વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મંદિરમાં વૃદ્ધ..✍️,,

મંદિરના કુલ 127 દાદરોમાં સૌથી ઉપરના 126માં દાદર પર ઘણી બધી શ્રધ્ધા અને આસ્થા સાથે ઈશ્વર પ્રતિમાનાં દર્શન કાજે મહામુશ્કેલીએ ડાતા ઢડાતા પહોંચેલા એ બન્ને પગોથી અપંગ ખૂબ જ મેલા અને ફાટેલા કપડા પહેરેલ ગરીબ વૃદ્ધને  ભિખારી સમજી ઉપર આવતા રોકતા મંદિરના પૂંજારીએ કહ્યું :

"બસ હવે આગળ ના આવીશ તું મંદિરને ગંદુ કરી નાખીશ, અહીં થી જ દર્શન કરીને ચાલ્યો જા... તારા માટે આ હજાર હાથ વાળો નવરો નથી"


તે વૃદ્ધ ઉપર આકાશ તરફ જોઈ ..

"તું ક્યાંથી મુજ ગરીબ માટે નવરો હો.. તને તો અમીરોએ ખરીદી જો લીધો છે"  એટલું કહી ફરી ડાતા ઢડાતા નીચે તરફ જવા લાગ્યા...



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ