વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

HOSTEL LIFE~~

ક‌ઈક અલગ જ મસ્તી અમારી તાજ હોટલ ....

       

                    suncity..........

             ક‌ઈક અલગ જ હતી એ હોસ્ટેલ ની જિંદગી જતી. વખતે ઘર છોડવાનો ડર અને આવતી વખતે એ  ગૃપના નંગો ને ગુમાવવા નો ડર . સવાર ના ઍલામ ના અવાજ થી સાંજે એ ભુખડો સાથે બનાવેલી ભેળ વચ્ચે કરેલા કાંડો બોવ યાદગાર છે.

           

             એમાં ઘણા કાંડ ના લીધે મેડમ પણ આપણને રીડિંગ કરાવવા એમની બાજુમાં જ બેસાડે . અમારા ગૃપના નંગ એટલે વીંટી માં મઢાવા પડે .

         

                     નંગ  નંબર ૧ સ્વભાવે નાળિયેર જેવી બહાર થી છોતરા જેવી પણ અંદરથી નરમ , અને જો કોઈ એના કે એની સખીઓ એટલે કે અમારી સામે ઈગો બતાવે એટલે પેલી ના પણ છોતરા કાઢી નાખે .

  

            નંગ નંબર ૨ અમે પ્રેમ થી એને ભીમ કહેતા  આખા ગૃપ માં હોસ્ટેલ નું જમવાનું કોઈ જમે કે ન‌ઈ ઈ તો જમે જ.કારણ કે એ વિચારતી પૈસા ભરીયા છે વસુલ તો કરવા ને . રવિવારે જમ્યા પછી નુ એક જ કામ સુઈ જવાનું અને જો ભુલ થી એને કોઈ ઊઠાડે એટલે  મર્યા.



               

              નંગ નંબર ૩ આને નંગ ન કેવાય  સંસ્કારી છોકરી કેવાય ન કોઈ સાથે બાજે ન કોઈ ને બાજવા દે એક્ઝામ માં આખી રાત વાચે સવારે આપણે પુછી  વાહ તારુ બધુ રિવીઝન થ‌ઈ ગયુ હશે ને એટલે ચાલુ કરે .યાર કાઈ યાદ જ નથી રહેતું શું કરું ‌😓




           નંગ નંબર ૪ આને નંગ નહીં મહા નંગ કેવુ જોઇએ  . બધા જેટલી વાર રીડિંગ કરે આ માતાજી એટલી વાર નાસ્તો કરે .કોઈ  એને વાંચવાનું કહે એટલે એનો ફિક્સ ડાયલોગ  " યાર હું વાંચીને ટેસ્ટ આપુ તોય મારે  એટલા આવે ને વાંચ્યા વગર પણ ..તો શું રાત‌ઉજાગરા કરવા "

                 નંગ નંબર ૫ દેખાવ માં ગુવાર જેવી પણ સ્વભાવે કાશ્મીરી મરચાં જેવી એને વાંચવા કરતાં તૈયાર થાવા માં વધુ રસ . એનો કટ્ટર વેરી એટલે ગણિત .


                  નંગ નંબર ૬ ગણિત ના આયૅભટ્ટ  પપ્પા ની પરિ જે જોઈએ તે જોઈએ જ.  અગિયાર વાગ્યા માં દસ મિનિટ ની વાર હોય એટલે આ મહારાણી ચાલુ કરે મેડમ‌ માથું દુખે ,મેડમ પેટ માં દુખે .



                 નંગ નંબર ૭ બે'ય સગી બહેનો છે પણ ક્યારેય બહેનો ની જેમ રહે નહીં સવાર ના સાત વાગ્યે થી રાત ના બાર વાગ્યા સુધી બ્રશ થી લ‌ઈ ચાદર સુધી ઝઘડ્યા કરે એ બેય નો ત્રાસ હતો.

      


                    નંગ નંબર ૮ ભણેશ્રી જીવડુ બધા રીડિંગ કરતા હોય ત્યારે એ ડફોળ ઊંધ કરતી હોય અને જ્યારે બધા ને સુવાનો સમય થાય એટલે એ ને ગોખવાનો સમય થાય રીડિંગ માં એને ઝોલા ખાતી જોય મેડમને કેવાનું ને મેડમ એને એટલી ઠંડી માં એને ઊભા ઊભા રીડિંગ કરાવે એ જોઈ અમને  ગર્વ નો અનુભવ થાય

          

               

                      નંગ નંબર ૯ એને સુતી જોઈ પાણી નાખીને ઉઠાડવાની  મજા જ કંઈક અલગ છે ક્યારેય રાતે ઉઠીને વાંચવાનું આ શબ્દ એની ડિક્ષનરી માં જ નથી . પછી જ્યારે રિઝલ્ટ આવે એટલે બળતરા કરવાની .

    

                        

                      નંગ નંબર ૧૦ એટલે ‌હુ પોતે મારા તો નસીબ જ ખરાબ છે ને દર વખતે અમારા નંગો માથી મને જ માર પડે  .એક વખત જ ની જ વાત છે બ્રેક માં અમે ભુખખડ એ ભેળ બનાવી .ભેળ પાર્ટી પતાવી રીડિંગ હોલમાં બધા વાતોના ઝપાટા કરતા હતા હું પણ ત્યાં ઊભા ઊભા કે'તી હતી " અરે આજ તો ભેળ શું તીખી હતી વાત જ પુછો નહીં " બધા અચાનક શાંત થઈ ગયા . ત્યાં અચાનક  ભુકંપ માં મકાન પડે એવો અવાજ આવ્યો . ડરવાની જરૂર નથી એ અવાજ તો પાયલ મેડમે મને બે ધબ્બા માર્યા એનો હતો .કારણ કે હું દસ મિનિટ મોડી આવી ને વાતો કરતી હતી હજુ યાદ છે મને પોણી કલાક સુધી તમમમ તમમમ થાતુ હતું અને મારા ગૃપના નંગો હસતા હસતા કેતા હતા હજુ બે વધારે પડવી જો'તી હતી.ત્યારે સાલૂ યાદ આવ્યું

   

' HAR 1 FRIEND KAMINA HOTA HE'

   

                હોસ્ટેલની લાઈફ એટલે  ન્યુઝ ચેનલ ની જેમ હોય છે જેમ એક ન્યૂઝ પછી ક‌ઈ બેકિંગ ન્યુઝ આવશે ધેટ ઈઝ ધ સરપ્રાઈઝ .એમ જ હોસ્ટેલ મા ક્યાં કાંડ પછી કયુ કાંડ કરવાનું એ પણ સપરાઈઝ હોય .

        

                        હોસ્ટેલની એ દુનિયા ને ટૂંકા શબ્દો માં વણૅવીએ .....................



ચા, ફાફડિયા ગાંઠિયા ભેગો પપૈયાનો સંભારો ને મરચા

                      ને છોડી ક્યારેક એ રાત ની સુકી ભાખરી ખાય તો જુઓ..............


વોલ ઘડિયાળ ના 9 ના ડંકે તો રોજ ઊઠ્યા

​                  એ ઍલામ ના અવાજ થી  પાંચ વાગ્યે ઊઠી તો જુઓ................


સવારે વોકીંગ તો‌ બોવ કરી પણ.....

                   એ રવિવારે મોડા ઊઠવાની સજા ...

                   એ મેદાનના ૧૦ રાઉન્ડ મારી તો જુઓ .


બાજુ વાડા પાસે ખાંડ તો બોવ માગી .......

            રાત્રે ૧૨ વાગ્યે ચટણી- મીઠું માંગવા નો આનંદ માણી તો જુઓ.........


પરિવાર સાથે હોટલમાં ચાઈનીઝ તો બોવ જમ્યા

     પણ એ ભુખખડ રૂમમૅટ સાથે બનાવેલ ભેળ ચાખી તો જુઓ.......


બેડ પર આરામ થી ઘણું સુતા

       પણ એ નાલાયક મિત્રો ના પાટા સહન કરી તો જુઓ.......


ઘરે તો ઘણા જલસા કર્યા બધા સાથે

    કયારેક એ મિત્રો સાથે હોસ્ટેલ ની મસ્તી માણી તો જુઓ.......


દુર થયા બાદ ક્યારેક એ મિત્રો ને

        એક વાર યાદ કરી તો જુઓ.......


MISS YOU HOSTEL LIFE......





         


      


            



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ