વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વિટામીન બી-12 ની ઉણપ શું કરશો?

 

વિટામીન બી - 12 ની ઉણપ એ આજના સમયમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતો રોગ છે. જેમાં રોગીના જ્ઞાનતંત્ર - નર્વસ સિસ્ટમ પર વિપરીત અસર પડે છે, જેને પરિણામે ખાલી ચડવી, થાક લાગવો, રાત્રે ઊંઘ ન આવવી, ભૂખ ન લાગવી, શરીરના કોઈપણ ભાગમાં દુખાવો, જેવી શારીરિક તથા માનસિક તકલીફ થાય છે. વિટામીન બી 12 એ ચરબીમાં દ્રાવ્ય વિટામીન છે.

સામાન્ય રીતે આવી પરિસ્થિતિમાં ડોક્ટર વિટામીન બી 12 ના ઇન્જેક્શન આપે છે અને વિટામીન બી 12 ની ગોળીઓ નો કોર્સ કરાવે છે. જેથી કરીને શરીરમાં વિટામીન બી 12 ની ઉણપ દૂર કરી શકાય. પણ આ રીતે બહાર ની સહાય દ્વારા દૂર કરેલી વિટામીન બી 12 ની ઉણપ કેટલો સમય સારી રહે. થોડા સમય બાદ ફરીથી વિટામીન બી 12 નું પ્રમાણ ઘટતા ફરીથી કોર્સ કરવો પડે છે. પરિણામે જોવા મળે છે કે વિટામીન બી 12 ની ઉણપ ની સમસ્યાનો કાયમી ઉકેલ મળતો નથી.

બીજી બાજુ કેટલાક સજાગ રોગીઓ વિટામીન બી 12 ની ઉણપ માં કેવો ખોરાક ખાવો જોઈએ? -  એ બાબતે પણ પૂછે છે, જેથી કરીને દવાના કોર્સ બચી શકાય. તેને આ પ્રશ્નના જવાબમાં જણાવવામાં આવે છે કે વિટામીન બી 12 ની ઉણપ માં પ્રાણીજ પદાર્થ કે નોનવેજ ખાવાથી શરીર માટે જરૂરી વિટામીન મળી શકે છે. પણ હું આ વાત સાથે સંપૂર્ણપણે સહમત નથી. એક ઉદાહરણ સ્વરૂપે હું મારી વાત સમજાવું.

40 વર્ષની ઉંમરના કિશોરભાઈને છેલ્લા દોઢ વર્ષથી થકાવટ, શરીર નો દુખાવો, ઊંઘ ન આવવી, ભૂખ ન લાગવી - જેવી તકલીફો રહે છે. જેમાં ડોક્ટરની સલાહ પ્રમાણે રિપોર્ટર કરાવતા વિટામીન બી 12 ની ઉણપ હોવાનું જાણવા મળ્યું. જેમાં રાબેતા મુજબ ઇન્જેક્શન - ગોળીઓનો કોર્સ કરાવી ડોક્ટરે નોનવેજ નહીં ખાવાની સલાહ આપી.

પણ હું આ કેસને અલગ દૃષ્ટિકોણથી જોવું છું. કિશોરભાઈ છેલ્લા દોઢ વર્ષથી થકાવટ, શરીર નો દુખાવો, ઊંઘ ન આવવી, ભૂખ ન લાગવી - જેવી તકલીફો છે, દોઢ વર્ષ પહેલા તો અમાની કોઈ તકલીફ નહોતી, મતલબ કે દોઢ વર્ષ પહેલાં વિટામીન બી 12 ની ઉણપ ની સમસ્યા નહોતી. હવે જો કિશોરભાઇ ને એમ પૂછવામાં આવે કે દોઢ વર્ષ પહેલા જ્યારે વિટામીન બી 12 ની ઉણપ ની સમસ્યા નહોતી અને તમે સંપૂર્ણ સ્વસ્થ હતા ત્યારે શું ખાતા હતા? તો જવાબ મળશે કે - એ જ ખોરાક ખાતો હતો જે હું આજે ખાવું છું. તો મતલબ એ કે, જે ખોરાકમાંથી કિશોરભાઈને દોઢ વર્ષ પહેલા વિટામીન બી 12 મળી જતું હતું, તે જ ખોરાક દ્વારા છેલ્લા દોઢ વર્ષ દરમ્યાન વિટામીન બી 12 મળતું નથી.

આપણે જે ખોરાક ખાઈએ છીએ, તેનું બરાબર પાચન થવાથી આપણા શરીરને જરૂરી પોષક તત્વો મળી જ રહે છે.

તો વાચકમિત્રો અહીં મારો સવાલ છે - કે કિશોરભાઈ ના કિસ્સામાં તકલીફ ક્યાં છે? - ખોરાકમાં કે પાચનશક્તિમાં. સુધારો કરવાની ક્યાં જરૂર છે? - ખોરાકમાં કે પાચનશક્તિમાં.

જવાબ છે કે - પાચનશક્તિ બગડી છે, જો પાચનશક્તિ સુધારવામાં આવે તો સ્વાસ્થ્ય માટે જરૂરી વિટામીન બી 12 આપણા રોજિંદા ખોરાકમાંથી જ મળી રહેશે.

આથી ચિકિત્સા સમયે પાચન શક્તિ સુધારવી જરૂરી છે. તે સિવાય અન્ય બધી દવા નકામી છે.

ઉપર ની કિશોરભાઈ ની વાત કરીએ, બગડેલી પાચનશક્તિ સાથે ધારો કે કિશોરભાઈ નોનવેજ ખાવાનું ચાલુ કરે, તો તમને એમાંથી વિટામીન બી 12 મળશે? નહીં મળે બલ્કે પાચનશક્તિ વધુ બગાડશે. આથી વિટામીન બી 12 ની ઉણપની સમસ્યા હોય તો બહારથી વિટામીન બી 12નો ડોઝ લેવા કરતા શરીરની પાચનશક્તિ સારી કરવા પ્રયાસ કરવો જોઈએ.

આયુર્વેદના મતે વિટામીન બી 12 ની ઉણપ ના કારણો પર ધ્યાન આપી, તેની મૂળગામી ચિકિત્સા કરવાથી આ ઊણપને કાયમી રૂપે મટાડી શકાય છે.

 

અસ્તુ

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ