વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પાઇરેટ્સ ટ્રેઝર હન્ટ

પાઇરેટ્સ ટ્રેઝર હન્ટ


લેખક :- ખુશાલ એચ. ડાભી

પ્રેરક :- એક પ્રિય વ્યક્તિ 

પ્રોત્સાહન :- મારા મમ્મી-પપ્પા તથા ડાભી પરિવાર...

© આ વાર્તાનાં બધાં જ " કોપીરાઇટ " મારી પાસે છે. જો કોઈ વ્યક્તિ આ વાર્તાને કોપી કરશે અથવા વચ્ચેથી કોઈ ભાગ લેશે તો તેની સામે કાનુની કાર્યવાહી કરવામાં આવશે.

આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે. આ વાર્તામાં આવતા વ્યક્તિ નામ જ્ઞાતિ સમુદાય કે ઘર્મ સાથે કોઈ સમાનતા નથી. આ વાર્તામાં આવતા પાત્રો જીવંત કે મૃત્યુ પામેલા વ્યક્તિ સાથે સમાનતા નથી. આ વાર્તા સંપુર્ણપણે કાલ્પનિક છે. જો આ વાર્તામાં આવતા વ્યક્તિ કે નામની કોઈ સાથે સમાનતા છે તો એક માત્ર સંયોગ છે. આ વાર્તામાં કોઈ વ્યક્તિ જ્ઞાતિ સમુદાય કે ઘર્મની ભાવનાઓને ઠેસ પહોંચે એ એવો કોઈ ઉદ્દેશ્ય નથી.

મેલી વિદ્યા કાળું જાદુ કે અંધશ્રદ્ધાને કોઈ પણ રીતે પ્રોત્સાહન આપવા આવ્યું નથી.

મારી આ નવલકથાની શરૂઆત કરું એ પહેલાં જે હજારો વાંચકોનો મને જે પ્રેમ મળ્યો છે તે બધાનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. " એક રહસ્યમય ગુફા " નવલકથામાં જે વાંચકોનો પ્રેમ મળ્યો એના થકી જ હું આ મારી બીજી નવલકથા લખવાની શરૂઆત કરી રહ્યો છું. હું કોઈ પ્રોફેશનલ લેખક નથી. મારી ઉંમર તો માત્ર ૧૮ વર્ષ છે છતાં અંદર કંઈક લખવાનો શોખ પડેલો છે જેને આ શોપિઝનના માધ્યમથી બહાર આવ્યો છે.

થોડીક સ્ટોરી વિશે પણ જાણી લઈએ. એક નિડર મિત્રોની ટોળકી જાણે અજાણે કેવી રીતે એક ઐતિહાસિક ખોવાયેલા ખજાનાની શોધમાં નીકળી પડે છે. અનેક ખતરાઓ રસ્તામાં આવે છે અને તે બધા જ પાર કરીને અન્તે તે ખોવાયેલા ખજાનાને શોધી કાઢે છે. આ આરંભથી અંત સુધી તમને આ વાર્તા સંપુર્ણપણે જકડી રાખશે. બ્રહ્મરાક્ષસ સમુદ્રીસફર રહસ્યમય ટાપુ જંગલી આદિવાસીઓ (વનમાનવ) સમુદ્રી લુંટારાઓ અનેક માયાજાળથી રચેલ નકશો વગેરે ભયાનક અને જીવલેણ ખતરાઓથી કેવી રીતે લડે છે તે બધું જ આ નવલકથામાં આલેખાયેલી છે.

તો હવે આ એક નવી જ દુનિયામાં આપણે આપણી સફર ચાલુ કરીને બધાં જ રહસ્યોનો ખુલાશો કરીએ તો ચાલો મારી સાથે આ રહસ્યમય સફરમાં....


પાઇરેટ્સ ટ્રેઝર હન્ટ -


ઇ.સ. સન્ ૧૫૦૨ - ૧૫૧૧ વચ્ચેની આ વાત છે....

" પોર્તુગાલનાં ( હાલનું પોર્ટુગલ ) પાટનગર અને મોટા શહેરનાં એક એવા લિસ્બન શિપયાર્ડ શહેરમાં ૧૫૦૨માં તૈયાર થયેલું ૪૦૦ ટનનું જહાજ " ફ્લોર-ડે-લા-માર / Flor De La Mar " આ જહાજ એ જમાનામાં શ્રેષ્ઠ જહાજોમાંનું એક ગણાતું હતું. ૧૫મી સદીમાં પોર્તુગાલ અને ભારત વચ્ચેના વેપારર્થે આ જહાજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પોર્તુગાલ ભાષામાં ફ્લોર-ડે-લા-મારનો અર્થ " સમુદ્રનું ફૂલ " એટલે કે Flower of the Sea થાય છે. અને હકીકતે એ સમુદ્ર પર તરતાં ફૂલ જેવું જ સુંદર ને નમણું હતું.

૧૫૦૨માં તૈયાર થયા પછી તરત જ તેણે તેનો પહેલો પ્રવાસ પોર્તુગાલથી ભારતનો ખેડ્યો. વાસ્કો-દ-ગામાના પિત્રાઈ ભાઈ એસ્તેવાઓ-દા-ગામાની સરદારી હેઠળ ફ્લોર-ડે-લા-માર ભારત પહોંચ્યું હતું. ભારતનાં તેજના અને મરીમસાલા ભરીને ૧૫૦૩માં પોર્તુગાલ પાછું પરત ફર્યું.

માત્ર આવી રીતે માલસામાનની ફેરીઓ કરવા ઉપરાંત તે પોર્ટુગીઝો દ્ધારા કરવામાં આવેલી ઘણીખરી ચઢાઈઓમાં પણ સહભાગી બન્યું હતું. ૧૫૦૭માં પોર્ટુગીઝોના પર્શિયા ગલ્ફનાં રાજ્ય " ઓર્મઝ " પરનાં વિજય વખતે પોર્ટુગીઝોને અનગણીત સોના અને ચાંદીના મહોરો સાથે અનેક હીરા-મોતી લૂંટીને ફ્લોર-ડે-લા-માર દ્વારા ગુજરાત લાવવામાં આવ્યું. પોર્ટુગીઝોના આતંકી સંગઠનો દ્વારા તે બહુમુલ્ય ખજાનો ગુજરાતમાં પોર્ટુગીઝો દ્ધારા જ્યાં સુધી યુદ્ધનું માહોલ બેસી ન જાય ત્યાં સુધી રાખવામાં આવ્યો.

આ ઉપરાંત ઇ.સ. સન્ ૧૫૦૭માં એટલે કે તે જ વર્ષે ગુજરાતના દીઉ ખાતે પોર્ટુગીઝો દ્ધારા ચડાઈ કરવામાં આવી. તે યુદ્ધની ચડાઈમાં પોર્ટુગીઝોની જીત થઇ અને દીઉ / Div પોર્ટુગીઝોની નજર હેઠળ આવ્યું. આ સમયે પોર્ટુગીઝો દ્ધારા દીઉમાં રહેલ બેશ કિંમતી ધાતુઓ અને સોના ચાંદી લૂંટીને તેને પણ ફ્લોર-ડે-લા-માર ઉપર લાદવામાં આવ્યો. પોર્ટુગીઝોને દીઉ ઉપર ચડાઈ કર્યો પછી અનગણીત સોના ચાંદી સાથે કેટલાક ગુલામોને પણ બંદી બનાવીને ફ્લોર-ડે-લા-મારમા ચડાવવામાં આવ્યા.

ઈ.સ. સન્ ૧૫૧૦માં પણ પોર્ટુગીઝો દ્ધારા ગોવા ઉપર ચડાઈ કરવામાં આવી અને ફરીથી પોર્ટુગીઝો વિજય બન્યા. તે વખતે પણ પોર્ટુગીઝો દ્ધારા ગોવા ઉપર લૂંટ ફાંટ કરીને બંધી જ કિંમતી ધાતુઓ ફ્લોર-ડે-લા-માર ઉપર ચડાવવામાં આવ્યું. આ ત્રણ વર્ષનાં સમયગાળા દરમિયાન પોર્ટુગીઝોએ એટલી બધી લૂંટ ફાંટ કરીને તે ખજાનો ફ્લોર-ડે-લા-માર ઉપર ચડાવ્યો હતો કે તે ખજાનાની કિંમત આશરે ૫૬.૯ બિલિયન ડોલરથી પણ વધુ હતી.

આ ઉપરાંત પોર્ટુગીઝો પોતાની તાકાત બતાવવાની હોળમાં ઇ.સ. સન્ ૧૫૧૧માં જંગી જહાજો લઇને મલાક્કા -
મલેશિયાના એક રાજ્ય પરની ચડાઈમાં પણ પોર્ટુગીઝોએ ભાગ લીધો. ચડાઈનું નેતૃત્વ કપ્તાન અલફોન્સોએ લીધું અને એ સંઘર્ષમાં પોર્ટુગીઝો વિજયી બન્યા. મલાક્કાની સલ્તનત ભાંગી પડી અને એ રાજ્યમાં પણ પોર્તુગાલ વસાહત સ્થપાઈ. આથી હવે પોર્ટુગીઝો માટે મલાક્કા પણ આવન-જાવનનું એક કેન્દ્ર બન્યું. ચડાઈ પુરી થયા બાદ અલફોન્સોના હુકમ તળે મલાક્કામાંનો કેટલોક લૂંટનો માલ પોતાના જંગી જહાજો પર લાદીને ગુજરાત લાવવામાં આવ્યો.

પહેલેથી જ ફ્લોર-ડે-લા-માર ઉપર બેંશ કિંમત ખજાનો ચડાવેલો હતો. આથી પોર્ટુગીઝોએ ફ્લોર-ડે-લા-મારને તેની સાથે મલાક્કા લઇ જવાનું સહી સમજ્યું નહીં. ઉપરથી પોર્ટુગીઝોને સમુદ્રી લુંટારો કેપ્ટન હુંકનો પણ ડર હતો. આથી  અલફોન્સોએ મલાક્કાનો લૂંટફાટનો ખજાનો ગુજરાત લાવવામાં આવ્યો.

આવી જ રીતે પોર્ટુગીઝો પોતાની એક પછી એક વસાહત સ્થપાતા જોઈને સિઆમનાં ( થાઇલેન્ડ ) રાજાએ પોતાની મૈત્રી પોર્ટુગીઝો સાથે સારી રાખવા ઉપરાંત રાજકીય ક્ષેત્રે પોતાનું પક્ષ પોર્ટુગીઝોથી બચાવી રાખવા માટે પોર્તુગાલના રાજાને એક ' પ્રભાવશાળી ' ભેટ તરીકે એક આખું સોનાથી લદાયેલા જહાજ મોકલાવ્યું.

હવે પોર્ટુગીઝો પાસે ફ્લોર-ડે-લા-મારમાં ઉપર પહેલેથી જ બેંશ કિંમતી ખજાનો પડયો જ હતો અને ઉપરથી સિઆમ તરફથી મળેલ ખજાનો પણ તે ફ્લોર-ડે-લા-માર માં રહેલ ખજાના ભેગો ચઢાવવામાં આવ્યો. પોર્ટુગીઝ નું શાસન હવે પ્રબળ બન્યું હતું. હવે ફ્લોર-ડે-લા-માર ઉપર રહેલ બંધા જ ખજાનાની કિંમત આશરે ૮૬.૯ બિલિયન ડોલરથી પણ વધુ હતી. આટલો લુંટફાટનો ખજાનો હવે ફ્લોર-ડે-લા-માર ઉપર હતો એટલે પોર્ટુગીઝોઓ ફ્લોર-ડે-લા-મારને ગુજરાતથી પાછું હવે લિસ્બન શિપયાર્ડ શહેર લઇ જવાનું સમજ્યું. આથી હવે  અલફોન્સોની સહદારી હેઠળ ફ્લોર-ડે-લા-મારને પાછું લિસ્બન શહેર તરફ રવાનાં કરવામાં આવ્યું. ફ્લોર-ડે-લા-માર ઉપર આટલો બધો ખજાનો હોવાથી અલફોન્સોએ પોતાની સાથે થોડાંક જંગી જહાજો પણ તૈયાર કરીને લઇ જવાનો નિર્ણય લીધો.


***


ઇ.સ. સન્ ૧૫૦૦માં એટલે કે ૧૫મી સદીમાં હિંદ મહાસાગર થી લઈને એન્ટાર્કટિક મહાસાગર સુધી સમુદ્રી લુંટારાઓનું રાજ હતું. એક જ ક્ષણમાં વિશાળકાય જહાજોને પણ સમુદ્રમાં ડૂબાડી દે તેવી તાકાત ધરાવતાં આ સમુદ્રી લુંટારાઓનુ કહેર તેની સામે આવતા દરેક જહાજો ઉપર પડતું હતું. પોર્તુગાલથી લઈને આફ્રિકાનાં ખંડથી થઈને હિંદ મહાસાગર સુધી આ સમુદ્રી લુંટારાઓનું રાજ હતું.

સમુદ્રી તાજ જેની પાસે હતું અને સમુદ્રની ઉપર રાજ કરવા વાળો એક ખુંખાર લુંટારાઓ જેને બધાં જ કેપ્ટન હુંક જે એક મહાન અને શક્તિશાળી લુટારો હતો. કેપ્ટન હુંક પાસે એક વિશાળકાય જહાજ હતું જેની ઉપર લુંટારાઓની એક ટોળકી હતી. કેપ્ટન હુંકનું સાચું નામ કેપ્ટન વંલ્લહલા હતું અને કેપ્ટન હુંકનો એક ભાઇ પણ હતો જેનું નામ બારબોસા હતું.

તે એક કાળી અને ભયંકર સમુદ્રી રાત હતી તે વખતે સમુદ્રી તાજ માયાવી જલપરી અને સમુદ્રની પેટાળમાં રહેલ સમુદ્રી તાજનો રક્ષક રેગ્રાશો ૭૦૦ વર્ષમાં એક જ વાર તે સમુદ્રી તાજને સમુદ્રનાં પેટાળમાંથી બહાર લાવે છે. જે પણ તે સમુદ્રી તાજને પહેરે છે તેને મહામૃત્યુંજય પ્રાપ્ત થાય છે. તે સમુદ્રી તાજ ઉપર બે મણીઓ પણ છે જેનાથી આ તાજને શક્તિ પ્રદાન થાય છે. એક મણીનું નામ " મૃતજય " હતું અને બીજાં મણીનું નામ " આશ્વજય " આ બન્ને મણીઓ સાથે જ્યારે તાજ પહેરવામાં આવે ત્યારે જ તે તાજ પોતાની શક્તિઓ તાજને ધારણ કરનારને પ્રદાન કરી શકે છે.

કેપ્ટન વલ્લહલાને ( કેપ્ટન હુંકને ) સમુદ્ર ઉપર રાજ કરવું હતું એટલે તેને આ મોકોને પોતાનાં હાથમાંથી છુટીને ન જવા દિધો અને તે ભયંકર અને કાળી રાતે કેપ્ટન વલ્લહલા ભયાનક ઉછળતા સમુદ્રની વચ્ચે રેગ્રાશોનો સામનો કરવો આવી પહોંચ્યો.

એકલો કેપ્ટન વલ્લહલા જ આ તાજને હાશલ કરવા નહોતાં આવ્યા તેની સાથે બીજાં સમુદ્રી લુંટારાઓ પણ તાજને પોતાનું કરવા આવ્યા હતા. બધાં જ લુંટારાઓ વચ્ચે ખુની યુધ્ધ શરૂ થયું. બધાં જ સમુદ્રી લુંટારાઓ વચ્ચે અંદરો અંદર પોતા પોતાનાં જહાજોથી લડાઇ શરૂ થઇ અને થોડીક જ ક્ષણોમાં સમુદ્ર લાલ રંગથી રંગાઇ ગયું અને કેપ્ટન વલ્લહલા વિજય બન્યો.

બીજાં બધાં જ લુંટારાઓ કેપ્ટન વલ્લહલા સામે હાર સ્વીકાર કરીને તેની સાથે ભળી ગયા અને કેટલાં લુંટારાઓ કેપ્ટન વલ્લહલાનો સાથ ન આપ્યો અને હારને સ્વીકાર કરીને ત્યાંથી બદલાની આગ સાથે પાછાં ફરી ગયાં. બધાં જ લુંટારાઓનો સામનો કર્યો પછી કેપ્ટન વલ્લહલાને હવે રેગ્રાશોનો સામનો કરવોનો હતો.

રેગ્રાશો અને કેપ્ટન વલ્લહલા વચ્ચે યુદ્ધ શરૂ થયું. બન્ને પક્ષે કોઈ હાર માનવા તૈયાર ન હતું. સમુદ્રી તાજનો રક્ષક રેગ્રાશો હવે કેપ્ટન વલ્લહલા ઉપર ભારી પડવાં લાગ્યો હતો અને મોકો મળતાં તેને કેપ્ટન વલ્લહલાનો એક હાથ કાંપી નાખ્યો. કેપ્ટન વલ્લહલા પોતાનો એક હાથ ગુમાવી દીધી છતાં તે રેગ્રાશો સામે પોતાની તલવારથી લડ્યા કર્યો અને રેગ્રાશો નો પરાજય થયો. રેગ્રાશોને પરાજય થયા પછી સમુદ્રી તાજ કેપ્ટન વલ્લહલાનુ થયું.

રેગ્રાશોની સાથે લડાઇમાં પોતાનો એક હાથ ગુમાવ્યો હતો ત્યાં કેપ્ટન વલ્લહલાએ એક લોખંડનું હુંક લગાડી લીધું અને આથી હવે કેપ્ટન વલ્લહલાનું નામ કેપ્ટન હુંક પાડવામાં આવ્યું. સમુદ્રી તાજનો ધારણ કર્યો પછી કેપ્ટન હુંક પાસે સમુદ્રીની બંધી જ શક્તિઓ હતી. કેટલાક બીજાં સમુદ્રી લુંટારાઓ જે કેપ્ટન હુંકથી હારીને જતાં રહ્યાં તે કેપ્ટન હુંકને મારીને તે સમુદ્રી તાજને હાંસલ કરવાનાં પ્રયત્ન કરતાં પણ તેમાં કોઈ સમુદ્રી લુંટારાઓ સફળ થયો નહિ.

કેપ્ટન હુંક પાસે સમુદ્રી તાજ હોવાથી કેપ્ટન હુંક પાસે સમુદ્રની બંધી જ શક્તિઓ હતી. કેપ્ટન હુંક જ્યારે ઈચ્છે ત્યારે સમુદ્રની અંદર જતાં જહાજો ઉપર નજર રાખી શકે છે. તે સમુદ્રી તાજ કેપ્ટન હુંકને જાદુઈ શક્તિ અને સમુદ્રનું સામર્થ્ય આપે છે.


***


ઇ.સ. સન્ ૧૫૧૧નું વર્ષ હવે ફ્લોર-ડે-લા-મારને આખરી વર્ષ બની રહેવાનું હતું. ૧૫૧૧માં ફ્લોર-ડે-લા-મારે ગુજરાત છોડ્યું ત્યાં જ પછી તે ક્યારેય લિસ્બન શહેર પહોંચી શક્યું નહીં. ફ્લોર-ડે-લા-માર ઉપર આટલો બધો બેંશ કિંમતી ખજાનો હતો એટલે કેપ્ટન હુંક આ વાતની ખબર પડી અને તેને પોતાનું જહાજ લઇને ફ્લોર-ડે-લા-માર ઉપર હુમલો કર્યો.

ફ્લોર-ડે-લા-માર સાથે જે જંગી જહાજો આવ્યા હતાં તે પણ કેપ્ટન હુંકનો સામનો ન કરી શક્યા અને છેવટે ફ્લોર-ડે-લા-માર ઉપર કેપ્ટન હુંક નું રાજ થયું. કેપ્ટન હુંકનો ફ્લોર-ડે-લા-માર ઉપર કબજો થયો ત્યાર સુધીમાં ૪૦૦થી વધું ખલાસીઓ મરી ચુક્યા હતા અને જે જીવીત રહી ગયા તેને કેપ્ટન હુંકે પોતાની સાથે લુંટારાઓમાં સામેલ કરી લીધાં. આ બધાંની વચ્ચે અલફોન્સો અને તેની સાથે થોડાંક ઓફિસરો પોતાની જાન બચાવીને ત્યાંથી ભાગી છુટયા.

આટલો બધો ખજાનો અને એક ફ્લોર-ડે-લા-માર જેવાં વિશાળકાય જહાજ ઉપર કબજો કરવાથી અનેક સમુદ્રી લુંટારાઓનું ધ્યાન ફરીથી કેપ્ટન હુંક તરફ પડ્યું. ફરીથી બગાવતના વાદળો ઉડવા લાગ્યા અને એક દિવસ જ્યારે કેપ્ટન હુંક પોતાની કેબીનમાં સુઇ કરી રહ્યા હતા ત્યારે સમુદ્રી તાજ માંથી "આશ્વજય " મણીને ચોરી લેવામાં આવ્યો. "

" યાર....આ મિતેષ ટોપાએ તો એક કલાક કરી હો.....આ તો પ્રોક્ષી લેક્ચર છે છતાં આપણાં પરમ પૂજ્ય મિતેષ ટોપાએ હિસ્ટ્રી ખોલીને બેઠો છે.....આ પ્રોફેસર રામલાને પણ સાલી મઝા આવે છે હો... સાલું કેમ આ ખજાનો તેને મળી જવાનો હોય તેમ મિતેષને સાંભળે છે..... હવે યાર બહું થયું હો.... હવે મારો પારો મગજની ઉપર જાય છે " વિજય ગુસ્સે થઇને એક હાથ પોતાનાં મોઢા આગળ રાખીને કોઈને ખબર ન પડે તે રીતે પ્રકાશને કહેતા બોલ્યો.

વિજયને બોલતાં સાંભળીને પ્રકાશ કશું જ બોલ્યો નહીં અને પોતાની કોણી થી વિજયને એક ઠોસ મારીને અને ઝીણાં અવાજે વિજયને કહ્યું....

" એ વિજ્યા....જો તો ખરાં પ્રોફેસર રામ સાહેબ.... એટલે કે ઓલો રામલો તાકી તાકી ને આપણી સામે જોવે છે તું કશું ના બોલ.... નહીંતર આપણાં તો લાગી ગયા છે આજે ! " પ્રકાશને આવી રીતે કશુંક બબડતાં જોઇને વિજય કશું ન સમજ્યો અને ફરીથી મિતેષની વાતો સાંભળવા લાગ્યો....

" જેવી આ વાતા કેપ્ટન હુંકને ખબર પડી એટલે કેપ્ટન હુંક સમજી ગયા કે હવે ફરીથી બગાવતના વાદળો ઉડવા લાગશે અને આ વખતે તે આ બધાં જ સમુદ્રી લુંટારાઓ સામે જીતી પણ નહીં શકે આથી કેપ્ટન હુંક તરત જ તે પોતાના સાથીઓ સાથે ફ્લોર-ડે-લા-માર જહાજને લઇને ઝડપથી માલાગાસી દ્વિપ તરફ રવાનાં થઇ ગયા. કેપ્ટન હુંકને ખબર હતી કે તે વગર સમુદ્રી તાજે બધાં જ સમુદ્રી લુંટારાઓ સાથે લડી નહીં શકે આથી તેને માલાગાસી દ્વિપ ઉપર ફ્લોર-ડે-લા-મારમાં રહેલ બંધો જ ખજાનો છુપાવવાનો નિણર્ય લીધો.

કેપ્ટન હુંકને સાથે જે લુંટારાઓ હતા તેમાં એક બ્રાહ્મણ પણ હતો જેને કેપ્ટન હુંક આ માલાગાસી દ્વિપ ઉપર પહોંચીને એક નકશો પણ તૈયાર કરાવ્યો અને તે નકશો તે જ બ્રાહ્મણને સાચવવા કહ્યું. એવું કહેવામાં આવે છે કે આ માલાગાસી દ્વિપ.... "

" એલ્યા ભઇ ચોંટને અહિયાં ! હવે આગળ કશું બોલ્યો તો માર પડશે હવે તને ! " વિજય પોતાનો એક હાથ બેન્ચ તરફ કરતાં ગુસ્સેથી મિતેષને કહેતા બોલ્યો.

" પોણો કલાકથી તારું આ સાંભળ સાંભળીયે છીએ....આમ તને કશું ભાન પડે છે ! એક માન મોકો મળ્યો હોય ફ્રી લેક્ચરનો અને ઉપરથી તું આમ સાંભળાવે....." હજું વિજય પોતાનાં ઉપરથી સમ્પુર્ણ કાબુ ગુમાવીને મિતેષને ગુસ્સાથી કહી રહ્યો હતો ત્યાં જ પ્રકાશ વિજયનો શર્ટ ખેંચતાં તેને ધીરાં અવાજે બોલ્યો....

" એલ્યા ટોપા રામ સર સાંભળી રહ્યા છે ! " પ્રકાશની આ વાત સાંભળીને વિજયનો ગુસ્સો વધારે આવ્યો અને એક ઝટકે આખાં ક્લાસની વચ્ચે વિજય ગુસ્સેથી બોલ્યો...

" રામલો ગયો ભાડમાં..... હું કાઇ તેનાથી ડરું છું ! રામલાની હું હમણાં કવ....." હજું વિજય બોલી રહ્યો હતો ત્યાં જ સામેથી સીધો એક ચોક વિજયના કપાળ ઉપર લાગ્યો અને સામેથી ગુસ્સા ભર્યા અવાજ આવ્યો....

" Get Out.....I Say Get Out ! "  પ્રોફેસર રામ સરનો અવાજ સાંભળીને વિજય પાછો વાસ્તવમાં આવ્યો અને તેને ભાન થયું કે તેને ગુસ્સામાં શું શું કહી નાખ્યું છે.

" सोरी सर....कभी कभी गलती से ईधर उधर निकल जाता है ! "  આટલું કહીને વિજય પોતાનું બેંગ લઇને ઝડપથી ક્લાસની બહાર નિકળી ગયો અને વિજયને આવી રીતે બોલતાં સાંભળીને ક્લાસમાં બેઠેલાં બધાં જ વિધાર્થીઓ હસવા લાગ્યા. વિજયને આવી રીતે બહાર નિકળી જતાં પ્રકાશ પણ પોતાનું બેંગ લઇને રામ સર સામે જોઇને બોલ્યો....

" સોરી સર આજે તો જવું પડશે " આટલું કહીને પ્રકાશ પણ ક્લાસની બહાર નિકળી ગયો. બધાને હસતાં જોઈને પ્રોફેસર રામ સરે બધાને શાંત થવાનું કહ્યું અને પછી મિતેષને ઇશારાથી બેસી જવાનું કહ્યું.

" આજે આ ક્લાસ અહિયાં જ પુરો થાય છે " આટલું સાંભળીને બધાં જ ખુશ થઇ ગયા અને પોત પોતાનું બેંગ લઇને ક્લાસની બહાર નિકળી ગયા‌. બધાં જ ક્લાસની બહાર નિકળી ગયા પછી રામ સર પણ પોતાનાં પુસ્તકો ટેબલ ઉપરથી લઇને ક્લાસની બહાર નિકળી લોબીમાં ચાલી રહ્યા હતા ત્યાં જ મિતેષ પણ પોતાનું બેંગ લઇને ક્લાસની બહાર નીકળ્યો. મિતેષ નેં જોઈને રામ સર બોલ્યા...

" સરસ મિતેષ...આવી જ રીતે માહિતી પ્રાપ્ત કરતો રહેજે... ભવિષ્યમાં આ માહિતી કામ આવશે " પ્રોફેસર રામ સરને સાંભળીને મિતેષ પણ રામ સરને કહેતાં બોલ્યો...

" હા જરૂરથી સર......પણ રામ સર મને એક વાત સમજાતી નથી કે આ ફ્લોર-ડે-લા-માર ઉપર આટલો બધો ખજાનો આપણા ગુજરાતનો જ હોવા છતાં અત્યાર સુધી તે ખજાનાને કેમ કોઈ શોધી શક્યું નથી ? જો તે ખજાનાને આપણે શોધી કાઢીએ તો ગુજરાતને આપણો ખોવાયેલો વારસો પાછો મળી જાય અને......" હજું મિતેષ બોલી રહ્યો હતો ત્યાં જ પ્રોફેસર રામ સરના ફોનની રીંગ વાગી. પ્રોફેસર રામ સરની રીંગ વાગતાં જોઇને મિતેષએ બોલવાનું બંધ કર્યું અને રામ સરના હાથમાં રહેલ બધાં જ પુસ્તકો લઇ લીધાં.

" એક જ મિનિટ મિતેષ બેટા " આટલું કહીને પ્રોફેસર રામ સરે તે ફોન ઉપાડ્યો.

" હૈં લો પ્રોફેસર રામ....આપણે એક સમુદ્રી લુંટારાઓનું જહાજ શોધી કાઢ્યું છે. તે સમુદ્રની ગહેરાઇમાં પડ્યું છે અને તેમાંથી જે મળ્યું છે તે..... હૈં લો પ્રોફેસર રામ.... હૈં લો " ત્યાં જ ફોન કપાઈ ગયો. પ્રોફેસર રામ સર આટલું સાંભળીને  ઝડપથી મિતેષ ના હાથમાં રહેલ બધાં જ પુસ્તક લઇને ઝડપથી પોતાની કાર તરફ ચાલવાનું શરૂ કર્યું.

આવી રીતે અચાનક જ પ્રોફેસર રામ સરને જતાં જોઈને મિતેષ ને કશુંક તો અજુગતું લાગ્યું પણ બધું જ ભુલાવી ને તે વિજય અન પ્રકાશને શોધતા કોલેજના કેમ્પસ તરફ ચાલવાનું શરૂ કર્યું.

વિજય પ્રકાશ અને મિતેષ....આ છે આપણો ત્રણેય  ખલનાયકો. આમ ખલનાયકો એટલાં માટે છે કે આ ત્રણેયનાં કારનામાં જ કંઇક એવા હોય છે. આમ કહું તો આ ત્રણેયની ત્રિપુટી છે અને ઉપરથી બધાં જ નો સ્વભાવ તો સાવ એકબીજાથી અલગ અલગ છે. મિતેષ જેટલો શાંત તેટલો જ વિજય ગુસ્સાવાળો અને હવે આપણો પ્રકાશ...વિજય અને મિતેષ બન્નેની જેમ પ્રકાશ પણ સમય સમયએ પોતાનો સ્વભાવ બદલ્યા કરે છે. આ ત્રણેય ખલનાયકો કોલેજમાં આર્કિયોલોજિસ્ટની ડીગ્રી સાથે જ કરતા હતા. આ બધુંય હોવા છતાં આ ત્રણેયની મિત્રતા ક્યારેય ખુટે નહીં....હર હંમેશ પોતાના મિત્ર માટે જાન પણ આપી દેવા તૈયાર રહે.

હવે આવે છે વિજયના પ્રિય પ્રોફેસર રામલો... એટલે કે પ્રોફેસર રામ સર....આમ વિજયને અને રામ સરને બહું ભળે નહીં એટલે વિજય પ્રોફેસર રામ સરને રામલો કહીને જ બોલાવતો. પ્રોફેસર રામ સર એક Historical Archaeologist ( ઐતિહાસિક પુરાતત્વ ) અને Maritime Archaeologist ( સમુદ્રી પુરાતત્વ ) આ બન્ને વિષય ઉપર પીએચડી કરી ચુક્યા છે અને રામ સરે અનેક ખોવાયેલા ખજાનાનો પણ શોધી કાઢવામાં મહત્વનું યોગદાન પણ આપ્યું છે. પોતાનાં કામમાં હર હંમેશ આગળ જ રહે છે અને આવા ખજાનાઓ અને ઐતિહાસિક સ્થળો પણ જવાની જિજ્ઞાસા સાથે પ્રોફેસર રામ સર પોતાનું કામ કરતાં જ રહે છે.


***


વિજય દીઉના કિલ્લા ઉપર બેઠો બેઠો હાથમાં સિગારેટ અને બીજા હાથમાં પોતાનો મોબાઇલ રાખીને જે લોકો આ દીઉના કિલ્લાને જોવા માટે આવેલા હતા તેને વિજય બેઠો બેઠો જોઇ રહ્યો હતો. તે બધાં જ ફરવા આવેલા લોકો પોત પોતાની રીતે આમ તેમ તે દીઉના કિલ્લાની ઉપરની ભાગમાં ફરી રહ્યા હતા અને તે કિલા ઉપરથી દેખાતા સમુદ્રને નિહાળી રહ્યા હતા. વિજય આ જોઈને એક ઉંડો શ્વાસ લીધો અને સિગારેટની એક લાંબી કશ લઈને ફરીથી તે લોકોને સામે જોતા વિચારવા લાગ્યો.....

" સાલું આ બધાને કશું જ પડ્યું નથી અહિયાંનું ! આપણો જ લુંટફાટનો માલ જ્યારે તે પત્તરખાંડવાળા ( વિજય પોર્ટુગીઝોને પત્તરખાંડવાળા કહેતો ) લઇ ગયા ત્યારે કોઈ કશું ના બોલ્યા અને અત્યારે આવીને તે જ મહેલને જોવે છે અને ફોટા પાડે છે. આપણાં જ દેશની સંસ્કૃતિ જ્યારે અહિયાંથી જઇ રહી હતી ત્યારે સાલું આ મહેલ કોઇને યાદ ન આવ્યું ! " આટલું મનમાં બબડીને વિજયે ફરીથી સિગારેટની એક ઊંડી કશ લીધી અને પાછું મનમાં બોલવાનું શરૂ કર્યું...

" પત્તરખાંડવાળા ને તો રોકી શક્યા નહીં અને જે બચ્યું છે તેની પત્તરખાંડવમાં લાગ્યા છે " વિજય હજું મનમાં બોલી રહ્યો હતો ત્યાં જ તેનું ધ્યાન એક છોકરી ઉપર પડે છે અને તે છોકરી કિલાની ઉપરનાં ભાગમાં રાખેલ તોપો ઉપર ઉભીને ફોટો પાડી રહી હોય છે. આ જોઈને વિજયનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો અને વિજયના હાથમાં રહેલ સિગારેટને ગુસ્સાથી બેવડી-ત્રેવડી વાળીને તે કિલ્લાની દિવાલની સાથે જે દરીયો અથડાતો હતો તેમાં ફેંકી દીધી.

" સાલું આંખો કિલ્લો કેમ આના બાપનો જ હોય તેમ આ તોપો ઉપર ચડીને ફોટા પાડે છે.... સાલું મન તો એમ થાય છે કે ત્યા જઇને બે લાફા ઝીંકી દવ તેના ગાલમાં....એક તો સવારથી ઓલા રામલાએ મગજનું દહીં કર્યું છે અને અત્યારે એક આ....." હજું વિજય મનમાંને મનમાં બોલી રહ્યો હતો ત્યાં જ વિજયનું ધ્યાન એક કપલ ઉપર પડે છે.

તે કપલને જોઈને લાગી રહ્યું હતું કે તે બન્નેનાં હમણાં જ લગ્ન થયા હોય અને તે બન્ને એકબીજાના હાથમાં હાથ પરોવીને તે મહેલ અને સામે દેખાતા સમુદ્રને નિહાળી રહ્યા હતા. વિજય તે બંન્નેને જોઇને થોડોક અકળાયો અને ફરીથી સામે દેખાતાં દરીયા સામે જોઈને મનમાંને મનમાં બોલવા લાગ્યો.

" બેટા આ સમુદ્રી પથ્થર લઇ....બેટા આ પથ્થર બહું જ સુંદર છે... તારે જે આપવું હોય તે આપી દેજે બેટા....આ છેલ્લો જ સમુદ્રી પથ્થર બચ્યો છે બેટા.... તું લઇ લઇશ તો તારી મહેરબાની થશે બેટા....." વિજય હજું દિવાલ ઉપર બેઠો બેઠો સમુદ્રને નિહાળી રહ્યો હતો ત્યાં જ એક મેલાં ધેલા કપડાંઓ પહેરીને એક વૃદ્ધ સ્ત્રી વિજયને સમુદ્રી પથ્થર વેચતાં બોલી.

વિજય તે વૃદ્ધ સ્ત્રીને બોલતાં સાંભળીને સીધો જ તેના સામું જોયાં વગર જ તેને ગુસ્સાથી કહ્યું....

" મારી કશું જ નથી લેવું.... હું શું કરીશ આ પથ્થરને લઇને... આગળ વધો માંજી આગળ વધો " આટલું કહીને વિજય પાછો સમુદ્ર તરફ જોઈને ઝીણાં અવાજે બબડવા લાગ્યો....

" એક તો સવારનો મગજ ઠેકાણે નથી ઉપરથી આ બધાં જ આજે મારી જ પાછળ....." હજું વિજય બબડી રહ્યો હતો ત્યાં જ સામેથી ફરીથી તે માજીએ વિજયને તે પથ્થર દેખાડતાં  બોલી....

" બેટા....સવારની આ પથ્થરોને સમુદ્રમાં શોધી રહી હતી અને આ છેલ્લો જ પથ્થર બચ્યો છે..બેટા તું આ પથ્થરને ખરીદી લઇશ તો તારી બડી મહેરબાની થશે..... " આટલું કહીને તે વૃદ્ધ માજીએ પોતાનો એક હાથ પેટ તરફ કરીને ફરીથી વિજયને કહેતાં બોલી....

" બેટા સવારનું કશું જ ખાધું નથી....જો તું આ પથ્થર ખરીદી લઇશ તો હું થોડુંક....." વિજયે જેવું સવારનું કશું જ ખાધું નથી તે શબ્દ સાંભળ્યો ત્યાં જ વિજય પાછળ ફરીને તે માજી સામું જોઈને બોલ્યો....

" શું આપવાનું માજી તમને આ પથ્થરનું ! " આટલું સાંભળીને તે વૃદ્ધ માજી ખુશ થઇ ગયા અને વિજયને કહેતાં બોલ્યા...

" તારે જે આપવું હોય તે આપી દેજે બેટા " વિજય આટલું સાંભળીને પોતાનાં પાકેટ કાઢીને બે હજારની એક નોટ કાઢીને સીંધી જ તે માજીને આપી દિધી અને વિજય તે માજીને કહેતાં બોલ્યો...

" આ રાખો બે હજાર રુપિયા અને અત્યારે જઈને સીધાં જ જમી લેજો...." બે હજાર રુપિયા જોઇને માજી તો ચોકી જ‌‌‌ ગયા અને એકી નજરે વિજયની સામે જોઇ રહ્યા.

" અરે આ પૈસા ખુશીથી આપું છું.....રાખી લ્યો તમે આ બે હજાર રુપિયા અને અહિયાંથી જઇને સીધાં જ જમી લેજો " આટલું સાંભળીને તે વૃદ્ધ માજીની આંખોમાં પાણી આવ્યા અને ખુશીથી તે માજી પણ વિજયને કહેતાં બોલ્યા....

" બેટા હું પણ તને આ પથ્થર એમ જ નહીં આપું...." આટલું કહીને તે માજીએ પણ તે પથ્થરમાં એક દોરી બાંધીને સીધો જ તે પથ્થર વિજયના ગળામાં પહેરાવી દીધો અને પછી તે માજી ખુશ થઇને વિજયને દુવા આપતાં ત્યાંથી ચાલ્યા ગયા.

આવી રીતે તે પથ્થરને ગળામાં પહેરાવીને તે માજીને જતાં જોઈને વિજય પણ એક હાથ તે પથ્થર ઉપર ફેરવીને પાછો તે કિલ્લાની દિવાલ ઉપર ચડીને સમુદ્રને નિહાળવા લાગ્યો. વિજય હજું તે દિવાલ ઉપર બેસીને સામે જે દરિયાનાં મોજાઓ ઉછળી રહ્યા હતા તેને જોઈ રહ્યો હતો ત્યાં જ વિજયનું ધ્યાન ફરીથી તે કપલ ઉપર પડે છે. તે નવા પરણીને આવેલી જોડી વિજયની પાસેથી જ નિકળી આગળ ગઇ.

તે કપલ વિજયથી થોડે જ દૂર નાસ્તો કરવા બેઠી. તે કપલ જયા નાસ્તો કરવા બેઠી હતી ત્યાંથી સમુદ્ર સાફ સાફ દેખાઇ રહ્યો હતો. તે કપલને નાસ્તો કરતાં જોઈને વિજયે પણ ફરીથી એક સિગારેટ સળગાવવા જઇ રહ્યો હતો ત્યાં જ ધબ કરતો મિતેસનો હાથ વિજયના ખંભે લાગ્યો અને મિતેષ વિજયને કહેતાં બોલ્યો....

" વિજ્યા..... તને ક્યારનો શોધી રહ્યો હતો હું કોલેજ !? પછી પ્રકાશે કહ્યું તું અહિયાં આવ્યો છો એટલે હું સીધો જ તને મળવા હું અહિયાં આવ્યો ! "

" અરે યાર.....વાત જ ન કર તો સારું છે આજે તું કોલેજની... મગજનો અઠો કરી નાખ્યો છે આજે તો તેં ! " વિજય મિતેષ ને થોડોક ગુસ્સા ભર્યા અવાજે કહ્યું.

" મુકને ભઇ હવે તે વાત....આમ પણ વલ્લહલાનું તાજ....." મિતેષને ફરીથી તે ટોપીક ઉપર વાત કરતાં જોઈને વિજય પોતાનાં હાથમાં રહેલ તે સિગારેટને ફેંકતા મિતેષ ને કહેતાં બોલ્યો....

" હવે ફરીથી તું તે વાત ચાલું ન કરતો હો ! " વિજયને બોલતાં સાંભળીને મિતેષ હસવા લાગ્યો અને વિજયને કહેતાં બોલ્યો...

" નહીં કરું બસ " મિતેષ ને હસતાં જોઈને વિજય થોડોક ગુસ્સો આવ્યો એટલે વિજય મિતેષને થોડોક ટોન ભર્યા અવાજે કહ્યું...

" બોલ બીજું મારી ભાભી શું કરે છે !? આમ તે તને ક્યારેય..... " હજું વિજય બોલી રહ્યો હતો ત્યાં જ જે કપલ પહેલા વિજયથી થોડેક દૂર નાસ્તો કરવા બેઠું હતું તે નાસ્તો પતાવીને જે બચ્યું-ખચ્યું તે ન્યૂઝપેપરમાં ગોટો વાળીને કિલ્લાની દિવાલથી સમુદ્રમાં ફેંકી દે છે ત્યા જ તે ન્યૂઝપેપર સમુદ્રની હવાથી ઉડીને સીધું જ વિજયના મોઢા ઉપર આવીને ચોંટી જાય છે.

" એની માંને......" હજું વિજય કશું આગળ બોલે ત્યાં જ મિતેષ વિજયને રોકતાં ઝડપથી બોલ્યો....

" હ...હ... વિજ્યા આ પબ્લિક પ્લેસ છે! " મિતેષ આટલું કહીને જે ન્યૂઝપેપર વિજયના મોંઢા ઉપર લાગ્યું હતું તે મિતેષ લઇ લે છે અને તે કિલ્લાની દિવાલથી નીચે તે ન્યૂઝપેપરને ફેંકવા જઈ રહ્યો હતો ત્યાં જ મિતેષનું ધ્યાન એક ન્યુઝ ઉપર પડે છે. તે ન્યૂઝને જોઈને મિતેષની આંખો પહોળી થઇ જાય છે.

" શું આપણાં માટે નાસ્તો કરવા આવ્યા હતા !? એક ઓલા બિચારાં માંજી હતાં જે બે ટંકની રોટી માટે આખો દિવસ રખડે છે અને એક આ છે જે આ કિલ્લાને બાપાનો સમજીને આમ તેમ કશું પણ ફેંકે છે.... મિત્યા જો હવે મારો છટકોને તું તેને મોઢા ઉપર આ ન્યૂઝ પેપર મારી દઇશ હો ! " મિતેષ ને કશું જવાબ ન આપતાં વિજય ઉભો થઇને મિતેષનો ખંભો પકડીને ફરીથી વિજય કહ્યું....

" મોઢામાં મગ ભર્યા છે કે ડોબા " મિતેષ વિજયની એક પણ વાતું ધ્યાનમાં ન લીધી અને સીધું જ તે ન્યૂઝ પેપર વિજયને અાપે છે અને વિજય તે ન્યૂઝપેપર જોવે છે તો......

ક્રમશ......

આગળનાં બધાં જ રહસ્યો જાણવા માટે બન્યા રહ્યો " પાઇરેટ્સ ટ્રેઝર હન્ટની " રોમાંચક સફરમાં....

જો તમને વાંચવામાં મજા આવતી હોય તો મને યોગ્ય રેટિંગ જરૂરથી આપશો ???? જેથી મને આગળનાં ભાગ લખવાનો ઉત્સાહ વધે. જો મારી કોઈ ભૂલ હોય અથવા તો તમારે અભિપ્રાય આપવું હોય તો નીચે કોમેન્ટ કરીને અવશ્યથી જણાવશો....


લી."KD"


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ