વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અંતરની અમીરાત

"અંતરની અમીરાત"

(દાનની વ્યાખ્યા ચરીતાર્થ કરતા બોટાદના જિલ્લાના સારસ્વતો.....)

 

સારસ્વત અને દાનની વાત કરવી છે ત્યારે મને  વિનોબા ભાવેના શબદ યાદ આવે ....." એક બાળકના જીવન વિકાસમાં પોતાની જાતને સમર્પિત કરવી એની તોલે આવે એવો જગતનો એકપણ આનંદ નથી." અને આ આનંદ આજે મારા બોટાદ જિલ્લાના શિક્ષણના વડા આદરણિય  ડુમરાળિયા સાહેબની ઉત્તમ વિચારદ્રષ્ટિનો પરિપાક છે...કે આજે બોટાદ જિલ્લો સમાજ પાસે અપેક્ષા રાખ્યા પહેલા પોતાના શાળા પરિવારને આ યજ્ઞિયકાર્યમાં જોતરી સાચો નિજાનંદ લઈ રહ્યો છે....એક વાર આનો લહાવો લઈ તો જુવો ખબર પડે કેટલો રાજીપો અનુભવાઈ છે....માત્ર સાત કે આંઠ મહિના ટૂંકા આવર્તકાળમાં સાહેબે આખા જિલ્લાના શિક્ષકોને બાળદેવો માટે કંઈક કરી છૂટવાની હાંકલ નિષ્ઠા પૂર્ણ રીતે કરી ને આજે શિક્ષકોએ ગુજરાત આખાને પ્રેરણા મળે એવા અસંખ્ય દાખલા આ બોટાડની ધરા પર બેસાડ્યા છે...આજ મારે આ સરસ્વતોની અંતરની અમીરાતની વાત કરવી છે........

    

  સલાહ આજે હર કોઈ પાસે છે પણ સ્વ-આચરણ વગર એનું મૂલ્ય કોડીનું બની જાય છે...આ વિચારને પોષતા અમારા જિલ્લાના વડા એમની આવકનો 15/20 ટકા ભાગ બાળદેવોના ચહેરાની મુસ્કાન બનવા વાપરે છે....પરસેવાની કમાણી આમ પ્રસાદ બની વહેંચાય પછી એ લોક હૃદય સુધી ચોક્કસ જાય એ ન્યાયે સાહેબની દિલેરીની પ્રેરણાથી સારસ્વતોનો હૃદયનો આજવાસ દાન બની ફેલાયો છે..એની થોડી સુવર્ણ વાતો આપ સમક્ષ મુકવી છે.....


નેક ટેકને ધરમ કરમની અહી પાણે- પાણે વાત,

સંત સુરા નિપજાવતી અમ ધરા તણી અમીરાંત.


આમ તો આ ધરાની તાસીર જ એવી છે કે અહીં આ ગુણો સહજ ઉભરાય પણ સાહેબ રુપી પ્રેરણાના પગથારે સારસ્વત હાલી નિકળ્યો છે....


   અસંખ્ય દાખલા છે પણ થોડા અંશો અહી મુકવા છે.....


# એક શિક્ષકનો કોલ આવે સાહેબ ઉપર " સાહેબ 400 બાળકો છે શાળાના અને મારે 8000 નું દાન આપવું છે શું કરી શકું???? ખુબ ખુશી સાથે સાહેબ   સ્વચ્છતાને અગ્રતા આપી નેઈલ કટર આપવાની વાત કરે અને દરેક બાળકને નેઈલ કટર મળે......


# મારો ચાચરિયા શાળા પરિવાર સાહેબથી પ્રેરીત થઈ સમગ્ર ગુજરાતના શિક્ષકોને દાન માટે પ્રેરીત કરે અને વળી કેવું દ્રશ્ય કે આખો શાળા પરિવાર નક્કી કરે કે સમાજ પોતાનો આવકનો અમુક ભાગ ભગવાન માટે કે ધર્માદા માટે કાઢતો હોય તો આપડા દેવ તો આ બાલુડા છે તો એના માટે કંઈક કરવું નૈતિક ફરજ સમજી " આપનું  દાન બાળકની મુસ્કાન" એવા ઈનોવેટિવ નામ સાથે પગારના બીજા દિવસે નિયમિત આ ભુલકા માટે ભાગ કાઢતો થયો અને એ પણ ગુપ્તદાન રુપે અને આપને જાણી આનંદ થાશે કે આઠ શિક્ષકોનો આ શાળા પરિવાર દર મહિને 4500 થી વધુ રકમ આ દાનપેટીમા નાખવા લાગ્યો અને આ પ્રેમળ પ્રસાદ આર્થિક પછાત ભુલકાઓને સ્ટેશનરી, કપડા, ચપ્પલ, અને જરુરિયાતની વસ્તુ રુપે વહેચાવા લાગ્યો.... શું કહેશો આ દિલેરીને.....પરાણે આવે આવો ભાવ કે આત્યંતિક પ્રેમે આવે.........સમજવું રહ્યું ...


# અરે !!  ઢીંકવાળી શાળામાં શ્રાદ્ધના પાવન દિવસોમાં સારસ્વતો સુકામેવા વાળો પ્રસાદ...કઠોળ બાળકોને પ્રેમે જમાડે....હર એક શાળામાં છાસવારે ગામલોકો જેટલા જ તિથિ ભોજન આ સારસ્વતો આપે ...ધન્ય છે....અરે ! ગૌરીવ્રતોમાં હર એક શાળાઓ દીકરીઓને રોજ અવનવા ફરાળ કરાવે ....રાજી કરે સ્ટેશનટી આપે...પહેલા જોયું છે આવું ચિત્ર...


# અમારો શિક્ષક વિનોદ હીરાણી, પ્રવીણ મકવાણા અને દર્શન પટેલ એનો જન્મ દિવસ દરિદ્ર નારાયણ સાથે ઉજવે...ઝૂંપડપટ્ટીના ભીલકા હોટેલમાં આનંદ સાથે જમેં..શિક્ષક દંપતિ એમનો રાજીપો મેળવે આ દ્રશ્ય ખૂબ ગમતિલું છે દોસ્ત.....


# ખોખરનેશ માં કોઈ ગામનો દિલેર કેશુભાઈ વતનથી દૂર રહી બાળકોને ભોજન અને જરૂરી વસ્તુ મોકલાવે...તો માલનપુરનો અમારો મહેશભાઈ જન્મદિવસે 450 બાળકોને જરૂરી વસ્તુ આપી રાજી કરે....સલામ છે....


# અરે ! ઉમર વટાવેલ રમેશભાઈ પટેલ (દાદા)સાહેબની કર્મનિષ્ઠાથી પ્રેરિત થઈ શાળાના બધા ભુલકા ને સમયાંતરે ઘટતું આપી આશીર્વાદ લે....તો મિતેષ પટેલ જેવો યુવાન શાળામાં સ્વ ખર્ચે શ્રેષ્ઠતમ  પ્રજ્ઞારૂમનું નિર્માણ કરે ...જાતે મહેનત કરી શાળા પરિસર સીસીટીવી કેમેરાથી સજ્જ કરે ..


#ભંડારીયા શાળા પરિવાર ...દોસ્ત વિજયસિંહ...મુકેશભાઈ...જીનેશભાઈ લશ્કરી સતત બાળકોના ચહેરાનો અજવાસ બને......તમે ફેસબુક પેજ જોઈ લ્યો વહાલા......કેટલું લખું??? શુ...લખું ?? શુ ના લખું...એટલા દાખલા દર્શન કરવી રહ્યા છે...અંતરની અમીરાંતના....


# ઢસા જંકશન શાળા પરિવાર 2500 ની કિંમત નો એક એવા 8 બાકડા મુકી બાળદેવોને રીજવે...તો ઉમરાળાનો દોસ્ત પ્રીતુલભાઈ 600 બાળકોને ફણગાવેલ કઠોળ ખવડાવે... સ્માઈલ ગૃપ પરિવાર જરૂરિયાત મંદ બાળકોને 8500 ની સ્ટેશનરી આપી જાય... અરે ! અનેક શાળામાં બાળ ફુલડાને હજારો સ્લેટોનુ દાન અપાઈ....શિક્ષકો હજારો રૂપિયાના ફુલછોડ વાવી શાળા બાગને મહેકાવે...કેટ કેટલુ ઓદાર્ય....


# આ બધા નિરામય દ્રશ્યો જોઈ દુબઈ રહેતો પરિવાર નાગલપર શાળાને 50000 હજારની કિંમત ના કમ્પ્યુટર આપી જાય...અરે ! એથી આગળ જુનવદર શાળા પરિસરને દિપાવવા સરપંચ વિનુભાઈ, અને આચાર્ય જયદિપસિહની જહેમતથી  225000 થી વધુની માતબર રકમ દાનમાં આવે અને શાળાની સુરત બદલાય....આ દાનની સરવાણીની યાદી એટલી લાંબી છે કે મારા શબદના બધા અવતરણ ટૂંકા પડે છે....ઘણા બધા ઉત્તમ દાની સારસ્વત મિત્રોની વાત નહીં મૂકી શક્યાની માફી અને સામુહિક વંદના સાથે મારી વાત અટકાવું છું.... ખૂબ ગૌરવ થાય છે...શિક્ષક હોવાનું કે આજની આ નવી પેઢીના સારસ્વતો એ વર્ષો પહેલાની સાવ ભ્રામક કંજૂસાઈની છાપ સાહેબની પ્રેરણા થકી ભૂંસી એક આગવી દાતારી.  દિલેરી અને માનવતાની મહેક ફેલાવી શિક્ષકની ગરિમા વધારી દીધી છે....


   આ નિરામય દ્રશ્ય નિહાળવા માટે તમારે બોટાદની શાળાઓની મુલાકાત લઈ એને જોવું રહ્યું એક સુંદર વાત યાદ આવે ..દોસ્ત દિલની દાતારી....ગૂમડાંની રુજ અને અંતરની અમીરાત દોસ્ત અંદરથી આવે.... અને કાં કોઈ ડુમરાળિયા સાહેબ જેવો નખશીખ પ્રામાણિક મરજીવના જીવન દર્શનથી આવે ..માત્ર સારું લગાડવા નહીં આ વાસ્તવિકતાનું દર્શન છે...જે બધાને ના પણ પચે પણ સાચું કહું તો હજારો બાળકોનો રાજીપો અને આશીર્વાદ લેવાનું કામ મારા જિલ્લાના વડા અને અમે સારસ્વતો કરી રહ્યા છે....આવનારો સમય એની નોંધ લેશે એવી અનંત  શ્રધ્ધા છે....કેમ કે દુર્લભ એ દરવેશ કે જેના કાળ સાચવે પગલાં......


વર્ગને સ્વર્ગ બનાવી કામ કરાતા મારા સાથી સારસ્વતો અને કેળવણીનો કર્મપથ ઉજાળનાર આદરણિય ડુમરાળિયા સાહેબને વંદન સહ આ શબ્દપુષ્પ અર્પણ....અને સાથે દાન શબદની થોડી પરિભાષા સૌના દર્શન માટે..


‘ દાન ‘ શબ્દ  સંસ્કૃતની  ‘ દા ‘ ધાતુ  ઉપરથી  બન્યો  છે . ‘દા ‘ એટલે  ‘ આપવું ‘


૦   આ  અર્થમાં  ‘ દાન ‘ એટલે  કોઈને  કશું  આપવાની  ક્રિયા .પણ ‘દાન ‘ નો  અર્થ  આટલો  સંકુચિત  નથી


૦   શંકરાચાર્ય  ‘દાન ‘ નો  અર્થ  આમ  કરે  છે : ” ‘દાન ‘ એટલે  ‘સંવિભાગ ‘. એમના  મતે સંવિભાગ એટલે  સમૃદ્ધિની , વસ્તુની  વહેંચણી . પણ  કેવી  વહેચણી ? ‘સમ ‘ એટલે સમ્યક , ઉચિત  વહેંચણી


૦   વ્યક્તિ  પોતાની  પાસે  જે  હોય  તેમાંથી  જેને  જરૂર  છે  એવી  વ્યક્તિને કંઈક  આપે .એ રીતે  સમાજની  આર્થિક  અવ્યવસ્થાને  કંઈક  અંશે સમતોલ  બનાવવાનો  પ્રયત્ન  કરે


૦  પ્રત્યેક વ્યક્તિને  પરમ  કૃપાળુ  પરમાત્મા  તરફથી  દાન  રૂપે  દૈવી  સંપત્તિ પ્રાપ્ત  થયેલી  છે


૦  આ સંસારમાં  જન્મેલી દરેક  વ્યક્તિને શારીરિક  સંપત્તિ  રૂપે  પરમાત્મા  તરફથી અનેક  દિવ્ય  શક્તિ   મળી  હોય  છે  એટલે  કે  પહેલું  દાન તો  પરમાત્મા  તરફથી  જ  માણસને  મળે છે


૦    જે  શક્તિ  કે  વસ્તુ  પરમાત્મા  તરફથી  વ્યક્તિને  દાન  રૂપે  પ્રાપ્ત  થઇ  તેનો  તે  માલિક  નથી …ખરેખર  તો પરમાત્માએ  વિશ્વાસ  મુકીને  સોંપેલી  વસ્તુનો  તે  ટ્રસ્ટી  છે


૦   ટ્રસ્ટી પોતાની  મહેનત  પ્રમાણે  મળેલી  વસ્તુમાંથી  થોડું  કમિશન મેળવવાનો  હકદાર  ખરો પણ  ઈશ્વરે  આપેલી  બધી  જ  વસ્તુઓને  બથાવી  પાડી એકલા  જ  ભોગવવાનો  હક્કદાર  નથી  જો  એ  એવું  કરે  તો  ઈશ્વરે  મૂકેલા  વિશ્વાસનો  તે  ભંગ  કરે  છે


૦  વ્યક્તિએ  સારા  ટ્રસ્ટી  સિદ્ધ  થવું  હોય  તો  પોતાને  મળેલી  વસ્તુઓમાંથી  જરૂરિયાતમંદ  લોકોને  સમુચિત  રીતે  આપતાં  રહેવું  જોઈએ . એમાં કૃતજ્ઞતાનો  ભાવ  રહેલો  છે


૦  બીજાને  પોતાની સંપત્તિ  કે શક્તિના  નાનકડા  ભાગીદાર  બનાવવાની  આ  ભાવના  એ


‘ દાન ‘ નો  બીજો એક  અર્થ છે


૦   દાન  એટલે  ‘આપવું ‘…. આપણે  કોઈને  ‘આપીએ ‘ એટલે  આપનાર  તરીકે  આપણામાં અહંકાર  જાગે , પણ  હકીકતે  જયારે  આપણને  પરમાત્માએ  આપ્યું  ત્યારે  આપણે  કોઈને આપી  શક્યા  એટલેકે  પરમાત્માએ  આપણને  માગ્યા  વગર  આપ્યું  છે  તેમાંથી  જ  આપણે  તો  થોડુક  જ  અન્યને  આપીએ  છીએ  એટલે  એનું  અભિમાન  ન  કરાય


૦  દાનની  આ  વાતમાં  તો . પહેલાં  કંઈ  લઈને  પછી  આપીએ  છીએ  એટલે કે  આપણે  પહેલાં ઋણી – કરજદાર તો પરમાત્માના  થઇ  જ  ચૂક્યા  છે  અને  પછી  જે  ઋણ  પરમાત્માએ  આપણી ઉપર  ચડાવ્યું  છે  એમાંથી  થોડું  કરજ  ચૂકવવાનું  છે......


માટે આ અંતરની અમીરાત આમજ દાખવી માનવ જીવનને મધમધતા ફુલદાસમ બનાવી આ દાતાએ દીધેલા જીવનને અંજવાળીયે....... આ દાનની પરમ પાવન જયોત પ્રગટાવીએ...જ્યાં છીએ ત્યાં કશુક કરી બતાવીએ.....બાળદેવો ભવ....



પાર્થ ખાચર

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ