વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

લવ @Collage

    જયારે જયારે તેને મળું છું ને ત્યારે ત્યારે એમ થાય છે કે હું આકાશ માં ટહેલતા પક્ષીઓની માફક ટહેલી રહી છું. પણ એ છે કોણ અને હું તો એને બે કે ત્રણ વખત ખાલી જોયો જ છે  તો પણ એના માટે કેમ એટલું બધું વિચારી રહી છું અને આવા વિચારો શાં માટે ? આવું કંઇક ઋચિતા વિચારી રહી હતી.

   

    ઋચિતા એક સામાન્ય પરીવાર માંથી હતી. તેનાં પિતા એક દુકાનમાં નોકરી કરતાં હતાં અને ઘર ખર્ચમાં મદદ કરવા માટે માતા અમુક ધરનું રસોઈ કામ કરતાં હતાં. એમનો એક નાનો છોકરો જેમનું નામ રાજ એટલે કે ઋચિતાનો નાનો ભાઈ. માતા અને પિતા મળીને ઘરનું ગુજરાન ચલાવતાં પણ ભાઈ બહેનને ભણાવવામાં ક્યારેય ઓછું આવવા દેતા નહીં.

   

    ઋચિતા કોલેજ કરતી જયારે રાજ દસમાં ધોરણમાં અભ્યાસ કરતો. ઋચિતા સાવ શાંત અને સરળ સ્વભાવની હતી તેમજ દેખાવે ભલે ઘવવર્ણ હતી પણ તેના સ્વભાવ અને મીઠા મધુર અવાજથી એ બધાંના દિલ જીતી લેતી. તે માતા પિતાની આવી મેહનત જોયને એ ભણવામાં ખુબજ મેહનત કરતી અને હંમેશા કોલેજમાં પહેલા નંબરે પાસ થતી.

   

    ઋચિતા હંમેશા કંઇકને કંઇક વચ્યાં કરતી પણ આજે એને વાચવામાં જરાય રસ પડતો ન હતો એની ખુદ સમજમાં નહોતું આવી રહ્યું કે આવું કેમ થઈ રહ્યું છે. એના માટે એટલાં બધાં વિચાર કેમ ? હું એને જ્યારથી મળી છું ત્યારથી પૂરું ભણવામાં ધ્યાન કેમ નહિ આપી શકતી. મારે આગળ આવવાનું છે મમ્મી પપ્પાને મદદરૂપ બનવાનું છે તો હું કેમ આવું વિચારી રહી છું.

   

    ઋચિતાને વાંચવાના શોખને લીધે લાઇબ્રેરી માંથી અવનવી બુક્સ વાચવા માટે લય આવતી. એક વખત તે બુક્સ લેતાં લેતાં એક છોકરા સાથે અથડાઈ.

તે નવયુવાન ખુબજ સુંદર દેખાય રહ્યો હતો. તેં શરીરે એકદમ ફીટ અને દેખાવે એકદમ રૂપાળો હતો. કોઈ પણ તેને જોવે એટલે તેનું મન મોહી જાય. ઋચિતા અથડાઈ એટલે તરતજ એ sorry કહી ત્યાંથી જતો રહ્યો. ઋચિતા થોડી વાર તો ત્યાંજ ઉભી રહી ગય અને કંઇક વિચારવા લાગી ત્યાંજ નીમાએ પાછળથી આવી અને ચપટી વગાડી કહ્યું ક્યાં ખોવાય ગયા અમારા ભણેશ્વરી મેડમ.

    ત્યાં ઋચિતા એના વિચાર માંથી પાછી આવી અને નીમાને બંને કલાસમાં જતાં રહ્યાં. ક્લાસમાં લેક્ચર ને બદલે ઋચિતાનું ધ્યાન ક્યાંક બીજા જ વિચારોમાં ખોવાઈ ગયું હતું . માનો કે શરીર ક્લાસમાં હતું અને મન ક્યાંક બીજે.તે વિચારી રહી હતી કે તે નવયુવાન કોણ હશે.

     

     આમને આમ લેકચર પૂરો થાય છે. ઋચિતા અને નીમા ક્લાસની બહાર આવે છે. તેટલામાં જ તે પેલા નવયુવાનને જોવે છે ને પાછી ત્યાં જ ઉભી રહી જાય છે. તેટલામાં આ વાતથી અજાણ નીમા ઋચિતાને કહે છે "ચાલ આજે આપણે ક્યાંક જઇએ પણ ઋચિતાનો કોઈ જવાબ ન મળતાં તેને હલબલાવી નાખે છે"

    

      " યાર ઋચિતા શું વિચારમાં ડૂબી જાય છે હું તને કઈક કવ છું અને તું છે કે મારી વાત સાંભળતી જ નથી" નીમા ગુસ્સા સાથે બોલે છે.

      

       શું ઋચિતા નીમા ને આ વાત જણાવશે? એ નવયુવાન કોણ હસે? હવે આગળ ઋચિતા શું કરશે? અને તમારો કિંમતી પ્રતિભાવ જરૂર થી આપશો.

      

       આ નવલકથા મારી પહેલી નવલકથા છે તો થોડી ભૂલ હોય તો માફ કરશો અને સાથ સહકાર આપશો એવી અપેક્ષા.🙏


                                           ✍️Zarna Trivedi.

 


   

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ