથી ક્રશ કરી તેની પેસ્ટ ઉમેરી આખી રાત આથો લાવો. સ્વાદ મુજબ મીઠું ઉમેરી ઢોંસા ઉતારો. 


              ત્યાર બાદ ફણગાવેલાં કઠોળ માં મીઠું, લીંબુ નો રસ, ઝીણાં સમારેલાં કેપ્સિકમ, ટામેટાં, ઓરેગાનો અને કેચઅપ ઉમેરીને સ્ટફિંગ તૈયાર કરવું.

ઉપરથી ચીઝ છીણીને સ્પ્રેડ કરવું.


         તાજાં નાળિયેર ની ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.



આ પ્રકારે તૈયાર કરવામાં આવેલાં ઢોસાની નયુટરીશન વેલ્યુ ખૂબ જ વધી જાય છે. ડાયાબીટીસ વાળાં પણ ખાઈ શકે છે. નાનાં બાળકો માટે ઉત્તમ બ્રેક ફાસ્ટ છે.


ભારતી ત્રિવેદી દવે. ( સુરેન્દ્રનગર )





પરંપરાગત ચુરમાના લાડુ

સામગ્રી -

1-૫૦૦ ગ્રામ ઘઉંનો કરકરો લોટ

2 - મોણ માટે ૧ ચમચો તેલ

3 - દેશી ગોળ ૨૫૦ગ્રામ

4 - અડધું જાયફળ

5 - ઘી ૫૦૦ગ્રામ



         લોટને તેલનું મોણ ચડાવીને નવશેકું પાણી ઉમેરી ,એકદમ ટાઈટ મુઠીયા વાળવાં. ઘીમાં ધીમા તાપે તળી લેવાં.

ભાંગીને મિક્સરમાં ભૂકો કરી,જાડા ચારણાથી ચાળી લેવું. જાયફળનો પાઉડર નાખવો.સરખો ગોળ ભેળવવો. એના ઉપર ફીણ વળે એવું ગરમ ઘી નાખવું(લાડુ વાળી શકાય એટલું).

લાડું વાળીને ગમે તો ખસખસ છાંટવા.

      આ લાડું ઢોસા વાળીને પણ બનાવી શકાય. તૈયાર કરેલા લોટને તાંસળીમાં દબાવીને છાણાંમાં શેકવાનાં હોય છે.આ એક કારીગરી છે.

જમીનમાં ખાડો કરી.છાણાંનો ભઠ્ઠો કરીને લોટના વાટા મૂકીને 

ઉપરથી દાબીને શેકવાનાં હોય છે.આ રીતે બનાવેલાં લાડુનો સ્વાદ ઉત્તમ હોય છે.

   ફોટામાં છે તે આ રીતે બનાવેલાં લાડું છે.

     પરંપરાગત બનતાં પૌષ્ટિક લાડું .એને ઢોસાના લાડું કહેવાય છે.

      ભાનુ શાહ.



તૂરિયા અને અળવીની વડીનું  શાક-

સામગ્રી -તૂરિયા ૫૦૦ગ્રામ

            ૨ મીડીયમ અળવીના પાન

૧ વાટકી ચણાનો લોટ

મીઠું, મરચું,હળદર,હિંગ,

ખાવાનો સોડા,ઘાણાજીરુ તેલ,રાઈ,જીરું, 





રીત -તૂરિયા ધોઈને ચોરસ કટકા કરી સાઈડમાં મુકો.

       વડી માટે અળવીના પાન ધોઈને બારીક કાપો.

એક વાટકી ચણાનો લોટ,ગોળ આમલીનું પાણી,સોડા,મીઠું,મરચું,

ગરમ મસાલો નાખી ઢોકળાં જેવું ખીરું બનાવો.એક થાળીમાં તેલ લગાડી વરાળે બાફી લો.

ઠંડુ થાય એટલે નાના કટકા કરો.

     કુકરમાં વઘાર માટે ર ચમચા તેલ,રાઈ,જીરું, હિંગ નાખી તૂરિયા વઘારો.

મીઠું, મરચું, હળદળ,ધાણાજીરું નાખી ,હલાવીને એક કપ પાણી નાખી.

એની ઉપર તૈયાર કરેલી વડી પાથરીને કુકરમાં ત્રણ સીટી વગાડો.

       સર્વિંગ બાઉલમાં કાઢી કોથમીરથી સજાવી.

ગરમાગરમ પીરસો.

     ભાનુ શાહ




              ????????બાળસાહિત્ય????????

 

                  કલ્પનાબેન ત્રિવેદી

 1: બાળગીત


    *ચકીરાણી ખોવાણી....*




હે... કેવી સરસ પરોઢ મજાની પડતી હતી,

આમતેમ હું ઊડાઊડ કરતી બહું તોફાની હતી.....


ચીં... ચીં... કરતી જાઉં,

દાણા મજાના ચણતી હતી.....


ભૂલકાંઓના મન બહેલાવતી હતી,

નાનાંમોટાં સહુ ની સંગાથી હતી.....


એ મારી દુનિયા મજાની હતી,

જ્યારે હું ચીં...ચીં... કરતી ચકી રાણી હતી.....


મને ગમે ત્યાં માળો બનાવતી હતી,

ઘર, પંખો કે ફોટા ફ્રેમ મહીં માળો બનાવતી હતી.....


ઘરનાં સભ્યો તરીકે મારી ઉપસ્થિતિ હતી,

સવાર સાંજ હું ચીં ચીં કરતી રહેતી હતી.....


યુગ બદલાયો, આ કળયુગ આવ્યો,

હું ચકી રાણી પણ ખોવાણી હતી.....


મકાનો મોટાં થયાં,

કુંટુંબો વિભક્ત બન્યા હતાં.....


બધે જ પથ્થરો મઢેલા હતા,

બાગ, બગીચા, ઝાડ કાપ્યા હતાં.....


કોઈ એ દરવાજો કે બારી  ખોલી નહોંતી,

બાળકો  એ ક્યારેય મારી કહાની ન સાંભળી હતી.....


આમ લુપ્ત થતી હું નિરાશ ચકી રાણી હતી,

કોણ ઓળખશે મારા અસ્તિત્વ તણી કહાની.....


એ તો ચીં.... ચીં.... કરતી હું ચકી રાણી હતી,

હું નિરાશ બનીને જગત માં ખોવાણી હતી.....


કોઈ તો શોધ કરજો મારી,

હું ચીં... ચીં.... કરતી ચકી રાણી ખોવાણી હતી.....



નામ- દેવાંગીબા અજયસિંહ રાઓલ.

શહેર- ભાવનગર

????????????????????????????????????????????????????????

2;બાળગીત.

      શીર્ષક ; દોસ્ત.

   દોસ્ત ચાલો,દોસ્ત ચાલો,

         ખુલ્લા આકાશમાં ફરવા...

ખુલ્લા આકાશમાં ધરતીના સંગમાં,

         પ્રકૃતિની ગોદ માણવાને....

                      દોસ્ત ચાલો......

ખુલ્લા આકાશમાં ધરતીના સંગમાં,

          નદીના નીરમાં છબ છબિયા કરવાને.

                           દોસ્ત ચાલો.......

ખુલ્લા આકાશમાં ધરતીના સંગમાં,

      વડદાદાની વડવાઈએ ઝૂલવાને.

               દોસ્ત ચાલો......

ખુલ્લા આકાશમાં ધરતીના સંગમાં,

        પંખીઓના કલરવ સાંભળવાને.

                  દોસ્ત ચાલો.......

                   ✍️ હેમલતા દિવેચા.જૂનાગઢ.

                       

                                   

????????????????????????????????????????????????????

[3. પ્રકાર :- બાળગીત

શીર્ષક:- સહન કરતાં રહેશું?


નાના અમે બાળક તો શું?

ઠપકાં સહન કરતાં રહેશું!


ભણવાં જાય, રોજ સ્કુલ,

આખો દિવસ રમતાં રહેશું!


રમીએ તો ભૂખ પણ લાગે,

દિવસભર શું જમતાં રહેશું?


નાનાં છો, સામે ના બોલાય,

શું મુંગા રહીને મરતાં રહેશું?


ભૂલ હોય કે ના હોય કાયમ,

નાના છી ક્ષમા માંગતાં રહેશું!


- તેજસ વસાણી..જામનગર

????????????????????????????????????????????????

[4: નામ - મનોજ પંડ્યા

ગામ - જોરાવરનગર

પ્રકાર - બાળવાર્તા

શીર્ષક - પર્યાવરણ પ્રેમી - જય

             --- જયને વૃક્ષો, છોડ, વૃક્ષોની છાયામાં બેસીને કલરવ કરતા પક્ષીઓ,વૃક્ષોની ઘટાદાર છાયામાં બેસીને વાગોળતા પશુઓને જોવા  બહુ જ ગમે.નિશાળમાં પણ બગીચાના ફૂલછોડને નિયમિત પાણી પાય.તેના ક્યારા સાફ કરે.મોટા વૃક્ષોના છાયડામાં ડાળી પર પક્ષીઓ માટે પાણીની પરબ બાંધે.ઘરેથી પક્ષીઓને ચણવા માટે ચણ લઈ આવી ચબૂતરામાં નાખે.

                   કલબલાટ કરતા પક્ષીઓ તથા છોડમાં ઊગેલા રંગબિરંગી ફૂલોને જોઈ તેનું મન ખૂબ જ હરખાય.આ તેનો રોજનો ક્રમ.ઘરના બગીચાના ફૂલછોડ ને ઉછેરે ને તેની પણ નિયમિત પાણી પાઈને સાફસફાઈ કરીને  માવજત    કરે ને તેને તરોતાજા રાખે.

                    એક દિવસ નિશાળેથી જય એક છોડ લઈ આવ્યોને ઘરના આંગણામાં ખાડો ખોદી તેમાં એ છોડ ને વાવી દીધો.ફરતી કાંટાની તથા ઈંટોની આડશ ઉભી કરી દીધી.જેથી કરીને કોઈ પણ પશુ તેને નુકશાન ન પહોંચાડે.તેને ખાઈ ન જાય.

                   સવારમાં ઉઠીને જય પહેલું કામ ઘરનો દરવાજો ખોલી ને આંગણામાં વાવેલા છોડને જોઈ લે તેને સલામત જોઈને આનંદ અનુભવે ત્યાર પછી જ તેના દિવસ ઊગવાની શરૂઆત થાય. બ્રશ કરી ચા પાણી નાસ્તો કરી નાહીધોહીને નવરો થાય પછી બગીચાની તથા આંગણામાં વાવેલ છોડની માવજતમાં લાગી જાય. પાણી પાવું માટીને સરખી કરવી ખાતર નાખવું વગેરે.

                    આમ જયની માવજતથી થોડા સમયમાં તો આંગણામાં રોપેલ છોડ ખૂબ જ વિકાસ પામ્યો ને ઘટાદાર વૃક્ષનું સ્વરૂપ ધારણ કરી લીધું.આ જોઈને જય ખૂબ જ હરખાયો પોતાની મહેનત રંગ લાવી.

                    થોડા સમયમાં તો તેમાં ફૂલ પણ આવવા લાગ્યા. જય રોજ એ ઝાડના ફૂલો ભગવાનને અર્પણ કરતો.આમ આખો દિવસ તેનો આનંદમાં જતો. 

                 આમ અનાયાસે જ બાળક જયે પર્યાવરણ જાગૃતિ માટેનો વૃક્ષ વાવી સંદેશો ફેલાવ્યો.

                  તેના આવા પર્યાવરણ જાગૃતિના કાર્યમાં મદદરૂપ થવાની નોંધ લઈ વનવિભાગના અધિકારીના વરદ હસ્તે જયનું જાહેરમાં સન્માન કરવામાં આવ્યું. શાળા પરિવાર દ્વારા પણ શાળાના જાહેર કાર્યક્રમમાં જયનું ભવ્ય સન્માન...સ્વાગત કરવામાં આવ્યું.

                તેનું અનુકરણ કરીને શાળામાં સાથે ભણતા જયના મિત્રો તથા શેરી મિત્રોએ પણ પોતાના ઘરની આસપાસ ખુલ્લી જગ્યામાં વૃક્ષો વાવવાનો નિર્ણય કર્યો. તેમને વનવિભાગ તરફથી વૃક્ષોના છોડ તથા રક્ષણ માટેના પિંજરાઓ પણ આપવામાં આવ્યા...

બોધ..વૃક્ષો વાવી પર્યાવરણ બચાવવું એ આપણી પહેલી ફરજ છે.

????????????????????????????????????????????????????

5શબ્દ..કક્કા પરથી રચના



એકવખત જેલમાં કેદી સમક્ષ કાર્યક્રમ આપવાનો હતો. અંતમાં એ લોકો કહે બહેન, રોકાઈ જાવને,,

હસવું પણ આવ્યું, અને દુઃખ પણ થયું. એમની વાતચીત ના અંશ..કક્કા સ્વરૂપે.. મેં ઘણી કક્કાની રચના કરી છે. હવે આ જુઓ...


કેદી ભાઈ આ શું?

 *ક* ...કતલનો

 *ખ* ..ખૂનનો

 *ગ* ..ગુનાનો

 *ઘ* ...ઘરફોડીનો

 *ચ* ...ચોરી નો

 *છ* ...છટકબારી નો

 *જ* ...જનમટીપનો

 *ઝ* ..ઝપાઝપી નો

 *ટ* ..ટપોરી નો

 *ઠ* ..ઠગાઈ નો

 *ડ* ...ડાકુગીરીનો

 *ઢ* ..ઢીબી નાખવાનો

 *ણ* ...અકોણા..નો

 *ત* ...તલવારબાજીનો

 *થ* ..થાણેદારનો

 *દ* ...દખલગીરી નો

 *ધ* ..ધરપકડનો

 *ન* ...નફ્ફટ નો

 *પ* ...પોલિસનો

 *ફ* ...ફીરાકનો

 *બ* ...બંદુક નો

 *ભ* ..ભડાકા નો

 *મ* ...મારપીટનો

 *ય* ...લેણ્યાનો

 *ર* ...રઝળપાટ નો

 *લ* ...લમણાંઝીકનો.

 *વ* ...વેર..વસુલાત નો

 *શ* ...શઠનો

 *ષ* ...ષડ્યંત્ર નો

 *સ* ...સખળડખળનો

 *હ* ....હાથકડી નો

 *ળ* ..આળનો...

 *ક્ષ* ..એટલે હવે ક્ષમા કરો.


ઓ બાપરે!!  આટલા બધાં ગુનાઓ....

એ લોકો આ ભાષામાં જ સમજે.


આ કક્કો કોઈ નો નહીં. એવું જેલર સાહેબ બોલ્યા.. ત્યારે શાંતિ થઈ.


 *કલ્પનાબેન ત્રિવેદી* *સુરેન્દ્રનગર*

_________________________

6????????‍♀️????*બાળગીત*????????????‍♀️

_________________________


એક પરી આજે નાચતી આવી,

શાળાના મેદાનમાં દોડતી આવી. (2)


રૂડી ને રૂપાળી કોઈ દેવી આવી,

વિદ્યામંદિરમાં એક ઢીંગલી આવી. (2)

એક પરી.....


આવીને એ તો બહુ મનમાં મુંઝાણી,

ચારેબાજુ જોઈને ઝટપટ સંતાણી. (2)


આંખો એની આમતેમ જોતી રહી,

માતાના વહાલને એ તો શોધતી રહી. (2)

એક પરી...........


નવી નવી દુનિયામાં પરી બની અજાણી, 

સૌને મળીને બધી વાતો સમજાણી. (2)


ઘર જેવી પ્યારી એને શાળા લાગી, 

દુનિયાથી વહાલી એને શાળા લાગી. (2)

એક પરી......



ચૌધરી શીલા 

(સાહિત્યની દિવાની) 


માંડવખડક. નવસારી.

????????????????????????????????????????????????

7 ((બાળગીત))


હું ફૂલચંદ ફૂગ્ગાવાળો..



હું  ફૂલચંદ  ફૂગ્ગાવાળો,

રંગબેરંગી ફૂગ્ગા વેચવાવાળો..

        હું  ફૂલચંદ  ફૂગ્ગાવાળો..


લાકડીએ ફૂગ્ગા  બાંધી ફરવાવાળો,

હું શેરીએ શેરીએ સાદ પાડવાવાળો..

                હું  ફૂલચંદ  ફૂગ્ગાવાળો..


હું  ટોપી ને ઝબ્બો  પહેરવાવાળો,

રડતાં  છોરું  છાનાં  રાખવાવાળો..

              હું  ફૂલચંદ  ફૂગ્ગાવાળો..


ફૂગ્ગા ફૂલાવી  ફૂગ્ગા  વેચવાવાળો,

ફૂગ્ગા વેચી ગુજરાન ચલાવાવાળો..

              હું  ફૂલચંદ  ફૂગ્ગાવાળો..


હું ગીત  મધુરાં ગાઈ  ખુશ કરવાવાળો,

ફળિએ ફળિએ ફૂગ્ગા લઈ ફરવાવાળો..

                   હું  ફૂલચંદ  ફૂગ્ગાવાળો..


- દિનેશ કવિરાજ (ડીસા)...✍

????????????????????????????????????????????????????

[8: *શીર્ષક: હું છું શૂરવીર યોદ્ધો*


હું છું શૂરવીર યોદ્ધો,

ના સમજો નાનો બાળ,

છત્રપતિનો ઇતિહાસ

જગાવે છે આત્મવિશ્વાસ.


આપ બળે કેડી કંડારુ

આગળ વધુ રાખી હામ,

સાચી ધર્મભાવના,સ્વાભિમાન,

આપ્યાં માતપિતાએ સંસ્કાર.


ગુરુ પાસેથી મેળવું જ્ઞાન,

નાના મોટા સૌનું કરું સન્માન,

મનમાં ના લાવું કદી અભિમાન,

સર્વધર્મને માનું એકસમાન.


જૂઠ,અન્યાય સામે લડત લડાવું,

સત્યનાં માર્ગે સૌને ચલાવું,

સત્કાર્યોનો મહિમા જણાવું,

ધર્મની ધજા સઘળે ફરકાવું.


કાર્યો થકી મારે ઓળખાવું,

વીર શિવાજીને આદર્શ બનાવું,

ભલે હું રહ્યો નાનો બાળ પણ,

મા ભોમનો સૈનિક કહેવાઉ.


કૌશા જાની(કલ્પ)

અમદાવાદ

????????????????????????????????????????????

9: નામઃચૌધરી રશ્મીકા લલિત કુમાર

ઉપનામ:રસુ(ભૂત)

શહેર:અમદાવાદ


????બાળ ગીત ????



પપ્પા મારા પ્યારા-પ્યારા

લાગે મને વ્હાલા- વ્હાલા......(2)


લાવે મારા માટે કેળા,


કેળા તો મને ભાવે નહિ


પપ્પા ચોકલેટ લાવે નહિ


મમ્મી મારી પ્યારી-પ્યારી

લાગે  મને વ્હાલી- વ્હલી......(2)


લાવે મારા માટે સફરજન

સફરજન તો મને ભાવે નહિ

મમ્મી બિસ્કીટ લાવે નહિ


મામા તો મને પ્યારા-પ્યારા

લાગે સૌથી વ્હાલા- વ્હાલા...(2)


લાવે મારા માટે બિસ્કીટ ને ચોકલેટ

એ મને ભાવે છે,મામા લઈ આવે છે


મામા મારા સૌથી પ્યારા- પ્યારા

લાગે મને સૌથી વ્હાલા-વ્હાલા....


બાંહેધરી:આ રચના સ્વરચિત છે અને અપ્રકાશિત છે.જેની હું સંપૂર્ણપણે બાંહેધરી આપુ છું.



                    ????️????રમત જગત????️????


       

              કૌશલ્યાબેન મહિડા "પ્રતિતી


1  

   નામ:-કૌશલ્યા એસ મહિડા."પ્રતિતી"

     કોલમ:-રમત જગત

   " પદ્મશ્રી એવોર્ડ થી સન્માનિત ભારતીય રત્ન પી.વી સિંધુ"

           

        રમત જગતના  ઝળહળતા તારા માંથી એક તારો છે   જેમણે વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં ભારત દેશનું નામ રોશન કરનારી  નારી રત્ન  પી.વી.સિંધુ  છે, પી.વી સિંધુ નો જન્મ ૫ જુલાઈ ૧૯૯૫માં હૈદરાબાદમાં સામાન્ય પરિવારમાં થયો હતો.તેમનું પુરુ નામ પુસરલા વૈંકટ સિંધુ છે મજાની એ વાત કે સીધું ના માતા પિતા બંને વોલીબોલના સારા ખેલાડી છે. સિંધુ ના પિતાને રમન્નાને ર૦૦૨માં પ્રતિષ્ઠિત એવો અર્જુન પુરસ્કાર પણ મળી ચૂક્યો છે,તો હવા માતા પિતાની દીકરી રમત ક્ષેત્રે આગળ આવે જ ને, કહેવત છે કે" મોરના ઈંડાને ચીતરવા ના પડે" પી.વી.સિંધુએ બેડમિન્ટન ક્ષેત્ર પોતાનું પદાર્પણ કર્યું છે. 

  પી.વી. સિંધુ બેડમિન્ટનની શરૂઆતની તાલીમ મહેબૂબ અલી નામના કોચ પાસેથી લીધી હતી. સિંધુ કહે છે કે બેન્ડમિન્ટનમાં રસ પુલેલા ગોપીચંદ ને જોયા પછી પડ્યો હતો. તેમને જોઈને પી.વી સિંધુએ બેડમિન્ટન રમવાનું શરુ કર્યું, થોડા સમય પછી પુલેલા ગોપીચંદ એકેડેમીમાં પ્રવેશ લીધો.


    ૨૦૧૨માં સીધુંએ એશિયા યૂથ અંડર ૧૯ ચેમ્પિયનશિપ ફાઇનલમાં જાપાનની ધુરંધર ખેલાડી નોઝોમી ઓકુહરાને હરાવી દેતા તે અચાનક ચર્ચામાં આવી ગઇ, ત્યારબાદ ૨૦૧૩-માં તેણે વિશ્વ બેડમિંટન ચેમ્પિયનશિપની ફાઇનલમાં કાસ્ય પદક જીતી ઇતિહાસ રચ્યો હતો અને આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની ગઇ. એ જ વર્ષે સિંધુએ કેનેડાની મિશેલ લીને હરાવી મકાઉ ઓપન ગ્રા.પી મહિલા સિંગલનો ખિતાબ પોતાના નામે કરી લીધો.

     ૨૦૧૬ ના ઓલમ્પિક ખેલોમાં  સિંધુ બેડમિન્ટન એકલની ફાઈનલમાં પહોંચી પરંતુ તેણે હારનો સામનો કરવો પડ્યો જોકે તેમ છતાં તેણે ભારત માટે સિલ્વર પદ મેળવી લીધો જે ભારત માટે ઇતિહાસ હતો.

     

         ૨૦૧૩ માં અર્જુન એવોર્ડ,૨૦૧૪માં ભારતનું ચોથો સૌથી મોટું નાગરિક સન્માન પદ્મશ્રી અને ૨૦૧૬માં રાજીવ ગાંધી ખેલ રત્નનું સન્માન મળ્યું, ૨૦૧૭ અને ર૦૧૮માં આજ પણ ધમા સિલ્વર મેડલ મેળવ્યો હતો આ સિવાય તેમણે ર૦૧માં એફઆઈસીસીઆઈ બ્રેક થ્રુ સ્પોર્ટ્પર્સન ઓફ ધી

યર,૨૦૧૪માં એનડીટીવી ઈન્ડિયન ઓફ વી યરનું  સન્માન પણ મળ્યું.

      ભારતની આ સ્ટાર ખેલાડી પી .વી.સિંધુ ર૦૨૦માં વિશ્વ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સુવર્ણ પદક જીતીને ક્ષેત્રે ભારતનું નામ ઝળહળતું કર્યું હતું આથી ઈતિહાસિક સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની ગઇ.


      સ્વિટ્ઝરલેન્ડની બેડમિન્ટન ચેમ્પિયન સ્પર્ધા જીતીને ભારત આવેલી સિંધુએ કહ્યું કે સન્માન પદક વિતરણ દરમિયાન ભાવુક પડને યાદ કરતાં કહ્યું હતું કે હું ખરેખર ખૂબ જ ખુશ છું મને મારા ભારત દેશ પર ગર્વ થાય છે. જયારે બાર્સૅલમાં પદક વિતરણ થઈ રહ્યો હતો ત્યારે આપણું રાષ્ટ્રગાન વાગવા લાગ્યું અને ભારતનો ત્રિરંગો લહેરાયો તે ક્ષણ મારા માટે ખૂબ જ મોટી હતી પી.વી.સિંધુ સાથે તે સમયના ખેલ મંત્રી કિરણ રિજ્જુએ મુલાકાત કરી હતી.ત્યાર બાદ આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે પણ તેની મુલાકાત થઇ, ત્યારે તેમણે પોતાના વ્યક્તિગત ટ્વિટર પર પી.વી સિંધુ સાથેની તેમની તસવીર પોસ્ટ કરીને અભિનંદન પાઠવ્યા હતા.

           હાલમાં ટોકિયોમાં રમાયેલી ઓલમ્પિક બેડમિન્ટન માં પી.વી.સિંધુ એ કાસ્ય પદક મેળવી ભારતનું નામ વિશ્વમાં ઝળહળતું કર્યું, આ મેળવેલ સિદ્ધિ બદલ ભારતીય ખેલ મંત્રી અનુરાગ ઠાકુર અને શ્રી નરેન્દ્ર મોદીએ પી.વી સિંધુને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા તેમજ ભારતના તમામ વિજેતા ખેલાડીઓ સાથે મુલાકાત લઇ તમામ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

    

                   પી વી સિંધુ


 નામ:-કૌશલ્યા એસ મહિડા. "પ્રતિતી"

શહેર:-વાપી

    


2    નામ:- દેવાંગીબા એ રાઓલ, લેખક

વિષય:- રમત-જગત

      પેરા ઓલિમ્પિક બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં સુવર્ણપદક મેળવી ભારત દેશનું નામ રોશન કરનાર માનસી જોષી.

          

             

              માનસી જોષી


"પગ ગુમાવ્યો હિંમત ન ગુમાવનાર ગુજરાતની દીકરી માનસી જોષી"

     માનસી જ્યારે નાની હતી ત્યારે જ તેને બેડમિન્ટનમાં ખૂબ જ રસ હતો. મુંબઈના ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં પિતા કામ કરતા હતા. આર્થિક પરિસ્થિતિથી ખાતી માનસીને બેડમિન્ટનની નાનીમાં નાની બાબતો શીખવા મળી. ધીરે ધીરે તેની રમતમાં ઘણો સુધારો જોવા મળ્યો. શાળા અને કોલેજ  સ્તરે માનસી પુરસ્કારો જીતવા લાગી.

          .         ૨૦૧૧માં રસ્તા પર અકસ્માત નડ્યો ટ્રકની નીચે આવી જવાથી તેને બે મહિના સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું અને તેનો જમણો પગ કપાવવો પડ્યો હતો. એ આકસ્મિક ગોઝારા અકસ્માત એ માનસીના શરીરને ઘાયલ કર્યું પરંતુ તેના સ્વપ્નાઓ અને હિંમતને તોડી શક્યો નહીં. માનસી કુત્રિમ પગ દ્વારા ફરી ઉભી થઈ ગઈ. અને બેડમિન્ટન રમવાનું શરુ કર્યું. તે ગોપીચંદ લેલા એકેડેમીમાં પહોંચી અને ૨૦૧૭ માં સાઉથ કોરિયામાં આયોજિત વર્લ્ડ ચેમ્પિયનશીપમાં તેણે કાઠીયા પદક જીત્યો આ પહેલા પણ માનસીએ ૩૦૧૫ માં વર્લ્ડ ચેમ્પિયનશિપ મિક્સ ડબલ્સમાં પદક જીત્યો હતો હવે માનસીની આખો સુવર્ણપદક ના સપના જોવા લાગી હતી.

               ૨૦૧૯ મા ૨૫ ઓગસ્ટના રોજ તેનું આ સ્વપ્ન પૂર્ણ થયું સ્વિટ્ઝર્લેન્ડના બાર્સૅલ શહેરમાં આયોજિત પેરા બેડમિન્ટન એકલ SL3 ફાઇનલમાં જીત મેળવી સુવર્ણ પદક પોતાના નામે કરી લીધો આ કેટેગરીમાં એવા ખેલાડીઓ જ ભાગ લઈ શકે છે. જે એના એક કે બે લિંબ્સ (ઘૂંટણ)કામ નથી કરી શકતા અને જેઓને ચાલવા કે દોડવા સમય સંતુલન બનાવી રાખવામાં પરેશાની આવે છે.

    તે સમયના ખેલ મંત્રી કિરણ રજ્જુએ ખેલાડીઓને સન્માનિત કર્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પદક જીતનાર ખેલાડીઓને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે ૧૩૦ કરોડ ભારતીયોને પેરા બેડમિન્ટન પર ગર્વ છે જેઓએ બાર- બાર પદક જીતીને ભારતનું નામ રોશન કર્યું હતું ખેલ મંત્રી કિરણ રજ્જુ એ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ૧૨ ખેલાડીઓને પર આફરીન થઇ ગયા હતા તેમાં ની એક ખેલાડી એટલે માનસી, ગુજરાત ની દીકરી માનસી એ મહિલા એકલ માં સુવર્ણપદક મેળવ્યો હતો.



                    ????વ્યક્તિ વિશેષ????


       

                    દિનેશભાઈ કવિ


સરળ હૃદય સાહિત્યકાર, પ્રજ્ઞાવાન પ્રોફેસર - 

       પ્રો.લાલજીભાઈ કાનપરિયા

---------------------------------------

" પડખે જ પતંગિયાંની પ્રસરતી વેલમાં

ભાતીગળ ઝરણાં વહે છે ગેલમાં!

                -- લાલજી કાનપરિયા

                     આજ એક એવા જ સરળ હૃદય કવિ,સાહિત્યકાર,પ્રોફેસર વિશે મારે વાત કરવી છે,જેમના જીવન અને કવનની  મારા જીવનમાં અમીટ છાપ છે.

                    વતન અમરેલી જિલ્લાના વિઠ્ઠલપુરમાં તારીખ 13 મી ઓગસ્ટ 1943ના રોજ જન્મેલા કાનપરિયા પરિવારના લાલજીભાઈ કાનપરિયા સાહેબ ગુજરાતી અને સંસ્કૃત વિષય સાથે એમ.એ.સુધીનો અભ્યાસ કરીને અમરેલીની શિક્ષણક્ષેત્રે નામના પ્રાપ્ત પ્રતાપરાય આર્ટસ કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયા.જ્યાં તેમના શિક્ષાગુરુ  ડૉ.વસંતભાઈ પરીખ સાહેબ( સંસ્કૃત ભાષાના પ્રોફેસર) યુવાનોમાં જીવનને શિક્ષણના પાઠ શીખવતા હતા.

                     1986 થી 1989 અને 1992 થી 1995 દરમિયાન હું પણ તેમની પાસે ગુજરાતી વિષયનો બી.એ.અને એમ.એ.સુધીનો અભ્યાસ કરી ચૂક્યો છું.

                   તે સમયથી લાલજીભાઈ કાનપરિયા સાહેબની સરળતા,સાલસતા,અને સાદગી મને સ્પર્શી ગયેલી.તે સમય દરમિયાન તેમનું શૈક્ષણિક અને સાહિત્યિક માર્ગદર્શન મને સતત મળતું રહ્યું હતું. હું પણ કોલેજ સમય દરમિયાન કવિતાઓ લખતો અને લાલજીભાઈ કાનપરિયા સાહેબને બતાવવા જતો અને સાહેબ તેમાં જરૂરી સુધારા કરાવીને કોલેજના નોટિસ બોર્ડ પર મુકાવતા એ ક્ષણ હું આજે પણ નથી ભૂલ્યો.મને બરાબર યાદ છે 1994માં અમારા એમ એ.ના વિદાય સમારંભમાં મે તેમની જ રચેલી રચના રજૂ કરી હતી.



               

                લાલજીભાઈ કાનપરિયા



                      પણ આજે મારે તેમના સાહિત્ય સર્જનના ઉદધિની   સાહિત્ય રસિકો,વાહકો,ભાવકોને વિશેષ  વાત કરવી છે. તેમાં ડૂબકી મરાવવી છે. તેમના પ્રકાશિત પુસ્તકોની વાત કરુંતો

(1) જલમલ ટાણું (1994)

(2) નવા ચંદ્રની કૂંપળ (1999)

(3) શમણાંનાં ચિતરામણ(2005)

(4) હરિના હસ્તાક્ષર(2006)

(5) સૂર્ય-ચંદ્રની સાખે (2007)

(6)કાવ્યમંત્ર(2019)

(7) સ્વપનનનગરના દરવાજે(2020)

(8) સોનેટશતક(2020)

(9) શબ્દસંકેત( 2021)

(10) અક્ષરઅળવીતરા( 2021)

                     આ રહી તેમની અક્ષર યાત્રા.આટલા વિપુલ સર્જનને કારણે અઢળક સન્માનો પ્રાપ્ત કરનાર મારા શિક્ષણ ગુરુ લાલજીભાઈ કાનપરિયા સાહેબના સન્માનો વિશે ટૂંકી વાત કરું તો.

(1) 'જલમલ ટાણું' કાવ્યસંગ્રહને દિનકર શાહ ' કવિ જય' પારિતોષિક ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા( 1994)

(2)' જલમલ ટાણું ' કાવ્ય સંગ્રહ ને ' શ્રી જયંત પાઠક કવિતા પુરસ્કાર(1994)

(3)ચંદુલાલ સેલારકા પારિતોષિક (1996/97)

(4)ચંદરવા ફાઉન્ડેશન સાહિત્ય પુરસ્કાર (1998)

(5)વ્રજલાલ દવે પારિતોષિક(1998)

(6)બ.ક.ઠાકોર.સોનેટપારિતોષિક(1998 - ફરી 2003)

(7)શ્રીમતી નિર્મળાબેન પારિતોષિક( 2003)

એવોર્ડ -

(1)" મેન ઓફ ધ યર"( 2003) ( અમેરિકન બાયોગ્રાફીલ ઇન્સ્ટિટ્યૂટ) (ABI) યુ. એસ.એ તરફથી

(2)રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ એવોર્ડ -( 2005)( નવા ચંદ્રની કૂંપળ કાવ્ય સંગ્રહ માટે - 2005

(3)કવિશ્રી રમેશ પારેખ સાહિત્ય એવોર્ડ - (2008)

ચંદ્રક -------

(1)અમેરિકન મેડલ ઓફ ઓનર - (2004)( અમેરિકન બાયોગ્રાફીકલ ઇન્સ્ટિટ્યૂટ ABI યુ. એસ એ તરફથી

સન્માન ------

(1)શ્રી સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ અમરેલી દ્વારા - 2000

(2)પર્યાવરણ અને સંસ્કૃતિ રક્ષક ટ્રસ્ટ અમરેલી દ્વારા - 2005

(3) સ્વામી વિવેકાનંદ કલ્ચર એન્ડ એજયુકેશન સોસાયટી અમરેલી તથા સરકારી જિલ્લા પુસ્તકાલય અમરેલીના સંયુક્ત ઉપક્રમે - 2005

(4 )સુરક્ષા સેતુ સોસાયટી અમરેલી પોલીસ દ્વારા - 2013

                    એ સિવાયની લાલજીભાઈ કાનપરિયા સાહેબની વિશેષ ઉપલબ્ધિ વિશે વાત કરું તો 

(1 )આકાશવાણી ,દિલ્હી આયોજિત સર્વભાષા  કવિ સંમેલન(1999 )માં રાષ્ટ્રીય સ્તરે પસંદગી( ગુજરાતી ભાષાના કવિ તરીકે લખનૌ મુકામે)

(2) મહારાષ્ટ્ર રાજ્યના એસ.એસ.સી.બોર્ડના ગુજરાતી વિષયના પાઠ્ય પુસ્તક માં કાવ્યની પસંદગી

                   આમ રાષ્ટ્ર લેવલે ગુજરાતી ભાષા ને કવિતા સર્જન દ્વારા ઉચ્ચતાના શિખરો સુધી પહોચાડવામાં સર્જન યોગદાન આપનારા લાલજીભાઈ કાન પરિયા સાહેબને મારી નત મસ્તક ગુરુવંદના

      આલેખન - મનોજ પંડ્યા

                    જોરાવરનગર



                ????????????આસ્વાદ????????????

                   જયશ્રીબેન દેસાઈ


*કવિ શ્રી "આદીલ" મન્સુરી સાહેબની સુંદર ગઝલનો આસ્વાદ*


*ગઝલ*


નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,

ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.


ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,

પછી આ માટીની ભીની અસર મળે ન મળે.


પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો,

આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.


ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,

પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.


રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,

પછી કોઈને કોઈની કબર મળે ન મળે.


વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,

ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.


વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,

અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.


- "આદિલ" સાહબ 




ગઝલ આસ્વાદ :


ઉપરોક્ત ઉર્મિ કાવ્ય-ગઝલમાં અતૂટ વતન પ્રેમ અને વતનની મીઠી સોનેરી યાદોના દર્શન આદિલ સાહેબ એ કરાવ્યા છે. આખીયે ગઝલ મુસલસલ ભાવને ખુબ જ સુંદર રીતે રજૂ કર્યા છે.


અનિવાર્ય કારણો સર અમદાવાદ છોડવું પડ્યું. અમદાવાદ છોડે છે પણ તેમનું મન ત્યાં જ રહી જાય છે. ભારતથી વિદાય લેતી વખતે પોતાને થયેલું દુઃખ અને પીડા ઉદ્દભવી હતી તેનું આબેહૂબ વર્ણન પોતાની કલમ દ્વારા પોતાની વેદનાને કાગળ પર ઊતારી સાહિત્ય જગતને ઉત્તમ ગઝલની અણમોલ ભેટ સોગાદ આપી "મળે ન મળે" રચના થકી.


આ ગઝલમાં આજના સમયની વાસ્તવિકતા અને કરૂણ હકીકતના દર્શન કરાવ્યા છે. નોકરી કે અન્ય કારણો સર અપણાં પિતા, ભાઈઓ કે સબંધીઓ દૂર વિદેશમાં રહે છે. અને પોતાના પરિવાર અને વતન માતૃભૂમિને ખૂબ જ યાદ કરે છે. સમાજના દરેક વ્યકિતની વાચા આપતી પ્રસ્તુત ગઝલ આદિલ સાહેબ એ વતનની એવી મીઠી યાદોને આંસુના મોતીડે, શબ્દોના સથવારે, વિચારોને કલમના સહારે સુંદર અને અદ્ભુત વર્ણન કર્યું છે. 


"નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,

ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે."


ઉપરોકત પંક્તિમાં અમદાવાદ નગર સાથે જોડાયેલી યાદોને આદિલ સાહેબએ આલેખન કર્યું છે. અમેરિકામાં સ્થાયી થયેલા આદિલ સાહેબને પોતાનું વતન અમદાવાદ ખૂબ જ યાદ આવે છે. કવિ પોતાના ભૂતકાળમાં ખોવાઈ જાય છે. સાબરમતી નદી કાંઠે વસેલું રૂડું અમદાવાદ નગર (શહેર) દેખાય છે. એ નદીના કિનારે રેતીના પાટ ઉપર આખું અમદાવાદ નગર એક નાના બાળકની જેમ ઊછળતું, કૂદતું અને રમતું દેખાય છે. અને પાણીની લહેર અને ઉછળતાં મોજાઓ નગરને પોતાના પાણીમાં સમાવી લે છે.  કવિ આ મધુરી યાદો ને આદિલ સાહેબ પોતાના સ્મૃતિ પટલમાં કેદ કરવા માંગે છે. કવિ કહે છે કે, આ રમણીય નજારો ફરી આંખોને જોવા મળે ન મળે. 


"ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,

પછી આ માટીની ભીની અસર મળે ન મળે."


કવિને પોતાના વતનની માટીની મીઠી સુંગધ વિદેશમાં ક્યાંય મળતી નથી. ભીની માટીની એ આહલાદક સોડમ મન તનને પ્રફુલ્લિત કરી દે છે. કવિનું બાળપણ એજ માટીમાં વીત્યું છે. એ અણમોલ યાદો અને માટીની મહેકતી ફોરમ કવિને વિદેશમાં શોધવાથી મળતી નથી. એટલે આદિલ સાહેબ એ સુંગધના દરિયાને પોતાના શ્વાસમાં ભરી લેવાની વાત કરે છે. કારણકે માટીની આ ભીની ભીની સુંગધની અસર ફરી મળે ન મળે. જીંદગીનો ભરોસો નથી હોતો ક્યારે દગો કરી જાય....


"પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો,

આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે."


ઉપરોક્ત પંક્તિમાં કવિને વતન છોડતી વખતના દ્રશ્યો આંખો સામે આવી જાય છે. જે ખૂબ જ દર્દ ભર્યા છે. 

કવિ વાત કરે છે કે, આ મારા સ્નેહીજનો, ઓળિખતાઓ અને સગા સંબંધીઓના હસતાં ચહેરા કવિ મન ભરીને જોવા માંગે છે. સૌની મીઠી નજર કવિ પૂરાં દિલથી છેલ્લી વાર ધરાઈને જોઈ લેવા માંગે છે. કેમકે હવે ફરી આ સ્નેહભરી મીઠી નજર જોવા મળે ન મળે એવી વાત આદિલ સાહેબ પંક્તિમાં કહે છે. 


"ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,

પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે."


ઉપરોક્ત પંક્તિ ખૂબ જ લાગણીશીલ છે. કવિ પોતાના વતન અમદાવાદના એ ઘરને યાદ કરે છે. જ્યાં તેનું બાળપણ, યુવાની અને કેટલાંય સપનાઓનું ઘડતર થયું છે. કવિ એ રસ્તાઓને યાદ કરે છે જેના ઉપર કેટલી રમતો રમીને મોટા થયા, અમદાવાદ શહેર, ઘર, ઘરની બારીઓ, ભીંતો, ગલીઓ જેવી નિર્જીવ વસ્તુઓને પોતાની કવિતામાં આલેખિત કરીને પ્રાણ પૂરી સજીવન કરી દીધાની અનુભૂતિ કરાવે છે. તે આ બધાને મન ભરી માણી આંખોમાં ભરી લેવા માંગે છે. કદાચ પછી કવિને આ ઘર જોવા મળે ન મળે. 


"રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,

પછી કોઈને કોઈની કબર મળે ન મળે."


ઉપરોક્ત પંક્તિ કવિના હ્રદયના દર્દ અને પીડાના સાચાં દર્શન કરાવે છે. જયારે અમદાવાદ છોડે છે ત્યારે અંતિમ વેળા એ જે પોતાની માતૃભૂમિ અને પોતાના સગા સંબંધીઓને છોડવાનું એટલું બધું દુઃખ થાય છે કે કવિ આ સંબંધીઓ સાથે આજે અંતિમ વાર મન ભરીને રડી લેવા માંગે છે. ફરી આ સ્નેહીઓ સાથે મળવાનો વખત આવે ન આવે. તો એમની સાથે આ અણમોલ પળને કેદ કરી લેવા માંગે છે. 


કવિ બધા સ્નેહીઓને ઊંચ નીચના ભેદભાવ ભૂલીને નિઃસ્વાર્થ ભાવે બધાને મળે છે. કવિને ખબર છે કે એક દિવસ બધા કબરમાં દફન થવાના છે. અને વર્ષો પછી આ કબરોની નિશાની પણ મળશે નહીં. આથી આદિલ સાહેબ પોતાના સગાઓને ભેટી પડીને છેલ્લી વાર રડી લેવા માંગે છે. અને અજાણ પણે પોતે કરેલી બધી જ ભૂલોને ભૂલી જવા માંગે છે. 


"વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,

ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે."


કવિ અમદાવાદથી અમેરિકા જાય છે ત્યારે તેમના સગા સંબંધીઓ તેમને વળાવવા આવે છે. ત્યારે કવિ ભાવુક બની જાય છે. એ વિદાયની વસમી વેળાએ આંખોમાં આંસું આવી જાય છે. વળાવવા આવેલા ચહેરાઓને આંખોમાં ભરતાં-ભરતાં આંખો નમ થઈ જાય છે. પછી આ ક્ષણને ક્યારે નહીં ભૂલી શકાય એવી અવિસ્મરણીય પળ બનાવવાની એમની ભાવના આ પંક્તિઓમાં છલકાઈ જાય છે. હંમેશાં આ ચહેરાઓ કવિને યાદ રહે તે માટે એ એક નજરે બધાને જોઈ રહ્યા છે. એવી મીઠી યાદ સાથે લઈ જવા માંગે છે કે ભલે પછી સફરમાં કોઈ હમ-સફર, સંગાથી નહીં મળે તો પણ વાંધો નહીં એવું કવિ કહે ઉદગાર કરે છે. 


"વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,

અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે."


વિદાય લેતી વેળાએ પોતાના વતનની ધૂળને પ્રેમથી પોતાના માથા પર લગાવે છે. માતૃભૂમિને માથે ચઢાવી ધન્યતાનો અનુભવ કરે છે. આ વિયોગ પછી ફરી આ વતનની ઘૂળ મળશે કે નહીં. એવો અનાયાસે ઉદગાર કરે. જીવનભર આ ધૂળ કદાચ જોવા પણ નહીં મળે. માનવ જીવનમાં સ્થાયી થયા પછી જવાબદારી અને અન્ય કાર્યોમાં અટવાય જશે તો માતૃભુમિને ફરી કદાચ ન પણ મળાય. 


વતનની ધૂળમાં સલામતી છે તો વિદેશમાં સાહસ છે. પણ બન્ને અનિવાર્ય છે. કવિ વિદેશમાં કાયમી રહે છે આમ,છતાં યાદો વતનની ધૂળમાં રખડતી રહે છે. 


આમ, આદિલ સાહેબ પોતાના વતનથી જુદા તો થયા પણ પછી લાગણી, વેદના અનુભવે છે તે ખૂબ જ પીડાદાયક છે. ગમે તેટલો પ્રયત્ન કરવાં છતાં તે પોતાના વતનને ભૂલી શકતા નથી. માતૃભૂમિ પ્રત્યે પોતાનો પ્રેમ આજીવન કવિના દિલ અને દિમાગમાં હંમેશાં તાજી રહેશે. 


આમ, કવિ આદિલ મન્સુરી સાહેબ એવી કેટલીય યાદોને અને દ્રશ્યોને સાંકળી કાવ્યમાં ભાવને આલેખિત કરવામાં સફળ રહ્યાં છે. આજે પણ દરેક ગુજરાતીઓના દિલોમાં પોતે જીવે છે. અને તેમની દરેક ગઝલો લય બદ્ધ પ્રેમીઓના હોઠો પર ગુંજે છે. ગઝલના વિકાસમાં જે યોગદાન તેમણે આપ્યું છે તે હંમેશાં યાદ રહેશે. 


*© લેખિકા - ચૌધરી શીલા* *"સાહિત્યની દીવાની" (માંડવખડક, નવસારી)*

                  


                  ???? દાદીમાના નુસખા????

          


[20/9 10:33] 91 94288 48638: *કપૂર અને લીંબુનો અકસીર ઇલાજ* 

દોઢ થી બે લિટર નવશેકું પાણી લો જેનું તાપમાન  સહન થાય તેટલું ગરમ ​​હોય. તેમાં એક લીંબુ નીચોવો. કપૂરની બે કે ત્રણ ગોળીઓનો બારીક પાવડર તે પાણીમાં મિક્સ કરો. આ પાણીમાં પાંચથી દસ મિનિટ સુધી પગ બોળી મૂકો. તમે તમારા શરીરની તમામ જકડાયેલ નસો છૂટી પડવાનો સ્પષ્ટ અનુભવ કરશો. આનું કારણ એ છે કે આપણા પગમાં 272  પ્રકારના પ્રેશર પોઈન્ટ છે, જે આપણા શરીરની તમામ ચેતાતંત્ર સાથે સંકળાયેલા છે. લીંબુ અને કપૂર સાથેનું આ નવશેકું પાણી આ 272 પ્રકારના પ્રેશર પોઈન્ટને બહાલ કરે છે અને તે શરીરની તમામ નસોને ફરીથી સક્રિય અને સંપૂર્ણ રીતે મુક્ત કરે  છે. તમારે ફક્ત પાંચથી દસ મિનિટ માટે આ કરવું પડશે.  અને આ તમે સવારે અથવા સાંજે ગમે ત્યારે કરી શકો છો! આનાથી પગમાં કળતર બંધ થાય છે અને જો નસ દબાઈ ગઈ હોય અથવા કડક થઇ હોય તો તે પણ ખુલશે. અને માથાનો દુખાવો પણ આ ઉપાયથી બંધ થાય છે.  જે લોકો માઈગ્રેન થી પીડાય છે તેમને પણ દુઃખાવો બંધ થઈ જશે, જો સ્નાયુઓ સખત હોય અથવા શરીર દુખતું હોય તો અચૂક રાહત થાશે. તેની કોઈ આડઅસર નથી અને તે સરળતા થી કરી શકાય છે. આ ઉપાય પાંચ દિવસ સુધી કરવો.  આ ઉપાય જોવામાં સાદો સરળ લાગે છે, પરંતુ પરિણામ ખૂબ જ સારું અને અસરકારક છે!!દિવસમાં એકવાર આ સરળ ઉપચાર કરો. શરીરમાં કળતર, ઘૂંટણનો જૂનો દુખાવો, કમર, ગરદન અથવા કરોડરજ્જુમાં નસ દબાયેલ હોય અથવા સખત હોય, તો તે સંપૂર્ણપણે સાજી થઈ જશે. જૂની એડીનો દુખાવો પણ મટી જશે. ઘણા લોકોના લાખો રૂપિયા આનાથી બચી શકે છે.  પગની તિરાડ પડેલી ત્વચા અને મૃત ત્વચા દૂર થાય છે અને પગ નરમ બને છે.????????જય શ્રી કૃષ્ણ????????





 ગરમ નાળિયેર પાણી, કૃપા કરીને, કૃપા કરીને આગળ કરો: *

ટાટા મેમોરિયલ હોસ્પિટલના ડો. રાજેન્દ્ર એ. બડવેએ ભાર મૂક્યો હતો કે જો * આ ન્યૂઝલેટર પ્રાપ્ત કરનાર દરેક વ્યક્તિ દસ નકલો બીજાને મોકલી શકે છે, તો ઓછામાં ઓછું એક જીવન પાછું બચી જશે ... * મેં પહેલેથી જ મારો ભાગ કરી લીધો છે, આશા છે કે તમે પણ તમારા ભાગ સાથે મદદ કરે છે. આભાર!


* ગરમ નાળિયેર પાણી તમને આજીવન બચાવી શકે છે *


* ગરમ નાળિયેર - ફક્ત કેન્સરના કોષોને જ મારી નાખે છે. *


* કપમાં 2 થી 3 પાતળા નાળિયેર ટુકડા કાપો, ગરમ પાણી ઉમેરો, તે "આલ્કલાઇન વોટર" બની જશે, દરરોજ પીવો, તે કોઈ પણ માટે સારું છે. *


* ગરમ નાળિયેર પાણી એક કેન્સર વિરોધી પદાર્થને મુક્ત કરે છે, જે તબીબી ક્ષેત્રમાં કેન્સરની અસરકારક સારવારમાં નવીનતમ પ્રગતિ છે. *


ગરમ નાળિયેરનો રસ * કોથળીઓને અને ગાંઠો પર અસર કરે છે. તમામ પ્રકારના કેન્સરના ઉપાય માટે સાબિત. *


* નાળિયેરના અર્ક સાથેની આ પ્રકારની સારવાર ફક્ત જીવલેણ કોષોને નષ્ટ કરે છે, તે સ્વસ્થ કોષોને અસર કરતું નથી. *


આ ઉપરાંત, નાળિયેરના રસમાં એમિનો એસિડ અને નાળિયેર પોલિફેનોલ * હાઈ બ્લડ પ્રેશરનું નિયમન કરી શકે છે, deepંડા નસના થ્રોમ્બોસિસને અસરકારક રીતે અટકાવે છે, રક્ત પરિભ્રમણને વ્યવસ્થિત કરી શકે છે અને લોહીના ગંઠાવાનું ઘટાડે છે. *


વાંચ્યા પછી, * બીજાને, કુટુંબને, મિત્રોને કહો, પ્રેમ ફેલાવો! * તમારા પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ????  ????




             ????????આધ્યાત્મિક????????


             

                 દેવાંગી બા રાઓલ




વિષય:-આધ્યાત્મિક

"નરસિંહ મેહતાની ભક્તિ"

સૌરાષ્ટ્રના તળાજા ગામ માં નાગર જ્ઞાતિમાં નરસિંહ મહેતાનો જન્મ થયો હતો. તેમના પિતાનું કૃષ્ણ દામોદરજી અને માતાનું નામ દયાકુંવરજી હતું.

        તળાજા નજીકના જંગલમાં અપૂજ એવા શ્રી ગોપનાથ મહાદેવની શ્રી નરસિંહ મહેતા દ્વારા કરાયેલ ઉપાસનાથી પ્રસન્ન થયેલા ભગવાન શંકરે તેમને વરદાન માગવાનું કહ્યું, ત્યારે નરસિંહ મહેતા ભગવાન મહાદેવ ને કહ્યું તમને જે પ્રિય હોય એવું વરદાન તમે મને આપો. શંકર ભગવાને તેમને પ્રિય એવા ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલાના તેમને દર્શન કરાવ્યાં

અને ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ કરવા કહ્યું. ત્યારથી નરસિંહ મહેતા કૃષ્ણમય બની પરમ વૈષ્ણવ બની ગયા અને પોતાનું સંપૂર્ણ જીવન કૃષ્ણ ભક્તિમાં વિતાવ્યુ.


         નરસિંહ મહેતા પોતાના જીવનકાળ દરમિયાન કૃષ્ણ ભક્તિ કરતાં કરતાં હજારો સંખ્યામાં પદ,કાવ્ય,ભજન પ્રભાતિયાં રચ્યાં જે  આજે પણ લોકોની જીભે સાંભળવા મળે છે કારણ કે ભક્ત કવિ નરસિંહ મહેતા અને તેમની રચનાઓ લોકોના હૃદયમાં અંકિત થયેલી છે.

            નરસિંહ મહેતા નું પ્રખ્યાત ભજન "વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે" તેમનું ના ભજન સાચા વૈષ્ણવજનના ગુણો દર્શાવે છે. આ ભજન મહાત્મા ગાંધીજીનું પ્રિય ભજન હતું,અને આજે વિશ્વ સ્તરપર ગૂંજી રહ્યું છે.

            નરસિંહ મહેતા સમદ્રષ્ટા હતા. તેઓ કોઇપણ પ્રકારના ભેદભાવ માનતા ન હતા. પ્રકૃતિના તમામ રૂપમાં તે ઈશ્વરને જોતા હતા અને એ વાત આચરણના રૂપમાં તેમના જીવનમાં મૂર્તિમંત થઈ છે. તેમના એક ભજનમાં એકાત્મ જીવનદર્શન જોવા મળે છે.

"અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જૂજવે રૂપે અનંત ભાસે"

    આ પદ દ્વારા નરસિંહ મહેતા કહે છે સમગ્ર બ્રહ્માંડમાં એટલે કે દેહ, તેજ, વાણી, પવન, પાણી, પૃથ્વી, વૃક્ષ વગેરે સારી સૃષ્ટિ અલગ અલગ દેખાય છે પણ આ બધા  એક સ્વરૂપ છે.એક પરમ તત્વ છે વેદ અને સ્મૃતિને ઉલ્લેખીને તેઓ કહે છે અનેક પ્રકારના સુવર્ણ આભૂષણ હોય છે. તેવી જ રીતે તમામ ના રૂપ અલગ છે પણ અંતે તો બધા એક સુવર્ણ માંથી બનાવેલા હોય છે. એવી એવી જ રીતે આપણે બધા મનુષ્ય પણ પ્રભુના અંશ જ છે,આપણી અંદર શ્રી હરિ સમાયેલા છે. તેઓ અદ્વૈતદર્શનનું જ્ઞાન આપતા સમાનતા એકાત્મતા અને બંધુત્વની વાત કરે છે.

           એ સમય કાળ દરમિયાન સમાજમાં જાત-પાતના બંધનો ખૂબ જ કડક હતા. ત્યારે પણ નરસિંહ મહેતાએ જાતિગત ભેદભાવો અને નકાર્યા હતા,જેને પરિણામે તેમને જીવનમાં અનેક મુશ્કેલીઓ અને કષ્ટોનો સામનો કરવો પડ્યો હતો છતાં પણ તેઓ પોતાની સમાનતાનો વિચારો પર અડગ રહ્યા અને સમજને મોટું પરિવર્તન લાવવામાં સફળ રહ્યા હતા. આવી જ એક સામાજિક સમસ્યા તેમના જીવનમાં ઉલ્લેખનીય છે.

        કેટલાક સામાજિક રૂઢિચુસ્ત સમાજ ના લોકો દ્વારા નરસિંહ મહેતા પર ભ્રષ્ટ થવાનો આરોપ મુક્યો, ત્યારે જૂનાગઢના માંડલિક નરસિંહ મહેતા અને કહે છે કે તમને શ્રીકૃષ્ણ સાથે પ્રેમ છે, એ વાત ત્યારે જ માનવામાં આવશે જ્યારે શ્રીકૃષ્ણના ગળામાં રહેલ આહાર શ્રીકૃષ્ણ ખુદ તમને પહેરાવશે તો જ તમને નિર્દોષ ગણવામાં આવશે ત્યારે નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણને બોલાવે છે અને શ્રીકૃષ્ણના ગળાનો હાર આપોઆપ નેતાજીના ગળામાં આવી જાય છે આ સાક્ષાત્કાર  માર્ગશીષ સુદસપ્તમી ના શુભ દિને સંપન્ન થયો હતો.

     નરસિંહ મહેતા ભગવાન ને ક્યારે પણ મદદ માટે બોલ આવતા ન હતા. પરંતુ ભગવાનથી સહયોગ મેળવી સમાજમાં એવું પ્રસ્થાપિત કરવા માંગે છે કે ભક્તિ કરનાર ક્યારે દુઃખી થતા નથી ભગવાન ભક્તોને આધિન છે તેઓ ભગવાન પાસે સહયોગ જરૂર માગે છે. પરંતુ પોતાના લાભ માટે નહીં બલ્કે ભક્તિની મહત્તા બતાવવા માટે જીવનમાં ક્યારેય પણ તેઓએ ભગવાન પાસે ધન, વૈભવ ,દૈહિક સુખાકારીની માંગણી નથી કરી બસ માંગી છે તો માત્ર ભક્તિ જ.

        આ કારણે ભક્તિ મોક્ષ કરતાં પણ ઉપર બતાવવામાં આવેલી છે કોઈની પણ સાથે ઊંચનીચના ભેદભાવ ન કરવો જોઈએ ભક્તિ પાપનો નાશ થાય છે.ભગવાનનું પ્રેમથી ભક્તિ ભાવપૂર્વક સ્મરણ કરો ઈશ્વરને પામવા માટે ઉપવાસ તીર્થ યાત્રા કરવાની જરૂર નથી. ઈશ્વરના શરણ માં રહેવું એ જ સાચી ભક્તિ છે. એટલે તો કહેવાય છે ભક્તિની શક્તિ અભેદ્ય છે.

✍️કૌશલ્યા એસ મહિડા."પ્રતિતી"


 




.

: *ભગવાનને ભાગીદાર બનાવો*




જીવનરૂપી ચક્રવ્યૂહમાં માનવી ફસાતો ફરે છે. આ તો જન્મમરણ તણું ભવોભવનું ચક્રવ્યૂહ છે. જ્યાં કર્મો થકી જ બહાર નીકળી શકાય છે. માનવીને મુક્તિ માટે સ્વ કર્મો જ ઉપયોગી બને છે. સાથે સાથે ભક્તિ પણ એટલે જ જરૂરી છે તો જ મુક્તિ મળે છે.


       માનવી જ્યારે પોતાનાં દરેક કાર્યોમાં ભગવાનને ભાગીદાર બનાવે ત્યારે એ કાર્ય ભક્તિ બની જાય છે. અને આ કાર્ય થકી લોકોનું સાથે સાથે વ્યક્તિનું પણ ભલું થાય છે.


        ભગવાન ભાગીદાર બન્યા પછી માનવીને ખોટા કે અસત્યના રસ્તે જઈ શકતાં નથી. દરેક કર્મો થકી સત્ય સાથે ભગવાનની હાજરીનો અનુભવ થાય છે. નોકરી હોય કે પોતાનો ધંધો હંમેશાં ભગવાનને ભાગીદાર બનાવજો. માનવીને સુખ સમૃદ્ધિ સાથે ભક્તિ પણ મળશે, અને હંમેશાં ભગવાનની કૃપા એ જીવ પર બની રહેશે.


          જીવમાં જ્યારે નિઃસ્વાર્થ ભાવના સાથે સત્કર્મો તણા શ્વાસ હોય અને જીવ ક્ષણે ક્ષણે પ્રભુ નામ સ્મરણ કરે ત્યારે જ ભગવાન ભાગીદાર બને છે. પ્રભુ જીવતાં જીવને સમાધી લગાવે છે. માનવીનાં દરેક કર્મો પ્રભુ નામસ્મરણ સાથે થાય છે અને પ્રભુની ઈચ્છા થકી જ થાય છે. જેણે હરિ ઈચ્છાને સર્વોપરી સ્વીકારી લીધી છે, એણે આ જીવનમરણ તણો સાગર તરી લીધો છે.



કોલમ - આધ્યાત્મિક



દેવાંગીબા અજયસિંહ રાઓલ.

શહેર- ભાવનગર



                   ????‍????હેલ્થ????‍????




      

                     અર્ચનાબેન ઠક્કર


#આરોગ્ય


સ્વસ્થ જીવન અને આહાર.


તંદુરસ્ત જીવનશૈલી શું છે?

તંદુરસ્ત જીવનશૈલીમાં શારીરિક સ્વાસ્થ્ય કરતાં વધુ સમાવેશ થાય છે, તેમાં માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યનો પણ સમાવેશ થાય છે.

 

આ લેખ વાચકોને તંદુરસ્ત જીવનશૈલી મેળવવા માટે તેમના જીવનમાં કેવી રીતે સુધારો કરી શકે છે અથવા ક્રિયાઓમાં વધારો કરી શકે છે તે અંગે ટીપ્સ આપવા માટે રચાયેલ છે; તેમાં બધું જ સમાવિષ્ટ થશે નહી પરંતુ મુખ્ય ઘટકોનો સમાવેશ કર્યો છે, જે જીવનશૈલીનો ભાગ માનવામાં આવે છે જે સારા સ્વાસ્થ્ય તરફ દોરી જાય છે. 

તંદુરસ્ત જીવનશૈલી માટે લોકોએ શું કરવું જોઈએ? તે અંગેની ટીપ્સ ઉપરાંત, લેખમાં બિનઆરોગ્યપ્રદ જીવન જીવવા તરફ દોરી જતી ક્રિયાઓ (ડોન્ટ્સ) ટાળવાની કેટલીક ટીપ્સનો ઉલ્લેખ કરવામાં આવશે.



મોટાભાગના લોકો માટે "તંદુરસ્ત જીવનશૈલી" નો અર્થ એ છે કે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને વ્યક્તિમાં સંતુલન અથવા સારી રીતે કાર્ય કરે છે. ઘણા કિસ્સાઓમાં, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય નજીકથી જોડાયેલું છે, જેથી એકમાં ફેરફાર થાય  (સારા કે ખરાબ) તે સીધા બીજાને અસર કરે છે. પરિણામે, કેટલીક ટીપ્સમાં ભાવનાત્મક અને માનસિક "સ્વસ્થ જીવન" માટે આપેલ છે.



સ્વસ્થ આહાર (આહાર અને પોષણ)

 

તંદુરસ્ત શરીરની વૃદ્ધિ અને જાળવણી માટે બધા મનુષ્યોએ ખોરાક લેવો પડે છે, પરંતુ આપણે શિશુઓ, બાળકો , કિશોરો, યુવાન વયસ્કો, પુખ્ત વયના લોકો અને વરિષ્ઠો  પોષણની વિવિધ જરૂરિયાતો ધરાવે છે. ઉદાહરણ તરીકે, શિશુઓને દર 4 કલાકે ખોરાક આપવાની જરૂર પડી શકે છે જ્યાં સુધી તેઓ ધીમે ધીમે મોટા ન થાય અને વધુ નક્કર ખોરાક લેવાનું શરૂ કરે. આખરે તેઓ નાના બાળકો તરીકે દિવસમાં ત્રણ વખત ખાવાની વધુ સામાન્ય પેટર્ન વિકસાવે છે. જો કે, મોટાભાગના માતાપિતા જાણે છે, બાળકો, કિશોરો અને યુવાન પુખ્ત વયના લોકો ઘણીવાર ભોજન વચ્ચે નાસ્તો કરે છે. નાસ્તો ઘણીવાર આ વય જૂથો સુધી મર્યાદિત હોતો નથી કારણ કે પુખ્ત વયના લોકો અને વરિષ્ઠો ઘણીવાર નાસ્તાની ટેવ રાખે છે. અને તે જરૂરી પણ છે અહીં મેં કેટલીક ટિપ્સ આપેલ છે તે ધ્યાન માં લઇ શકાય.



દિવસમાં ત્રણ તંદુરસ્ત ભોજન લો નાસ્તો, લંચ અને ડિનર. નાસ્તો પ્રોટીન થી ભરપૂર હોવો જોઈએ જેથી દિવસ દરમ્યાન તેનું સારી રીતે પાચન થઈ શકે. રાત્રિભોજન સૌથી નાનું અને સુપાચ્ય ભોજન હોવું જરૂરી છે.


મોટાભાગના ખોરાકમાં તંદુરસ્ત ખોરાકનો સમાવેશ થવો જોઈએ, જેમ કે ફળો, શાકભાજી, આખા અનાજ અને ચરબી રહિત અથવા ઓછી ચરબીવાળા દૂધ ઉત્પાદનો.

તંદુરસ્ત આહારમાં બદામ , અખરોટ,સીંગદાણા અને કઠોળને શામેલ કરો.

સંતૃપ્ત ચરબી, ટ્રાન્સ ચરબી, કોલેસ્ટ્રોલ, મીઠું , અને ઉમેરાયેલ શર્કરાવાળો (સ્વીટ)  ખોરાક ઓછો પસંદ કરો. તૈયાર ખરીદેલ ખોરાકને નિયંત્રિત કરો. ભૂખ સંતોષી શકે તેવો સૌથી નાનો ભાગ ખાઓ અને પછી ખાવાનું બંધ કરો.


તંદુરસ્ત નાસ્તો મધ્યસ્થતામાં ઠીક છે અને તેમાં ભૂખ સંતોષવા અને વધારે વજન ન થવા માટે ફળ, આખા અનાજ અથવા બદામ જેવી વસ્તુઓ હોવી જોઈએ.


રસોઈ ખોરાક ગરમ કે હુંફાળો ઉપયોગ કરવો જોઈએ.કારણકે 60℃ થી ઉપર ગરમ થયેલ ખોરાકમાં મોટાભાગના હાનિકારક બેક્ટેરિયાનો નાશ થાય છે. જો તમે ફળો અથવા શાકભાજી જેવા રાંધેલા ખોરાક ખાવાનું પસંદ કરો છો, તો તેને પીવા માટે સલામત નળના પાણીથી સારી રીતે ધોવા જોઈએ.


ખાસ પરિસ્થિતિઓ માટે ટિપ્સ:


ડાયાબિટીસવાળા લોકોએ ઉપરોક્ત ટીપ્સનો ઉપયોગ કરવો જોઈએ અને નિર્દેશન મુજબ તેમના ગ્લુકોઝ સ્તરનું નિરીક્ષણ કરવું જોઈએ.  દૈનિક લોહીમાં શર્કરાનું સ્તર શક્ય તેટલું સામાન્ય રાખવાનો પ્રયાસ કરો. ચોખા, બટાટા કે તેમાંથી બનતી વાનગી ખાવાનું ટાળો.

નાઇટ શિફ્ટ, કોલેજ સ્ટુડન્ટ્સ, મિલિટરીમાં કામ કરતા લોકોએ ન્યૂનતમ નાસ્તા સાથે નાસ્તો, લંચ અને ડિનર રૂટિનનું પાલન કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

જે લોકો ખોરાક તૈયાર કરે છે તેમણે વધુ તેલમાં બનાવવાનું અથવા તળેલા ખોરાકને  વાપરવાનું ટાળવું જોઈએ.


જે લોકો વજન ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેમણે તમામ ચરબીયુક્ત અને ખાંડયુક્ત ખોરાક ટાળવો જોઈએ અને મુખ્યત્વે શાકભાજી, ફળો અને બદામ ખાવા જોઈએ તેમણે માંસ અને ડેરી ઉત્પાદનોના સેવનને નોંધપાત્ર રીતે ઘટાડવું જોઈએ.


જો તમે તમારું વજન, ખોરાકનું સેવન, અથવા જો તમને ડાયાબિટીસ હોય અને તમારા લોહીમાં શર્કરાનું સ્તર નિયંત્રિત ન કરી શકો તો તબીબી સલાહ લેવી જરૂરી છે


શારીરિક પ્રવૃત્તિ અને વ્યાયામ


શારીરિક પ્રવૃત્તિ અને વ્યાયામ તંદુરસ્ત જીવનશૈલીમાં મુખ્ય ફાળો આપે છે. વ્યાયામ અને પ્રાણાયામ તમને આરોગ્યપ્રદ જીવન આપે છે અને તેનો અભાવ   બિનઆરોગ્યપ્રદ જીવન તરફ દોરી જાય છે. બિનઆરોગ્યપ્રદ જીવન જાડાપણું, નબળાઇ, સહનશક્તિનો અભાવ અને એકંદરે નબળા સ્વાસ્થ્યમાં પ્રગટ થઈ શકે છે જે રોગના વિકાસને પ્રોત્સાહન

આપી શકે છે.

માનસિક સ્વાસ્થ્ય માટે રોજ પ્રાણાયામ, યોગાભ્યાસ અને ધ્યાન જરૂરી છે. તેમજ મનને હકારાત્મકતાથી કેળવવું જોઈએ.


ના કરવા જેવી ક્રિયાઓ જેવી કે

ધુમ્રપાન,

દારૂનું સેવન

મોડી રાત્રે ભોજન કરવું

રાત્રિનું અકારણ જાગરણ.

ભોજનની અનિયમિતતા.


અહીં જણાવ્યા મુજબ નિયમિત જીવનશૈલી અપનાવી તંદુરસ્ત જીવન જીવી શકાય છે.




                       ✍️✍️કાયદો✍️✍️




                       પ્રવિના બોધરા

*કાયદો*


*રાઈટ ટુ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન*


ભારતીય સંવિધાન આપણને ઘણાં બધાં અધિકારો આપે છે. તેમાંનો જ એક રાઈટ ટુ ફ્રીડમ ઓફ સ્પીચ અને એક્સપ્રેશનનો મહત્વનો અધિકાર સંવિધાનનાં અનુચ્છેદ ૧૯(૧)(એ) માં પ્રત્યેક નાગરિકને આપવામાં આવ્યો છે. આ અધિકાર અંતરગત લોકો પોતાની વાત અને વિચારોને સ્વતંત્ર રીતે રજૂ કરી શકે છે. જેમાં જાણવાનો અધિકાર, વિચારોની સ્વતંત્રતા અને પ્રેસની સ્વતંત્રતાનો અધિકાર દર્શાવવામાં આવ્યો છે. ખૂબ મહત્વનાં આ અધિકાર વિશે થોડી ગહન ચર્ચા કરીએ.


બોલવાની આઝાદી એટલે હરએક ભારતીય નાગરિક પોતાનો વિચાર સમાજ-દેશ સમક્ષ કોઈ પણ જાતના ડર વગર રજૂ કરી શકે છે. પણ હાં જ્યાં બોલવાની આઝાદી આપી છે, ત્યાં બંધન પણ આપ્યા છે. કાયદાની દ્રષ્ટિએ કોઈ ખોટી અફવા ફેલાવવી અથવા કોઈ બીજા વ્યક્તિને દુઃખ થાય કે કોઈ વ્યક્તિની ધાર્મિક લાગણી દુભાઈ એવું બોલવું એ મોટો ગુનો છે. જેની કડક સજા પણ મળે. સોશિયલ મીડિયા ઉપર પણ જે લોકો અફવાઓ ફેલાવે છે, લોકોને મનફાવે એમ ગાળો આપે છે.. એવાં લોકો માટે રિપોર્ટ કરવાનો ઓપ્શન છે.


અભિવ્યક્તિનો આ અધિકાર એકવીસમી સદીમાં જ છે એવું નથી. આપણાં ઇતિહાસમાં પેહલાંથી જ પૌરાણિક સમયમાં રાજાઓની સભામાં ઉત્તમ અને જપટ ન્યાય વ્યવસ્થા હતી. રાજ્યના કોઈ પણ નાગરિકને કઈપણ સમસ્યાઓ હોય તો, દરબારમાં રાજા સમક્ષ રજુ કરતાં. આ સમયમાં જેમ લોકો સોશિયલ મીડિયા ઉપર કોમેન્ટ્સમાં ચર્ચાઓ કરે છે. તેમ પૌરાણિક સમયમાં સોશિયલ મીડિયા તો ન હતું, પણ ત્યારે પંડિતો અને ઋષિમુનિઓ વચ્ચે રાજાની સભામાં શાસ્ત્રાર્થ થતા. શાસ્ત્રાર્થ એટલે બે વ્યક્તિઓ એકબીજાને જીવનના સત્યના ઉત્તમ સવાલો કરતાં.


માણસને મોટો વહેમ છે કે, મારી ઓળખ મારા પૈસાથી અને કપડાથી જ છે. પણ આ સૌથી મોટું અસત્ય અને માણસની મુર્ખતા છે. માણસની સાચી ઓળખ એની વાણી, વિચારો અને વ્યવહારથી જ છે. જયારે ખુદની જીભ જ ખુદની દુશ્મન બની જાય, ત્યારે બાકી બધું ઓબ્ઝર્વ કરવાની જગ્યાએ સ્વને ઓબ્ઝર્વ કરવું જોઈએ. જો મારે સુખી થવું છે તો જવાબદારી પણ મારી છે કે હું શું બોલું છું..


અભિવ્યક્તિ બોલવું એ વ્યક્તિનાં સંસ્કાર, સમજ, બુદ્ધિ, વાણી અને વ્યવહારનો અરીસો છે. કેહવાય છે કે આપણી જીભે માઁ સરસ્વતીનો વાસ હોય છે. તો પછી એક વ્યક્તિ બોલે તો સમસ્યા થાય અને બીજી વ્યક્તિ બોલે તો સમાધાન થાય એવું કેમ..? આનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે મોદીજી બોલે છે ત્યારે, આખો દેશ એકજુથ થાય છે. અને રાહુલ ગાંધી બોલે છે ત્યારે...? હાહાહા... જીભ તો બધાની ચામડાની જ છે, તો ખાલી બોલવાથી જ કોઈની બાજી સુધરે અને કોઈની બાજી બગડે.. વાહ. આ ખૂબ વિચાર કરવા જેવી વાત છે. ઈશ્વરે માણસને કંઠ વાચા આપી તો દીધી છે, પણ એનો કન્ટ્રોલ અને વપરાશ કેમ કરવો એ સત્તા માણસના હાથમાં સોપી છે. 


સુભાષ ચંદ્ર બોઝ બોલતાં ત્યારે લોકોમાં દેશ માટે મરી જવાની ભાવના અને જુસ્સો જાગી જતો. તો બીજી બાજુ ટુકડે-ટુકડે ગેંગ બોલે છે, ત્યારે દેશમાં અરાજકતા, વિવાદ અને ગેરસમજ ઉભી થાય છે. સધગુરુ અને બીકે શિવાની દીદી બોલે છે, ત્યારે લોકોમાં શાંતિ, પ્રેમ, એકતા અને કરુણાનો જન્મ થાય છે. તો બીજી બાજુ ઝાકીર નૈક જેવા લોકો બોલે છે, ત્યારે દેશના વિભાજન અને લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે. જે દેશમાં રહે છે, એજ દેશને અને ત્યાંના લોકોને દુશ્મન સમજીને હાલવા વાળા લોકો જ માનવતાના અને ખુદના દુશ્મન છે. 


કેહવાય છે કે શબ્દો અમર છે, બ્રહ્માંડમાં ફરતાં જ રહે છે. આ વાક્ય એકદમ સાચું છે. ઉદાહરણ દ્વારા સમજીએ... જયારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે ત્યારે દેહ તો પંચમહાભૂતમાં વિલીન થઈ જાય છે, પણ એ વ્યક્તિની અભિવ્યક્તિ જીવિત રહે છે. મતલબ કે એ વ્યક્તિ કેવું બોલતો કેવું વિચારતો એ લોકો યાદ રાખે છે. શરીર તો નાશ પામે છે, પણ શબ્દો કદી નથી મરતાં. કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા અને અર્જુનને ગીતા જ્ઞાન મળ્યું. બોલવા-બોલવામાં આ જ ફરક છે. ભગવાન શ્રી કૃષ્ણ બોલે ત્યારે ભાગવત ગીતાનો જન્મ થાય અને દુર્યોધન બોલે ત્યારે યુદ્ધનો વિનાશનો જન્મ થાય. આપણા વડીલો હંમેશા કહેતા સૂર્યોદય અને સંધ્યા સમયે ખાસ નબળું ન બોલવું જોઈએ. આ કોઈ અંધવિશ્વાસ નથી પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો આ બન્ને સમયે ખાસ બધાની ઉર્જાનો પ્રવાહ બ્રહ્માંડમાં વહેતો હોય. 


કાયદાની નજરે તો બોલવાની આઝાદી અને બંધન બન્ને છે. પણ કાયદાની પણ એક સીમા ખરી.. આપણે ગમે તે બોલીએ અને દોષ સામે વાળા ઉપર નાખવો, અથવા આપણે અનશન બોલી નાખીએ પછી દેશનો કાયદો આપણી ભૂલ સુધરે.. આવું ક્યાં સુધી ચાલશે...? માનવજાતને હવે આ વિચાર કરવાની જરૂર છે. જીભ આપી છે તો ખોટો જીભડો કરવા નહીં.. મનોવૈજ્ઞાનિકો એ સિદ્ધ કરી આપ્યું છે કે, માણસની ૯૦% સમસ્યાઓ બોલવાથી જ થાય છે. આપણા વડીલો શીખડાવીને ગયા છે કે, ન બોલવામાં નવ ગુણ અને બોલવામાં અઢાર અવગુણ વાહહ.. રાજા સિદ્ધાર્થે બોલવાનું છોડ્યું તો ભગવાન ગૌતમ બુદ્ધ બની ગયા.. અને આત્મજ્ઞાન મળ્યા પછી બોલ્યાં, ત્યારે સમસ્ત જગતનું કલ્યાણ થઈ ગયું...


*શબ્દો આવકાર, શબ્દો ઈઝહાર, શબ્દો જ વ્યવહાર*,

*શબ્દો આગમ, શબ્દો માધ્યમ, શબ્દો ઘાવ, તો શબ્દો જ મરહમ* ....!


   

બાહેંધરી - આ રચના મારી સ્વરચિત અને અપ્રકાશીત છે.



~પ્રવિના.



                   ????️મોટિવેશનલ????️

                  

                     ગીતા ઠક્કર


????️????️*પ્રેરણાદાયી ભેટ*????️????️


        નાનકડો મોન્ટુ આજે વર્ષગાંઠ હોવાથી સવારથી જ ખૂબ ખુશખુશાલ હતો. સવારે વહેલો ઉઠી, નાહી ધોઈ, નવાં કપડાં પહેરી, સર્વ વડીલોને પગે લાગ્યો, પછી દાદા સાથે મંદીર દેવદર્શન ગયો. 

          વર્ષગાંઠ નિમીતે સાંજે મિજબાનીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોન્ટુનો હરખ માતો ન હતો. મોન્ટુ દાદાજીને,"આપણે બધાને વળતરની ભેટમાં શું આપશું?" દાદાજી મોન્ટુને, "બેટા, હમણાં નહીં કહું. તું જ જોજે સાંજે."

         મોન્ટુ સાંજ થવાની જ રાહ જોતો હતો. સાંજ પડી. ધીમે ધીમે એક પછી એક મહેમાનો અને તેના મિત્રો આવવા મંડ્યાં. કેક કાપી. નાસ્તો કર્યો, રમતો રમ્યાં, અને ખૂબ ધમાલ મસ્તી કરી. બધાએ મોન્ટુને અવનવી ભેટ આપી. દાદાજી બધાને આપવા માટે કેટલાંય છોડ લાવ્યાં હતાં. દાદાજી મોન્ટુને," મોન્ટુ, દરેકને આમાંથી એક એક છોડ આપ બેટા." બધાં એકબીજા સામે જોવા મંડ્યાં. 

        દાદાજીએ બધાંને ઉદેશીને કહ્યું," આ છોડ બધા પોતપોતાનાં આંગણામાં વાવજો. સૌને તાજી હવા મળશે. પ્રાણવાયુની અછત નહી સર્જાય. સૌનું સ્વાસ્થય નીરોગી રહેશે. આંગણાનું સૌંદર્ય ખીલશે. આ છોડમાંથી વૃક્ષ થશે, અને છાંયો મળશે. આપણા પર્યાવરણનું રક્ષણ થશે." સહુ સાંભળીને ખુશ થઈ ગયાં અને એકસાથે બોલી ઉઠ્યાં."હા દાદાજી, અમે જરૂર વાવશું આ છોડ, અને હવે જ્યારે પણ વર્ષગાંઠ હશે અમે પણ ભેટમાં છોડ આપશું."આવી સરસ પ્રેરણા આપવા બદલ સૌએ દાદાજીનો ખૂબ આભાર માન્યો. મોન્ટુને પણ સૌને વર્ષગાંઠની આવી અનોખી, પ્રેરણાદાયી ભેટ આપીને ખૂબ આનંદ થયો.


*✍️ ગીતા ઠક્કર - "ગીત" - મુંબઈ*

????️????️????️????️????️????️????️????️????️????️????️????️????️

 મોટીવેશનલ લેખ 


આડંબરનાં ડોળમાંથી માનવી ક્યારે બહાર નીકળશે? 


          આજની દુનિયામાં ઘણી એવી વ્યક્તિ છે જે એકલતાનો શિકાર છે અને ઘણા એવા છે જે બાહ્ય આડંબરના ડોળમાંથી ઊંચા નથી આવતા. દુનિયાએ આજે એવો રંગ બદલ્યો છે કે માનવી આજે બસ બાહ્ય આડંબરમાં રાચતો થઈ ગયો છે.આડંબર એટલો બધો વધી ગયો છે કે પોતાનું ઘર, ગાડી અને તમામ મિલકતનો પણ દેખાડો કરી રહ્યો છે. ધાર્મિક કાર્યોમાં પણ દેખાદેખી અને  આડંબર બહુ વધી ગયું છે. માનવી ખોટા આડંબરમાં અટવાઇને અસલ માનવી છે, તેવું પણ ભૂલી ગયો છે .ચહેરા પર પણ જુઠો બીજો ચહેરો લગાવીને બધાને બનાવી રહ્યો છે. તેની અંદરની ભાવના, લાગણી, આત્મીયતાને દાબીને, તે બહારની દુનિયાના રંગે રંગાઈને ન કરવાના કામ કરી રહ્યો છે.

        ક્યાં સુધી આ આડંબરનું કોચલું પહેરીને ફરશે? આડંબર કરવામાં  તો માણસ ધીરે ધીરે પૈસે ટકે પણ પાયમાલ બનવા લાગ્યો છે .યુવાન યુવક યુવતીઓ તો આડંબર પાછળ આંધળી દોટ મૂકી રહ્યા છે, અને હાથે કરીને જીવન બરબાદ કરી રહ્યા છે .આજે સાચું જ્ઞાન આપનારા અખા જેવી વ્યક્તિઓ પણ ક્યાં છે? તેમના છપ્પા ,પદ ,દુહા અને સાખીઓથી પણ માનવીની કરતૂતો છતી થતી હતી, અને શીખવા સમજવા મળતું હતું. પહેલા જેવા માણભટ્ટ ,માટલા પર સંગીત વગાડી જે સમજાવતા હતા , તેવું ક્યાં રહ્યું છે? હવે ટીવી, મોબાઇલથી સારું શીખવાને બદલે  નર્યો આડંબરનો ડોળ કરવાનું જ શીખે છે.

      સમાજના રીત, રિવાજોમાં પણ ખોટા -ખોટા ખર્ચાળ ,દેખાદેખીના રિવાજો, ઊલટાના વધી રહ્યા છે. ખોટી અંધશ્રદ્ધાઓ પણ વધી રહી છે. ચોતરફ અસત્ય અને આડંબર છે . આજે લોકોમાં 99% અંધશ્રદ્ધાને 1% શ્રદ્ધા રહેલી છે. તમે જોતા જ હશો કે આજે દરેકના ઘરે ગાડી, સ્કૂટર, ફ્રીજ, ટીવી , ઓવન, ઘરઘંટી, વોશિંગ મશીન, લેપટોપ, ચાર- પાંચ મોબાઇલ, કીમતી ફર્નિચર, બધું જ લોનથી લીધેલું જોવા મળે છે. હપ્તા ભરી ભરીને કમર વાંકી વળી જશે પણ આડંબરમાંથી બહાર નહીં આવે. દીકરા-દીકરીના ચડસાચડસીમાં લગ્ન તેમજ બીજા અન્ય ખર્ચ કરશે. 

       આજે કોઈ એવી જગ્યા નથી ,જ્યાં દેખાડો નથી અને સાચું કહું તો જ્યાં દેખાડો હોય ત્યાં જ બધા આકર્ષાય છે. અંદરથી ભલે ગમે તેવું હોય પણ બહારનું પડ, પેકેટ, સરસ હોવું જોઈએ .ખબર નથી દુનિયા ક્યાં જઈને અટકશે? જીવનના સાચા સત્યને માનવી ક્યારેય ઓળખતો થશે?  આડંબરની જુઠી દુનિયા માંથી ક્યારેય બહાર નીકળશે ?માનવી ક્યારેય બીજા માનવને સમજશે ? અરે !આજે અસલી પ્રાકૃતિક સૃષ્ટિને પણ આડંબરનો ઢોળ ચઢાવવામાં આવી રહ્યો છે .બધાની આંખો પર બસ સારા રંગીન ચશ્મા ચડાવી દેવામાં આવ્યા છે.

 આડંબર અને દેખાદેખીમાં યુવાન યુવક યુવતીઓ જિમ અને શરીર ઘટાડવાના હજાર નુસખા કરીને સમજ્યા વગરના કામ કરી જિંદગી બગાડતા હોય છે. લાખો રૂપિયા ખર્ચીને આડંબર માંથી બહાર આવતો નથી અને માનસિક શાંતિ મેળવી શકતો નથી .આ દેખાદેખીમાં અમીર અને  મધ્યમ વર્ગનો વ્યક્તિ પીસાય છે. બંનેની જે પરિસ્થિતિ છે, તેનાથી વધુ ખરાબ તેમની પરિસ્થિતિ બનતી જાય છે. છતાં હવે કહી નથી શકતા, અને સહી નથી શકતા ,તેવી પરિસ્થિતિમાં મુકાઇ ગયા છે. માટે જ આડંબરને દૂર કરો, જેવા છો તેવા જ રહો.


કિરણબેન બી શર્મા "પ્રકાશ"

વડોદરા

????️????️????️????️????️????️????️????️????️????️????️

[: મોટીવેશનલ લેખ


            " જલબિંદુ "


કહેવાય છે કે સ્વાતિ નક્ષત્ર ચાલતું હોય ત્યારે અધખુલ્લી છીપ એક જલબિંદુને મોતી બનાવવાં સમર્થ હોય છે. વીજળીનાં ચમકારે ગંગા સતીએ પાનબાઈને મોતીડાં પરોવવાની વાત તેમનાં ભજનમાં કરી છે. જીવનની દિશા બદલવા એક માત્ર ચમકારો થવો જરૂરી હોય છે. સંત સમાગમ પારસમણી સમાન હોય છે.  વાલિયા માંથી વાલ્મીકિ અને મોહન માંથી મહાત્મા બનવાની ઘટના એટલે જ જલબિંદુને મોતી બનાવવાનો અવસર. જરૂરી હોય છે યોગ્ય સમયે છીપનાં ખુલવાની. તમારાં મનરૂપી બારીને જરાક ખુલ્લી રાખજો. જીવનમાં તક અને સમય વારંવાર મળતાં નથી. 


              એક સમયની વાત છે. દીવાન સાહેબ પૂરણસિંહનો ભારે દબદબો હતો. પૂરી છ ફૂટ ઊંચી કાયા અને ડેશિંગ પર્સનાલિટી. દુનિયાભરની ખુશી અને સુખ તેમનાં કદમ ચુમતી હતી. જે પદ અને પ્રતિષ્ઠા મેળવવા માટે કેટલાંય રાજાઓ હવાતિયાં મારી રહ્યાં હતાં ત્યારે કહેવાય છે કે એક સંતે તેમની આતમ રૂપી છીપને અધખુલ્લી કરવાનું કામ કર્યું અને સાહેબ....એક પળ પણ ગુમાવ્યાં વગર સાચાં સુખની દિશામાં નીકળી પડયા. સંસાર સાગરમાં ડૂબકી લગાવીને સાચા મોતી જો મેળવવાં હોય તો છીપ અધખુલ્લી રાખવી જરૂરી છે. આસના અને વાસના રૂપી છીપના બે પડ જો બીડેલા હશે તો સદવિચાર રૂપી જલબિંદુને ક્યાંથી પ્રવેશવા દેશે ?


ભારતી ત્રિવેદી દવે.

સુરેન્દ્રનગર.

????️????️????️????️????️????️????️????️????️????️????️????️


: લેખ  :

    ➖️➖️






                   ????    ક્ષમા - વીરતાનું ઝરણ    ????

                         ➖️➖️➖️➖️➖️➖️➖️➖️



         ક્ષમા એ વીરતાનું ઝરણ, વહે જો સંસારને,

         દે  એ  પ્રેમ ને શાંતી ભરી, સકળ સંસારને..!!

         


હિન્દુસ્તાન એ વિવિધપંથી જાતિઓથી ભરેલ દેશ છે. અનેક સંપ્રદાયોના લોકો નિવાસ કરે છે.. અલગ અલગ ધર્મો ને વિચારસરણીની સરવાણી અહીં વહેતી રહી છે. આ ઋષિમુનિઓ, સંત મહાત્માઓનો દેશ છે. તેમનાં દ્વારા જીવનોદ્ધારક  જીવનકલ્યાણકારી, પ્રેરણાદાયી બોધનું અમૃત લાધે છે.જૈન સંપ્રદાયના ચોવીસમાં તીર્થંકર ભગવાન મહાવીરસ્વામીએ નિજના એક પ્રવચનમાં કહયું હતું કે ક્ષમા આપવી એ વીરનું કામ છે.. ક્ષમા એ વીરપુરુષનું ઘરેણું છે.    " ક્ષમા વીરસ્ય ભૂષણમ. " આ ઉક્તિમાં મહાનતાનો, ઉદારતાનો રત્નાકર ઘૂંઘવતો, ઉછાળા મારતો યથાર્થ સાબિત કરે છે.જ્યારે કોઈ બીજી વ્યક્તિ પોતાનું અપમાન કરે, કટુવેણ બોલે કે અનિચ્છનીય વર્તન કરે ત્યારે શું તેના માટે સ્નેહ પ્રગટે?.. કે તેને માફ કરી શકે?.. આનો જવાબ ના જ હોઈ શકે. પણ આ બધાં દુર્વ્યવહારને અવગણી, ઉદારમને જે વ્યક્તિ અયોગ્ય વર્તન કરનારને માફ કરે, ક્ષમા આપી શકે તે ખરેજ મહાન છે.. મોટું મન રાખી ક્ષમા આપવી એ નાનુંસૂનું કામ નથી. તેથીજ ક્ષમા આપનારને 'વીર' શબ્દથી નવાજવામાં આવ્યો છે. જ્યારે માનવી અહંકાર, દ્વેષ,, રાગ, મોહ, જીદ જેવાં દુર્ગુણથી લપેટાઈને તોછડું, અપમાનજનક વર્તન કરે ત્યારે તેની સામે મનમાં ભારોભાર ઘૃણા પેદા થાય.તેથી તેને ઉદારતાથી ક્ષમા કરવી અશક્ય બની જાય.. પણ ભીતરને ફંફોશી,આત્મમંથન દ્વારા માફી આપે, ક્ષમા કરી દે તે સોનામાં સુગંધ ભળે એવી વાત છે.. મહાનતાનું એક છોગું ધારણ થાય છે ત્યારે..!

                    જ્યારે અન્યથકી કોઈ બિભત્સ, કટુ વર્તન અનુભવાય તેને ભૂલી ક્ષમા આપનાર વ્યક્તિના જીવનમાં એક નવો, સુવર્ણમયી આયામનો ઉદ્દગમ ઝગે છે. જીવનનાં નવા શરૂઆતની સીડીના શીખરે પહોંચી સાફલ્યની શરણાઈના શૂરો વહેતાં કરે છે. અનિષ્ટ ભૂલી નવી દિશાઓનાં તેજ પ્રતિ પ્રયાણ. આ જ તો છે અસલી વીરત્વનો ભાવ. જીવનમાં આવતાં તહેવારો પણ આ અનિષ્ટભાવો, રાગો ત્યજી મનમાં, અંતરમાં હજારો દીપ જલાવી આત્માને ઉજાગર કરવાનું તો શીખવે છે....ભીતરને વિછળી ચોખ્ખુ, શુધ્ધ કરવાનું ઉજાગર કરે છે..! આના થકી કર્મોને પણ કેમ સુંદર ઘાટ આપવો, પવિત્ર શિલ્પનો આકાર આપવો તેનું ઘડતર થાય છે..! સ્નેહનાં વાવેતર થાય છે..!  જો આવું બને તો સંસાર કેવો મીઠ્ઠો, મધુમય ગળ્યો માણવાલાયક બને.સ્વર્ગ ઉતરી આવે સંસારમાં....!!   અરે..!    માત્ર ભરતમાંજ નહીં પૂરાં વિશ્વમાં સર્વના મનના કટુભાવો દૂર થાય ને ક્ષમાભાવના પ્રવર્તે તો આખું વિશ્વશાંતી, પ્રેમની ચાદરમાં નિરાંતની નિંદ્રા માણી શકે..!

               તો આજે આપણે સૌ ભેળાં મળી ક્ષમાનો પ્રયોગ અપનાવી સ્નેહનાં પુષ્પો બિછાવી... અમૃતમય બનાવીએ.. એક એવાં માળાનું સર્જન કરીએ જ્યાં એકતા-મીઠાશની કિલકારીઓ વહેતી કરીએ ને નંદનવન સજાવીએ.. અહીં ધરા પરે...!!

                 


            ????????    ➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️    ????????


પ્રતીક્ષાબેન પંડ્યા

અમદાવાદ.

   ????????????????????????????????????????????


આ વખતનો અંક કેવો લાગ્યો જરૂર જણાવશો 

અન્ય કોઈ સૂચન આપવા માટે. સંપર્ક કરો:હર્ષા દલવાડી તનુ.જામનગર.

7046972592

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ