વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

Chapter 1

લઘુ નવલ.
માનવતા ની મહેક
============
લેખક મોહનભાઈ પરમાર આનંદ
વડોદરા
====================
માનવતા ની મહેક

પ્રકરણ ૧. ડુંગર પુર ની સવાર


***********************

એક નાનું અમથું રૂપકડુ ડુંગર પુર ગામ, પહાડ ની ખીણ માં જાણે પ્રકૃતિ એ ગોદ માં લીધેલા નાના નિર્દોષ બાળક જેવું


લાગે, કુદરત જાણે તેને મન મુકી સુંદરતા બક્ષી હતી, ગામ ના
લોકો પણ તેવાજ નિર્મળ મન ના , ભોળા ને નિષ્કપટ, જાણે
સતયુગમાં જીવતા હોય. બધા હળીમળીને પ્રેમભાવ થી
રહેતા અને એકબીજા ના સુખ દુઃખ માં ભાગીદાર થતાં હતાં.

સવાર ના પહોર માં સૂર્ય ના સોનેરી કિરણો ફુટી નીકળ્યા, ને
પ્રકૃતિ માં નવો સંચાર થયો, ખળખળ વહેતા ઝરણા ને મધુર કલશોર કરતાં પક્ષી ના ગુંજારવ થી વાતાવરણ આહ્લાલાદક
બની ગયું.

સુંદર મજાનો પહાડ ને સરસ મજાની વનરાજી, ને નાનું એક સરસ મજાનું ગામ, ને ગામમાં રહેતો સરસ મજાનો એક નાદાન બાળક પ્રકાશ, જે પાછલી રાતની નીંદર માણી રહ્યો હતો ધીમે-ધીમે ચોર પગલે સૂર્યના કિરણો તેના રૂમમાં પ્રવેશ કર્યો, તેના કાનમાં મધુર ઘંટડી જેવો અવાજ સંભળાયો

સવિતા બહેને કહ્યું


,બેટા પ્રકાશ સવાર થઇ ગયું જાગી જાવ

, કાન માં મમતા ભર્યા શબ્દ ની અસર થી,આંખો ચોળતો ચોળતો બાળક પ્રકાશ બોલ્યો


પ્રકાશે કહ્યું: મા મને સુવા દે, હજી વાર છે ઉઠીશ પછી,સરસ મજાનું મારું સ્વપ્ન તોડી નાખ્યું.

સવિતા બહેને કહ્યું : હા દીકરા , મને ખબર છે,હા, એ તારું સપનું એક નું એક બસ, પહાડ ની સેર બીજું શું હોય, સ્વપન માં નહીં પરંતુ હકીકતમાં જીવવાનું હોય બેટા, માટે ચાલ જલ્દીતૈયાર થઈ જા સ્કૂલે જવાનું છે મોડું થશે.

માં ની મમતા માં ઉછેર થયો છે, તેથી માવડિયો , ફટાફટ બિંસ્તર છોડી , નિત્યક્રમ પરવારી , દફતર લઈને સ્કૂલ માં


જવા તૈયાર થઈ ગયો, પહાડી ઈલાકા નું ગામ સાધન કંઈ મળે નહિ , તેથી ચાલતા ચાલતા બીજા ગામમાં ભણવા જવા નું હોય , એટલે ગામ ના બીજા સાથીદારો સાથે ધીંગામસ્તી કરતા કરતા સ્કૂલે જવાનું રોજનું કામ. અને રવિવારે રજા, એટલે રમતગમત અને આરામ.

છોકરાઓ ધમાલ મસ્તી કરતા કરતા વાતો કરતા સ્કૂલે જતા હતા, તેવામાં પરેશે પૂછ્યું


પરેશે કહ્યું : રામપુરા વાળા હરિસિંહ કાકા કેમ કેટલા દિવસ થી દેખાતા નથી, ?યાર કેટલા દિવસ થયા , મસ્ત મીઠી ચોકલેટ ખાવા મળતી નથી,


એટલે રાજુ એ કહ્યું :કે તેઓ ઘણા દિવસ થી બીમાર છે, અને આવી શકે એમ નથી પણ તમારા બધા માટે આ ચોકલેટ , તેમના ગામ ના એક માણસ સાથે મોકલી આપી છે , માટે લો,


છોકરા ચોકલેટનો આનંદ માણતા માણતા સ્કૂલમાં ગયા.ને એ કાકા ની તબીયત સારી થાય એવી ભાવના કરતા રહ્યા.

એ ચોકલેટ વાળા, હરિસિંહ સ્વભાવે પણ ચોકલેટ જે વા મીઠા ને બહુ જ દયાળુ હતા, પરંતુ તેઓ અક્ષર શત્રુ એટલે અભણ હતા, તેનો તેમને બહુ વસવસો હતો, એટલે સ્કૂલે ભણતા બાળકોને મદદરૂપ થતા અને પોતાના આત્મામાં સંતોષ માનતા કે ચાલો હું નથી ભણ્યો ,પરંતુ બીજા તો ભણે છે અને તરશે. પરંતુ એમની એક બહુ જ ખરાબ લત હતી વ્યસનની મદિરા પીવાની તેના કારણે તેઓ કમાઈ ને, વ્યસન માં ઉડાવી દેતા, તેથી તેમના ઘર ના બધા નારાજ હતા તેમના પત્ની તેમને છોડીને પિયરમાં ચાલ્યા ગયા હતા, તેથી તેઓ શાળાએ જતા બાળકોને જોઈને પોતાના નાના બાળકની યાદ આવતા તેમાં તેની સ્મૃતિ જોતા અને ખુશ થતા, આવો નિત્યક્રમ ચાલ્યા કરતો.

આ બધા છોકરા ઓ માં એક પ્રકાશ પ્રત્યે ઘણું જ આકર્ષણ હતું એક ગજબનું ખેંચાણ હતું .તે ડાહ્યો છોકરો તેમને ખૂબ જ ગમતો હતો અને તેને ન જોતા તો, બેચેન બની જતા, એવી રીતે પ્રકાશ પણ ના જાણે કોઈ તેમનું આત્મિયતજન હોય તેમ તેમને પ્રેમ કરતો અને હંમેશા પહાડના ઇલાકામાં તેમનું ગામ હતું ત્યાં તેમને મળવા જવા તેને ઘણી ઈચ્છા થતી હતી.

તેમના બિમારી ના સમાચાર સાંભળી પ્રકાશ ને રડવું આવી ગયું, તેથી તેના મિત્રોએ સાંત્વના આપતા કહ્યું: અરે યાર ફિકર શામાટે કરે છે, તાવ આવ્યો હશે , એટલે બે-ચાર દિવસ માં મટી જશે, પરંતુ પ્રકાશ નું મન આ વાત માનવા તૈયાર નહોતું.


પ્રકાશે કહ્યું : મને એવું લાગે છે ,કે તેમની તબિયત ખરેખર ખરાબ હશે નહિ તો આટલા બધાં દિવસ મળ્યાવગર રહે જ નહીં.તેથી બધા મિત્રો એ કહ્યું: ઠીક છે તારું મન નથી માનતું તો આપણે તેમને મળવા વિચારીશું, અત્યારે તો સ્કૂલે ચાલો.


અને બધા સ્કૂલે ગયા્

આમ તો,પ્રકાશ અને હરિ સિંહ એકબીજા પ્રત્યે કોઈ ઋણાનુબંધ હોય એવું આકર્ષણ હતું તેથી તેમને બીમારી સાંભળી પ્રકાશ અંતરમાં ખુબ દુઃખ થયું અને સાંજે ઘરે જઈ માને વાત કરી કે પહાડ માં રહેતા એક કાકા બીમાર છે મારે તેમને મળવા જવું છે .


સવિતાબેન : કીધુ કે નહિ બેટા, આપણાથી એમ અજાણ્યા ગામમાં અજાણ્યા માણસો ને મળવા ના જવાય, પરંતુ પ્રકાશનુ મન માન્યુ નહીં. અને કેવી રીતે એ ગામમાં જવું ,અને એમની ખબર કાઢવી તે માટે સતત ચિંતા કરવા લાગ્યો.

પ્રકાશનો અંતરાત્મા તેને એવું કહેતો કે તારે અવશ્ય હરીકાકાની ખબર કાઢવા જવું ‌જોઈએ .કારણકે તેઓ તમારા પ્રત્યે બહુ જ વહાલ રાખે છે, તમને મદદરૂપ થાય છે તો જ્યારે તેઓ દુઃખી છે બીમાર છે ,તો તેમની ખબર અંતર પૂછવી આપણી ફરજ બને છે ,તેથી તેણે તેના મિત્રોને વાત કરી અને તેની આ વાતને તેના મિત્રોએ વધાવી લીધી કે સાચી વાત છે આપણે આમ હાથ પર હાથ ધરી બેસી ન રહેવાય આપણે કશું આપી તો શકતા નથી પરંતુ મળીને સાંત્વના આપવી જોઈએ માટે ચાલો આપણે બધા એક રવિવારે ,તેમના ઘરે મળવા જઈશું ,આમ બાળકોની સેનાએ માતા-પિતા થી ગુપ્ત રીતે જવાની યોજના બનાવી લીધી.

રવિવાર નો દિવસ હતો સવાર હતી અને બધા છોકરાઓ ભેગા મળીને હરિસિંહના ગામ તરફ જવા ચાલતા-ચાલતા રવાના થઇ ગયા. ચઢાણ વાળો રસ્તો હતો, નાના ઝરણા વહેતા હતા પક્ષીઓ કિલ્લોલ કરતા હતા,આવા સુંદર મનોરમ્ય વાતાવરણ ને નિહાળતા ને હસી મજાક કરતા કરતા બાળકો ધીમે ધીમે હરિસિંહના ગામે પહોંચી ગયા.

ગામ નાનકડુ હતુ, તે થી વસ્તી ઘણી ઓછી હતી અને લોકો એકબીજાને જાણતા હતા, તેથી બાળકોએ હરિ સિંહ નું ઘર પૂછતા ઉત્તર મળ્યો કે જે લીમડાનું ઝાડ છે તેની બાજુ નું ઘર એ જ હરિ સિંહનું ઘર છે.તેથી બાળકો એ કદમ હરિસિંહ ના


ઘર તરફ ડગલા માંડ્યા.

******ક્રમશ:

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ